India vs South Africa, 5th T20 Match Preview: બેંગ્લુરુમાં શ્રેણીની નિર્ણાયક મેચ, ટીમ ઈન્ડિયા પાસે ઈતિહાસ રચવાનો મોકો

IND Vs SA T20 Match Highlights: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચોની સિરીઝ 2-2 ની બરાબરી પર છે. આમ સિરીઝનુ પરીણામ બેંગ્લુરુમાં રમાનારી અંતિમ ટી20 મેચમાં આવશે.

India vs South Africa, 5th T20 Match Preview: બેંગ્લુરુમાં શ્રેણીની નિર્ણાયક મેચ, ટીમ ઈન્ડિયા પાસે ઈતિહાસ રચવાનો મોકો
IND vs SA: આજે બેંગ્લુરુમાં ટક્કર
TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Jun 19, 2022 | 9:47 AM

ભારતીય ટીમે (Indian Cricket Team) અંતિમ મેચમાં વિશાળ જીત મેળવી હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે રમાઈ રહેલી ટી20 સિરીઝની ચોથી મેચ રાજકોટમાં રમાઈ હતી અને એ મેચમાં ભારતનો 82 રને વિજય થયો હતો. 87 રનમાંજ મહેમાન ટીમને સમેટી લઈને ભારતે આ જીત મેળવી હતી. આ સાથે જ શ્રેણી બરાબરી પર આવી ગઈ હતી. આમ સિરીઝની અંતિમ ટી20 મેચ નિર્ણાયક બની ગઈ હતી. અંતિમ મેચ આજે રવિવારે બેંગ્લુરુમાં આવેલા એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી છે. ભારતે અગાઉ ચારેય મેચમાં ખાસ કોઈ જ પરિવર્તન પ્લેયીંગ ઈલેવનમાં કર્યુ નથી. પ્રથમ બંને મેચ હારીને ઈલેવનના ખેલાડીઓ પર જીતનો ભરોસો ઋષભ પંત (Rishabh Pant) અને કોચ રાહુલ દ્વવિડે જાળવી રાખ્યો હતો. હવે સિરીઝ જીતવા માટે અંતિમ મેચમાં આ જ પ્લેયીંગ ઈલેવન પર વિશ્વાસ ભારત રાખશે એટેલે કે કોઈ ફેરફાર થવાની શક્યતા નહીવત છે.

ટેમ્બા બાવુમાને રમવું મુશ્કેલ

દિનેશ કાર્તિકે છેલ્લી મેચમાં વિજયી ભૂમિકા ભજવી હતી જ્યારે હર્ષલ પટેલ અને અવેશ ખાને પણ અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું હતું. યુઝવેન્દ્ર ચહલ તેના આઈપીએલ હોમ ગ્રાઉન્ડ પર આ નિર્ણાયક મેચમાં ચોક્કસપણે કંઈક ખાસ કરવાનું પસંદ કરશે. બંને ટીમો એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઉતરશે ત્યારે પ્રથમ બે મેચમાં થાકેલી દેખાતી ભારતીય ટીમ જીતની પ્રબળ દાવેદાર હશે. જો ટેમ્બા બાવુમા ઈજામાંથી બહાર આવી શકતો નથી, તો દક્ષિણ આફ્રિકા તેની ખોટ વર્તાશે. છેલ્લી બે મેચોમાં તેની બેટિંગ અસમાન ઉછાળવાળી પીચો પર પણ નબળી જોવા મળી હતી, જેના કારણે ભારતીય આક્રમણ એકદમ ધારદાર દેખાવા લાગ્યું છે.

પંતે કેપ્ટનશિપથી પ્રભાવિત કરી દીધા છે

ભારતીય ટીમ આ શ્રેણીમાં શ્રેષ્ઠ દેખાવ કરી શકી નથી પરંતુ બે મેચ હાર્યા બાદ વાપસી કરવા બદલ અભિનંદનને પાત્ર છે. યુવા કેપ્ટન ઋષભ પંતને આઈપીએલ પછી રૂડકીમાં પોતાના ઘરે આરામ કરવાનું ગમશે પરંતુ જસપ્રીત બુમરાહ, રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરીમાં તેણે ટીમમાં સ્ટાર પાવર જાળવી રાખવાની કવાયતમાં રમવું પડ્યું. પંત કેપ્ટનશિપમાં કોઈ કમાલ કરી શક્યો ન હતો અને તેની બેટિંગ પર પણ અસર પડી હતી. જો ભારત આ શ્રેણી જીતે છે, તો હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ સાથે, પંત પણ નેતૃત્વ ટીમનો ભાગ હશે. કારણ કે ભારતીય ટીમ 2023 વર્લ્ડ કપ પછી ફરીથી પરિવર્તનના તબક્કામાંથી પસાર થવા જઈ રહી છે.

માત્ર આ કારણથી ટીમમાં ફેરફાર થઈ શકે છે

જો ફેરબદલ કરવાનો થાય છે તો દ્રવિડ માત્ર ટોપ ત્રણમાં ફેરફારની શક્યતા પર વિચાર કરી શકે છે. ઋતુરાજ ગાયકવાડ વર્તમાન ટેકનિકથી સારી પિચો પર સારા હુમલા સામે નબળો સાબિત થયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, તે બિનઅનુભવી સ્થાનિક બોલરોનો સામનો કરશે નહીં કે જેના પર તે ભારે પડી શકે. ઈશાન કિશન પાસે મર્યાદિત શોટ છે. તેણે શ્રેણીમાં ઘણા રન બનાવ્યા હશે પરંતુ ઓસ્ટ્રેલિયન પીચો પર વધારાની ગતિ અને ઉછાળો તેના માટે સમસ્યા બની શકે છે. શ્રેયસ અય્યરને આખી શ્રેણી રમવાની મળી હતી પરંતુ તે આ તકનો લાભ ઉઠાવી શક્યો ન હતો. જો ભારતીય ટીમ હવે આયર્લેન્ડ સામે બે T20 રમશે તો તેનું સ્થાન સૂર્યકુમાર યાદવને મળશે.

સ્પિન બોલરો પ્રભાવિત કરી શક્યા ન હતા

દિનેશ કાર્તિક ICC ટૂર્નામેન્ટના વર્ષમાં હંમેશા સારો દેખાવ કરી રહ્યો છે. તે આયર્લેન્ડમાં વિકેટકીપિંગની જવાબદારી પણ સંભાળશે અને જો તેને T20 વર્લ્ડ કપમાં વિકેટકીપર બેટ્સમેનની ભૂમિકા સોંપવામાં આવે તો વર્તમાન ફોર્મ જોતાં કોઈને નવાઈ લાગવી જોઈએ નહીં. બોલરોમાં ભુવનેશ્વર કુમાર નવા બોલ સાથે સ્વિંગ મેળવી રહ્યો છે. અવેશ ખાન સારા બાઉન્સર બોલિંગ કરી રહ્યો છે અને ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં સ્થાન મેળવવાનો પ્રબળ દાવેદાર છે.આ સિરીઝમાં સ્પિનરો શ્રેષ્ઠ નથી રહ્યા. અક્ષર પટેલ વિવિધતા લાવવામાં સક્ષમ નથી અને ચહલ પણ સતત સારી રીતે રમી શક્યો નથી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati