IND vs ENG 3rd Test Day 2 Highlights: બીજા દિવસની રમત સમાપ્ત, ઇંગ્લેન્ડે જો રુટના શતકની મદદ થી ભારત પર 345 રનની લીડ મેળવી

| Updated on: Aug 26, 2021 | 11:33 PM

India vs England 3rd Test Day 2 Highlights: ભારતીય બેટ્સમેનો પ્રથમ ઇનીંગમાં નિષ્ફળ રહ્યા બાદ હવે, બીજા દાવમાં વધુ ભાર સહેવો પડશે.

IND vs ENG 3rd Test Day 2 Highlights: બીજા દિવસની રમત સમાપ્ત, ઇંગ્લેન્ડે જો રુટના શતકની મદદ થી ભારત પર 345 રનની લીડ મેળવી

ભારત અને ઈંગ્લેન્ડ (India vs Engand) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચનો બીજા દિવસની રમતમાં પણ ભારતીય ચાહકોએ નિરાશ રહેવુ પડ્યુ હતુ. લીડ્ઝ ટેસ્ટ (Leeds Test) માં ઇંગ્લેન્ડના ઓપનરોએ બીજા દિવસની રમતને આગળ વધારી હતી. 135 રનના સ્કોર પર ઇંગ્લેન્ડની ઓપનીંગ ભાગીદારીનો અંત આવ્યો હતો. જો રુટે પણ શાનદાર શતક લગાવ્યુ હતુ. આમ ભારત પર મોટી લીડ ઇંગ્લેન્ડે ખડકી હતી.

પ્રથમ દિવસે વિરાટ કોહલી (Virat Kohli)એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પરંતુ પ્રથમ દિવસની રમતમાં ભારતીય ઈનીંગ પુરા 2 સેશન પણ ચાલી શકી નહોતી. એન્ડરસન અને ઓવર્ટનની બોલીંગ સામે ભારતીય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. ભારતીય ટીમ (Team India)ની પ્રથમ બેટીંગ ઈનીંગ 78 રન પર સમેટાઈ હતી. જ્યારે દિવસના અંતે ઈંગ્લેન્ડની ટીમે 120 રન એક પણ વિકેટ ગુમાવ્યા વગર કર્યા હતા.

ઇંગ્લીશ ટોપ ઓર્ડર સફળ

ટોપ ઓર્ડરના પ્રથમ ચારેય બેટ્સમેનોએ 50 પ્લસ રન કરવામાં સફળતા મેળવી હતી. રોરી બર્ન્સ અને હસીબ હમિદ બંને ઓપનરો પોતાના અર્ધશતક પ્રથમ દિવસની રમતના અંતે નોંધાવ્યા હતા. રોરી બર્ન્સે 153 બોલમાં 61 રન કર્યા હતા. જ્યારે હસિબે 195 બોલનો સામનો કરીને 68 રન કર્યા હતા. ડેવિડ મલાને 128 બોલની રમત રમીને 70 રન કર્યા હતા. કેપ્ટન જો રુટે 121 રનની શાનદાર રમત રમી હતી.

કેપ્ટન રુટે સિરીઝમાં ત્રીજુ શતક જમાવ્યુ હતુ. તેણે ઝડપથી રમત રમી હતી અને આક્રમકતા અપનાવી હતી. રુટના શતકને લઇને ભારત સામે ઇંગ્લેન્ડ વિશાળ લીડ નો ભાર સર્જવામાં સફળ રહ્યુ હતુ. જોની બેયરિસ્ટોએ 29 રન કર્યા હતા. જોસ બટલરે 7 રન કર્યા હતા. મોઇન અલી 8 રન કરીને આઉટ થયો હતો. કરને 15 રન કર્યા હતા.

ભારતની બોલીંગ ઇનીંગ

મંહમદ શામી ભારત તરફ થી સફળ બોલર રહ્યો હતો. તેણે ઇંગ્લીશ ઓપનરોની મજબૂત ભાગીદારી રમતને તોડવાની સફળતા મેળવી હતી. શામીએ 3 વિકેટ મેળવી હતી. રવિન્દ્ર જાડેજાએ પણ આજે બોલીંગમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે 2 મહત્વની વિકેટ ઝડપી હતી. જો રુટની મોટી ઇનીંગને આગળ વધતી અટકાવતી વિકેટ જસપ્રિત બુમરાહે ઝડપી હતી. સિરાજ પણ ડેવિડ મલાનની મહત્વની વિકેટ મેળવવામાં સફળ રહ્યો હતો. તેણે 2 વિકેટ મેળવી હતી.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 26 Aug 2021 11:05 PM (IST)

    બીજા દિવસની રમત સમાપ્ત, ઇંગ્લેન્ડે 345 રનની લીડ મેળવી

  • 26 Aug 2021 11:00 PM (IST)

    ઓવર્ટનની વધુ એક બાઉન્ડરી

    ઓવર્ટને ઇશાંત શર્માની ઓવરમાં બહારના બોલ પર શોટ લગાવીને ચાર રન મેળવ્યા હતા. આમ ઓવર્ટન 23 રનના વ્યક્તિગત સ્કોરે પહોંચ્યો હતો.

    ઇંગ્લેન્ડ 422-8

  • 26 Aug 2021 10:51 PM (IST)

    સેમ કરનના રુપમાં 8મી વિકેટ

    મહંમદ સિરાજે સેમ કરનની વિકેટ ઝડપી હતી. સિરાજે તેની આ બીજી વિકેટ ઝડપી હતી.

    ઇંગ્લેન્ડ 418-8, લીડ 340

  • 26 Aug 2021 10:40 PM (IST)

    ઓવર્ટનનો વન બાઉન્સ ચોગ્ગો

    ઓવર્ટને વન બાઉન્સ ચોગ્ગો લોંગ ઓન પર મેળવ્યો હતો. ઇંગ્લેન્ડે લીડને ઝડપ થી આગળ વધારવા માટે ની આક્રમક રમત જારી રાખી હતી.

    ઇંગ્લેન્ડ 408-7, લીડ 330

  • 26 Aug 2021 10:32 PM (IST)

    ઇંગ્લેન્ડે 400 રન પુરા કર્યા

    ઇંગ્લેન્ડની ટીમે 400 રનના આંકને પુરો કર્યો છે. ઇંગ્લેન્ડની ટીમના ટોપ ઓર્ડરને શાનદાર રમત રમવાને લઇને ભારત સામે મોટો સ્કોર ખડકવામાં ઇંગ્લેન્ડ સફળ રહ્યુ છે. 7 વિકેટે ઇંગ્લેન્ડે આ આંકને પાર કર્યો હતો.

  • 26 Aug 2021 10:26 PM (IST)

    સેમ કરનની બાઉન્ડરી

    રવિન્દ્ર જાડેજાના બોલ પર સેમ કરને બાઉન્ડરી મેળવી હતી. ભારતીય બોલરો હવે ઇંગ્લેન્ડની રમતને સેશનના અંત સાથે સમાપ્ત કરવાના જોશમાં દેખાવા લાગ્યા છે. રુટ સહિતના ખેલાડીઓની મહત્વની વિકેટ મળતા જ બોલરોમાં જોસ જોવા મળી રહ્યો છે.

  • 26 Aug 2021 10:16 PM (IST)

    મોઇન અલી આઉટ

    રવિન્દ્ર જાડેજાના બોલ પર મોઇન અલી આઉટ થયો હતો. અક્ષર પટેલે તેને કેચ કરીને પેવેલિયન પરત મોકલ્યો હતો. રુટ બાદ ઝડપ થી ભારતને વધુ એક વિકેટ મળી હતી.

  • 26 Aug 2021 10:10 PM (IST)

    બુમરાહની મોટી વિકેટ ... જો રુટ આઉટ ..

    જો રુટની વિકેટ મેળવવાની સફળતા જસપ્રિત બુમરાહને નસીબ થઇ હતી. તેણે શાનદાર બોલ વડે રુટને ક્લીન બોલ્ડ કર્યો હતો.

  • 26 Aug 2021 09:55 PM (IST)

    મોઇન અલીએ ગેપમાં નિકાળી બાઉન્ડરી

    મોઇન અલીએ મહંમદ શામીની ઓવરમાં બાઉન્ડરી નિકાળી હતી. તેણે સ્કવેરમાં આ બાઉન્ડરી મેળવી હતી.

  • 26 Aug 2021 09:42 PM (IST)

    બટલર આઉટ, ભારતને પાંચમી સફળતા

  • 26 Aug 2021 09:41 PM (IST)

    બટલરની પ્રથમ બાઉન્ડરી

    બટલરે તેની પ્રથમ બાઉન્ડરી લગાવી હતી. શામીના બોલ પર થર્ડ મેન પર  ચાર રન બનાવ્યા હતા.

