India vs South Africa, U19 World Cup, Live streaming: જાણો કે તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકો છો

ભારતીય ટીમ (Team India) અંડર-19 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની મેચથી અભિયાનની શરૂઆત કરશે.

India vs South Africa, U19 World Cup, Live streaming: જાણો કે તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકો છો
Indian Cricket Team U19

ભારતીય અંડર-19 ટીમ (U19 Indian Team) શનિવારે વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા ICC અંડર-19 વર્લ્ડ કપ (ICC U19 World Cup) માં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતને દક્ષિણ આફ્રિકા, યુગાન્ડા અને આયર્લેન્ડની સાથે ગ્રુપ બીમાં રાખવામાં આવ્યું છે. ગ્રુપની ટોચની ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરશે. ભારતની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) સામે છે, જે તેની ગ્રુપ રાઉન્ડની સૌથી મહત્વપૂર્ણ મેચ છે. દક્ષિણ આફ્રિકાએ 2014માં ખિતાબ જીત્યો હતો પરંતુ બે વર્ષ પહેલા ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હરનૂર સિંહ, રાજવર્ધન હંગરગેકર, કેપ્ટન યશ ધૂલ અને રવિ કુમાર પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે જેમણે અત્યાર સુધી અગાઉની ટુર્નામેન્ટમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે.

ભારતીય ટીમ એશિયા કપ જીતીને અહીં પહોંચી છે અને વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાને વોર્મ-અપ મેચમાં હરાવ્યા છે. ટૂર્નામેન્ટના ઈતિહાસની સૌથી સફળ ટીમ ભારતીય ટીમ છેલ્લી ત્રણ સિઝનમાં ફાઇનલમાં પહોંચી હતી. મુખ્ય કોચ હૃષીકેશ કાનિટકરે કહ્યું, “ભારતનો આ ટુર્નામેન્ટમાં ભવ્ય ઈતિહાસ છે પરંતુ તે ભૂતકાળની વાત છે. આપણે નવી ટીમ સાથે શરૂઆતથી શરૂઆત કરવી પડશે. તેની પાસે ડીવાલ્ડ બ્રેવિસ જેવો ઓલરાઉન્ડર છે જેણે CSA પ્રાંતીય T20 નોકઆઉટ ટૂર્નામેન્ટ રમી હતી. તેની સરખામણી એબી ડી વિલિયર્સ સાથે કરવામાં આવે છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની મેચ ક્યારે રમાશે?

અંડર 19 વર્લ્ડ કપમાં શનિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની મેચ ક્યાં રમાશે?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અંડર-19 વર્લ્ડ કપની મેચ ગુયાનાના પ્રોવિન્સ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની મેચ કયા સમયે શરૂ થશે?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની મેચ સાંજે 6.30 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 6 વાગ્યે થશે.

તમે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની અંડર 19 વર્લ્ડ કપ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પર થશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અંડર 19 વર્લ્ડ કપ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર થશે.

આ પણ વાંચોઃ Badminton U19: પોલીસ કર્મીની પુત્રીનો વિશ્વ સ્તરે કમાલ, પિતાએ શિખવી રમત અને પુત્રીએ નેહવાલ-સિંધૂને પાછળ છોડી બની નંબર 1

આ પણ વાંચોઃ Cricket: ખૂબસુરત અભિનેત્રી ઉશના શાહે ‘લાલા એ દિલ જીતી લીધુ’ કહી સ્ટાર ક્રિકેટરને ચર્ચાનુ કારણ બનાવી દીધો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati