IND vs ENG 4th Test Day 2 Highlights: બીજા દિવસની રમત સમાપ્ત, ભારતે વિના વિકેટે 43 રન કર્યા, ઇંગ્લેન્ડે 290 રનની રમત રમી 99 રનની લીડ મેળવી હતી.

| Updated on: Sep 03, 2021 | 11:16 PM

India vs England 4th Test Day 2 Highlights: ભારતીય બોલરોએ પ્રથમ દિવસની રમતના અંતિમ સત્રને પોતાને નામ રાખ્યુ હતુ. રુટ અને બંને ઓપનરોને ઝડપથી પોતાના શિકાર બનાવ્યા હતા.

IND vs ENG 4th Test Day 2 Highlights: બીજા દિવસની રમત સમાપ્ત, ભારતે વિના વિકેટે 43 રન કર્યા, ઇંગ્લેન્ડે 290 રનની રમત રમી 99 રનની લીડ મેળવી હતી.

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચોથી ટેસ્ટ મેચ લંડનના ઓવલ (Oval Test) ખાતે રમાઇ રહી છે. બીજા દિવસની રમતના અંતે ભારતે બીજા દાવની રમતની શરુઆત સારી કરી હતી. બંને ઓપનરોએ બાઉન્ડરીઓ સાથે ઇનીંગની શરુ કરી હતી. ભારતીય ટીમે વિના વિકેટે 43 રન બીજા દિવસની રમતની અંતે કર્યા હતા. ભારત હજુ 56 રન ઇંગ્લેન્ડની લીડ થી અંતર ધરાવે છે.

ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 290 રન પર સમાપ્ત થયો હતો. ઇંગ્લેન્ડે 99 રનની લીડ ભારત પર મેળવી હતી. ભારતીય ટીમને ઓપનરો રોહિત શર્મા અને કેએલ રાહુલ મેદાને આવ્યા હતા. બંને એ રમતની શરુઆત શાનદાર કરી હતી. રોહિત શર્માએ 56 બોલનો સામનો કરીને 20 રન કર્યા હતા. જ્યારે કેએલ રાહુલે 41 બોલ રમીને 4 ચોગ્ગા સાથે 22 રન કર્યા હતા. બંને ઓપનરો આવતીકાલે ત્રીજા દિવસે રમતને આગળ વધારશે.

અગાઉ ઇંગ્લેન્ડે બીજા દિવસની રમતની શરુઆત 3 વિકેટે 53 રનથી બીજા દિવસની રમતની શરુઆત કરી હતી. એક સમયે 62 રનના ઇંગ્લેન્ડના સ્કોર પર જ 5 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પરિસ્થિતીને ઓલી પોપે બદલી દેતી રમત રમી હતી. તેણે શાનદાર અર્ધશતક લગાવ્યુ હતુ. ઓલી પોપે 159 બોલનો સામનો કરીને 81 રન કર્યા હતા.

અંતમાં ક્રિસ વોક્સે જબરદસ્ત રમી હતી. તેણે ભારતીય બોલરો પર ફટકા લગાવી મેદાનમાં ચારે તરફ 11 ચોગ્ગા લગાવી ફીફટી કરી હતી. એન્ડરસન 1 રન સાથે અણનમ રહ્યો હતો. વોક્સ ઇનીંગને પોતાની પાસે રાખવાના પ્રયાસમાં રન લેવા જતા રન આઉટ થયો હતો. તેણે 60 બોલમાં 50 રન કર્યા હતા.