  • 26 Aug 2021 09:36 PM (IST)

    જોની બેયરિસ્ટો આઉટ, બટલર રમતમાં

    જોની બેયરિસ્ટોને મહંમદ શામીએ પોતાનો શિકાર બનાવ્યો હતો. શામીના બોલ પર તે વિરાટ કોહલીના હાથમાં પ્રથમ સ્લીપમાં કેચ આઉટ ઝડપાયો હતો.

  • 26 Aug 2021 09:26 PM (IST)

    બેયરિસ્ટોની સિકસ

  • 26 Aug 2021 09:26 PM (IST)

    શતકમાં નવા મુકામ પર રુટ

    ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ શાનદાર ફોર્મમાં છે અને સતત નવી ઉંચાઈઓને સ્પર્શી રહ્યો છે. તે ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારવાના મામલે બીજા ક્રમે આવ્યો છે. એલિસ્ટર કૂક સાથે, તે કેપ્ટન તરીકે સૌથી વધુ સદીઓ સાથે ઇંગ્લિશ બેટ્સમેન પણ બની ગયો છે.

  • 26 Aug 2021 09:08 PM (IST)

    જો રૂટનુ શતક

    જો રુટે સિરીઝમાં શાનદાર ત્રીજુ શતક લગાવ્યુ છે. તેણે હેડિંગ્લે ટેસ્ટમાં રુટની રમત થી ટીમ હવે મજબૂત સ્થિતી બનાવી ચુકી છે.

  • 26 Aug 2021 08:59 PM (IST)

    બેયરિસ્ટો એ સળંગ 2 ચોગ્ગા લગાવ્યા

    જોની બેયરિસ્ટોએ  તેની રમતની શરુઆત આક્રમક દર્શાવી છે. તેણે જાડેજાની ઓવરમાં સળંગ 2 બાઉન્ડરી ફટકારી દીધી હતી.

  • 26 Aug 2021 08:54 PM (IST)

    રુટની વધુ એક બાઉન્ડરી

    સિરાજની ઓવરમાં  ટી બ્રેક બાદની રમત દરમ્યાન રુટે બાઉન્ડરી લગાવી લગાવી હતી રુટ સિરીઝમાં વધુ એક શતકની નજીક પહોંચી ચુક્યો છે.

  • 26 Aug 2021 08:16 PM (IST)

    ટી બ્રેક પહેલા ઇંગ્લેન્ડ 298-3

    ઇંગ્લેન્ડ લીડ 220

  • 26 Aug 2021 08:13 PM (IST)

    આખરે જોડી તૂટી, મલાન આઉટ ..

    ટી બ્રેક પહેલા જ સિરાજે જબરદસ્ત સફળતા અપાવી છે. સિરાજના બોલ પર મલાન કેચ આઉટ થયો હતો. રિવ્યૂ લેતા મલાન આઉટ અપાયો હતો.

  • 26 Aug 2021 08:13 PM (IST)

    મલાનની બાઉન્ડરી

    કવર ડ્રાઇવ પર ડેવિડ મલાને શાનદાર રીતે શોટ લગાવ્યો હતો. જેની પર તેને બાઉન્ડરી મળી હતી. મોહમ્મદ સિરાજના બોલ પર બાઉન્ડરી મળી હતી.

  • 26 Aug 2021 08:05 PM (IST)

    જો રુટની આક્રમકતા જારી, લગાવી વધુ એક બાઉન્ડરી

    ભારત માટે મુશ્કેલ સેશન સાબિત થઇ રહ્યુ છે. લંચ બાદનુ બીજુ સેશન મુશ્કેલ રહ્યુ, જેમાં રુટ અને મલાને અર્ધશતક લગાવ્યા હતા. રુટે ફાઇન લેગ પર બાઉન઼્ડરી ત્રણ ફિલ્ડરોની વચ્ચે ગેપ નિકાળીને લગાવી હતી.

  • 26 Aug 2021 07:48 PM (IST)

    ઇંગ્લેન્ડે ભારત પર 200 રનની લીડ મેળવી

  • 26 Aug 2021 07:34 PM (IST)

    મલાનની બાઉન્ડરી

    ભારત સામે બીજા સેશનનીમાં રમત વધુ ઝડપી બની ચુકી છે. ઇંગ્લીશ બેટ્સમેન જોડી રુટ અને મલાને ઝડપી રમત અપનાવી છે. મલાને ઇશાંત શર્માની ઓવરમાં થર્ડ મેન પર બાઉન્ડરી મેળવી હતી.

