India vs England Match Report: ઈંગ્લેન્ડ સામે ભારતની શરમજનક હાર, 377 રનનો વિશાળ સ્કોરનો પણ બચાવ ના કરી શકી ટીમ ઈન્ડિયા

IND Vs ENG 5th Test Match Report Today: અંતિમ દિવસના પ્રથમ સત્રમાં જ ઈંગ્લેન્ડે ઝડપથી 130 રન બનાવીને રેકોર્ડ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

India vs England Match Report: ઈંગ્લેન્ડ સામે ભારતની શરમજનક હાર, 377 રનનો વિશાળ સ્કોરનો પણ બચાવ ના કરી શકી ટીમ ઈન્ડિયા
ભારતે આપેલા વિશાળ લક્ષ્યને પાર કરી જીત મેળવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 5:49 PM

ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતવા માટે ટીમ ઈન્ડિયાની રાહ 15 વર્ષ પછી પણ ખતમ થઈ નથી. 10 મહિના પહેલા જે શ્રેણીમાં ભારતીય ક્રિકેટ ટીમ 2-1 થી આગળ હતી તેનો અંત એવો આવી ગયો, જેની અપેક્ષા ભાગ્યે જ કોઈ કરી શકે. એજબેસ્ટન ટેસ્ટ (Edgbaston Test) માં સતત સાડા ત્રણ દિવસ સુધી વર્ચસ્વ જમાવનારી ભારતીય ટીમ (Indian Cricket Team)  રમતના માત્ર ત્રણ સેશનમાં જ ઈંગ્લેન્ડ દ્વારા ખરાબ રીતે ધોલાઈ થઈ ગઈ હતી. ઈતિહાસ રચવાની આશામાં રહેલી ટીમ ઈન્ડિયા એજબેસ્ટનની હાઉસફુલ ભીડ સામે રેકોર્ડ લક્ષ્યને બચાવવામાં નિષ્ફળ રહી. ઈંગ્લેન્ડને જીત માટે 378 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે તેના ઈતિહાસમાં ક્યારેય હાંસલ કર્યો ન હતો, પરંતુ જો રૂટ અને જોની બેયરિસ્ટો (Jonny Bairstow) ની રેકોર્ડબ્રેક ભાગીદારીથી આ લક્ષ્ય માત્ર 3 વિકેટ ગુમાવીને કોઈપણ મુશ્કેલી વિના હાંસલ કરવામાં આવ્યું હતું.

ભારતીય ટીમનો બીજો દાવ ચોથા દિવસે માત્ર 245 રનમાં સમેટાઈ ગયો હતો, પરંતુ પ્રથમ દાવમાં 132 રનની મજબૂત લીડની મદદથી ઈંગ્લેન્ડને 378 રનનો અશક્ય ટાર્ગેટ મળ્યો હતો. આ ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામે સતત ત્રણ મેચમાં 270થી વધુનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ચોથા દિવસની રમતના અંત સુધીમાં ઇંગ્લેન્ડે માત્ર 3 વિકેટના નુકસાને 259 રન બનાવી લીધા હતા, જેના કારણે ટીમ ઇન્ડિયાનું વાપસી લગભગ અશક્ય બની ગયું હતું.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

માત્ર દોઢ કલાકમાં ખેલ ખતમ, તોફાની બેટિંગનો અદ્ભુત નજારો

છેલ્લા ઘણા મહિનાઓથી જબરદસ્ત ફોર્મમાં રહેલા બેયરિસ્ટો અને રૂટે પાંચમા દિવસના પહેલા જ સેશનમાં રમતનો અંત લાવવા માટે વધુ એક આશ્ચર્યજનક ભાગીદારી કરી હતી. આ બંનેએ માત્ર દોઢ કલાકની રમતમાં બાકીના 159 રન મેળવીને ઐતિહાસિક જીત નોંધાવીને સિરીઝ બરાબરી કરી લીધી હતી. ચોથા દિવસે ટીમ ઈન્ડિયાને બે વિકેટ અપાવનાર બેયરિસ્ટોએ છેલ્લા દિવસે એક પણ તક આપી ન હતી. છેલ્લા કેટલાક સપ્તાહમાં ઘણી જબરદસ્ત ભાગીદારી કરનાર આ બંને બેટ્સમેનોએ છેલ્લા દિવસે જોરદાર બેટિંગ કરી હતી અને તેનો પુરાવો તેમનો સ્ટ્રાઈક રેટ છે.

રૂટે તેની 28મી સદી ફટકારીને 82ના સ્ટ્રાઈક રેટથી 142 રન બનાવ્યા, જ્યારે બેયરિસ્ટોએ 78ના સ્ટ્રાઈક રેટથી 115 રન બનાવ્યા, જે તેની સતત ચોથી ટેસ્ટ સદી અને એકંદરે 12મી સદી છે. બંનેએ ચોથી ઈનિંગમાં અણનમ 269 રનની ભાગીદારી કરી હતી, જે ટેસ્ટ ઈતિહાસમાં છેલ્લી ઈનિંગમાં ત્રીજી કે તેનાથી નીચેની વિકેટ માટે સૌથી વધુ ભાગીદારી બની છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">