IND vs SL: સૂર્યાકુમારની રાજકોટમાં તોફાની સદીનુ ‘પોસ્ટમોર્ટમ’, ક્યા બોલરની કેટલી ધુલાઈ કરી?

ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી20 સિરીઝ ટીમ ઈન્ડિયાની શાનદાર જીત સાથે સમાપ્ત થઈ હતી., ભારતે 2-0 થી સિરીઝ જીતી લીધી હતી. રાજકોટમાં રમાયેલી અંતિમ મેચમાં સૂર્યકુમાર યાદવે તોફાની સદી નોંધાવી હતી.

IND vs SL: સૂર્યાકુમારની રાજકોટમાં તોફાની સદીનુ 'પોસ્ટમોર્ટમ', ક્યા બોલરની કેટલી ધુલાઈ કરી?
Suryakumar Yadav એ તોફાની સદી રાજકોટમાં નોંધાવી હતી
Follow Us:
| Updated on: Jan 08, 2023 | 9:23 AM

રાજકોટમાં રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી20 મેચમાં સૂર્યકુમાર યાદવે રીતસરની ધમાલ મચાવી દીધી હતી. સૂર્યાની ધમાલ ભરી ઈનીંગની મદદથી ભારતે શ્રીલંકા સામે 228 રનનો સ્કોર ખડક્યો હતો. તેની રમતથી જ 3 મેચોની ટી20 સિરીઝની ટ્રોફી ભારતીય ખેલાડીઓના હાથમાં ઉંચકવાની પળ જરુર જોવા મળશે એ નિશ્ચિત બની ગયુ હતુ. સૂર્યકુમાર યાદવની આ સદીની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે. તેના એક એક શોટ પર ચર્ચા થઈ રહી છે. શ્રીલંકાના બોલરોને છોડાવેલા પરસેવાની ચર્ચા પણ થઈ રહી છે. અહીં આ જ વાત કરવી છે કે, સૂર્યાએ કયા બોલરને કેટલો ધોઈ નાંખ્યો.

સૂર્યકુમાર યાદવની શરુઆતથી જ ઈનીંગમાં તોફાની રમત શરુ થઈ હતી. તેનો રમતનો અંદાજ જ દર્શાવતુ હતુ કે, સૂર્યાને રોકવો આજે શ્રીલંકન ટીમ માટે મુશ્કેલ બની રહેનાર છે. શ્રીલંકાના 5 બોલરોને તેણે પરસેવો છોડાવી દીધો હતો. સુકાની દાસુન શનાકાના તમામ પ્રયાસો સૂર્યા સામે નિષ્ફળ નિવડ્યા હતા.

આતશી શોટ સાથે તોફાની સદી નોંધાવી

અડધી સદી તેણે માત્ર 26 બોલમાં જ પુરી કરી લીધી હતી. ત્યાર બાદ તેણે બીજા 19 બોલમાં બાકીના પચાસ રન ઉમેરીને પોતાની શાનદાર સદી નોંધાવી હતી. રાજકોટમાં તેની આ સદી માત્ર 45 બોલમાં જ પુરી થઈ હતી. રાજકોટ વાસીઓને આ બીજી ટી20 સદી જોવા મળી હતી. સૂર્યાએ 219.60ની સ્ટ્રાઈક રેટથી 51 બોલમા 112 રનની અણનમ ઈનીંગ રમી હતી. આ દરમિયાન તેણે 9 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

શ્રીલંકન બોલરોને ખૂબ ધોયા

ભારતીય સ્ટાર સૂર્યા સામે શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ 5 બોલર અજમાવ્યા હતા. આ તમામ બોલરો સૂર્યાના બેટને કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. દરેક બોલરને સૂર્યા તાકાતભર્યા શોટ વડે ફટકારી રહ્યો હતો. વાનિન્દુ હસારંગા એક માત્ર બોલર હતો, કે જેના બોલ પર સૂર્યાએ થોડા ઓછા રન નિકાળ્યા હતા. અન્ય તમામ બોલરો સામે સૂર્યાએ આતશી શોટ લગાવ્યા હતા. મેદાનની ચારે તરફ શોટ લગાવ્યા હતા અને દર્શકોને મોજ કરાવી દીધી હતી. મોટાભાગના બોલરોને 200 કરતા વધારેની સ્ટ્રાઈક રેટથી સૂર્યા ધુલાઈ કરી રહ્યો હતો.

સૂર્યકુમાર યાદવે કેટલી સ્ટ્રાઈક રેટથી કયા બોલરની કેટલી ધુલાઈ કરી એક નજર કરીએ

  • હસારંગાએ સૂર્યા સામે 11 બોલ કર્યા, 13 રન ગુમાવ્યા, સૂર્યાની સ્ટ્રાઈક રેટ 118.2
  • તીક્ષણાએ 13 બોલ કર્યા 28 રન ગુમાવ્યા, સ્ટ્રાઈક રેટ 215
  • કરુણારત્ને 10 બોલ 23 રન અને સ્ટ્રાઈક રેટ 230
  • મદુશંકા 08 બોલ 30 રન અને સ્ટ્રાઈક રેટ 350
  • રજીત 02 બોલ કરી 07 રન આપ્યા, સ્ટ્રાઈક રેટ 350

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">