Run Out વિવાદ, દિપ્તી શર્મા સામે સવાલો ઉઠાવનારાઓને MCC એ આપ્યો સણસણતો જવાબ-‘વિકેટ બચાવવા મર્યાદા’ માં રહો

લોર્ડ્સના મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England) વચ્ચેની ત્રીજી ODI નોન-સ્ટ્રાઈકરના રન આઉટ સાથે સમાપ્ત થઈ, જેના પર દર વખતની જેમ ઈંગ્લિશ ક્રિકેટરોએ 'ખેલ ભાવના'ની ચર્ચા શરૂ કરી હતી.

Run Out વિવાદ, દિપ્તી શર્મા સામે સવાલો ઉઠાવનારાઓને MCC એ આપ્યો સણસણતો જવાબ-'વિકેટ બચાવવા મર્યાદા' માં રહો
Deepti Sharma એ Charlie Dean માકડિંગ આઉટ કરી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 9:46 AM

ફરી એકવાર ક્રિકેટ મેચમાં હાર્યા બાદ ખેલ ભાવના ના મે રોદણાં રડી રહેલા ઈંગ્લેન્ડના ક્રિકેટરો, પ્રશંસકો, ભૂતપૂર્વ ક્રિકેટરો અને નિષ્ણાતોને તેમના જ ઘરમાં એક કડક સંદેશ મળ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ (Indian Vs England) વચ્ચેની ત્રીજી અને વન-ડે મેચમાં ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા (Deepti Sharma) એ સમજદારીભરી રીતે ચાર્લી ડીનને નોન-સ્ટ્રાઈક પર રનઆઉટ કરી હતી અને મેચનો અંત આવ્યો હતો. જેની પર વિવાદ શરુ થયો હતો. હવે ક્રિકેટના નિયમોના રખેવાળ અને સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા મેરીલેબોન ક્રિકેટ ક્લબે (MCC) કડક સ્વરમાં કહ્યું છે કે બેટ્સમેનોએ મર્યાદામાં (ક્રિઝમાં) રહેવું જોઈએ, પછી આવી આઉટ થવાની ઘટના નહીં બને.

શનિવાર 24 સપ્ટેમ્બરના રોજ, ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે ODI શ્રેણીની અંતિમ મેચ વિશ્વના સૌથી પ્રખ્યાત ક્રિકેટ મેદાન લોર્ડ્સમાં રમાઈ હતી. ભારતે આ મેચ 16 રને જીતી લીધી હતી. છેલ્લી વિકેટ નોન-સ્ટ્રાઈકર ચાર્લી ડીનના રૂપમાં પડી, જે દીપ્તિ શર્માની બોલિંગ પહેલા જ ક્રીઝની બહાર નિકળી ગઈ હતી. દીપ્તિએ તેને રન આઉટ કરીને મેચનો અંત કર્યો હતો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ઘરમાંથી જ મળ્યો ‘ઠપકો’

દિપ્તીએ વિકેટ ઝડપતા જ ક્રિકેટની સૌથી અતાર્કિક ચર્ચાને ફરી જીવંત કરી. ઈંગ્લેન્ડના પુરૂષ ક્રિકેટરોથી લઈને ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતો તેને ખોટું કહેવા લાગ્યા. જ્યારે તેને ક્રિકેટના નિયમોમાં હંમેશા સ્થાન મળ્યું હતું. તેના પર પણ આઈસીસીએ હાલમાં જ તેને રનઆઉટ હેઠળ સામેલ કરવાનો નિર્ણય લીધો હતો. સૌથી પહેલા તો આ નિયમને રનઆઉટમાં રાખવાનુ સૂચન MCC તરફથી જ આવ્યો હતો. MCC એ જ સંસ્થા છે જેણે ICC સમક્ષ ક્રિકેટના કાયદાનો પાયો નાખ્યો હતો, જેને ક્રિકેટના કાયદાના રક્ષકનો દરજ્જો છે અને જેની શપથ હેઠળ ઇંગ્લેન્ડ ક્રિકેટનો હિસાબ કરવામાં આવે છે અને જે હેઠળ લોર્ડ્સનું મેદાન આવે છે. હવે આ MCCએ ખેલાડીઓને અરીસો બતાવ્યો છે.

બેટ્સમેનોને સ્પષ્ટ સંદેશ, મર્યાદામાં રહો

આ મુદ્દે ઘણા કલાકો સુધી સતત ટીવી અને ઓનલાઈન ચર્ચા પછી, MCCએ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું અને રમતની ભાવના વિરુદ્ધ કહેવા બદલ ઈંગ્લિશ ક્રિકેટરોને ફટકાર લગાવી. બેટ્સમેનોને કડક સૂચના આપતા એમસીસીએ કહ્યું, બોલિંગ છેડે બેટ્સમેનોને MCCનો સંદેશ એ હશે કે જ્યાં સુધી તેઓ બોલરના હાથમાંથી બોલ નીકળતો ન જુએ ત્યાં સુધી ક્રિઝ પર જ રહેવું. આમ કરવાથી, તે ગઈકાલની જેમ આઉટ ન થઈ શકે.

એટલું જ નહીં, MCC એ ખેલદિલીના મુદ્દા પર પોતાના નિવેદનમાં કહ્યું કે, ક્રિકેટની ભાવનાના રક્ષક તરીકે, MCC પ્રશંસા કરે છે કે વિશ્વભરમાં તેનું અલગ-અલગ અર્થઘટન કરવામાં આવે છે. આદરપૂર્ણ ચર્ચા સ્વસ્થ છે અને તે ચાલુ રાખવી જોઈએ. કારણ કે જ્યારે એક વ્યક્તિ બોલરને રમતની ભાવનાનું ઉલ્લંઘન કરતી જુએ છે, તો બીજી વ્યક્તિ બોલિંગના છેડે બેટ્સમેનને પોતાનુ મેદાન વહેલું છોડીને અન્યાયી લાભ મેળવવાનો ઈશારો કરે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">