India vs Sri Lanka 1st Test, Day 3 Highlights: અશ્વિન અને જાડેજાની 4-4 વિકેટ, ભારતે પહેલી ટેસ્ટ એક ઇનિંગ અને 222 રને જીત મેળવી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 4:57 PM

IND vs SL 1st Test Score Updates: પહેલી ઇનિંગમાં 175 રન કર્યા હતા. ત્યાર બાદ પહેલી ઇનિંગમાં 5 વિકેટ અને બીજી ઇનિંગમાં 4 વિકેટ ઝડપનાર રવિન્દ્ર જાડેજા મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.

India vs Sri Lanka 1st Test, Day 3 Highlights: અશ્વિન અને જાડેજાની 4-4 વિકેટ, ભારતે પહેલી ટેસ્ટ એક ઇનિંગ અને 222 રને જીત મેળવી
India vs Sri Lanka: ત્રીજા દિવસની રમત પહેલા ભારત મજબૂત સ્થિતીમાં છે

મોહાલી ટેસ્ટ (Mohali Test) માં ભારતે શાનદાર પ્રદર્શન કરતા શ્રીલંકાને એક ઇનિંગ અને 222 રનથી માત આપી દીધી છે. પ્રથમ દાવમાં 8 વિકેટે 574 રન પર ભારતનો દાવ ડિકલેર કર્યા બાદ શ્રીલંકા પહેલી ઇનિંગમાં માત્ર 174 રનમાં જ ઓલઆઉટ થઇ ગયું હતું અને ભારતે શ્રીલંકાને ફોલોઓન કર્યું હતું. જવાબમાં શ્રીલંકાની શરૂઆત સારી રહી હતી પણ અંતે બીજી ઇનિંગમાં પણ રવિન્દ્ર જાડેજા અને અશ્વિનના વાવાઝોડા સામે ટકી શક્યું ન હતું અને 178 રનમાં જ ઓલઆઉટ થઇ ગયું હતું, બીજી ઇનિંગમાં રવિન્દ્ર જાડેજા અને અશ્વિને 4-4 વિકેટ ઝડપી હતી. આમ ભારતે એક ઇનિંગ અને 222 રને જીત મેળવી હતી.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, હનુમા વિહારી, શ્રેયસ ઐયર, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, અશ્વિન, જયંત યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ

શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન: દિમુથ કરુણારત્ને, લાહિરુ થિરિમાને, પથુમ નિસાંકા, ચરિત અસલંકા, એન્જેલો મેથ્યુસ, ધનંજય ડી સિલ્વા, નિરોશન ડિકવેલા, સુરંગા લકમલ, વિશ્વા ફર્નાન્ડો, લસિથ એમ્બુલ્ડેનિયા, લાહિરુ કુમારા

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Mar 2022 04:15 PM (IST)

    India vs Sri Lanka 1st Test, Day 3 Live Score: ભારત એક ઇનિંગ અને 222 રનથી જીત્યું

    અશ્વિને લાહિરૂ કમારાને આઉટ કરીને શ્રીલંકાને બીજી ઇનિંગમાં 178 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને ભારતે આ સાથે પહેલી ટેસ્ટ મેચ એક ઇનિંગ અને 222 રનથી જીતી ગયું હતું. ભારતે પહેલી ઇનિંગમાં 8 વિકેટના ભોગે 574 રન બનાવ્યા હતા. શ્રીલંકા પહેલી ઇનિંગમાં 175 રન બનાવ્યા હતા. ભારતે ત્યાર બાદ ફોલોઓન કરીને જીત પાક્કી કરી હતી.

  • 06 Mar 2022 04:12 PM (IST)

    India vs Sri Lanka 1st Test, Day 3 Live Score: ડિકવેલાની અડધી સદી

    નિરોશન ડિકવેલાએ 59મી ઓવરમાં ત્રીજા બોલ પર એક રન લઇને પોતાની અડધી સદી ફટકારી હતી. ડિકવેલા ટીમમાં સર્વોચ્ચ સ્કોરર ખેલાડી છે.

  • 06 Mar 2022 04:02 PM (IST)

    India vs Sri Lanka 1st Test, Day 3 Live Score: શ્રીલંકાની 9મી વિકેટ પડી

    53મી ઓવરમાં અંતિમ બોલ પર શમીએ ફર્નાંડોને એલબીડબલ્યુ કરી ભારતને નવમી સફળતા અપાવી.

  • 06 Mar 2022 03:58 PM (IST)

    India vs Sri Lanka 1st Test, Day 3 Live Score: નિરોશન ડિકવેલાએ ચોગ્ગો ફટકાર્યો

    નિરોશન ડિકવેલાએ શમીની ઓવરમાં ત્રીજા અને ચોથા બોલ પર સતત બે ચોગ્ગા ફટકાર્યા.

