India vs West Indies 2nd T20 Playing 11: વેસ્ટ ઈન્ડિઝે જીત્યો ટોસ, પ્રથમ બોલીંગ કરવાનો કર્યો નિર્ણય, જાણો બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

IND Vs WI T20 Match Prediction Squads Today: ભારતે શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 68 રનના વિશાળ માર્જિનથી હરાવીને 1-0 ની સરસાઈ મેળવી લીધી છે.

India vs West Indies 2nd T20 Playing 11: વેસ્ટ ઈન્ડિઝે જીત્યો ટોસ, પ્રથમ બોલીંગ કરવાનો કર્યો નિર્ણય, જાણો બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
નિયત સમય કરતા ત્રણ કલાક મોડી શરુ થઈ મેચ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 11:23 PM

ત્રણ કલાકના વિલંબ પછી, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની બીજી મેચ શરૂ થઈ ગઈ છે. સેન્ટ કિટ્સના કે વોર્નર સ્ટેડિયમમાં આયોજિત આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ ખેલાડીઓની કિટ્સ આવવામાં વિલંબને કારણે મેચને ત્રણ કલાક માટે સ્થગિત કરવી પડી હતી. 10.30 વાગ્યે ટોસ સાથે નક્કી થયું કે હવે ભારતીય સમયાનુસાર 11 કલાકે મેચ શરૂ થઈ છે. ટોસ વિશે વાત કરીએ તો, વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને અહીં જીત મેળવી અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.

ટીમ ઈન્ડિયામાં એક ફેરફાર

આ મેચ માટે બંને ટીમોએ કેટલાક ફેરફાર કર્યા છે. પહેલા ટીમ ઈન્ડિયાની વાત કરીએ. કેપ્ટન રોહિત શર્માએ ટોસ સમયે જણાવ્યું કે લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈની જગ્યાએ ફાસ્ટ બોલર અવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેપ્ટન રોહિત શર્માએ આ બદલાવ વિશે કહ્યું કે આ માત્ર સંજોગોને કારણે થયું છે અને કમનસીબે બિશ્નોઈને બહાર બેસવું પડ્યું છે. સેન્ટ કિટ્સમાં ફૂંકાતા જોરદાર પવનને જોતા ભારતીય ટીમે પેસ એટેકને પ્રાધાન્ય આપ્યું છે. વેસ્ટ ઈન્ડિઝે બે ફેરફાર કર્યા છે અને તેમાં બ્રાન્ડન કિંગ અને ડેવોન થોમસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત પાસે સરસાઈ

પાંચ મેચોની શ્રેણીમાં ભારતીય ટીમ અત્યાર સુધી 1-0થી આગળ છે. ત્રિનિદાદમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. ટીમ માટે કેપ્ટન રોહિત શર્માએ જોરદાર અડધી સદી ફટકારી હતી, જ્યારે દિનેશ કાર્તિકે પણ શાનદાર ઇનિંગ રમી હતી, જેના આધારે ભારતે 190 રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતે તેના સ્પિનરોના દમ પર વિન્ડીઝના દાવને માત્ર 122 રન પર જ સીમિત કરી દીધો અને મેચમાં 68 રનથી વિશાળ વિજય નોંધાવ્યો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

IND vs WI 2nd T20I: આજની પ્લેઇંગ XI

વેસ્ટ ઈન્ડિઝ: નિકોલસ પૂરન (કેપ્ટન), કાયલ મેયર્સ, બ્રાન્ડોન કિંગ, રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, ઓડિયન સ્મિથ, ડેવોન થોમસ, અકીલ હુસેન, અલઝારી જોસેફ, ઓબેદ મેકકોય

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટમકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">