IND vs PAK: ભારતનો 5 વિકેટે વિજય, 23 કરોડ પાકિસ્તાનીઓને સપનામાં દેખાશે હાર્દિક પંડ્યા, દુબઈમાં પાકિસ્તાની ટીમની કરી ધોલાઈ

IND vs PAK T20 Asia Cup Match Report Today: ભારતે પાકિસ્તાનને હરાવીને એશિયા કપમાં વિજયી શરુઆત કરી છે. રવિન્દ્ર જાડેજાએ શાનદાર ઈનીંગ રમીને ટીમને જીત સુધી પહોંચાડી

IND vs PAK: ભારતનો 5 વિકેટે વિજય, 23 કરોડ પાકિસ્તાનીઓને સપનામાં દેખાશે હાર્દિક પંડ્યા, દુબઈમાં પાકિસ્તાની ટીમની કરી ધોલાઈ
Hardik Pandya - Ravindra Jadeja એ અંતમાં ટીમની ઈનીંગ સંભાળી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2022 | 11:59 PM

ભારતે પાકિસ્તાન (India Vs Pakistan) ને રોમાંચક મેચમાં હરાવી દઈને વિજયી શરુઆત એશિયા કપ માં કરી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ રન ચેઝ કરવાની યોજના અમલમાં મુકી હતી. જે મુજબ 148 રનના લક્ષ્યને ભારતે પાર કરી લઈને જીત મેળવી હતી. આ પહેલા ભૂવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની બોલીંગ સામે પાકિસ્તાનના બેટ્સમેનોને ક્રિઝ પર પગ જમાવવો મુશ્કેલ બની ગયો હતો અને પાકિસ્તાનની ટીમ 147 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. હાર્દિક અને રવિન્દ્ર જાડેજા (Ravidra Jadeja) ની ગુજ્જુ જોડીએ રંગ જમાવતી ભાગીદારી નોંધાવી હતી. આમ ભારતનો 5 વિકેટે શાનદાર વિજય નોંધાયો હતો. હાર્દિકે અંતમાં વિજયી છગ્ગો ફટકાર્યો હતો.

ભારતીય ટીમની ઓપનર જોડી પ્રથમ ઓવરમાં જ તૂટી ગઈ હતી. ઓપનીંગ જોડીના રુપમાં રોહિત શર્મા અને કેએલ રાહુલ આવ્યા હતા. પરંતુ ભારતીય ટીમે 1 રનના સ્કોર પર જ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. કેએલ રાહુલ ગોલ્ડન ડક આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. પ્રથમ ઓવર પાકિસ્તાન તરફથી લઈને આવેલા નસીમ શાહના બીજા બોલ પર રાહુલે બોલ્ડ થઈને વિકેટ ગુમાવી હતી. નસીમનો બોલ બેટની ધારને અડકીને સીધો જ સ્ટંપમાં જઈને અથડાયો હતો. રોહિત શર્માએ શરુઆતથી ધીમી રમત રમી હતી અને તે મોહમ્મદ નવાઝ ના બોલ પર મોટો શોટ રમવા જતા વિકેટ ગુમાવી બેઠો હતો. છગ્ગો લગાવવા માટે આગળ આવીને શોટ લગાવ્યો હતો. પરંતુ ખરાબ ટાઈમીંગને લઈ તે લોંગ ઓફ પર કેચ ઝડપાયો હતો. તે 18 બોલમાં 12 રન નોંધાવીને આઉટ થયો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કોહલીનો શાનદાર પ્રયાસ

વિરાટ કોહલીએ સારી રમત દર્શાવી હતી. તેણે ઓપનર કેએલ રાહુલની વિકેટ બાદ સ્થિતીને સંભાળતુ પ્રદર્શન કર્યુ હતુ. વિરાટ કોહલીએ ઈનીંગ પોતાની પાસે રાખવા મહત્તમ પ્રયાસ કર્યો હતો. કોહલીએ 34 બોલમાં 35 રનની ઈનીંગ રમી હતી. આ દરમિયાન 3 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. તે પણ નવાઝનો શિખાર બન્યો હતો. લોંગ ઓફમાં મોટો શોટ રમવા જતા રોહિતની માફક ખરાબ ટાઈમીંગને લઈ કેચ ઝડપાયો હતો. ભારતની રમત જોકે ધીમી રહી હતી.

હાર્દિક પંડ્યા-રવિન્દ્ર જાડેજાની જોડીએ રંગ જમાવ્યો

ગુજ્જુ જોડીએ શાનદાર ભાગીદારી રમત રમી હતી. બંનેની શાનદાર રમત ભારતીય ટીમને લક્ષ્યની નજીક લઈ ગઈ હતી. રવિન્દ્ર જાડેજાએ 29 બોલમાં 35 રનની ઈનીંગ રમી હતી. તેણે મુશ્કેલ સમયે ભારતની સ્થિતીને સંભાળીને ટીમનો સ્કોર લક્ષ્ય તરફ આગળ વધાર્યો હતો. તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ઈનીંગ દરમિયાન ફટકાર્યા હતા. તે અંતિમ ઓવરમાં આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ અણનમ 33 રન 17 બોલમાં નોંધાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. આ પહેલા જાડેજા ને સૂર્યકુમાર યાદવે સાથ પૂરાવ્યો હતો. પરંતુ તે 18 બોલનો સામનો કરી 18 રન નોંધાવી પરત ફર્યો હતો. દિનેશ કાર્તિક 1 બોલનો સામનો કરી 1 રન સાથે અણનમ રહ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">