    ઇંગ્લેન્ડ 265-2

  • 26 Aug 2021 07:30 PM (IST)

    મલાન-રુટની શતકીય ભાગીદારી રમત

    ભારત સામે ક્રિઝ પર આવ્યા બાદ કેપ્ટન જો રુટે આક્રમક રમત રમવી જારી રાખી હતી. તેણે ઝડપ થી પોતાનુ અર્ધશતક પુરુ કર્યુ હતુ. રુટ અને ડેવિડ મલાને 100 રનની ભાગીદારી રમત રમી છે. ભારત સામે હવે ઇંગ્લેન્ડ મજબૂત સ્થિતીમાં છે. જ્યારે ભારતનો સંઘર્ષ જારી છે.

  • 26 Aug 2021 07:27 PM (IST)

    ડેવિડ મલાનનુ અર્ધશતક

    ભારત સામે ઇંગ્લેન્ડ તરફ થી મેદાને ઉતરેલા ચોથા બેટ્સમેને અર્ધશતક લગાવ્યા છે. રોરી બર્ન્સ, હસીબ હમિદ, જો રુટ બાદ હવે ડેવિડ મલાન પણ અર્ધશતક લગાવવામાં સફળ રહ્યો છે. આમ ભારતની મુશ્કેલીઓ વધી ચુકી છે.

     

  • 26 Aug 2021 07:21 PM (IST)

    મલાનની સળંગ બાઉન્ડરી

    શામીના બોલ પર મલાને સળંગ બે ચોગ્ગા મેળવ્યા હતા. પહેલા થર્ડ મેન પર બાઉન્ડરી મેળવી હતી. ત્યાર બાદ તેના આગળના બોલને પણ બાઉન્ડરી ફટકારી હતી.

    ઇંગ્લેન્ડ 252-2

  • 26 Aug 2021 07:05 PM (IST)

    જો રુટનુ અર્ધશતક

    ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટે ફરી એકવાર મોટી ઇનીંગ રમવા તરફ આગળ વધીને અર્ધશતક લગાવ્યુ હતુ. ફુલ ફોર્મમાં રહેલા જો રુટે ઇનીંગ દરમ્યાન આજે બાઉન્ડરીઓ પણ સમયાંતરે મેળવતો રહ્યો હતો.

  • 26 Aug 2021 06:46 PM (IST)

    મલાને લગાવ્યો ચોગ્ગો

    ડેવિડ મલાને બેકવર્ડ પોઇન્ટ પર બાઉન્ડરી લગાવી હતી. રવિન્દ્ર જાડેજાની ઓવર દરમ્યાન તેણે આ બાઉન્ડરી મેળવી હતી.

    ઇંગ્લેન્ડ 214-2, લીડ 136

  • 26 Aug 2021 06:39 PM (IST)

    બોલીંગમાં પરિવર્તન.. ઇશાંતના સ્થાને સિરાજ

    બીજા સેશનની શરુઆત રવિન્દ્ર જાડેજા અને ઇશાંત શર્મા એ કર્યા બાદ હવે બોલીંગમાં પરિવર્તન કરવામાં આવ્યુ છે. ઇશાંત શર્માના સ્થાને સિરાજને બોલીંગ એટેક માટે લાવવામાં આવ્યો છે.

  • 26 Aug 2021 06:23 PM (IST)

    જો રુટની બેક ટુ બેક બાઉન્ડરી

    રવિન્દ્ર જાડેજાની ઓવર દરમ્યાન ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટે બેક ટુ બેક બાઉન્ડરી લગાવી હતી. રુટે સળંગ બે બાઉન્ડરી લગાવીને લીડ વધારતી રમત રમવાનો પ્રયાસ બીજા સેશનની શરુઆતમાં કર્યો હતો.

  • 26 Aug 2021 06:16 PM (IST)

    બીજા સેશનની રમત શરુ

    જાડેજા અને ઇશાંત શર્માએ બોલીંગની શરુઆત કરી છે. પ્રથમ સેશનમાં જાડેજાને વિકેટ લેવામાં સફળતા મળી હતી.