ઉમેશ યાદવ ભારત તરફ થી સફળ બોલર રહ્યો છે તેણે પ્રથમ દિવસે જો રુટની શાનદાર વિકેટ મેળવી હતી. ત્યાર બાદ તેણે ઓવર્ટન અને મલાનને પણ આઉટ કરીને 3 વિકેટ મેળવી હતી. જોકે તે ખર્ચાળ બોલરો આજે રહ્યો હતો. જસપ્રિત બુમરાહે 2 વિકેટ મેળવી હતી. તેણે કરકસર ભરી બોલીંગ કરી હતી. રવિન્દ્ર જાડાજાએ 2 વિકેટ મેળવવામાં સફળતા મેળવી હતી. શાર્દૂલ ઠાકુર અને મોંહમ્મદ સિરાજે 1-1 વિકેટ મેળવી હતી.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 03 Sep 2021 11:04 PM (IST)

    બીજા દિવસની રમત સમાપ્ત

  • 03 Sep 2021 10:49 PM (IST)

    રાહુલની બાઉન્ડરી

  • 03 Sep 2021 10:36 PM (IST)

    કેએલ રાહુલનો ચોગ્ગો

    વોકસના બોલ પર કેએલ રાહુલે ચોગ્ગો લગાવ્યો હતો. બંને ઓપનરોએ બાઉન્ડરી લગાવીને રન મેળીવી સારી શરુઆત કરી છે.

  • 03 Sep 2021 10:24 PM (IST)

    કેએલ રાહુલની બાઉન્ડરી

    એન્ડરસનના બોલ પર કેએલ રાહુલે શાનદાર ચોગ્ગો લગાવ્યો હતો.

  • 03 Sep 2021 10:12 PM (IST)

    રોહિત શર્માની બાઉન્ડરી

    રોહિત શર્મા એ રોબિન્સનની ઓવરમાં સ્કેવર શોટ લગાવીને ચાર રન મેળવ્યા હતા.

  • 03 Sep 2021 10:07 PM (IST)

    રોહિત શર્માએ લગાવી બાઉન્ડરી

    બીજી સ્લીપમાંથી રોરી બર્ન્સ પાસે થી રોહિત શર્માએ બાઉન્ડરી લગાવી હતી. તેણે શાનદાર ચોગ્ગો લગાવ્યો હતો.

  • 03 Sep 2021 10:06 PM (IST)

    કવર પોઇન્ટ પર રાહુલની બાઉન્ડરી

    રોબિન્સનની ઓવરમાં કેએલ રાહુલે ઇનીંગમાં તેનો પ્રથમ અને ટીમનો બીજો ચોગ્ગો લગાવ્યો હતો.

  • 03 Sep 2021 10:05 PM (IST)

    રોહિત શર્માની બાઉન્ડરી

    રોહિત શર્માએ રોબિન્સનની ઓવરમાં શાનદાર ચોગ્ગો લગાવ્યો હતો. જે ભારતીય ટીમના બીજા દાવની પ્રથમ બાઉન્ડરી હતી.

  • 03 Sep 2021 09:56 PM (IST)

    ભારતીય ટીમની બીજી ઇનીંગની શરુઆત

  • 03 Sep 2021 09:53 PM (IST)

    290 રન પર ઇંગ્લેન્ડ ઓલ આઉટ

    ક્રિસ વોક્સ રન આઉટ થવા સાથે જ ઇંગ્લેન્ડની ઇનીંગનો અંત આવ્યો હતો. ભારતીય ટીમ પર ઇંગ્લેન્ડે 99 રનની લીડ મેળવી છે. આમ ભારત માટે બીજા દાવની રમત મુશ્કેલ માર્ગ ભરી બની રહેશે.

  • 03 Sep 2021 09:41 PM (IST)

    બાઉન્ડરી સાથે વોક્સની ફીફટી

  • 03 Sep 2021 09:32 PM (IST)

    ઓવરમાં ત્રીજો ચોગ્ગો

    વોક્સે એક બાદ એક ત્રણ ચોગ્ગા એક જ ઓવરમાં લગાવ્યા છે. વોક્સે આ સાથે 10 ચોગ્ગા પોતાની ઇનીંગમાં પુરા કર્યા હતા.

