India vs South Africa: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં ફેરફાર કરવામાં આવ્યો, ભારતીય ટીમ આગામી મહિને આફ્રિકા જશે

ભારતીય ટીમ (Team India) આવતા મહિને દક્ષિણ આફ્રિકા (South Africa) ના 40 દિવસના પ્રવાસે જવાની છે. જ્યાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ ટેસ્ટ શ્રેણી રમશે અને ત્યારબાદ બંને ટીમો ODI અને T20માં પણ ટકરાશે.

India vs South Africa: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં ફેરફાર કરવામાં આવ્યો, ભારતીય ટીમ આગામી મહિને આફ્રિકા જશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 5:21 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) હાલમાં ICC T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) માં વ્યસ્ત છે, જ્યાં ટીમ હજુ સેમી ફાઇનલમાં પહોંચી શકી નથી. ભારતની સફર 8 નવેમ્બરે ગ્રુપ સ્ટેજમાં પૂરી થશે કે 14 નવેમ્બરે ફાઇનલમાં ટાઈટલ સાથે પૂરી થશે, તે થોડા દિવસોમાં નક્કી થશે. વર્લ્ડકપ બાદ ભારતીય ટીમે સતત બે મોટી સીરીઝ રમવાની છે અને તેની ધમાલ અત્યારથી શરૂ થઈ ગઈ છે. ન્યુઝીલેન્ડે (New Zealand) નવેમ્બરના અંતમાં યોજાનારી ટેસ્ટ શ્રેણી માટે ટીમની જાહેરાત કરીને વાતાવરણ બનાવવાનું શરૂ કરી દીધું છે.

આ દરમ્યાન ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી પછી, ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસ (India vs South Africa) ને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ તબક્કામાં એક મોટા સમાચાર ટેસ્ટ શ્રેણીના શેડ્યૂલમાં ફેરફાર વિશે છે, જેની જાહેરાત ક્રિકેટ દક્ષિણ આફ્રિકા દ્વારા શુક્રવારે, 5 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ભારતીય ટીમ ડિસેમ્બર મહિનામાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે, જ્યાં તેણે યજમાન ટીમ સાથે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. જે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. આ ઉપરાંત તે પ્રવાસમાં ત્રણ વનડે અને ચાર T20 મેચો પણ રમાશે. આ પ્રવાસની શરૂઆત ટેસ્ટ શ્રેણીથી થશે, જેની પ્રથમ મેચ 17 ડિસેમ્બરથી રમાશે.

શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 3 જાન્યુઆરી 2022થી રમાશે અને તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, સિરીઝની છેલ્લી મેચ જોહાનિસબર્ગના વાંડરર્સ મેદાન પર રમાવવાની હતી, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ટેસ્ટ જોહાનિસબર્ગને બદલે કેપટાઉનમાં યોજાશે

શુક્રવારે આ ફેરફારની જાહેરાત કરતા ક્રિકેટ સાઉથ આફ્રિકાએ કહ્યું કે, નવા વર્ષની શરૂઆતમાં રમાનારી આ ટેસ્ટ હવે કેપટાઉનના ન્યુલેન્ડ્સ ગ્રાઉન્ડ પર રમાશે. આ ફેરફાર વિશે માહિતી આપતા CSAએ કહ્યું કે, નવા વર્ષની ટેસ્ટ સિક્સ ગન ગ્રિલ્સ ન્યૂલેન્ડ્સમાં પરત ફરી રહી છે. CSA એ કાર્યક્રમમાં નોંધપાત્ર ફેરફારની જાહેરાત કરી છે અને ફ્રીડમ સિરીઝ (India vs South Africa Test Series) ની ત્રીજી ટેસ્ટ ઇમ્પિરિયલ વાન્ડરર્સ (જોહાનિસબર્ગ)ને બદલે કેપ ટાઉનમાં સિક્સ ગન ગ્રિલ્સ ન્યૂલેન્ડ્સમાં રમાશે.

દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવાની રાહ જોઈ રહ્યા છીએ

જોકે, CSAએ ટેસ્ટના સ્થળમાં ફેરફારનું કારણ જણાવ્યું નથી. ભારતીય ટીમ લગભગ 4 વર્ષ બાદ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2017-18ના અંતમાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. જ્યાં તેને ટેસ્ટ શ્રેણીમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતી ચૂકેલી અને હાલમાં ઈંગ્લેન્ડમાં આગળ ચાલી રહેલી ભારતીય ટીમ હજુ પણ દક્ષિણ આફ્રિકામાં તેની પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવાની રાહ જોઈ રહી છે.

આ પણ વાંચોઃ T20 World Cup: મોહમ્મદ શામીએ અફઘાનિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કરવા છતાં, આ દિગ્ગજે ટીમ ઇન્ડિયામાંથી બહાર રાખવાની માંગ કરી દીધી

આ પણ વાંચોઃ New Zealand tour of India: ભારત પ્રવાસ ખેડનારી ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમ જાહેર, ટ્રેન્ટ બોલ્ટ નહીં હોય હિસ્સો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">