  • 06 Mar 2022 03:35 PM (IST)

    India vs Sri Lanka 1st Test, Day 3 Live Score: શ્રીલંકાની 8મી વિકેટ પડી

    રવિન્દ્ર જાડેજાએ શ્રીલંકાની આઠમી વિકેટ ઝડપી હતી. તેણે લસિથા એમ્બુલડેનિયાને આઉટ કર્યો. 51મી ઓવરમાં અંતિમ બોલ પર જાડેજાએ એમ્બુલડેનિયાને વિકેટકીપર રિષભ પંતના હાથમાં કેચ કરાવ્યો.

  • 06 Mar 2022 03:02 PM (IST)

    India vs Sri Lanka 1st Test, Day 3 Live Score: લકમલ આઉટ

    મેથ્યુજના આઉટ થયા બાદ રવિન્દ્ર જાડેજાએ સુરંગા લકમલને આઉટ કરીને શ્રીલંકાની સાતમી વિકેટ પાડી દીધી હતી.

  • 06 Mar 2022 02:22 PM (IST)

    India vs Sri Lanka 1st Test, Day 3 Live Score: અસાલંકાએ ચોગ્ગો ફટકાર્યો

    35મી ઓવરમાં પાંચમાં બોલ પર અસાલંકાએ ફરી જાડેજાની ઓવરમાં પ્રહાર કર્યો અને ચોગ્ગો ફટકાર્યો. આ વખતે તેણે સ્વીપ રમીને ક્વેર-લેગમાં ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 06 Mar 2022 02:06 PM (IST)

    India vs Sri Lanka 1st Test, Day 3 Live Score: ધનંજયને મળ્યું જીવનદાન

    ધનંજયને 31મી ઓવરમાં અંતિમ બોલ પર જીવનદાન મળ્યું. રવિન્દ્ર જાડેજાની બોલ પર ધનંજયના બેટના કિનારાને લાગીને બોલ પહેલી અને બીજી સ્લિપની વચ્ચેથી જતો રહ્યો અને શ્રીલંકાના ખાતમાં 4 રન આવ્યા.

  • 06 Mar 2022 01:44 PM (IST)

    India vs Sri Lanka 1st Test, Day 3 Live Score: ધનંજયનો શાનદાર ચોગ્ગો

    ધનંજયે 27મી ઓવરમાં ચોથા બોલ પર જાડેજાની ઓવરમાં શાનદાર શોટ લગાવતા ચોગ્ગો ફટકાર્યો હતો. બોલ થોડો નાનો હતો જેથી ધનંજયે બેકફુટ પર ગયો અને ઓન સાઇડ પર ચોગ્ગો ફટકાર્યો.

  • 06 Mar 2022 01:36 PM (IST)

    India vs Sri Lanka 1st Test, Day 3 Live Score: બુમરાહની ઓવરનો અંત ચોગ્ગા સાથે થયો

    24મી ઓવર લઇને આવેલ જસપ્રીત બુમરાહની આ ઓવરનો અંત ચોગ્ગા સાથે થયો હતો. ધનંજયે અંતિમ બોલ પર શાનદાર ડ્રાઇવથી શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 06 Mar 2022 01:31 PM (IST)

    India vs Sri Lanka 1st Test, Day 3 Live Score: બોલિંગમાં બદલાવ

    રોહિત શર્માએ બોલિંગમાં બદલાવ કર્યો છે અને મોહમ્મદ શમીના સ્થાને જસપ્રીત બુમરાહને બોલિંગ સોપી છે. મો. શમીએ ભારતને શરૂઆતમાં સફળતા અપાવી હતી.

  • 06 Mar 2022 12:57 PM (IST)

    India vs Sri Lanka 1st Test, Day 3 Live Score: કરૂણારત્ને આઉટ

    મોહમ્મદ શમીએ શ્રીલંકાના સુકાની દિમુથ કરૂણારત્નેને આઉટ કર્યો.

  • 06 Mar 2022 12:40 PM (IST)

    India vs Sri Lanka 1st Test, Day 3 Live Score: મેથ્યુઝનો ચોગ્ગો

    10મી ઓવર નાખી રહેલ જયંત યાદવની ચોથી બોલમાં એંજેલો મેથ્યુઝે ચોગ્ગો ફટકાર્યો. બોલ લેગ સ્ટમ્પ પર હતી, જેણે મેથ્યુઝે સહેલાઇથી ફાઇન લેગ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 06 Mar 2022 12:37 PM (IST)

    India vs Sri Lanka 1st Test, Day 3 Live Score: અશ્વિને કપિલ દેવની બરોબરી કરી

    અશ્વિને નિસાંકાને આઉટ કરીને કપિલ દેવની બરોબરી કરી છે. બંને ખેલાડીઓની ટેસ્ટ ક્રિકેટમાં 434 વિકેટ થઇ ગઇ છે. અશ્વિનની બોલ નિસાંકાના બેટના કિનારામાં લાગીને ગયો અને રિષભ પંતે કેચ પકડી લીધો. અમ્પાયરે નોટ આઉટ આપ્યો હતો. પણ ટીમ ઇન્ડિયાએ રિવ્યુ લીધો હતો જેમાં નિસાંકા આઉટ જાહેર થયો હતો. નિસાંકા 6 રનના સ્કોર પર આઉટ થયો.

  • 06 Mar 2022 11:06 AM (IST)

    જાડેજાએ સળંગ બે વિકેટ ઝડપી શ્રીલંકાની ઇનીંગ સમેટી

  • 06 Mar 2022 10:58 AM (IST)

    શ્રીલંકાની 8મી વિકેટ, શમીએ અપાવી સફળતા

    મોહમ્મદ શમીએ લસિથ એમ્બુલ્ડેનિયાને આઉટ કરીને ભારતને આઠમી સફળતા મેળવી હતી. શમીએ બાઉન્સર માર્યો અને એમ્બુલડેનિયા આનાથી જાણે ડરી ગયો અને તેણે આંખો હટાવી લીધી. બોલ તેના બેટની કિનારી સાથે હવામાં ગયો અને મયંક અગ્રવાલે તેનો કેચ પકડ્યો.

  • 06 Mar 2022 10:55 AM (IST)

    નિસંકાએ જાડેજાની ઓવરમાં 2 બાઉન્ડરી મેળવી

    જાડેજાએ એક તરફ શ્રીલંકા પર મુશ્કેલીઓ વધારી દીધી છે, ત્યાં નિસંકાે જાડેજાની ઓવરમાં એક બાદ એક એ બાઉન્ડરી ફટકારી દીધી હતી.

  • 06 Mar 2022 10:48 AM (IST)

    જાડેજાનો કમાલ, ઓવરમાં બીજી વિકેટ ઝડપી

    રવિન્દ્ર જાડેજાએ સુરંગા લકમલને આઉટ કરીને ભારતને સાતમી સફળતા અપાવી છે. 59મી ઓવરના છેલ્લા બોલ પર લકમલે જાડેજાને ફટકારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ બેટ પર સારી રીતે ન આવ્યો અને હવામાં ગયો, જેને અશ્વિને આસાનીથી કેચ કરી લીધો.

  • 06 Mar 2022 10:43 AM (IST)

    જાડેજાએ અપાવી છઠ્ઠી સફળતા

    નિરોશન ડિકવીલાના રુપમાં શ્રીલંકાએ છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી છે. ભારતીય ટીમ સામે શ્રીલંકન ટીમના માથે હવે મુશ્કેલી વધુ ઘેરી બની ચુકી છે અને ભારત મોહાલી ટેસ્ટમાં મજબૂત સ્થિતીમાં છે.

  • 06 Mar 2022 10:35 AM (IST)

    રવિન્દ્ર જાડેજાને લવાયો બોલીંગમાં

    અશ્વિનની ખૂબ જ કસીને બોલીંગ કર્યા બાદ હવે રવિન્દ્ર જાડેજાના હાથમાં બોલ રાખવામાં આવ્યો છે. આ પહેલા આગળની ઓવરમા જ બુમરાહે સેટ જોડીને તોડીને અસલંકાની વિકેટ ઝડપી હતી.

  • 06 Mar 2022 10:30 AM (IST)

    અસંલગા LBW આઉટ

    જસપ્રીત બુમરાહે અસલંકાની વિકેટ ઝડપીને દિવસની પ્રથમ સફળતા ભારતને અપાવી હતી. અસલંકા અને નિસંકાની જોડી સવાર થી સેટ થઇ ચુકી હતી અને તેમની ભાગીદારી તોડવી જરુરી હતી. જે કામ બુમરાહે કરી દેતા શ્રીલંકાની મુશ્કેલી વધી ગઇ હતી.

  • 06 Mar 2022 10:29 AM (IST)

    અસલંકાની બાઉન્ડરી

    અસલંકાએ પાંચમા બોલ પર બીજો સ્વીપ શોટ ફટકારીને ચોગ્ગો ફટકાર્યો હતો. આ વખતે બોલ થોડીવાર હવામાં હતો પરંતુ અશ્વિને ડીપ સ્ક્વેર લેગ પર કોઈ ફિલ્ડર મૂક્યો ન હતો જેથી અસલંકાને સરળતાથી ચાર રન મળી ગયા.