  • 03 Sep 2021 09:31 PM (IST)

    વધુ એક બાઉન્ડરી વોક્સના બેટ થી

    યોર્કર બોલ બુમરાહે વોક્સને નાંખ્યો હતો. પુરી સીફતાઇ થી વોક્સે બોલને બાઉન્ડરી પાર મોકલી દીધો હતો.

  • 03 Sep 2021 09:24 PM (IST)

    વોક્સની બાઉન્ડરી

    ઉમેશ યાદવની ઓવરમાં વોક્સે ઓફ સાઇડના બોલ પર રૂમ બનાવીને ફિલ્ડર વિનાના ખાલી સ્થાન પર શોટ લગાવ્યો હતો. બાલ સીધો જ બાઉન્ડરી પાર થયો હતો.

  • 03 Sep 2021 09:13 PM (IST)

    વોક્સ ની બાઉન્ડરી જારી

    લાગ લગાટ બે બાઉન્ડરી વોક્સે લગાવી હતી, પ્રથમ કવર્સ તરફ અને બાદમાં મીડ વિકેટમાં બાઉન્ડરી લગાવી હતી.  શાર્દૂલ ઠાકુરની ઓવરમાં તેણે આ બંને બાઉન્ડરી લગાવી હતી.

  • 03 Sep 2021 09:06 PM (IST)

    રોબિન્સન આઉટ

    જાડેજાએ કર્યો ક્લિન બોલ્ડ..

    રવિન્દ્ર જાડેજાના બોલ પર શોટ લગાવવાનો પ્રયાસ રોબિન્સને કર્યો હતો. પરંતુ રાઉન્ડ ધ સ્ટંમ્પ બોલીંગ કરી રહેલા જાડેજાનો બોલ ચકમો આપીને સીધો જ સ્ટંમ્પમાં ગયો હતો. આમ ક્લીન બોલ્ડ વિકેટ મળી હતી.

  • 03 Sep 2021 09:00 PM (IST)

    ઓલી પોપ બોલ્ડ, ઠાકુરને મળી સફળતા

    શાર્દૂલ ઠાકુરના ઓફ સાઇડ ના બોલને છંછેડવા જતા બોલ બેટને અડકીને સ્ટંમ્પમાં આવતા જ આઉટ થયો હતો. ઓલી પોપે ઇંગ્લેન્ડ પર સંકટના વાદળોને વિખેરતી રમત રમી હતી.

    ઇંગ્લેન્ડ 250-8, લીડ-59

  • 03 Sep 2021 08:41 PM (IST)

    ઇંગ્લેન્ડ ભારત કરતા 50 રનથી આગળ

  • 03 Sep 2021 08:39 PM (IST)

    વોક્સના ત્રણ ચોગ્ગા ...

    જસપ્રિત બુમરાહની ઓવર દરમ્યાન વોક્સે એક બાદ એક ત્રણ ચોગ્ગા લગાવ્યા હતા. આમ રન મેળવવા માટે જગ્યા શોધી રહેલા ઇંગ્લેન્ડના સ્કોરમાં રન વધાર્યા હતા. સાથે જ ભારત પર લીડ પણ વધવા લાગી હતી.

  • 03 Sep 2021 08:36 PM (IST)

    ત્રીજા સેશનની રમત શરુ

  • 03 Sep 2021 08:19 PM (IST)

    ટી બ્રેક, બીજા સેશનની રમતનો અંત

  • 03 Sep 2021 08:01 PM (IST)

    મોઇન અલી આઉટ 7 મી વિકેટ

    રવિન્દ્ર જાડેજા મોઇન અલી અને ઓલી પોપની જોડીને તોડવા માટેની સફળતા લાંબી રાહ જોયા બાદ મળી હતી. જાડેજાએ ઓવલ ટેસ્ટમાં પ્રથ વિકેટ મેળવી હતી.

    ઇંગ્લેન્ડ 222-7, લીડ 31

  • 03 Sep 2021 07:56 PM (IST)

    બોલ બદલ્યા બાદ બાઉન્ડરી

    વિરાટ કોહલીએ બોલને બદલવાની માંગ કરી હતી. એક આશા હતી કે બોલ બદલવા બાદ રાહત મળશે. પરંતુ પ્રથમ બોલે જ મોઇન અલીએ બોલને બાઉન્ડરીને પાર મોકલ્યો હતો.

    ઇંગ્લેન્ડ 221-6, લીડ-30

  • 03 Sep 2021 07:40 PM (IST)

    બેક ટુ બેક બાઉન્ડરી

    ઉમેશ યાદવની ઓવર દરમ્યાન ઇંગ્લેન્ડે બેક ટુ બેક બાઉન્ડરી મેળવી હતી. જે પહેલી ઓલરાઉન્ડર મોઇન અલીના બેટ થી અને બીજી લેગ બાયના રુપમાં આવી હતી. ઇંગ્લેન્ડ હવે 10 રનથી ભારતના સ્કોર કરતા આગળ છે. તો વળી લેગ બાયની બાઉન્ડરી સાથે ઓલી પોપ અને મોઇન અલી વચ્ચે 50 રનની ભાગીદારી રમત રમી હતી.

    ઇંગ્લેન્ડ 201-6

  • 03 Sep 2021 07:33 PM (IST)

    બાઉન્ડરી સાથે બંને ટીમોનો સ્કોર બરાબરી પર

    ઉમેશ યાદવની ઓવર દરમ્યાન મોઇન અલીએ ચોગ્ગો લગાવીને ઇગ્લેન્ડનો સ્કોર ભારતના પ્રથમ દાવના બરાબર કર્યો હતો. એક સમયે ભારતીય ટીમ લીડ મેળવે તેવી સ્થિતી હતી, પરંતુ વિકેટ ઝડપથી નહી મળતા ભારત પર થી ફરી થી મુશ્કેલીઓ શરુ થઇ શકે છે.

  • 03 Sep 2021 07:11 PM (IST)

    ડ્રિંક્સ સમય

    ઇંગ્લેન્ડ નો સ્કોર ડ્રિક્સ સુધીમાં  185 રન છ વિકેટ ગુમાવીને રહ્યો હતો. એક સયમે ઇંગ્લેન્ડ પર ભારતીય ટીમ લીડ મેળવે એવી સ્થિતી લાગી રહી હતી. પરંતુ ઓલી પોપની બેયરીસ્ટો અને મોઇન અલી સાથેની રમતે ઇંગ્લેન્ડને લીડના ભારત સુરક્ષીત કરવા તરફ લઇ જતી રમત રમી હતી.

    ઇંગ્લેન્ડ 185-6

  • 03 Sep 2021 07:10 PM (IST)

    શાર્દૂલ ઠોકરના બોલ પર મોઇનની બાઉન્ડરી

    એક ખરાબ બોલ પર મોઇન અલી એ શાર્દૂલ ઠાકૂરની ઓવર દરમ્યાન ચોગ્ગા લગાવ્યો હતો.

  • 03 Sep 2021 07:06 PM (IST)

    મોઇન અલીની બાઉન્ડરી

    જસપ્રિત બુમારાહની ઓવરમાં મોઇન અલીએ ચોગ્ગો લગાવ્યો હતો. એક સમયે દિવસની શરુઆતમાં મેત ભારતના પત્રમાં રહી હતી. પરંતુ જેમ જેમ આગળ વધતી ગઇ તેમ ભારતની મજબૂત પકડ સરકતી જવા લાગી છે.

    ઇંગ્લેન્ડ 178-6

  • 03 Sep 2021 06:56 PM (IST)

    લેગ બાયમાં બાઉન્ડરી

  • 03 Sep 2021 06:54 PM (IST)

    ઓલી પોપનુ બાઉન્ડરી વડે અર્ધશતક

    ઓલી પોપે આક્રમક ઈનિંગ રમતી વખતે પોતાની અડધી સદી ફટકારી છે. પોપે સિરાજના લેગ-સ્ટમ્પ પરના બોલને બેટ વડે ફાઈન લેગ તરફ હળવેકથી મોકલ્યો અને ચાર રન મેળવ્યા હતા. આ સાથે તેણે પોતાની અડધી સદી પૂરી કરી. પોપે 92 બોલમાં 6 ચોગ્ગાની મદદથી આ ફિફ્ટી ફટકારી છે. એક શાનદાર અને ખૂબ જ મહત્વની અડધી સદી.

  • 03 Sep 2021 06:31 PM (IST)

    જોની બેયરિસ્ટો આઉટ .. છઠ્ઠી વિકેટ

    મોહમંદ સિરાજ આખરે ઇંગ્લેન્ડની ઇનીંગને મજબૂતાઇ થી આગળ વધતી જોડીને તોડવામાં સફળતા મળી હતી. જોની બેયરિસ્ટોને સિરાજે પોતાનો શિકાર બનાવ્યો હતો.

  • 03 Sep 2021 06:13 PM (IST)

    લંચ બાદ રમત શરુ

    સિરાજે ટીમની વિકેટ મેળવવાની અપેક્ષા સાથે બોલીંગની શરુઆત કરી છે. રન બચાવી વિકેટ મેળવવી એ બીજા સેશનનમાં પડકાર રહેશે. જેને ભારતીય બોલરોએ પાર પાડવોપડશે.

  • 03 Sep 2021 05:32 PM (IST)

    લંચ બ્રેક

    ઉમેશ યાદવે દિવસ ની શરુઆતમાં જ 2 વિકેટો ઝડપીને ઇંગ્લેન્ડને મુશ્કેલીમાં મુકી દીધુ હતુ. પરંતુ ત્યાર બાદ ભારતીય બોલરો બેયરિસ્ટો અને ઓલી પોપની જોડીને તોડવામાં મુશ્કેલી અનુભવવા લાગ્યા હતા. બંનેની જોડીએ ઇંગ્લેન્ડની મુશ્કેલીને હળવી કરતી રમત રમી હતી. લંચ ટાઇમ સુધીમાં 77 રનની ભાગીદારી રમત રમી હતી. ઇંગ્લેન્ડે તેની 5મી વિકેટ 62 રને ગુમાવી હતી.

    ઇંગ્લેન્ડ 139-5

  • 03 Sep 2021 05:20 PM (IST)

    ઓલી પોપ લગાવ્યો ચોગ્ગો

    જસપ્રિત બુમરાહની ઓવરમાં ઓલી પોપે ચોગ્ગો લગાવ્યો હતો. ઇંગ્લેન્ડની મુશ્કેલીઓ હવે હળવી બની રહી હોય એવો પ્રયાસ પોપ અને બેયરિસ્ટો કરી રહ્યા છે.

  • 03 Sep 2021 05:00 PM (IST)

    જાર્વો બોલીગમાં ! સર્જાઇ રમૂજ

    જાર્વો ફરી એકવાર મેદાનમાં ઘૂસી આવ્યો હતો. તેણે આ વખતે પિચ પર પહોંચી ઉમેશ યાદવના બદલે બોલ જ નાંખી દીધો હતો. જુઓ વિડીયો.

  • 03 Sep 2021 04:46 PM (IST)

    બેરિયસ્ટોની સળંગ ત્રણ બાઉન્ડરી

    મહંમદ સિરાજની ઓવરમાં એક બાદ એક ત્રણ ચોગ્ગા લગાવ્યા હતા. આમ ઓલી પોપ અને બેયરિસ્ટોએ આક્રમકતા અપનાવી હતી.

