IND vs ENG: હરમનપ્રીત કૌરે આ 11 બોલમાં ઈંગ્લેન્ડ તોફાન સર્જતા ઈંગ્લીશ બોલરો ‘કાંપવા’ લાગ્યા

India vs England: હરમનપ્રીત કૌરે 111 બોલમાં અણનમ 143 રન બનાવ્યા હતા. તેણે પોતાની તોફાની ઇનિંગના છેલ્લા 11 બોલમાં તબાહી મચાવી દીધી હતી.

IND vs ENG: હરમનપ્રીત કૌરે આ 11 બોલમાં ઈંગ્લેન્ડ તોફાન સર્જતા ઈંગ્લીશ બોલરો 'કાંપવા' લાગ્યા
Harmanpreet Kaur એ શાનદાર સદી ફટકારી હતી
TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Sep 22, 2022 | 8:44 AM

ભારતે ઈંગ્લેન્ડ (India vs England) ને તેની જ ધરતી પર પછાડી દીધુ છે. સુકાની હરમનપ્રીત કૌરે (Harmanpreet Kaur) બેટ વડે ઈંગ્લેન્ડના બોલર પર રીતસરનો કહેર વર્તાવ્યો હતો. સુકાનીએ બેટથી તોફાન સર્જી દીધુ હતુ. જેની રમતના દમ પર જ ઈંગ્લેન્ડ પર ભારતે ઐતિહાસિક જીત મેળવી હતી. 23 વર્ષ બાદ ઈંગ્લેન્ડની ધરતી પર ભારતે વિજય પતાકા લહેરાવી છે. રેણુંકા સિંહે પણ બોલીંગમા શાનદાર પ્રદર્શન કરતા 4 વિકેટ ઝડપી હતી. હરમનપ્રીતે સદી બાદ પોતાનો બેટીંગ ગિયર બદલ્યો હતો અને જેને લઈ તેણે તોફાની રમત બતાવી હતી. પરીણામે ભારતીય ટીમ (Indian Women Cricket Team) ને હરમનપ્રીતની કેપ્ટનશીપમાં 88 રને વિજય મળ્યો.

હરમનપ્રીતે ઈંગ્લીશ બોલરોની ધુલાઈ કરી દીધી

સુકાની હરમનપ્રીત છવાઈ ગઈ છે. ના તેણે ટીમને પોતાની આગેવાનીમાં ઐતિહાસિક જીત અપાવી છે, પરંતુ તેની રમત પણ શાનદાર રહી છે. તેણે બીજી વન ડેમાં સદી નોંધાવી હતી. 111 બોલનો સામનો કરીને 43 રન નોંધાવ્યા હતા. આ ઈનીંગ દરમિયાન તેણે 18 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આમ તેણે 96 રન ચોગ્ગા છગ્ગા વડે માત્ર 22 બોલમાં જ મેળવ્યા હતા. હરમને અંતિમ ઓવરોમાં વાવાઝોડુ સર્જ્યુ હતુ. માત્ર 11 બોલમાં જ તેણે ઈંગ્લીશ બોલરોની બરાબરની ધુલાઈ કરી દીધી હતી. સુકાનીએ સદી પૂરી થતા જ ગિયર બદલતા 11 બોલમાં 43 રન ફટકાર્યા હતા.

સદી બાદ તોફાની અંદાજમાં હરમન

સુકાની હરમનપ્રીતે 100 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી હતી. આ બાદ તેણે આગળના 11 બોલ પર પોતાની રમતનો અંદાજ બદલી દીધો હતો. તેણે બાકીના 11 બોલ પર 43 રન ફટકાર્યા હતા. અંતિમ ઓવરમાં હરમનપ્રિતના ગજબ આક્રમક મૂડને લઈ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે વિશાળ સ્કોર ખડકી શક્યુ હતુ. અંતિમ ઓવરમાં ઈંગ્લેન્ડની બોલર ફ્રેયા કેંપની ખૂબ ધુલાઈ કરી હતી.

હરમનપ્રીતે છેલ્લી ઓવરમાં કેમ્પના બીજા બોલમાં સિક્સર ફટકારી અને પછીના 3 બોલમાં સતત 3 ચોગ્ગા ફટકાર્યા. મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 333 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લિશ ટીમ 44.2 ઓવરમાં 245 રનમાં જ સમેટાઈ ગઈ હતી. રેણુકા સિંહે 4 વિકેટ લીધી હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati