India vs South Africa T20 Match Report: વરસાદ બન્યો ‘વિલન’, નિર્ણાયક મેચ રદ થતા ભારત અને દક્ષિણ આફ્રિકા શ્રેણી બરાબરી પર સમાપ્ત

India vs South Africa T20 Match Report: વરસાદ બન્યો 'વિલન', નિર્ણાયક મેચ રદ થતા ભારત અને દક્ષિણ આફ્રિકા શ્રેણી બરાબરી પર સમાપ્ત
IND vs SA: સિરીઝ બરાબરી પર સમાપ્ત

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચેની પાંચમી અને શ્રેણીની અંતિમ મેચ વરસાદને કારણે રદ કરી દેવાઈ છે.

Avnish Goswami

|

Jun 19, 2022 | 10:19 PM

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચેની પાંચમી અને શ્રેણીની અંતિમ મેચ વરસાદને કારણે રદ કરી દેવાઈ છે. બેંગ્લુરુમાં આયોજીત કરાયેલી સિરીઝની અંતિમ મેચ પર પહેલાથી જ હવામાન વિભાગે વરસાદના વિઘ્ન અંગેની માહિતી આપી હતી. એ મુજબ જ વરસાદે મેચ અને સિરીઝની મજા બગાડી દીધી હતી. ભારતે (Indian Cricket Team)  હારીને બેટીંગની શરુઆત કરી હતી. બેટીંગ શરુ થતા પહેલા ટોસ બાદ શરુ થયેલો વરસાદ રોકાઈ જતા 3.3 ઓવરની રમત રમાઈ હતી. ત્યાંજ ફરી એકવાર વરસાદ તૂટી પડ્યો હતો. આમ મેચને અધવચ્ચે જ રોકી દેવાઈ હતી. પરંતુ ત્યાર બાદ વરસાદે રોકાવાનુ નામ જ નહીં લેતા અંતે મેચને રદ્દ કરી દેવામાં આવી હતી. મેચ માટે રિઝર્વ ડે ફાળવાયેલ નહીં હોવાને લઈ સિરીઝ પણ 2-2 ના બરાબરીના પરીણામ સાથે સમાપ્ત થઈ ગઈ હતી. આમ ભારતે પ્રથમ વાર દક્ષિણ આફ્રિકા સામે ઘર આંગણે સિરીઝ જીતવા માટે જોયેલુ સપનુ છેક આવીને તુટ્યાનો અહેસાસ થયો હતો.

ઋષભ પંત ક્રિઝ પર આવીને એક જ બોલની રમત રમ્યો હતો અને વરસાદ શરુ થયો હતો. પંતે 1 રન નોંધાવીને અને શ્રેયસ અય્યર શૂન્ય રન પર જ નોટ આઉટ મેદાનની બહાર વરસાદને લઈ રોકાયેલી મેચને કારણે આવ્યા હતા. બંને વરસાદ રોકાવાની રાહ લાખ્ખો ચાહકોની જેમ જોઈ રહ્યા હતા. પરંતુ વરસાદ રોકાયો નહીં અને ભારતીય બેટ્સમેન અય્યર અને પંત મેદાનમાં પરત આવી શક્યા નહોતા. આમ બે વાર વરસાદ વિલન બનીને ત્રાટક્યો હતો. પહેલા વરસાદે એક એક ઘટાડી દેવા મજબૂર કર્યા હતા અને બીજી વારમાં મેચને જ રદ કરાવી દીધી હતી.

સોથી વધુ વસવસો પંતના હ્રદયમાં

ભારતીય ક્રિકેટ ટીમ ઘર આંગણે ક્યારેય સિરીઝમાં જીત દક્ષિણ આફ્રિકા સામે મેળવી નથી. આ વખતે નિયમીત કેપ્ટનની ગેરહાજરીમાં જ ભારતીય ટીમને માટે આશા બંધાઈ હતી અને ટ્રોફી પર ટીમ ઈન્ડિયાનુ નામ કોતરાઈ જવાનો વિશ્વાસ હતો. પરંતુ અંતિમ અને નિર્ણાયક બનેલી મેચમાં જ વરસાદ વિલન બન્યો હતો. વરસાદ વરસવાને લઈને મેચને અંતે રદ કરી દેવામાં આવતા જ સિરીઝ બરાબરી પર સમાપ્ત થઈ ગઈ હતી. જો બેંગ્લુરુમાં મેચનુ પરીણામ સામે આવ્યુ હોત તો ભારતને પોતાના રેકોર્ડને સારો કરવાની તક મળી હોત.

સાથે જ ઋષભ પંતને પણ હિરો બનવાનો મોકો મળ્યો હોત. કારણ કે જે કામ વિરાટ કોહલી અને ધોની પોતાની કેપ્ટનશીપમાં કરી શક્યા નહોતા એ કામ પોતેે હંગામી કેપ્ટનના સ્વરુપમાં ભારતીય ક્રિકેટમાં કરી બતાવ્યો હોત. ટીમ પાસે અંતિમ મેચ માટે જબરદસ્ત જુસ્સો હતો અને એ જ મેચનુ પરીણામ ટ્રોફીને હાથોમાં લાવનારુ લાવી શક્યાનો ભરોસો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati