IND vs ENG 4th Test Day 5 Highlights: ઓવલમાં ભારત ઐતિહાસિક જીત, 157 રન થી ભારતે મેળવી જબરદસ્ત જીત, ઇંગ્લેન્ડ 210 માં ઓલઆઉટ

India vs England 4th Test Day 5 Highlights: ભારતીય ટીમે આપેલા વિશાળ પડકાર સામે ઇંગ્લેન્ડના ઓપનરોએ સારી શરુઆત કરી હતી પરંતુ આગળ જતા બીજા સેશનમાં ઇંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવી દીધી હતી. આણ ભારતે જબરદસ્ત જીત ઇંગ્લેન્ડ સામે નોંધાવી હતી.

IND vs ENG 4th Test Day 5 Highlights: ઓવલમાં ભારત ઐતિહાસિક જીત, 157 રન થી ભારતે મેળવી જબરદસ્ત જીત, ઇંગ્લેન્ડ 210 માં ઓલઆઉટ
Joe Root

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England0 વચ્ચે ચોથી ટેસ્ટ મેચ લંડનના ઓવલ મેદાન (Oval Test) માં રમાઇ હતી. મેચના અંતિમ દિવસે ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ઓલઆઉટ કરીને જબરદસ્ત જીત મેળવી હતી. ભારતીય ટીમે (Team India) બીજા દાવની રમતમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે સિરીઝમાં અજેય રહેવાની મેચ જીતી લીધી છે. આમ ભારત સિરીઝમાં હવે 2-1 થી આગળ થઇ ચુક્યુ છે.

ભારતે ઇંગ્લેન્ડ સામે 386 રનનો પડકાર રાખ્યો હતો. જેને ચેઝ કરવા માટે ચોથા દિવસની શરુઆત ઇંગ્લેન્ડે વિના વિકેટે 77 રન થી કરી હતી. રોરી બર્ન્સ અને હસીબ હમિદ બંને એ ઇંગ્લેન્ડને સારી શરુઆત આપી હતી. આમ એક રીતે શરુઆત ભારત માટે મુશ્કેલીઓ ભરી લાગી રહી હતી. પરંતુ એક બાદ એક ભારતે બીજા સેશનમાં વિકેટ મેળવવામાં સફળતા મેળવી હતી. જાડેજા, શાર્દૂલ અને યાદવે ઇંગ્લીશ ખેલાડીઓને પરત પેવેલિયન મોકલ્યા હતા.

રોરી બર્ન્સ અને હસીબ હમિદે 100 રનની પાર્ટનશીપ કરી હતી. રોરી બર્ન્સના રુપમાં ભારતને શાર્દૂલ ઠાકુરે સફળતા અપાવી હતી. બર્ન્સે 125 બોલમાં 50 રન કર્યા હતા. બીજી વિકેટના રુપે ડેવિડ મલાન આઉટ થયો હતો. રન લેવાની ઉતાવળમાં મલાન રન આઉટ થતા 5 રન કરીને પરત ફર્યો હતો. તેણે 33 બોલનો સામનો કર્યો હતો. હસીબ હમિદ 63 રન કરીને ત્રીજી વિકેટના રુપે આઉટ થયો હતો.

ઓલી પોપ માત્ર 2 રન કરીને બુમરાહના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. જોની બેયરિસ્ટો 4 શૂન્ય પર ક્લીન બોલ્ડ થયો હતો. ઓલરાઉન્ડર મોઇન અલી પણ તેની પાછળ જાડેજાનો શિકાર થતા આઉટ થયો હતો. તે શૂન્ય પર પરત ફર્યો હતો. કેપ્ટન જો રુટના દિવસના અંત સુધી મેચને લઇ જવાના પ્રયાસ દરમ્યાન ઠાકુરનો શિકાર થયો હતો.

શાર્દૂલ ઠાકુરે તેને શાનદાર ક્લીન બોલ્ડ કર્યો હતો. તેણે 78 બોલમાં 36 રન કર્યા હતા. ક્રિસ વોક્સ18 રન કરીને ટી બ્રેક પહેલા જ કેચ આઉટ થયો હતો. તે 47 બોલનો સામનો કરી વિકેટ પર રહેવા પ્રયાસ કર્યો હતો.

