IND vs ENG 4th Test, Day 3 Live Score: ભારતની જીત, અમદાવાદની ધરતી પર એક ઇનિંગ અને 25 રનથી ઇંગ્લેન્ડને ધૂળ ચટાવતું ભારત

| Updated on: Mar 06, 2021 | 4:51 PM

IND vs ENG 4th Test, Day 3: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સિરીઝની છેલ્લી ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. પહેલા સેશનમાં બાઝી ટીમ ઇન્ડિયાના નામે હતી અને હવે બીજા સેશનમાં પણ તેનો રંગ દેખાયો હવે ત્રીજા સેશનની રમત ચાલુ છે.

IND vs ENG 4th Test, Day 3 Live Score: ભારતની જીત, અમદાવાદની ધરતી પર એક ઇનિંગ અને 25 રનથી ઇંગ્લેન્ડને ધૂળ ચટાવતું ભારત
ભારતની જીત

IND vs ENG 4th Test, Day 3: ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં અક્ષર પટેલે બીજી 5 વિકેટ ઝડપી. તેમજ આ ઇનિંગમાં અશ્વિને પણ 5 વિકેટ ઝડપીને ઇંગ્લેન્ડને ઘર ભેગું કર્યું. આ સાથે ઇંગ્લેન્ડ આ ઇનિંગમાં 135 પર ઓલઆઉટ થયું. આ મેચમાં ઇંગ્લેન્ડની એક ઇનિંગ અને 25 રનથી હાર થઇ છે. ભારત આ અદભૂત અને મોટી જીત સાથે WTC ની ફાઈનલમાં પહોંચી ગયું છે. આ જીત સાથે ભારતે 3-1 થી ટેસ્ટ સિરીઝ પર કબજો કર્યો.

Key Events

અશ્વિન અક્ષરનો જાદુ

બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડની નબળી રમત જોવા મળી. તેમજ અક્ષર અને અશ્વિન સામે ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ હાર માની લીધી. બંને બોલરોએ આ ઇનિંગમાં 5-5 વિકેટ લઈને ઇંગ્લેન્ડનો સફાયો કરી દીધો. આ સાથે જ ભારતે આ ટેસ્ટમાં એક ઇનિંગ અને 25 રનથી જીત મેળવી લીધી. તેમજ સિરીઝ પણ પોતાના નામ કરી લીધી.

લીડ સુધી પણ ના પહોંચી શક્યું ઇંગ્લેન્ડ

ઇંગ્લેન્ડ બીજી ઇનિંગમાં પ્રથમ ઇનિંગ્સની 160 રનની લીડને પણ પાર કરી શક્યું નહીં. તેની બીજી ઇનિંગ 135 રનમાં પૂરી થઇ ગઈ. આને કારણે માત્ર મેચ જ નહીં પણ સિરીઝ પર પણ ભારતના નામે થઇ ગઈ.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 06 Mar 2021 04:03 PM (IST)

    WTC ની ફાઈનલમાં પહોંચી ગયું ભારત

    અશ્વિને લોરેંસની ગિલ્લિઓ વેરવિખેર કરીને અમદાવાદમાં રમાયેલી સિરીઝની છેલ્લી ટેસ્ટમાં ભારતની જીતની પુષ્ટિ કરી છે. ભારતે આ મેચ ઇનિંગ અને 25 રને જીતી. આ જીતની સાથે જ ટીમ ઈન્ડિયાએ 4 ટેસ્ટની સિરીઝ 3-1ને કબજે કરી હતી. તે જ સમયે ટીમ ઈન્ડિયાને WTC ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો સામનો કરવા માટેનું લાઇસન્સ પણ મળી ગયું.

    https://twitter.com/ICC/status/1368145335751761920

  • 06 Mar 2021 03:51 PM (IST)

    અશ્વિને ઇંગ્લેન્ડના છેલ્લા બે બેટ્સમેનને પવેલિયન ભેગો કર્યો

    અશ્વિનના સ્પીન આગળ પણ ઇંગ્લેન્ડના બેટ્સમેનો એ હાર માની રહ્યા. અશ્વિને લીચ અને લોરેંસના રૂપમાં બેક ટૂ બેક 2 વિકેટ લઈને ઇંગ્લેન્ડને ઓલ આઉટ કર્યું. આ ઇનિંગમાં અશ્વિને આ સાથે પાંચ વિકેટ લીધી. ઇંગ્લેન્ડની ટીમ આ ઇનિંગમાં 135 પર થઇ ઓલ આઉટ.

  • 06 Mar 2021 03:22 PM (IST)

    ઈંગલેન્ડને બચાવવાનો લોરેંસનો મરણીયો પ્રયાસ

    ઇંગ્લેન્ડ બેટ્સમેન લોરેંસ ટીમને બચાવવાનો મરણીયો પ્રયાસ કરી રહ્યા છે. અક્ષર પટેલ સામે તેમને એક પછી એક એમ બે ફોર લગાવી. ઓવરના છેલ્લા બોલે એક રન લઈને સ્ટ્રાઈક પોતાની પાસે રાખી હતી.

  • 06 Mar 2021 03:14 PM (IST)

    આ ઇનિંગમાં અક્ષર પટેલની પાંચમી વિકેટ, સ્કોર 111/8

    અક્ષર પટેલનો જાદુ ફરી જોવા મળ્યો, ઇંગ્લેન્ડના બેટ્સમેનને માત્ર 2 રનમાં પવેલિયન પાછો મોકલ્યો હતો. જેનો કેચ પંતે કર્યો. આ સાથે જ અક્ષરે આ ઇનિંગમાં 5 વિકેટ પોતાના નામે કરી લીધી છે. અને ઇંગ્લેન્ડ હાર તરફ જતું જોવા મળી રહ્યું છે. સ્કોર 111/8

    https://twitter.com/ICC/status/1368135295300870144

  • 06 Mar 2021 03:08 PM (IST)

    અક્ષર પટેલે ઝડપી ફોક્સની વિકેટ, સ્કોર 109/7

    અક્ષર પટેલની ચાલમાં ફરી એક વાર ઇંગ્લેન્ડનો બેટ્સમેન આવી ગયો. આ વખતે ફોક્સની વિકેટ ઝડપી. બોલ બેટને અડીને સીધો સ્લીપમાં રહાને પાસે ગયો. અને તેને કેચ કરી લીધો. થર્ડ એમ્પાયરની મદદથી ફોક્સને આઉટ ઘોષિત કર્યો. આ સાથે જ અક્ષર પટેલની આ ઇનિંગમાં 4 વિકેટ થઇ ગઈ છે. અને સ્કોર રહ્યો 109/7

  • 06 Mar 2021 02:57 PM (IST)

    ઇંગ્લેન્ડનો સ્કોર 100 રનને પાર

    ઇંગ્લેન્ડે બીજી પારીમાં 100 રનનો આંકડો 6 વિકેટની કિંમતે પ્રાપ્ત કર્યો. જોકે ભારતએ આપેલ લીડથી હજુ દુર છે. ઇંગ્લેન્ડને જો આ મેચમાં ઇનિંગની હાર થતી અટકાવવી છે તો ફોક્સ અને લોરેંસને સંભાળીને રમવું પડશે.

  • 06 Mar 2021 02:41 PM (IST)

    ઇંગ્લેન્ડે ત્રીજા સેશનની શરૂઆત 4 સિંગલ્સથી કરી

    ત્રીજા દિવસના છેલ્લા સેશનની રમત શરૂ થઈ ગઈ છે. ભારત તરફથી સુંદરને આ સેશનમાં પ્રથમ ઓવર આપવામાં આવી. તેણે તેની ઓવરમાં 4 સિંગલ્સ આપ્યા. આ સાથે, ઇંગ્લેન્ડનો સ્કોર 6 વિકેટે 95.

  • 06 Mar 2021 02:26 PM (IST)

    ટી બ્રેક સુધીનો સ્કોર 91/6

    ભારત ટી બ્રેક સુધી જીતની નજીક પહોચેલું જોવા મળી રહ્યું છે. ભારતને હવે માત્ર 4 વિકેટની જરૂરત છે. ભારતના સ્પિનરો આગળ ઇંગ્લેન્ડના બેટ ફ્લોપ રહ્યા. તેમના ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ 100 રનમાં જ ભારતીય બોલરો આગળ ઘૂંટણ ટેકવી દીધા છે. આ મેચમાં ઇંગ્લેન્ડ પર ઇનિંગથી હારવાનો ખતરો દેખાઈ રહ્યો છે.