  • 26 Aug 2021 05:33 PM (IST)

    લંચ બ્રેક, ઇંગ્લેન્ડે 104 રનની મેળવી લીડ

    લીડ્ઝમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ ના બીજા દિવસના પ્રથમ સેશનમાં ભારતીય બોલરો ઇંગ્લીશ ઓપનરોને આજે ઝડપ થી પેવેલિયન મોકલવામાં સફળ રહ્યા હતા. શામી અને જાડેજાએ એક એક વિકેટ મેળવી હતી. જોકે ઇંગ્લેન્ડે 104 રનની લીડ મેળવી છે.

    ઇંગ્લેન્ડ 182-2

  • 26 Aug 2021 05:12 PM (IST)

    રવિન્દ્ર જાડેજાએ અપાવી બીજી સફળતા

    રવિન્દ્ર જાડેજાએ હસીબ હમિદની વિકેટ ઝડપી મહત્વની સફળતા અપાવી હતી. જાડેજાએ હમિદને ક્લીન બોલ્ડ કર્યો હતો. હમિદ 195 બોલ રમીને 68 રન  કર્યા હતા. આમ ભારતીય બોલરો પ્રથમ સેશનમાં બંને ઓપનરોને પરત પેવેલિયન મોકલવામાં સફળ રહ્યા છે.

    ઇંગ્લેન્ડ 159-2

  • 26 Aug 2021 04:46 PM (IST)

    સિરાજની ઓવરમાં 2 ચોગ્ગા

    ડેવિડ મલાને સિરાજની ઓવરમાં પ્રથમ અને ત્રીજા બોલે એક બાદ એક બે ચોગ્ગા લગાવ્યા હતા.

    ઇંગ્લેન્ડ 149-1

  • 26 Aug 2021 04:24 PM (IST)

    ડેવિડ મલાને લગાવ્યો ચોગ્ગો

    ડેવિડ મલાને બુમરાહના બોલ પર ચોગ્ગો લગાવ્યો હતો. મલાન રોરી બર્ન્સ આઉટ થતા ક્રિઝ પર આવ્યો હતો.

    ઇંગ્લેન્ડ 140-1, લીડ 62

  • 26 Aug 2021 04:10 PM (IST)

    શામી એ અપાવી પ્રથમ સફળતા, બર્ન્સ આઉટ

    રોરી બર્ન્સ 153 બોલનો સામનો કરીને 61 રનની ઇનીંગ રમ્યો હતો. તેને મોહમ્મદ શામીએ ક્લીન બોલ્ડ કરી ઓપનીંગ જોડીને તોડવામાં સફળતા મેળવી હતી.

  • 26 Aug 2021 03:58 PM (IST)

    હમીદે લગાવ્યો ચોગ્ગો

    બર્ન્સ પછી હમીદને પણ પ્રથમ ચોગ્ગો મળ્યો છે. શામીએ બોલને સારા લેન્થ પર નાંખ્યો હતો, લાઇન મિડલ સ્ટમ્પ પર હતી, જેને હમીદે સ્ક્વેર લેગમાં ફટકારીને બાઉન્ડ્રી મેળવી હતી. શામી આઉટ સ્વિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સફળ થયો નહીં અને પરિણામ વિરુદ્ધ આવ્યું.

  • 26 Aug 2021 03:47 PM (IST)

    રોરી બર્ન્સની બાઉન્ડરી

    ઇશાંત શર્મા દિવસની શરુઆતે તેની બીજી ઓવર લઇને આવવા દરમ્યાન બર્ન્સે તેના બોલને બાઉન્ડરી પર મોકલ્યો હતો.

  • 26 Aug 2021 03:43 PM (IST)

    ઇંશાત શર્માની બોલીંગથી ઇનીંગની શરુઆત

  • 26 Aug 2021 03:34 PM (IST)

    ટીમ ઇન્ડીયાએ મેચમાં પરત ફરવાની રમત દર્શાવવી પડશે

    હેડિંગ્લે ખાતે પ્રથમ દિવસે સંપૂર્ણ હાર બાદ ભારતીય ટીમ આજે બીજા દિવસે મેચમાં પરત ફરવાનો પ્રયાસ કરશે. રસ્તો સરળ નથી, પરંતુ ટીમ ઇન્ડિયા પાસે બીજો કોઈ વિકલ્પ નથી. કોચ રવિ શાસ્ત્રી પણ તેમના બોલરો અને ફિલ્ડરોને એક જ સંદેશ આપશે કે કોઈ પણ તક જવા ન દેવી જોઈએ.

Published On - Aug 26,2021 3:26 PM

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">