NZ vs IND, Napier Weather Update: મેચ પહેલા ખરાબ હવામાન, જાણો ત્રીજી T20I પર અસર

T20 સિરીઝની પ્રથમ બે મેચ રમાઈ છે, જેમાં એક રદ કરવામાં આવી હતી અને બીજી ભારતે ( IND) જીતી હતી. અને આજે ત્રીજી મેચ રમાવાની છે. આ રીતે, હાલમાં ભારતીય ટીમ સિરીઝમાં 1-0થી આગળ છે.

NZ vs IND, Napier Weather Update: મેચ પહેલા ખરાબ હવામાન, જાણો ત્રીજી T20I પર અસર
મેચ પર સતત વરસાદનું સંકટImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2022 | 9:56 AM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ T20માં પણ આ જ રીતે વરસાદ થયો છે. હવે ત્રીજી T20I પર પણ વરસાદ ખતરો બનીને ફરે છે. કારણ કે નેપિયરમાં મેચ પહેલા હવામાન ખરાબ છે. 22 નવેમ્બર એટલે કે આજે વરસાદની સંભાવના છે. ત્રીજી T20I મેચને લઈને અરાજક સ્થિતિ છે. જણાવી દઈએ કે આ પહેલા વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ T20 પણ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. જે બાદ બીજી ટી20માં ભારતીય ટીમનો વિજય થયો હતો.

તમને જણાવી દઈએ કે, 3 મેચની ટી20 સિરીઝ અને વનડે સિરીઝ રમવાના ઈરાદે ભારતીય ટીમ હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસ પર છે. આ પ્રવાસની શરુઆત ટી 20 સિરીઝથી થઈ હતી. ટી20 સિરીઝની પહેલી 2 મેચ રમાય ચૂકી છે. જેમાં એક મેચ રદ્દ થઈ હતી અને બીજી મેચ ભારતના ખાતામાં આવી હતી. તો આજે ત્રીજી મેચ રમાશે. જેને લઈ હાલમાં ભારતીય ટીમ સિરીઝમાં 1-0થી આગળ છે એટલે કે, આજની મેચ રદ્દ થઈ તો ટી20 ટ્રોફી ભારતના નામે થશે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

નેપિયરમાં મેચ પહેલા હવામાન ખરાબ

વેધર ડોટ કોમ અનુસાર નેપિયરમાં 22 નવેમ્બરના રોજ દિવસમાં તડકાથી થશે પરંતુ જેવી રીતે સમય પસાર થતો જશ તેમ હવામાન પણ બદલાશે. બપોરે 59 ટકા વરસાદ પડવાની સંભાવના છે. જે રાત્ર સુધીમાં 64 ટકા થઈ જશે , ત્યાંના લોકલ સમય મુજબ સાડા 4 કલાકે નેપિયર શહેરમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે. જેમ જેમ સાંજ પડશે તેમ વરસાદની શક્યતાઓ ચોક્કસ ઘટશે, પરંતુ વાદળો છવાવાની શક્યતાઓ રહેશે.

મેચ પર સતત વરસાદનું સંકટ

તે સ્પષ્ટ છે કે ભારત-ન્યૂઝીલેન્ડ ત્રીજી T20I પર વરસાદનો ખતરો યથાવત રહેશે. આ વરસાદને કારણે મેચ શરૂ થવામાં વિલંબ થઈ શકે છે. જો કે, મેચના પરિણામ માટે, બંને ટીમો માટે 5-5 ઓવર રમવી જરૂરી છે. અને, આટલી ઓવરની નાની મેચ થવાની શક્યતાઓ નેપિયરમાં વાદળોજોઈને દેખાઈ રહી છે. એટલે કે ખરાબ હવામાન વચ્ચે પણ પરિણામ જોવા મળી શકે છે

ભારત સિરીઝ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે ન્યૂઝીલેન્ડ સિરીઝમાં બરાબરી કરવાનો પ્રયાસ કરશે. નિર્ણાયક મેચમાં વિલિયમસનના સ્થાને માર્ક ચેપમેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે અનુભવી બોલર ટિમ સાઉથી સુકાની કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">