IND vs SA: કોહલી બાદ રોહિત શર્માનુ ‘વિરાટ’ સ્વરુપ, તિરુવનંતપુરમના સ્ટેડિયમ બહાર લાગ્યુ એવુ વિશાળ હોર્ડિંગ કે લોકો જોતા રહી જાય

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે ત્રણ મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ બુધવારે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાવાની છે અને આ સ્ટેડિયમની બહાર રોહિત શર્મા (Rohit Sharma) માટે એક ખાસ ભેટ તૈયાર છે.

IND vs SA: કોહલી બાદ રોહિત શર્માનુ 'વિરાટ' સ્વરુપ, તિરુવનંતપુરમના સ્ટેડિયમ બહાર લાગ્યુ એવુ વિશાળ હોર્ડિંગ કે લોકો જોતા રહી જાય
Rohit Sharma નુ વિશાળ હોર્ડિગ સ્ટેડિયમ બહાર લગાવાયુ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2022 | 6:07 PM

ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા (India vs South Africa) સામેની ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ માટે તિરુવનંતપુરમ પહોંચી ગઈ છે. આ મેચ અહીંના ગ્રીન ફિલ્ડ સ્ટેડિયમમાં રમાશે, જેમાં બંને ટીમો જીતીને સિરીઝમાં લીડ લેવા ઈચ્છશે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) બુધવારે આ મેચ માટે પહોંચ્યો છે ત્યારે તેના માટે એક ખાસ ભેટની રાહ જોવાઈ રહી છે. આ ભેટ રોહિતને તિરુવનંતપુરમ (Thiruvananthapuram) ના સ્ટેડિયમની બહાર દૂરથી જ દેખાશે.

ખરેખર, સ્ટેડિયમની બહાર રોહિતનું મોટું હોર્ડિંગ લગાવવામાં આવ્યું છે. આ હોર્ડિંગમાં રોહિત ખભા પર બેટ લઈને ઉભો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટનનું આ હોર્ડિંગ એટલું મોટું છે કે લોકો તેને દૂરથી જોઈ અને ઓળખી શકે છે. રોહિતના આ હોર્ડિંગનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

કોહલીનુ પણ હોર્ડિંગ લગાવ્યું હતું

ગ્રીનફિલ્ડ સ્ટેડિયમની બહાર માત્ર રોહિત જ નહીં પરંતુ વિરાટ કોહલીનું હોર્ડિંગ પણ તેની પહેલા લગાવવામાં આવ્યું છે. આ હોર્ડિંગ પણ રોહિતના હોર્ડિંગ જેટલું જ મોટું લાગે છે. ગ્રીનફિલ્ડ સ્ટેડિયમના આગળના ગેટની બહાર કોહલીનું હોર્ડિંગ લગાવવામાં આવ્યું છે. તેના હોર્ડિંગનો ફોટો પણ જોરદાર વાયરલ થઈ રહ્યો છે. કોહલીનો વધુ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. કોહલીનું પોસ્ટર ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં પણ લગાવવામાં આવ્યું છે. આ શહેરમાં એક જગ્યાએ અંગ્રેજીમાં મેલબોર્ન લખેલું છે અને M અક્ષર પર કોહલીનું ચિત્ર છે.

ફોર્મમાં પાછા ફરવાની આશા છે

રોહિતની બેટિંગ તાજેતરના સમયમાં ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે. તે પોતાના પ્રદર્શનમાં સાતત્ય દર્શાવી શક્યો નથી. એશિયા કપમાં તેણે શ્રીલંકા સામે અડધી સદી ફટકારી હતી અને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટી20 મેચમાં અણનમ 46 રન બનાવ્યા હતા. પરંતુ આ બે ઇનિંગ્સ સિવાય છેલ્લી 10 ઇનિંગ્સમાં આ અનુભવી બેટ્સમેન સંઘર્ષ કરતો જોવા મળ્યો છે.

રોહિત શરૂઆતથી જ આક્રમકતા દર્શાવવાને કારણે T20માં પોતાની વિકેટ ગુમાવી રહ્યો છે. ટીમના કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે T20માં તેની રણનીતિ શરૂઆતથી જ આક્રમક અભિગમ સાથે રમવાની રહેશે. આ પ્રયાસમાં રોહિતે તેની વિકેટ ગુમાવી.

દક્ષિણ આફ્રિકા શ્રેણી પર નજર

રોહિતની નજર હવે દક્ષિણ આફ્રિકા શ્રેણી પર છે. ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને શરૂ થઈ રહેલા ટી-20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા માટે આ શ્રેણી પોતાની ખામીઓ પર કામ કરવાની છેલ્લી તક છે. રોહિત આ તકનો વ્યક્તિગત રીતે બંને હાથે ફાયદો ઉઠાવવા માંગે છે. ફોર્મમાં પરત ફરીને તે વર્લ્ડ કપમાં જવા માંગશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">