IND vs NZ: શુભમન ગિલ મેચ પહેલા ઈશાન કિશન પર રહે છે ગુસ્સે! રોહિત શર્મા સાથે વાતચીતમાં કર્યો ખુલાસો-Video

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હૈદરાબાદમાં વનડે સિરીઝની પ્રથમ મેચ રમાઈ હતી. જેમાં શુભમન ગિલે શાનદાર વનડે બેવડી સદી નોંધાવી હતી. મેચ બાદ રોહિત શર્મા અને ઈશાન કિશનની ગિલ સાથેનો વિડીયો BCCI એ શેર કર્યો છે.

IND vs NZ: શુભમન ગિલ મેચ પહેલા ઈશાન કિશન પર રહે છે ગુસ્સે! રોહિત શર્મા સાથે વાતચીતમાં કર્યો ખુલાસો-Video
Shubman Gill Share his pre match routines
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 11:22 AM

હૈદરાબાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે સિરીઝની પ્રથમ મેચ બુઘવારે રમાઈ હતી. મેચમાં ભારતે 12 રનથી વિજય મેળવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામે 349 રનનો સ્કોર પ્રથમ બેટિંગ ઈનીંગ રમતા કર્યો હતો. જવાબમાં કિવી ટીમ 337 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં શુભમન ગિલે શાનદાર બેવડી સદી નોંધાવી હતી. ઈશાન કિશને પણ ગત ડિસેમ્બર માસમાં વનડે બેવડી સદી નોંધાવી હતી. મેચ બાદ રોહિત શર્માએ બંને સાથે વાતો કરી હતી અને જેનો વિડીયો BCCI એ શેર કર્યો હતો.

શુભમન ગિલ સાથે વાતો દરમિયાન કહ્યુ હતુ કે, મેચ પહેલા મારે ઈશાનને ગાળ આપવી પડે છે. રોહિત શર્મા ગિલને તેની ઈનીંગ વિશે પુછી રહ્યો હતો એ દરમિયાન ઈશાને પ્રી મેચ રુટિનના સંદર્ભમાં સવાલ કર્યો હતો અને જેના જવાબમાં આ વાત કહી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ઈશાનને લઈ ગિલે કહ્યુ ગાળ આપવી પડે છે

રોહિત શર્માએ પ્રી મેચ રુટિનની વાતમાં પહેલા તો એ કહ્યુ કે, ગિલ અને ઈશાન તમે બંને સાથે સુઈ જાઓ છો, આ ત પ્રી મેચ રુટિન છે. આ દરમિયાન ગિલે કહ્યુ ઈશાનની વાતોનો ખુલાસો કર્યો હતો. બેવડી સદી ફટકારનારા શુભમને કહ્યુ હતુ કે, પ્રી મેચ રુટિન મારુ આ વ્યક્તિ બધુ ખરાબ કરી દે છે. કારણ કે મને તે સુવા નથી દેતો. આઈપીએડ પર તેણે ઈયરપોડ્સ નથી લગાવતો હોતો. મૂવી ચાલી રહી હોય છે અને ફુલ વોલ્યુમ હોય છે. હું તેને ગાળ આપીને બોલુ છું ભાઈ અવાજ ઓછો કરી દે અથવા ઈયરપોડ્સ લગાવી લે. તો એ કહે છે, તુ મારા રુમમાં સૂઈ રહ્યો છે. મારી મરજીથી ચાલશે. બસ આ જ મારી પ્રી મેચ છે અને દરરોજ અમારી લડાઈ થાય છે.

ક્લબ 200માં સ્વાગત કરાયુ

ભારતીય ટીમના સુકાનીએ ત્રણ વાર બેવડી સદી નોંધાવી છે. વનડે ક્રિકેટમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર રોહિત શર્માના નામે નોંધાયેલો છે. જે તેણે શ્રીલંકા સામે નોંધાવતા 264 રન ફટકાર્યા હતા. વન ડે બેવડી સદી નોંધાવનારા બેટ્સમેનોની ક્લબમાં સામેલ થવાને લઈ રોહિત શુભમનનુ સ્વાગત કર્યુ હતુ. મજાકના અંદાજમાં રોહિતે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કીશનને પૂછ્યુ હતુ કે, બેવડી સદી નોંધાવીને ત્રણ મેચ નથી રમી શક્યો.

જવાબમાં ઈશાને કહ્યુ કે, કેપ્ટન તમે છો ભૈયા. આ સાંભળીને ત્રણેય હસવા લાગ્યા હતા. કીશને આગળ જવાબમાં કહ્યુ કે, ઠીક છે, બધી ચીજોથી શિખવા મળે છે. ઈશાન કિશને ડીસેમ્બરમાં બાંગ્લાદેશ સામે બેવડી સદી નોંધાવી હતી. જે વનડેમાં સૌથી ઝડપી બેવડી સદી નોંધાઈ હતી. તેના ટૂંકા સમયમાં જ ગિલ પણ બેવડી સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં પોતાનુ નામ જોડી દીધુ હતુ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">