India vs South Africa, 4th T20 LIVE Score Highlights: આવેશ ખાનના કમાલ સામે દક્ષિણ આફ્રિકા ઘૂંટણીયે, ભારતનો શાનદાર વિજય સિરીઝ 2-2 થી બરાબરી પર પહોંચી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 11:20 AM

India vs South Africa 2022, 4th T20 LIVE Score Highlights and Updates in Gujarati: ભારતે છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને આ શ્રેણીમાં પોતાની જીતનું ખાતું ખોલ્યું હતું, જોકે દક્ષિણ આફ્રિકા હજુ પણ શ્રેણીમાં 2-1થી આગળ છે.

India vs South Africa, 4th T20 LIVE Score Highlights: આવેશ ખાનના કમાલ સામે દક્ષિણ આફ્રિકા ઘૂંટણીયે, ભારતનો શાનદાર વિજય સિરીઝ 2-2 થી બરાબરી પર પહોંચી
IND vs SA:: રાજકોટમાં થઈ રહી છે ટક્કર

આજે ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે પાંચ મેચની સીરિઝની ચોથી T20 મેચ છે. આ મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાએ આ શ્રેણીની પ્રથમ બે મેચ જીતીને શ્રેણીમાં લીડ મેળવી હતી. જોકે, ભારતે ત્રીજી મેચ જીતીને વાપસી કરી છે અને હવે શ્રેણી બરોબરી કરવાનો પ્રયાસ કરી રહી છે. જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતી જશે તો શ્રેણી 2-2થી બરાબર થઈ જશે અને પછી છેલ્લી મેચ નિર્ણાયક બની જશે, પરંતુ આ મેચમાં હારના કારણે તે શ્રેણીમાંથી બહાર થઈ જશે.

ભારતીય પ્લેઈંગ ઈલેવન: ઋષભ પંત, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન

દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન: ક્વિન્ટન ડી કોક, ટેમ્બા બાવુમા, ડ્વેન પ્રિટોરિયસ, રાસી વાન ડેર ડુસેન, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જોન્સન, કેશવ મહારાજ, લુંગી એનગિડી, એનરિચ નોર્કિયા, તબરીઝ શમ્સી

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 17 Jun 2022 10:16 PM (IST)

    IND vs SA Live Score: નોરખિયા આઉટ

    15મી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલે એનરિક નોરખીયાની વિકેટ ઝડપી હતી.

  • 17 Jun 2022 10:14 PM (IST)

    IND vs SA Live Score: આવેશ ખાનનો કમાલ ઓવરમાં ત્રીજી વિકટ

    કેશવ મહારાજ પણ આવેશ ખાનનો શિકાર બન્યો છે. ઓવરના અંતિમ બોલ પર આવેશે મહારાજને અય્યરના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. ઓવરમાં આ ત્રીજો શિકાર હતો.

  • 17 Jun 2022 10:14 PM (IST)

    IND vs SA Live Score: યાનસેન આઉટ

    માર્કો યાનસેન આવેશ ખાનના બોલ પર વિકેટે ગુમાવી બેઠો હતો. તેનો કેચ ઋતુરાજ ગાયકવાડે પકડ્યો હતો. ઓવરમાં આવેશખાનની આ બીજી અને મેચમાં ત્રીજી વિકેટ હતી.

  • 17 Jun 2022 10:12 PM (IST)

    IND vs SA Live Score: યાનસેનના હેલ્મેટ પર બોલ વાગ્યો

    14મી ઓવરના ત્રીજા બોલમાં અવેશે બાઉન્સર ફેંક્યો જે માર્કો યાનસનના સુકાન પર વાગ્યો. આ બોલ યાનસનના કાનના વિસ્તાર પાસે વાગ્યો હતો. દક્ષિણ આફ્રિકાના ખેલાડી તરત જ નીચે બેસી ગયો અને ફિઝિયોને બોલાવવા પડ્યા.

  • 17 Jun 2022 10:06 PM (IST)

    IND vs SA Live Score: ડુસેને આઉટ

    આવેશ ખાને આજે બીજી વિકેટ મેળવી છે. વાન ડેર ડુસેનની મહત્વની વિકેટ પણ તેણે પોતાના ખાતમાં જમા કરી લીધી છે. ડુસેને 20 રન નોંધાવ્યા છે.