  • 06 Mar 2021 01:47 PM (IST)

    ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં અડધી ટિમ થઇ આઉટ

    છેલ્લી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે હારનો ભય વધતો જણાય છે. તેના 6 બેટ્સમેન આઉટ થઈ ગયા છે અને સ્કોરબોર્ડ પર માત્ર 65 રન બનાવ્યા છે. ઈંગ્લેંડ હજી ભારતની પ્રથમ ઇનિંગની લીડથી ખૂબ દૂર છે.

  • 06 Mar 2021 01:35 PM (IST)

    ઇંગ્લેન્ડનો સ્કોર 50 રનને પાર

    ઈંગ્લેન્ડે છેલ્લી ટેસ્ટની બીજી ઇનિંગમાં 50 રનનો આંકડો પાર કરી લીધો છે. જોકે, આ માટે તેણે 4 વિકેટ ગુમાવી છે. અત્યારે સુકાની જો રૂટ અને ઓલી પોપ બેટિંગ કરી રહ્યા છે.

  • 06 Mar 2021 01:23 PM (IST)

    BCCIએ ગાવસ્કરને કર્યા સમ્માનિત

    સુનીલ ગાવસ્કરની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યાને આજે 50 વર્ષ પૂરા થયા છે. આ ખાસ પ્રસંગે બીસીસીઆઈએ ગાવસ્કરનું સન્માન કર્યું છે. સેક્રેટરી જય શાહે આ માટે ગાવસ્કરને વિશેષ મોમેન્ટો આપ્યું હતું.

  • 06 Mar 2021 12:37 PM (IST)

    અશ્વિને બોલિંગ કરતા જ ઇંગ્લેન્ડની મુશ્કેલી વધી

    લંચ બાદ અશ્વિન બીજી ઇનિંગ્સમાં તેની પહેલી ઓવર લઈને આવ્યો હતો અને તે પહોંચતાની સાથે જ ઇંગ્લેન્ડના બેટ્સમેનોને બહાર કરી દીધા છે. તેણે પાછળથી બે બોલમાં બે વિકેટ ઝડપી હતી. પહેલા તેણે જેક ક્રોલીને તેનો શિકાર બનાવ્યો, ત્યાર પછીના બોલ પર બેઅરસ્ટોને ખાતું ખોલવા દીધું ના હતું. અશ્વિન હેટ્રિક પર હતો પરંતુ તે પૂર્ણ થઈ શક્યું નહીં કારણ કે રૂટે તેની ઓવરના છેલ્લા બોલને એક પણ રન આપીને તેનું ખાતું ખોલ્યું.

  • 06 Mar 2021 11:10 AM (IST)

    ભારત 365 રન પર થયું ઓલ આઉટ

    ભારત 365 રને ઓલઆઉટ થયું છે. આ સાથે જ ભારતે 160 રનની લીડ મેળવી હતી.

  • 06 Mar 2021 10:34 AM (IST)

    પહેલી સદીથી તરફ આગળ વધ્યો સુંદર

    વોશિંગટન સુંદર ટેસ્ટ ક્રિકેટમાં તેની પ્રથમ સદી તરફ આગળ વધ્યું છે. તે તેની નજીક છે. આશ્ચર્યજનક વાત એ છે કે તે મેચમાં તેની સદીની સ્ક્રીપ્ટ લખશે જેમાં ભારત મુશ્કેલીઓથી ઘેરાયેલું હતું. તો અક્ષર પટેલ પણ તેની અડધી સદી તરફ આગળ વધતો જોવા મળે છે.

  • 06 Mar 2021 10:11 AM (IST)

    સુંદર અને અક્ષર ઇંગ્લેન્ડ પર ભારે

    સુંદર અને અક્ષરની જોડી ઇંગ્લેન્ડ સામે જોરદાર પ્રદર્શન કરી રહી છે. મહેમાન ટિમ આ જાબાંઝ ખેલાડીઓ દ્વારા બનાવેલા એક એક રનથી મુશ્કેલીમાં મુકાઈ રહી છે. બંને બેટ્સમેન વચ્ચે અડધી સદીની ભાગેદારી થઇ ચુકી છે. સુંદર પોતાની પહેલી સદી તરફ વધી રહયા છે.

