IND vs NZ: શિખર ધવને ચોગ્ગા વરસાવ્યા, અડધી સદીની ઈનીંગ વડે હાંસલ કર્યુ ખાસ મુકામ

શિખર ધવને ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં 77 બોલમાં 72 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે શાનદાર 13 ચોગ્ગા ફટકાર્યા હતા.

IND vs NZ: શિખર ધવને ચોગ્ગા વરસાવ્યા, અડધી સદીની ઈનીંગ વડે હાંસલ કર્યુ ખાસ મુકામ
Shikhar Dhawan એ શાનદાર અડધાી સદી નોંધાવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2022 | 9:44 AM

ન્યુઝીલેન્ડ સામેની 3 મેચની ODI શ્રેણીમાં ભારતીય ટીમ ની આગેવાની કરી રહેલા શિખર ધવને પહેલી જ ODIમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શુક્રવારે ઓકલેન્ડમાં રમાઈ રહેલી શ્રેણીની પ્રથમ મેચમાં તેણે ચોગ્ગાનો વરસાદ કર્યો હતો. આ સાથે તેણે લિસ્ટ A ક્રિકેટમાં પોતાના 12 હજાર રન પણ પૂરા કર્યા. આ મેચ પહેલા ધવને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 11 હજાર 953 રન બનાવ્યા હતા.

ઓપનર ધવને ઓકલેન્ડમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 63 બોલમાં પોતાની ODI કારકિર્દીની 39મી અડધી સદી ફટકારી. આ સાથે તેણે પોતાના 12,000 લિસ્ટ A રન પણ પૂરા કર્યા. ધવને 21મી ઓવરમાં એડમ મિલ્નેના પહેલા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાના 50 રન પૂરા કર્યા. ઓકલેન્ડમાં તેણે શુભમન ગિલ સાથે સદીની ભાગીદારી કરીને ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

ધવન ફરી સદી માટે હજુ રાહ જોવી પડશે

ધવને 77 બોલમાં 72 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 13 ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે, ફરી એકવાર તે સદી ચૂકી ગયો. ધવનના બેટથી છેલ્લી ODI સદી 2019માં ઓસ્ટ્રેલિયા સામે આવી હતી. ત્યારથી તે સદી માટે ઝંખતો હતો.

13 મેચમાં 4 અડધી સદી ફટકારી

ગિલની વાત કરીએ તો તેણે 65 બોલમાં 50 રન બનાવ્યા હતા. ભારત માટે આ તેની 13મી ODI મેચ હતી અને 13મી મેચમાં જ આ તેની ચોથી અર્ધશતક છે. ટી-20 ક્રિકેટમાં ડેબ્યૂની રાહ જોઈ રહેલો ગિલ ODI ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. છેલ્લી 10 ઇનિંગ્સમાં તેણે 4 અડધી સદી અને એક સદી ફટકારી છે. તેના બેટમાંથી સતત રન નીકળી રહ્યા છે.

ધવન અને ગિલ વચ્ચે 124 રનની ભાગીદારી

ધવન અને ગિલ સાથે મળીને ઓકલેન્ડ વનડેમાં ભારતને સારી શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે 124 રનની ભાગીદારી થઈ હતી. ગિલ 24મી ઓવરના પહેલા બોલ પર લોકી ફર્ગ્યુસનનો શિકાર બન્યો હતો. ગિલ સાથેની ભાગીદારી તોડ્યા બાદ ધવનની લય પણ બગડી હતી અને તે 25મી ઓવરના ત્રીજા બોલ પર ટિમ સાઉથીના હાથે બોલ્ડ થયો હતો. ભારતે 25મી ઓવરમાં 124 રનમાં પોતાના બંને ઓપનર ગુમાવ્યા હતા.

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">