  • 17 Jun 2022 10:05 PM (IST)

    IND vs SA Live Score: ડુસેને દમદાર છગ્ગો લગાવ્યો

    ડુસેને 12મી ઓવરના ચોથા બોલ પર જોરદાર સિક્સર ફટકારી હતી. અક્ષર પટેલની બોલ પર, ડુસેને આગળ વધીને સંપૂર્ણ શોટ રમ્યો અને લોગ ઓન પર બોલને છ રનમાં મોકલ્યો.

  • 17 Jun 2022 09:51 PM (IST)

    IND vs SA Live Score: ડેવિડ મિલર આઉટ, હર્ષલ પટેલે કર્યો ક્લિન બોલ્ડ

    ભારતીય ટીમ હવે મેચમાં પોતાનો પક્ષ મજબૂત કરી ચુક્યુ છે. હર્ષલ પટેલે આ દરમિયાન ડેવિડ મિલરને ક્લિન બોલ્ડ કરીને સ્થિતીને વધુ મજબૂત કરી દીધી છે. મિલર 9 રન જોડીને પરત ફર્યો છે.

  • 17 Jun 2022 09:45 PM (IST)

    IND vs SA Live Score: ડેવિડ મિલરે છગ્ગો ફટકાર્યો

    9મી ઓવરના અંતિમ બોલ પર ડેવિડ મિલરે છગ્ગો લગાવ્યો હતો. તેણે આ છગ્ગો એવા સમયે ફટકાર્યો છે, જ્યારે ટીમ દબાણ અનુભવી રહી છે. યુઝવેન્દ્ર ચહલના બોલ પર આ છગ્ગો નોંધાવ્યો હતો.

  • 17 Jun 2022 09:41 PM (IST)

    IND vs SA Live Score: યુઝવેન્દ્ર ચહલે ક્લાસેનનો કર્યો શિકાર

    9મી ઓવર લઈને આવેલા યુઝવેન્દ્ર ચહલે હેનરિક ક્લાસેનની વિકેટ મેળવી હતી. ઓવરના બીજા બોલ પર એલબીડબલ્યૂ વિકેટ ઝડપી હતી. ફીલ્ડ અંપાયરે અપીલ સાથે જ આંગળી ઉંચી કરી લીધી હતી. પરંતુ ક્લાસેને રીવ્યૂ લીધો હતો. જોકે તેમાં પણ તેને કોઈ ફાયદો થયો નહોતો. તે 8 રન નોંધાવીને પરત ફર્યો હતો. દક્ષિણ આફ્રિકાની આ ત્રીજી વિકેટ હતી.

  • 17 Jun 2022 09:41 PM (IST)

    IND vs SA Live Score: અક્ષર પટેલની શાનદાર ઓવર

    અક્ષર પટેલ 8મી ઓવર લઈને આવ્યો હતો. તેણે ઓવરમાં માત્ર 2 સિંગલ રન આપ્યા હતા. તેણે ક્લાસેનના પેડ સાથે બોલ અથડાતા રીવ્યૂ માંગ્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી.

  • 17 Jun 2022 09:34 PM (IST)

    IND vs SA Live Score: યુઝવેન્દ્ર ચહલની કરકસર ભરી ઓવર

    7મી ઓવર યુઝવેન્દ્ર ચહલ લઈને આવ્યો હતો. ઓવરમાં યુઝવેન્દ્રએ માત્ર ચાર સિંગલ રન આપ્યા હતા. આમ માત્ર 4 રન ગુમાવ્યા હતા.

  • 17 Jun 2022 09:32 PM (IST)

    IND vs SA Live Score: વાન ડેર ડુસેનની બાઉન્ડરી

    છઠ્ઠી ઓવર લઈને આવેશ ખાન આવ્યો હતો. આ ઓવરમાં તેણે એક વિકેટ ઝડપી હતી. પરંતુ ઓવરના ચોથા અને છઠ્ઠા બોલ પર ચોગ્ગા સહન કરવા પડ્યા હતા. વાન ડેર ડુસેને ચોગ્ગો લગાવ્યો હતો.

  • 17 Jun 2022 09:30 PM (IST)

    IND vs SA Live Score: પ્રિટોરિયસ આઉટ

    પ્રિટોરિયસ આઉટ થઈ ગયો છે. અવેશ ખાને તેને છઠ્ઠી ઓવરના બીજા બોલ પર પેવેલિયન મોકલી દીધો હતો. અવેશનો બોલ અંદર આવ્યો અને પ્રિટોરિયસના બેટની અંદરની કિનારી લઈને વિકેટકીપર પંતના હાથમાં ગયો. આ શ્રેણીમાં અવેશની આ પ્રથમ વિકેટ છે.

  • 17 Jun 2022 09:21 PM (IST)

    IND vs SA Live Score: હર્ષલ પટેલે રન આઉટ કરી ડીકોકને બહાર મોકલ્યો

    પાંચમી ઓવર હર્ષલ પટેલ લઈને આવ્યો હતો. તે કસીને ઓવર કરી રહ્યો હતો. પરંતુ ઓવરના પાંચમાં બોલ પર તેણે રન આઉટ કરીને ક્વિન્ટન ડીકોકને બહાર મોકલ્યો હતો. ભારત માટે આ મોટી વિકેટ છે. ડીકોક 14 રન નોંધાવીને પરત ફર્યો છે.

  • 17 Jun 2022 09:19 PM (IST)

    IND vs SA Live Score: આવેશ ખાનની કરકસર ભરી ઓવર

    ચોથી ઓવર લઈને આવેશ ખાન આવ્યો હતો. મેચમાં તેની પ્રથમ ઓવર હતી અને આ ઓવરમાં માત્ર 2 રન જ આપ્યા હતા.

  • 17 Jun 2022 09:16 PM (IST)

    IND vs SA Live Score: બાવુમા ઈજાને લઈ મેદાનની બહાર

    ટેમ્બા બાવુમાને ચોથી ઓવરના પહેલા બોલ પર હાથની ઈજા થઈ હતી. બાવુમાએ ફિઝિયોને બોલાવીને તેની સારવાર કરાવી. તેણે બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે તેમ કરી શક્યો નહીં અને તેથી તે બહાર ગયો. તેના સ્થાને ડ્વેન પ્રિટોરિયસ આવ્યો છે.

  • 17 Jun 2022 09:14 PM (IST)

    IND vs SA Live Score: બાવુમાની બાઉન્ડરી

    ત્રીજી ઓવર લઈને ભૂવનેશ્વર કુમાર આવ્યો હતો. તેણે આ ઓવરમાં 7 રન આપ્યા હતા. જોકે ટેબ્મા બાવુમાએ એક ચોગ્ગો ઓવરના પાંચમાં બોલ પર ફટકાર્યો હતો.

  • 17 Jun 2022 09:04 PM (IST)

    IND vs SA Live Score: હાર્દિકે 2 ચોગ્ગા સહ્યા

    હાર્દિક પંડ્યા બીજી ઓવર લઈને આવ્યો હતો. તેણે 2 ચોગ્ગાનો માર સહન કર્યો હતો. તેની ઓવરમાં 12 રન ગુમાવ્યા હતા. ક્વિન્ટન ડીકોકે તેના પ્રથમ બંને બોલ પર બાઉન્ડરી જમાવી દીધી હતી.

  • 17 Jun 2022 08:57 PM (IST)

    IND vs SA Live Score: દક્ષિણ આફ્રિકાની બેટીંગ શરુ

    દક્ષિણ આફ્રિકાના ઓપનર ટેમ્બા બાવુમાં અને ક્વિન્ટન ડીકોકે બેટીંગની શરુઆત કરી છે. પ્રથમ ઓવર ભૂવનેશ્વર કુમાર લઈને આવ્યો હતો. પ્રથમ ઓવરમાં તેણે માત્ર એક જ રન આપ્યો હતો.

  • 17 Jun 2022 08:51 PM (IST)

    IND vs SA Live Score: ભારતના 16 વિકેટે 169 રન

    અંતમાં હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિકે શાનદાર રમત દર્શાવી હતી. કાર્તિકે તોફાની અડધી સદી વડે ટીમનો સ્કોર લડાયક સ્થિતીમાં લઈ જવા મદદ કરી હતી. 20 ઓવરમાં ભારતે 6 વિકેટ ગુમાવીને 169 રન નોંધાવ્યા હતા.

  • 17 Jun 2022 08:35 PM (IST)

    IND vs SA Live Score: હાર્દિક પંડ્યા આઉટ

    હાર્દિક પંડ્યા આઉટ. તે અડધી સદી પૂરી કરી શક્યો નહોતો. પંડ્યાએ લુંગી એન્ગીડીમાંથી બોલને બહાર મોકલવાનો પ્રયાસ કર્યો પરંતુ તબરેઝ શમ્સીએ તેનો શાનદાર કેચ લીધો. આ ઓવરના પહેલા બોલ પર પંડ્યાએ સિક્સર ફટકારી હતી.

  • 17 Jun 2022 08:33 PM (IST)

    IND vs SA Live Score: દિનેશ કાર્તિકની ત્રણ બાઉન્ડરી

    17મી ઓવરમાં પણ ત્રણ બાઉન્ડરી ભારતના ખાતામાં આવી હતી. કેશવ મહારાજ તેના સ્પેલની અંતિમ ઓવર લઈને આવ્યો હતો. જેમાં દિનેશ કાર્તિકે પ્રથમ બોલ અને બાદમાં ત્રીજા અને ચોથા બોલ પર બાઉન્ડરી જમાવી હતી. ઓવરમાં 17 રન મળ્યા હતા.

  • 17 Jun 2022 08:33 PM (IST)

    IND vs SA Live Score: નોરખિયા પર ત્રણ બાઉન્ડરી

    16મી ઓવર લઈને એનરિક નોરખિયા લઈને આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર દિનેશ કાર્તિકે બાઉન્ડરી ફટકારી દીધી હતી. આવી જ રીતે ઓવરના ત્રીજા બોલ પર વધુ એક ચોગ્ગો લગાવ્યો હતો. ઓવરના અંતિમ બોલ પર પણ ચોગ્ગો હાર્દિક પંડ્યાએ ફટકાર્યો હતો. આમ ત્રણ ચોગ્ગા વડે 15 રન ભારતના ખાતામાં આવ્યા હતા.

  • 17 Jun 2022 08:16 PM (IST)

    IND vs SA Live Score: દિનેશ કાર્તિકે બાઉન્ડરી મેળવી

    15મી ઓવર કેશવ મહારાજ લઈને આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર જ દિનેશ કાર્તિકે ચોગ્ગા માટે શોટ રમ્યો હતો. ઓવરમાં 7 રન મળ્યા હતા.

  • 17 Jun 2022 08:13 PM (IST)

    IND vs SA Live Score: હાર્દિક પંડ્યાએ ચોગ્ગો ફટકાર્યો

    14મી ઓવરના અંતિમ બોલ ર હાર્દિક પંડ્યાએ બાઉન્ડરી ફટકારી હતી. માર્કો યાનસેનના બોલ પર સ્કેવર ઓન ની પાછળ ઓઉફ સાઈ઼ડમાં ચોગ્ગો લગાવ્યો હતો. આ ઓવરમાં 8 રન આવ્યા હતા.

  • 17 Jun 2022 08:06 PM (IST)

    IND vs SA Live Score: ઋષભ પંત આઉટ

    13 મી ઓવરમાં ભારતીય કેપ્ટનની વિકેટ ગુમાવવી પડી હતી. કેશવ મહારાજે પંતને પ્રિટોરિયસના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. પંત 23 બોલમાં 17 રન જોડીને આઉટ થયો હતો. ભારતની આ ચોથી વિકેટ હતી.

  • 17 Jun 2022 08:04 PM (IST)

    IND vs SA Live Score: હાર્દિક પંડ્યાએ સળંગ બે છગ્ગા જમાવ્યા

    12 મી ઓવર લઈને તબરેઝ શમ્સી ઓવ્યો હતો. તેના ચોથા અને પાંચમાં બોલ પર હાર્દિક પંડ્યાએ સંળંગ બે છગ્ગા જમાવી દીધા હતા. બંને છગ્ગા મીડ વિકેટ પર લગાવ્યા હતા. ઓવરમાં 16 રન આવ્યા હતા.

