IND vs SL: શ્રીલંકા સામે યાસ્તિકા ભાટીયાએ કરી ધોની જેવી ‘ચતુર’ વિકેટકીપીંગ, વડોદરાની ક્રિકેટરનો Video Viral

શ્રીલંકા સામેની બીજી વનડેમાં ભારતીય મહિલા વિકેટકીપર યાસ્તિકા ભાટિયા (Yastika Bhatia) એ વિકેટ પાછળ એમએસ ધોની જેવી ચપળતા દેખાડી હતી.

IND vs SL: શ્રીલંકા સામે યાસ્તિકા ભાટીયાએ કરી ધોની જેવી 'ચતુર' વિકેટકીપીંગ, વડોદરાની ક્રિકેટરનો Video Viral
Yastika Bhatia ચપળતા દર્શાવી શ્રીલંકાને ઝટકો આપ્યો હતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 6:14 PM

એમએસ ધોની (MS Dhoni) ની ઝડપ અને વિકેટ પાછળની તેની બુદ્ધિથી બધા વાકેફ છે. તેણે આંખના પલકારામાં ઘણી વખત બેટ્સમેનોને રનઆઉટ કરાવ્યા છે. ઘણી વખત એવું બન્યું છે કે ધોનીએ બેટ્સમેનને આઉટ કર્યો હોય, અને તેની ટીમ કે બેટ્સમેનને થોડીક સેકન્ડ માટે ખબર પણ ના પડી હોય. આવો જ નજારો ફરી એકવાર ભારતીય વિકેટકીપરે દર્શાવ્યો હતો. યાસ્તિકા ભાટિયા (Yastika Bhatia) ની ચપળતાએ બધાને ધોનીની યાદ અપાવી દીધી. ભાટિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોમવારે રમાયેલી શ્રીલંકા સામેની બીજી વનડેમાં ભાટિયાની શાનદાર વિકેટકીપિંગ જોવા મળી હતી. તેણે પોતાની ચપળતાના જોરે અનુષ્કા સંજીવનીને પેવેલિયન મોકલી. યાસ્તિકા વડોદરામાં જન્મેલી છે અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women’s Cricket Team) માં મહત્વની ખેલાડી તરીકે ઉભરી રહી છે.

આંખના પલકારામાં, બેટ્સમેનની રમત પૂરી થઈ ગઈ.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

શ્રીલંકાના ખેલાડીઓ ભારતીય ખેલાડીઓ પણ સમજી શક્યા ન હતા કે ભાટિયાએ શું કર્યું. જોકે, થર્ડ અમ્પાયરે રિપ્લે જોયા બાદ અનુષ્કાને રનઆઉટ જાહેર કરી હતી. અનુષ્કા 25 રન બનાવી રનઆઉટ થઈ ગઈ હતી. ખરેખર, પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 173 રન બનાવ્યા હતા. અનુષ્કા 5માં નંબર પર બેટિંગ કરવા ઉતરી હતી. 23મી ઓવરમાં અનુષ્કા દીપ્તિ શર્માના ત્રીજા બોલ પર રિવર્સ સ્વીપ રમવાની તૈયારી કરી રહી હતી, પરંતુ આ પ્રસંગે તેણે પોતાનો શોટ બદલ્યો, પરંતુ બોલ તેનાથી દૂર જઈ શક્યો નહીં.

બેટ્સમેન ક્રિઝની બહાર રહેતા જ ખેલ પડી ગયો

કોઈ કારણસર તે ક્રિઝની બહાર આવી ગઈ હતી. કદાચ તેને ખબર પણ ન હતી કે તે ક્રિઝની બહાર છે અને બોલ પણ ત્યાં છે. તેણે જોયું ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. યાસ્તિકાએ તક જોઈ અને તેને સ્ટમ્પ પર ઝડપી ફેંકી દીધો. દીપ્તિ પણ એક સમયે નિરાશ થઈને પોતાની જગ્યાએ પાછી જઈ રહી હતી, પરંતુ પછી તેણે જોયું કે તેની પાછળ રહેલા વિકેટકીપરે તેને ઉજવણી કરવાનો મોકો આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ભારતને 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે ભારતે 146 બોલમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. સ્મૃતિ મંધાનાએ અણનમ 94 અને શેફાલી વર્માએ અણનમ 71 રન બનાવ્યા હતા.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">