 

 

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
 • 06 Sep 2021 21:13 PM (IST)

  જેમ્સ એન્ડરસનના આઉટ સાથે જ ભારતની ભવ્ય જીત

  img

 • 06 Sep 2021 21:04 PM (IST)

  રોબિન્સની બાઉન્ડરી

  img

 • 06 Sep 2021 20:52 PM (IST)

  ઓવર્ટન બોલ્ડ …. જીત માટે માત્ર એક વિકટ જરુર ભારતને …

  img

 • 06 Sep 2021 20:37 PM (IST)

  રોબિન્સનની બાઉન્ડરી

  img

  રોબિન્સને ઉમેશ યાદવના બોલ પર ફિલ્ડીંગમાં રહેલા ખાલી ક્ષેત્રમાં બોલને ફટકારીને બાઉન્ડરી મેળવી હતી. ભારતે હવે વિકેટ માટે ફિલ્ડીંગ સજાવી લીધી છે અને રન હવે ગૌણ છે.

 • 06 Sep 2021 20:36 PM (IST)

  ત્રીજા સેશનની રમત શરુ,

 • 06 Sep 2021 20:24 PM (IST)

  ટી બ્રેક, અંતિમ સેશનની રમત થોડી વારમાં

 • 06 Sep 2021 20:13 PM (IST)

  વોક્સ આઉટ .. ભારત જીત ની નજીક

  img

  ઉમેશ યાદવ ફરી થી બોલીંગ એટેક કરવા આવ્યો હતો એ સાથે જ તેણે જબરદસ્ત વિકેટ મેળવી હતી. યાદવના બોલને શોટ લગાવવા જતા જ ક્રિસ વોક્સે સીધો જ બોલ કેએલ રાહુલના હાથમાં આપી દીધો હતો.

 • 06 Sep 2021 20:01 PM (IST)

  ઓવર્ટનનો કેચ ડ્રોપ …

  બુમરાહની ઓવર પર સ્લીપમાં ક્રેગ ઓવર્ટનનો આસાન કેચ ડ્રોપ થયો હતો. અજીંક્ય રહાણેના હાથે આ કેચ છોડ્યો હતો. આ ડ્રોપ થી ભારતની જીત થોડીક દુર થઇ હતી.

 • 06 Sep 2021 19:51 PM (IST)

  જો રુટ .. ક્લીન બોલ્ડ …

  img

  શાર્દૂલ ઠાકુરે ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટને પેવેલિયનની રાહ ક્લીન બોલ્ડ વડે દર્શાવી હતી. જો રુટ ટીમ પર ના સંકટને ટાળવા પ્રયાસ કરી રહ્યા હતા. એ દરમ્યાન બ્રેક થ્રુ બોલર સાબિત થઇ રહેલા ઠાકુરે રુટ નુ સ્ટંપ ઉખાડ્યુ હતુ.

 • 06 Sep 2021 19:10 PM (IST)

  બુમરાહના સ્થાને સિરાજ બોલીંગ માટે

  બુમરાહને સતત બોલીંગ બાદ આરામ આપી સિરાજના હાથમાં બોલ થમાવ્યો છે. સિરાજે તેનુ આક્રમણ શરુ કર્યુ છે. બુમરાહે તેની બોલીંગ દરમ્યાન યોર્કર બોલ વડે ઇંગ્લીશ બેટ્સમેનોને પરેશાન કર્યા હતા.

 • 06 Sep 2021 19:04 PM (IST)

  ઓવલમાં 2018માં ભારતે 118 રને મેચ ગુમાવી હતી

  ઓવલમાં ભારત 2011, 2014 અને 2018 માં હાર્યુ હતુ

  2018માં અંતિમ વખતે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં રમાઈ, ત્યારે ટીમ ઈન્ડીયાનો 118 રને પરાજય થયો હતો.

  કેએલ રાહુલ અને ઋષભ પંતે જે ટેસ્ટમાં સદી ફટકારી હતી. પરંતુ ભારત વિજયથી દૂર રહ્યું.

 • 06 Sep 2021 18:51 PM (IST)

  મોઇન અલી શૂન્ય પર આઉટ.. રવિન્દ્ર જાડેજાએ અપાવી સફળતા

  img

  ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર મોઇન અલી ને જાડેજાએ સસ્તામાં જ પરત પેવેલિયન મોકલ્યો હતો. એક આસાન કેચ સૂર્ય કુમાર યાદવના હાથમાં તેણે આપ્યો હતો.

 • 06 Sep 2021 18:46 PM (IST)

  બુમરાહે કર્યો બીજો ક્લીન બોલ્ડ

  img

  યોર્કર બોલ પર ક્લીન બોલ્ડ કરીને જોની બેયરિસ્ટોને પેવેલિયન પરત મોકલ્યો હતો. આમ ઇંગ્લેન્ડની મુસીબતો સાથે ભારતીય ચાહકોમાં ખુશીઓ વર્તાવી દીધી હતી.

 • 06 Sep 2021 18:36 PM (IST)

  ઓલી પોપ ક્લીન બોલ્ડ

  img

  જસપ્રિત બુમરાહે જબરદસ્ત બોલ કર્યો હતો. ઓલી પોપને ક્લીન બોલ્ડ કરીને ઇંગ્લેન્ડને મોટો આંચકો આપ્યો હતો. માત્ર 2 રન કરીને જ ઓલી પોપ પેવેલિયન પરત ફર્યો હતો. આ સાથે જસપ્રિત બુમરાહના નામે 100 ટેસ્ટ વિકેટ નોંધાઇ ચુકી છે.

 • 06 Sep 2021 18:22 PM (IST)

  જાડેજાએ અપાવી મોટી વિકેટ

  img

  રવિન્દ્ર જાડેજા પર આજે સૌની નજર ટકી છે. અંતિમ દિવસે તેના માટે અનુરુપ વિકેટ છે. જેનો લાભ ઉઠાવતા જ હમિદના સ્ટંપને જાડેજાએ ઉખાડવામાં સફળતા મેળવી હતી.

 • 06 Sep 2021 18:17 PM (IST)

  બીજા સત્રના પ્રથમ બોલે જ ચોગ્ગો

  img

  જો રુટે સત્રના શરુઆતનો બોલ રવિન્દ્ર જાડેજા લઇને આવતા જ તેની પર રિવર્સ સ્વિપ શોટ લગાવીને ચાર રન મેળવ્યા હતા.

 • 06 Sep 2021 18:13 PM (IST)

  લંચ બ્રેક બાદ બીજા સેશનની રમત શરુ

 • 06 Sep 2021 18:07 PM (IST)

  ઓવલમાં રન ચેઝની રમત

  ઓવલમાં આજ સુધીમાં સૌથી મોટો સ્કોર 263 નો ચેઝ થઇ શક્યો છે.

  ઇંગ્લેન્ડની ટીમે આ ટાર્ગેટ ઓસ્ટ્રેલીયા સામે 1902માં ચેઝ કર્યો હતો.

  વર્ષ 2010માં પાકિસ્તાને અહી 148 રનનુ ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

 • 06 Sep 2021 17:34 PM (IST)

  લંચ બ્રેક- પ્રથમ સત્ર સમાપ્ત

 • 06 Sep 2021 17:26 PM (IST)

  ઇંગ્લેન્ડની રમત ધીમી પડી

  ઇંગ્લેન્ડની રમત પર હવે દબાણની અસર વર્તાઇ રહી છે. છેલ્લી 10 ઓવરમાં માત્ર 16 રન ઇંગ્લેન્ડ કરી શક્યુ છે. આ દરમ્યાન મલાનના રુપમાં એક વિકેટ પણ ગુમાવી છે.

