Gujarati News » Sports » Cricket news » India vs england rahul dravid expect something special from virat kohli top 5 pointers of press conference Birmingham Test
IND vs ENG: વિરાટ કોહલી પાસે રાહુલ દ્રવિડને સદી નહી કંઈક ખાસ જોઈએ છે, જાણો કોચની પાંચ મોટી વાતો
ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે (Rahul Dravid) ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. દ્રવિડે આ કોન્ફરન્સમાં વિરાટ કોહલી (Virat Kohli) ના ફોર્મથી લઈને ટીમની પ્લેઈંગ ઈલેવન સુધીનું નિવેદન આપ્યું હતું
Virat Kohli ના બેટથી લાંબા સમય થી સદી નથી નિકળી રહી
ભારતીય ટીમ શુક્રવારે એજબેસ્ટન ખાતે ઈંગ્લેન્ડ (India vs England) સામે ટેસ્ટ મેચ રમશે. આ મેચ પહેલા લેસ્ટરમાં રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સારી લયમાં જોવા મળ્યા હતા, ખાસ કરીને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli). ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી છેલ્લા કેટલાક સમયથી રન માટે ઝંખતો હતો. લગભગ અઢી વર્ષથી વિરાટના બેટમાં સદી નથી. જોકે ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) કોહલી પાસેથી સદી ઈચ્છતા નથી. એજબેસ્ટ ટેસ્ટ પહેલા ટીમના કેપ્ટનથી લઈને રમવા પર શંકા છે. જોકે આ દરમિયાન રાહુલ દ્રવિડે તમામ મુદ્દાઓ પર નિવેદન આપ્યું હતું.
રાહુલ દ્રવિડે કોહલી વિશે કહ્યું, ‘જેમ કે મેં કોહલીને નેટ્સમાં જોયો, હું કહી શકું છું કે મેં તેના કરતા વધુ મહેનતુ ખેલાડી જોયો નથી. તે લોકોને પ્રેરણા આપે છે, તેને તેની જરૂર નથી. તમે ઘણી વખત આવા તબક્કાઓમાંથી પસાર થાવ છો પરંતુ તે સદીની વાત નથી. સદી એ લોકો માટે સફળતા છે પરંતુ હું ઈચ્છું છું કે તે ટીમ માટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમે.
પ્લેઈંગ ઈલેવન અંગે તેણે કહ્યું, ‘અમે આવતીકાલે અમારી પ્લેઈંગ ઈલેવન અંગે નિર્ણય લઈશું. રોહિતની ટેસ્ટ જોયા બાદ અને પીચ જોયા બાદ નક્કી થશે કે અમારી પ્લેઈંગ ઈલેવન કેવી હશે.
રાહુલ દ્રવિડે સ્પષ્ટ કર્યું કે રોહિત અત્યારે બહાર છે. તેણે કહ્યું, ‘રોહિત ટીમની બહાર નથી પરંતુ તેને નેગેટિવ પરિણામની જરૂર છે. 36 કલાકમાં બે ટેસ્ટ કરાશે અને તે પછી નક્કી થશે કે રોહિત મેચમાં રમશે કે નહીં.
રોહિતની જગ્યાએ કોને મળશે કેપ્ટન્સી? જવાબમાં દ્રવિડે કહ્યું, ‘મારા તરફથી આનો જવાબ આપવો યોગ્ય રહેશે નહીં. તમારે સત્તાવાર જાહેરાતની રાહ જોવી જોઈએ જે રોહિતના ટેસ્ટ પરિણામ પછી જ આવશે.
રાહુલ દ્રવિડે પણ ટીમના બેટિંગ ઓર્ડર વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપી નથી. તેણે કહ્યું, ‘હું કહી શકતો નથી કે ચેતેશ્વર પૂજારા ઓપનિંગ કરશે કે બીજું કંઈ. હા, હું ચોક્કસપણે કહી શકું છું કે આપણે જાણીએ છીએ કે આપણે શું કરવાનું છે અને અમારો આગળનો રસ્તો ખૂબ જ સ્પષ્ટ છે પણ તમને તે આવતીકાલે જ ખબર પડશે.