  • 17 Jun 2022 07:59 PM (IST)

    IND vs SA Live Score: ઋષભ પંતનો ચોગ્ગો

    11મી ઓવર લઈને કેશવ મહારાજ આવ્યો હતો. તેણે શોર્ટ ડીલીવરી કરી હતી જેની પર પંતે ગેપમાંથી બાઉન્ડરી માટે બોલને ફટકાર્યો હતો. મીડ વિકેટ પર ભારતના ખાતામાં ચાર રન આવ્યા હતા.

  • 17 Jun 2022 07:57 PM (IST)

    IND vs SA Live Score: અંતિમ બે ઓવરમાં માત્ર 4 રન

    9મી અને 10મી ઓવરમાં માત્ર 4 રન આવ્યા હતા. બંને ઓવરોમાં માત્ર 2-2 રન મળ્યા હતા. 9મી ઓવર નોરખિયા અને 10મી ઓવર તબરેઝ શમ્સી લઈને આવ્યો હતો. આમ ભારતીય ટીમના સ્કોર બોર્ડની ગતી ધીમી થઈ ચુકી છે.

  • 17 Jun 2022 07:43 PM (IST)

    IND vs SA Live Score: ઋષભ પંતે ચોગ્ગો ફટકાર્યો

    8મી ઓવર લઈને ડ્વેન પ્રિટોરિયસ આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર પંતે બોલને બાઉન્ડરી માટે ફટકારી દીધો હતો. ડીપ બેકવર્ડ પોઈન્ટ તરફ પંતે બાઉન્ડરી મેળવી હતી. ઓવરમાં 8 રન મળ્યા હતા.

  • 17 Jun 2022 07:40 PM (IST)

    IND vs SA Live Score: હાર્દિક પંડ્યાની બાઉન્ડરી

    હાર્દિક પંડ્યાએ એનરિક નોરખિયાના બોલ પર શાનદાર ચોગ્ગો મેળવ્યો છે. હાર્દિંકે બેકવર્ડ પોઈન્ટ તરફ બોલને ફટકાર્યો હતો. ઓવરમાં ભારતને આ ચોગ્ગા વડે રન મળ્યા હતા.

  • 17 Jun 2022 07:34 PM (IST)

    IND vs SA Live Score: ઈશાન કિશન આઉટ

    એનરિક નોરખિયા સાતમી ઓવર લઈને આવ્યો હતો અને આ સાથે જ તેણે ભારતીય ટીમને મોટો ઝટકો આપ્યો હતો. ફરી એકવાર ઉછાળ વાળી બોલે ભારતીય ખેલાડીને મુશ્કેલીમાં મુકી વિકેટ ઝડપી છે. ઈશાન કિશન નોરખિયાનો શિકાર થયો હતો. તે 26 બોલનો સામનો કરીને 27 રન નોંધાવીને આઉટ થયો હતો.

  • 17 Jun 2022 07:33 PM (IST)

    IND vs SA Live Score: ડ્વેન પ્રિટોરિયસની કરકસરી ભરી ઓવર

    છઠ્ઠી ઓવર લઈને ડ્વેન પ્રિટોરિયસ આવ્યો હતો. મેચમાં આ તેની પ્રથમ ઓવર હતી અને તેણે કરકસર ભરી ઓવર કરીને માત્ર એક જ સિંગલ રન પાવર પ્લેની અંતિમ ઓવરમા આપ્યો હતો.

  • 17 Jun 2022 07:32 PM (IST)

    IND vs SA Live Score: ઇશાન કિશનની બાઉન્ડરી

    કિશને પાંચમી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ બોલ ફ્રી હિટ હતો, જે યાનસને કિશનના પગ પર આપ્યો અને ભારતીય બેટ્સમેને તેને સરળતાથી ચાર રનમાં મોકલી દીધો. આ પછી કિશને આગલા બોલ પર પણ ચોગ્ગો ફટકાર્યો. આ વખતે પણ બોલ લેગ સાઇડ પર હતો, જેને કિશને ફ્લિક કરીને ચાર રન લીધા હતા.

  • 17 Jun 2022 07:30 PM (IST)

    IND vs SA Live Score: એન્ગીડીને બોલ વાગ્યો

    ચોથી ઓવરના ચોથા બોલ પર એન્ગીડીને બોલ વાગ્યો હતો. જેને તેણે ઉપરની તરફ નાંખ્યો હતો અને કિશને તે સામે રમ્યો હતો. એન્ગીડીએ તેના પગ વડે બોલ રોકવા પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં બોલ તેના ડાબા પગ પર જોરથી વાગ્યો. તે થોડીવાર બેઠો અને પછી બોલિંગ કરવા લાગ્યો.

  • 17 Jun 2022 07:19 PM (IST)

    IND vs SA Live Score: શ્રેયસ અય્યર આઉટ

    ત્રીજી ઓવરના અંતિમ બોલને માર્કો યાનસેને ઉપરની તરફ નાંખ્યો હતો, જેને શ્રેયસ અય્યરે સીધો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બોલ પેડ સાથે અથડાયો હતો. દક્ષિણ આફ્રિકાએ અપીલ કરી હતી જેને અમ્પાયરે ફગાવી દીધી હતી. સાઉથ આફ્રિકાએ રિવ્યુ લીધો જેમાં અય્યરને આઉટ જાહેર કરવામાં આવ્યો.

  • 17 Jun 2022 07:16 PM (IST)

    IND vs SA Live Score: શ્રેયસ અય્યરે ચોગ્ગો ફટકાર્યો

    શ્રેયસ અય્યરે માર્કો યાનસેનના બોલ પર ચોગ્ગો લગાવ્યો હતો. તેણે આ શોટ ક્વિન્ટન ડીકોકની બાજુમાંથી બોલને પસાર કરીને ચાર રન મેળવ્યા હતા.

  • 17 Jun 2022 07:13 PM (IST)

    IND vs SA Live Score: ઈશાન કિશને છગ્ગો જમાવ્યો

    ત્રીજી ઓવર લઈને માર્કો યાનસેન આવ્યો હતો. આ ઓવરની શરુઆતના બોલ પર જ ઈશાન કિશને શાનદાર પુલ શોટ વડે છગ્ગો લગાવ્યો હતો. યાનસેને શોર્ટ ડીલીવરી કરી હતી જેના પર તેણે ઓન સાઈડ પર છગ્ગો જમાવ્યો હતો.

  • 17 Jun 2022 07:10 PM (IST)

    IND vs SA Live Score: ઋતુરાજ ગાયકવાડ આઉટ

    ભારતીય ટીમને પ્રથમ ઝટકો ઋતુરાજ ગાયકવાડના રુપમાં લાગ્યો છે. ગાયકવાડે આગળના બોલ પર ચોગ્ગો લગાવ્યો હતો અને બીજા જ બોલ પર તે પોતાના બેટની ધાર વડે વિકેટકીપર ને કેચ આપી બેઠો હતો. તે 7 બોલનો સામનો કરીને 5 રન નોંધાવી આઉટ થયો હતો.

  • 17 Jun 2022 07:10 PM (IST)

    IND vs SA Live Score: ગાયકવાડે ચોગ્ગો લગાવ્યો

    બીજી ઓવર લઈને એન્ગીડી આવ્યો હતો. ઋતુરાજ ગાયકવાડે ઓફ સાઈડમાં ગેપમાં થઈને બેકવર્ડ પોઈન્ટની જમણી બાજુ તરફ સુંદર ચોગ્ગો લગાવ્યો હતો.

  • 17 Jun 2022 07:08 PM (IST)

    IND vs SA Live Score: ઈશાન કિશનની બાઉન્ડરી

    ઈશાન કિશને પ્રથમ ઓવરમાં ત્રીજા બોલ પર બાઉન્ડરી ફટકારી હતી. ભારતીય ટીમને માટે આ પ્રથમ ચોગ્ગો આવ્યો હતો. માર્કો યાનસેન પ્રથમ ઓવર લઈને આવ્યો હતો અને તેના બોલ પર ચોગ્ગો મેળવ્યો હતો. જે બોલ મીડલ સ્ટંપ પર હતો અને કિશને ફ્લિક કરીને મીડ વિકેટ તરફ બાઉન્ડરી મેળવી હતી.