  • 06 Mar 2022 10:21 AM (IST)

    નિશંકાની અડધી સદી

    નિશંકાએ તેના 50 રન પૂરા કર્યા છે. તેણે 55મી ઓવરના છેલ્લા બોલે એક રન લઈને પોતાની અડધી સદી પૂરી કરી હતી. શ્રીલંકાની આશા નિશંકા પર ટકેલી છે. નિસાન્કીએ કવર્સની દિશામાં એક રન લઈને પોતાના 50 રન પૂરા કર્યા. આ દરમિયાન તેમને જીવન દાન પણ મળ્યું, જેનો તેમણે અત્યાર સુધી ભરપૂર લાભ લીધો છે.

  • 06 Mar 2022 10:12 AM (IST)

    નિશંકાએ આક્રમક રમત અપનાવી

    નિશંકાએ  લગભગ દરેક ઓવરમાં બાઉન્ડરી ફટકારવાનુ જારી રાખ્યુ છે. નિશંકાએ વધુ એક બાઉન્ડરી બુમરાહના બોલ પર ફટકારી હતી.

  • 06 Mar 2022 10:11 AM (IST)

    ભારતે 244 રન બનાવ્યા

    Ind vs Pak Live Score: ભારતે પાકિસ્તાન સામે જીતવા માટે 245 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. સ્મૃતિ મંધાના (52), દીપ્તિ શર્મા (40), સ્નેહ રાણા (53) અને પૂજા વસ્ત્રાકરે (67) ભારત માટે મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. પાકિસ્તાન તરફથી નિદા દાર અને નશરા સંધુએ 2-2 વિકેટ લીધી હતી.

  • 06 Mar 2022 10:10 AM (IST)

    નિશંકાએ ચોગ્ગો ફટકાર્યો

    બુમરાહ ઇનિંગની 52મી ઓવર ફેંકી રહ્યો હતો. તેણે ત્રીજો બોલ શોર્ટ અને ઓફ-સ્ટમ્પની બહાર ફેંક્યો, જેના પર નિશંકાએ સરસ કટ કર્યો અને બોલને બાઉન્ડ્રીની બહાર મોકલ્યો.

  • 06 Mar 2022 09:51 AM (IST)

    વસ્ત્રાકરના રુપમાં 7મી વિકેટ

  • 06 Mar 2022 09:41 AM (IST)

    અસલંકાની બાઉન્ડરી

    અસલંકાએ શામીની ઓવર દરમિયાન બાઉન્ડરી લગાવી હતી. દિવસની શરુઆતની ત્રીજી અને શામીની બીજી ઓવરના પ્રથમ બોલે જ અસલંગાએ 4 રન મેળવી લીધા હતા.

  • 06 Mar 2022 09:38 AM (IST)

    વસ્ત્રાકરની અડધી સદી

  • 06 Mar 2022 09:33 AM (IST)

    ત્રીજા દિવસની રમત શરુ

    મોહમ્મદ શામી દિવસની શરુઆતની પ્રથમ ઓવર લઇને આવ્યો હતો. પ્રથમ બોલ જ તેણે નો બોલના રુપમાં ડીલીવર કર્યો હતો. શ્રીલંકા તરફથી અસંકાએ શામીનો સામનો કર્યો હતો.

  • 06 Mar 2022 09:33 AM (IST)

    અશ્વિન કપિલ દેવનો રેકોર્ડ તોડશે

    રવિચંદ્રન અશ્વિન ભારતના મહાન બોલર કપિલ દેવનો રેકોર્ડ તોડવાની નજીક છે. કપિલના નામે ટેસ્ટ મેચોમાં 434 અને અશ્વિને અત્યાર સુધીમાં 432 વિકેટ ઝડપી છે. ત્રીજા દિવસે અશ્વિન કપિલનો આ રેકોર્ડ તોડી શકે છે.

  • 06 Mar 2022 09:20 AM (IST)

    રાણા અને પૂજાની 50 રનની ભાગીદારી

    ડાયના બેગ 41મી ઓવર લાવી હતી. સ્નેહ રાણાએ ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ સાથે જ બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી પૂર્ણ થઈ ગઈ છે. ભારતને આ સમયે સમાન ભાગીદારીની જરૂર હતી.

  • 06 Mar 2022 09:14 AM (IST)

    સ્નેહ રાણાએ લગાવી બાઉન્ડરી

    ડાયના બેગની ઓવર દરમિયાન સ્નેહ રાણાએ જરુરીયાતના સમયે બેટ ખોલ્યુ હતુ અને તેણે ભારતીય ટીમ પર ના દબાણને હળવુ કરવા પ્રયાસ કર્યો હતો.

Published On - Mar 06,2022 9:12 AM

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">