 • 06 Sep 2021 17:24 PM (IST)

  ઉમેશ યાદવ ફરી થી બોલીંગમાં

 • 06 Sep 2021 17:07 PM (IST)

  ડેવિડ મલાન રન આઉટ ..

  img

  હસીબ હમિદે લગાવેલા શોટ પર રન લેવા જવા દરમ્યાન મયંક અને પંતે મલાનને રન આઉટ કરવાની સફળતા મેળવી હતી.

 • 06 Sep 2021 16:52 PM (IST)

  ભારતે સિરીઝમાં 6 કેચ ડ્રોપ કર્યા

  ભારતીય ફિલ્ડરોએ સિરીઝ દરમ્યાન 6 કેચ ડ્રોપ કર્યા છે. જ્યારે ઇંગ્લેન્ડે 16 કેચ ડ્રોપ કર્યા છે. આમ ભારતીય બેટ્સમેનોને જીવતદાન ઇંગ્લેન્ડે વધારે આપ્યા છે.

 • 06 Sep 2021 16:41 PM (IST)

  હમિદનો આસાન કેચ ડ્રોપ

  હમિદ ને રવિન્દ્ર જાડેજાએ પોતાની જાળમાં ફસાવ્યો હતો. તેણે આસાન કેચ સિરાજના હાથમાં મોકલ્યો હતો. પરંતુ સિરાજ આ કેચને ઝડપવામાં અસફળ રહ્યો હતો. બોલ તેના શરીરે વાગ્યો હોવાની ફરીયાદ કરતા ફીઝીયો મેદાન પર આવ્યા બાદ તેનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.

 • 06 Sep 2021 16:31 PM (IST)

  ઓપનર હમિદનુ અર્ધશતક

  ઇંગ્લેન્ડના ઓપનર હસીબ હમિદે રવિન્દ્ર જાડેજાના બોલ પર શોટ લગાવી ત્રણ રન દોડ્યા હતા આ સાથે જ તેણે પોતાનુ અર્ધશતક પુરુ કર્યુ હતુ.

 • 06 Sep 2021 16:09 PM (IST)

  જબરદસ્ત ઠાકુર.. પ્રથમ સફળતા બર્ન્સના રુપમાં અપાવી

  img

  શાર્દૂલ ઠાકુર બોલીંગ એટેક માં આવ્યો હતો અને તેણે ભારતને અપેક્ષા મુજબ સફળતા અપાવી હતી. તેના બોલ પર રોરી બર્ન્સ વિકેટકીપર પંતના હાથમાં ઝડપાઇ આવ્યો હતો.

 • 06 Sep 2021 15:43 PM (IST)

  રોરી બર્ન્સે બાઉન્ડરી લગાવી

  img

  ઉમેશ યાદવની બોલીંગ દરમ્યાન રોરી બર્ન્સે બોલને બાઉન્ડરી માટેનો શોટ લગાવી દીધો હતો.

 • 06 Sep 2021 15:33 PM (IST)

  પ્રથમ ઓવર લઇને ઉમેશ યાદવ

  નિર્ણાયક દિવસની પ્રથમ બોલીંગ કરવાની જવાબદારી ઉમેશ યાદવને અપાઇ હતી. તેણે ઓવર દરમ્યાન એક રન જ ગુમાવ્યો હતો.

 • 06 Sep 2021 15:24 PM (IST)

  ઓવલમાં માત્ર ‘એક’ જ જીત!

  ભારતીય ટીમે ઓવલમાં અત્યાર સુધીમાં 13 ટેસ્ટ રમી છે. જેમાંથી તેણે માત્ર એક જ ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. આ જીત 1971 માં અજીત વાડેકરની કેપ્ટનશીપમાં મળી હતી. ત્યારે ભારતે ચાર વિકેટે જીત મેળવી હતી. આ જીતના હીરો ભાગવત ચંદ્રશેખર રહ્યા હતા. જેમણે બીજા દાવમાં છ વિકેટ લીધી હતી. જેના કારણે ટીમ ઇન્ડીયાને જીતવા માટે 173 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

Click on your DTH Provider to Add TV9 Gujarati