  • 17 Jun 2022 07:00 PM (IST)

    IND vs SA Live Score: મેચ શરુ, ભારતની પ્રથમ બેટીંગ

    ભારતીય ટીમના બંને ઓપનરો ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ ક્રિઝ પર આવ્યા છે. જ્યારે દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો યાનસેન પ્રથમ ઓવર લઈને આવ્યો છે. ભારતીય ટીમના બંને ઓપનરોના ખભે ટીમને સારી શરુઆત અપાવવાની જવાબદારી રહેશે.

  • 17 Jun 2022 06:53 PM (IST)

    IND vs SA Live Score: તસ્વીરોમાં જુઓ બંને ટીમોની પ્લેયીંગ ઈલેવન

  • 17 Jun 2022 06:52 PM (IST)

    IND vs SA Live Score: ભારતની પ્લેયીંગ ઈલેવન

    ભારતીય પ્લેઈંગ ઈલેવન: ઋષભ પંત, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન

  • 17 Jun 2022 06:52 PM (IST)

    IND vs SA Live Score: દક્ષિણ આફ્રિકાની પ્લેયીંગ ઈલેવન

    દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન: ક્વિન્ટન ડી કોક, ટેમ્બા બાવુમા, ડ્વેન પ્રિટોરિયસ, રાસી વાન ડેર ડુસેન, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જોન્સન, કેશવ મહારાજ, લુંગી એનગિડી, એનરિચ નોર્કિયા, તબરીઝ શમ્સી

  • 17 Jun 2022 06:32 PM (IST)

    IND vs SA Live Score: દક્ષિણ આફ્રિકાએ જીત્યો ટોસ, ભારતની પ્રથમ બેટીંગ

    આ મેચમાં દક્ષિણ આફ્રિકાના સુકાની ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે નિંમત્રણ આપ્યુ હતુ. દક્ષિણ આફ્રિકાએ ત્રણ ફેરફાર કર્યા છે. કાગીસા રબાડા, રીઝા હેન્ડ્રિંગ્સ અને વેઈન પાર્નેલ આઉટ થઈ ગયા છે. ક્વિન્ટન ડી કોક, માર્કો યાનસન, લુંગી એનગિડીને પ્લેઇંગ-11માં તક મળી છે. ભારતે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.

  • 17 Jun 2022 06:31 PM (IST)

    IND vs SA Live Score: ભારતની નજર બરાબરી પર

    આ શ્રેણીમાં ભારતીય ટીમ પાસેથી જે પ્રકારના પ્રદર્શનની અપેક્ષા હતી તે જોવા મળી નથી. શરૂઆતની બંને મેચમાં હાર મેળવી હતી અને સિરીઝ ગુમાવવાનો ખતરો હતો, જોકે ટીમે ત્રીજી T20માં પુનરાગમન કર્યું હતું અને શ્રેણી જીવંત રાખી હતી. હવે ભારતે આ મેચમાં જીત મેળવવી જરૂરી છે નહીં તો સિરીઝ હાથમાંથી નીકળી જશે. જો ભારત જીતશે તો શ્રેણી ટકી જશે.

  • 17 Jun 2022 06:30 PM (IST)

    IND vs SA Live Score: પ્લેઇંગ-11માં કોઇ ફેરફાર થશે?

    ક્વિન્ટન ડી કોક કાંડાની ઈજાને કારણે છેલ્લી બે મેચમાં રમ્યો ન હતો. ગુરુવારે તે નેટ્સમાં પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં, આશા છે કે તે આ મેચમાં રમતા જોવા મળશે. આ સાથે ટીમ ઈન્ડિયા તેના પ્લેઈંગ-11માં શું ફેરફાર કરે છે તેના પર પણ નજર રહેશે.

  • 17 Jun 2022 06:29 PM (IST)

    IND vs SA Live Score: દક્ષિણ આફ્રિકા શ્રેણી પર કબ્જો જમાવવા કરશે પ્રયાસ

    સાઉથ આફ્રિકા સિરીઝ પર કબજો મેળવવાથી એક ડગલું દૂર છે. તેણે અંતિમ મેચમાં જ આ કામ કર્યું હોત પરંતુ ટીમ ઈન્ડિયાએ તે થવા દીધું ન હતું. હવે આ મેચમાં દક્ષિણ આફ્રિકા ને શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે.

Published On - Jun 17,2022 6:27 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">