ભારતીય ટીમે (Indian Cricket Team) ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) ના ઘણા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયામાં પડાવ નાખ્યો છે. તે 6 ઓક્ટોબરના રોજ પર્થ પહોંચી અને ઓસ્ટ્રેલિયન પરિસ્થિતિઓમાં પોતાની જાતને અનુકૂળ થવા પ્રયાસ શરુ કર્યો હતો. ભારત એ ટીમોમાંથી છે જેને સુપર 12માં સીધી એન્ટ્રી મળી છે. તે પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે મેલબોર્નના મેદાન પર રમશે જ્યાં તેનો મુકાબલો પાકિસ્તાન (India Vs Pakistan) સામે થશે. જો કે આ મેચ પહેલા ભારતને બે વોર્મ અપ મેચ રમવાની હતી. પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે અને બીજી મેચ ન્યૂઝીલેન્ડ સામે રમાશે. તમે બંને મેચનું લાઈવ ટેલિકાસ્ટ પણ જોઈ શકો છો.
વર્લ્ડ કપ પહેલા તમામ ટીમોએ 2-2 પ્રેક્ટિસ મેચ રમવાની છે. ભારતની બંને વોર્મ-અપ મેચો એવી ટીમો સામે છે જે તેમના ગ્રુપમાં નથી. ટૂર્નામેન્ટ પહેલા બંને પ્રેક્ટિસ મેચ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મેચો પહેલા, T20 વર્લ્ડ કપની તૈયારી કરી રહેલી ભારતીય ટીમે તેની પ્રથમ વોર્મ-અપ મેચમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનો સામનો કર્યો હતો અને તેને 13 રનથી હરાવ્યુ હતુ.
પર્થમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 158 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની ટીમ 145 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી બેટિંગમાં સૂર્યકુમાર યાદવે પ્રભુત્વ જમાવ્યું હતું, તેણે સૌથી વધુ 52 રન બનાવ્યા હતા. તેના સિવાય હાર્દિક પંડ્યાએ 29 રનની ઇનિંગ રમી હતી. બોલિંગની વાત કરીએ તો અર્શદીપ સિંહ અને ભુવનેશ્વર કુમારે શાનદાર પ્રદર્શન કર્યું.
ભારતની પ્રથમ વોર્મ-અપ મેચ ઓસ્ટ્રેલિયા સામે 17 ઓક્ટોબરે રમાશે. આ મેચ સવારે 8.30 કલાકે શરૂ થશે.
ભારત તેની બીજી પ્રેક્ટિસ મેચ 19 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમશે. આ મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.
ભારતની પ્રેક્ટિસ મેચો હિન્દી, અંગ્રેજી, તેલુગુ, તમિલ અને કન્નડ ભાષાઓમાં Star Sports ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
ભારતની પ્રેક્ટિસ મેચ Hotstar પર લાઈવ સ્ટ્રીમિંગ થશે. તમે tv9gujarati.com પર મેચ અંગેના સમાચાર પણ વાંચી શકો છો.