  • 03 Sep 2021 04:42 PM (IST)

    ઓલી પોપની બેક ટુ બેક બાઉન્ડરી

    શાર્દૂલ ઠાકુરની ઓવર દરમ્યાન ઓલી પોપે બેટ ખોલ્યુ છે. તેણે એક બાદ એક ત્રણ ચોગ્ગા લગાવ્યા છે. જ્યારે એક બાઉન્ડરી લેગ બાયના રુપમાં મળી હતી. શાર્દૂલની ઓવરમાં ઇંગ્લેન્ડને આમ ચાર ચોગ્ગા મળ્યા હતા. એક મોટી ઓવર ઇંગ્લેન્ડના પક્ષમાં રહી હતી.

  • 03 Sep 2021 04:37 PM (IST)

    ડ્રીન્કસ બાદ શાર્દૂલ ઠાકુર બોલીંગમાં

  • 03 Sep 2021 04:24 PM (IST)

    ઓલી પોપની બાઉન્ડરી

    ઓન સાઇડ પર ઓલી પોપે જસપ્રિત બુમરાહની ઓવરમાં બાઉન્ડરી મેળવી હતી. ઇંગ્લેન્ડની સ્થિતી હાલમાં સંઘર્ષમય છે. જેને લઇ હવે ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ સ્કોર બોર્ડને આગળ વઘારવા માટે પ્રયાસ શરુ કર્યો છે.

  • 03 Sep 2021 04:15 PM (IST)

    બેયરિસ્ટોની બાઉન્ડરી

    ઉમેશ યાદવની ઓવર દરમ્યાન બેયરિસ્ટોએ લોન્ગ ઓફ પર બાઉન્ડરી મેળવી હતી.

  • 03 Sep 2021 04:03 PM (IST)

    ડેવિડ મલાન આઉટ

    બર્થડે બોય ડેવિડ મલાનની વિકેટ ઉમેશ યાદવે ઝડપી હતી. તેણે ઇંગ્લેન્ડને 5 મો ઝટકો આપ્યો હતો. આ સાથે જ હવે ઇંગ્લેન્ડ મુશ્કેલ સ્થિતીમાં આવી ચુક્યુ છે.

  • 03 Sep 2021 04:01 PM (IST)

    મલાને ચોગ્ગો લગાવ્યો

    ડેવિડ મલાન નો આજે જન્મદિન છે. જન્મ દિવસે તેણે ઉમેશ યાદવની ઓવરમાં ચોગ્ગો લગાવી પોતાની રમતની શરુઆત કરી હતી.

  • 03 Sep 2021 03:39 PM (IST)

    ઇંગ્લેન્ડની ચોથી વિકેટ.. ઉમેશે અપાવી સફળતા

    ઉમેશ યાદવે દિવસની રમતની શરુઆતે જ ઇંગ્લેન્ડને આંચકો આપ્યો હતો. યાદવે ઓવર્ટનની વિકેટ રમતની બીજી ઓવરમાં જ ઝડપી લીધી હતી. યાદવે પ્રથમ દિવસના અંતિમ સમય દરમ્યાન જો રુટને ક્લીન બોલ્ડ કર્યો હતો. ઓવર્ટનની વિકેટ ઝડપતા જ, ઉમેશ યાદવે 150 મી વિકેટ ઝડપી હતી.

    ઇંગ્લેન્ડ 54-4

  • 03 Sep 2021 03:34 PM (IST)

    દિવસની પ્રથમ ઓવર સિરાજ લઇને આવ્યો

    પ્રથમ ઓવરમાં ઇંગ્લેન્ડને એક પણ રન મળી શક્યો નહોતો. સિરાજે લાઇન લેન્થ સાથે બીજા દિવસની રમતની શરુઆત કરાવતી ઓવર કરી હતી.

    ઇંગ્લેન્ડ 53-3

  • 03 Sep 2021 03:04 PM (IST)

    આજે ઓવલ ટેસ્ટનો બીજો દિવસ

Published On - Sep 03,2021 3:02 PM

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">