  • 06 Mar 2021 09:56 AM (IST)

    સુંદરની સિક્સ સાથે ભારતનો સ્કોર 300ને પાર

    સુંદરે ઇંગ્લેન્ડના સ્પિનર ડોમ બેસ સામે જબરદસ્ત બેટિંગ બતાવી, અને ભારતનો સ્કોર 300ને પાર પહોંચાડ્યો. તેણે બેસની એક જ ઓવરમાં પહેલા સિક્સ અને પછી ફોર મારી હતી. આ સાથે ભારતનો સ્કોર 300 રનને પાર પહોંચી ગયો, સાથે જ ભારતે 100 રનથી વધુની લીડ મેળવી દીધી.

  • 06 Mar 2021 09:38 AM (IST)

    ત્રીજા દિવસની રમત શરૂ

    છેલ્લી ટેસ્ટની ત્રીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. ભારતના બેટ્સમેન વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ બેટ પર ઉતર્યા છે. જેમ્સ એન્ડરસન ઇંગ્લેન્ડ તરફથી પ્રથમ બોલિંગ કરીને મેદાનને બોલ્ડ કરી રહ્યો હતો. દિવસની પહેલી ઓવરમાં જ ભારતનું ખાતું ખુલ્યું નહોતું.

  • 06 Mar 2021 09:27 AM (IST)

    પહેલી ઇનિંગમાં ભારતે બનાવ્યા 350થી વધુ રન તો...

    પહેલી ઇનિંગ્સમાં 350 પ્લસ રન બનાવીને ભારત 2016 પછી ક્યારેય હાર્યું નથી. 2016 થી તેણે પહેલી ઇનિંગ્સમાં 26 વાર 350થી વધુનો આંકડો સ્પર્શ્યો છે, જેમાં તેણે 21 વાર જીત મેળવી છે અને 5 વખત ડ્રો રમ્યો છે. ડબલ્યુટીસીની અંતિમ ટિકિટ માટે ભારતે ફક્ત ઇંગ્લેન્ડ સામે ડ્રો રમવાની છે.

  • 06 Mar 2021 09:25 AM (IST)

    પીચને લઈને ઇંગ્લેન્ડ પર ગાવસ્કરનું નિશાન

    ભારતના પૂર્વ બેટ્સમેન જેને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યા તેને આજે 50 વર્ષ પુરા થઇ ગયા છે. અમદાવાદની ત્રીજા દિવસએ પિચના બહાને ઇંગ્લેન્ડને નિશાન બનાવ્યું છે. ગાવસ્કરે કહ્યું કે પિચ બેટિંગ માટે સંપૂર્ણ રીતે યોગ્ય છે પરંતુ શું ઇંગ્લેન્ડના ખેલાડીઓ રમી શકશે? શું તેમને તેમના દેશ માટે કંઇક કરવાની ઉત્કટ છે?

  • 06 Mar 2021 09:19 AM (IST)

    ગાવસ્કરના ટેસ્ટ ડેબ્યુને 50 વર્ષ પુરા

    સુનિલ ગાવસ્કરની ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરીને આજે 50 વર્ષ પૂરા થયા છે. સુનિલ ગાવસ્કરે 1971 માં આ દિવસે તેની ટેસ્ટ ડેબ્યૂ કરી હતી. ભારતએ ક્રિકેટના ઘણા સુપરસ્ટાર આપ્યા છે જેમાં ગાવસ્કર પહેલો હતો. તેની બેટિંગ પ્રશંસકોને આત્મસંતોષ અપાવવાનું કામ કરતી હતી.

  • 06 Mar 2021 09:10 AM (IST)

    છેલ્લી ટેસ્ટનો આજે ત્રીજો દિવસ

    આજે છેલ્લી ટેસ્ટનો ત્રીજો દિવસ છે અને તે ભારત અને ઇંગ્લેન્ડ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે. આજે જો ભારત લીડને મજબૂત બનાવશે તો ડબ્લ્યુટીસીની અંતિમ ટિકિટ પણ મેચમાં તેની જીત સાથે પુષ્ટિ થશે. ઇંગ્લેંડ શક્ય તેટલી ઝડપથી ભારતની બાકીની વિકેટોને ઢાંકવાનો પ્રયાસ કરશે.

Published On - Mar 06,2021 4:12 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">