IND vs ENG 2nd Test Day 4 Highlights: ચોથા દિવસની રમત નો અંત, ત્રીજા સેશનના અંતમાં ઝાંખા પ્રકાશને લઇને રમતને રોકી દેવાઇ હતી, ભારત 181-6

| Updated on: Aug 15, 2021 | 11:07 PM

India vs England 2nd Test Day 4 Highlights: ભારતીય ટીમના બોલરો ત્રીજા દિવસે ઇંગ્લેન્ડને આગળ વધતુ રોકવામાં નિષ્ફળ રહ્યા તો, ચોથા દિવસે બેટ્સમેનો રમતને આગળ વધારવામાં નબળા રહ્યા. મહત્વના ખેલાડીઓ ઝડપ થી પેવિલિયન પરત ફરતા મુશ્કેલ સ્થિતી સર્જી.

IND vs ENG 2nd Test Day 4 Highlights: ચોથા દિવસની રમત નો અંત, ત્રીજા સેશનના અંતમાં ઝાંખા પ્રકાશને લઇને રમતને રોકી દેવાઇ હતી, ભારત 181-6

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચેની લોર્ડ ટેસ્ટ (Lords Test) મેચની ચોથા દિવસની રમત રવિવારે રમાઇ હતી. ભારતીય ટીમની બીજી બેટીંગ ઇનીંગ દરમ્યાન ઇંગ્લેન્ડ સામે પડકાર રાખવાની રમત રમાઇ રહી છે. ભારતીય ટીમ (Team India) પ્રથમ બેટીંગ ઇનીંગના અંતે ઇંગ્લેન્ડ કરતા 27 રન થી પાછળ હતી. ચોથા દિવસની રમતના અંતે ભારતીય ટીમે બીજી ઇનીંગમાં 181 રન 6 વિકેટ ગુમાવી ને કર્યા હતા.

ચોથા દિવસની રમતની શરુઆત કેએલ રાહુલ (KL Rahul) અને રોહિત શર્મા ( Rohit Sharma) એ કરી હતી. ભારતીય ટીમે 27 રનની ઇંગ્લેન્ડની સરસાઇને પાર કરવાની હતી. જે દરમ્યાન રાહુલની વિકેટ ગુમાવી હતી. ભારતે પ્રથમ વિકેટ 18 રને જ ગુમાવી હતી. રાહુલે 30 બોલમાં 5 રન કર્યા હતા. ત્યાર બાદ રોહિત શર્માની વિકેટ 27 રનના સ્કોર પર બીજી વિકેટના રુપમાં ગુમાવી હતી. રોહિતે 36 બોલમાં 21 રન કર્યા હતા. વિરાટ કોહલી (Virat Kohli) પણ 20 રન કરી ને પેવેલિયન પરત ફર્યો હતો.

ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટે (Joe Root) 180 રનની અણનમ ઇનીંગ રમી હતી. તેની આ ઇનીંગને લઇને જ ઇંગ્લેન્ડ પર મુશ્કેલીઓને દુર કરી શકાઇ હતી. ભારતીય ટીમે કેએલ રાહુલ ના શતક વડે મજબૂત સ્કોર ખડક્યો હતો. જેને લઇ શરુઆતમાં ઇંગ્લેન્ડ દબાણની સ્થિતીમાં હતુ. પરંતુ રુટની રમતે ઇંગ્લેન્ડ પર ના દબાણને હળવુ કર્યુ હતુ.

ત્રીજા દિવસની રમતના અંતિમે બોલે ઇંગ્લેન્ડની ઇનીંગ સમેટી શકાઇ હતી. ભારત તરફ થી સિરાજ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે ઇશાંત શર્મા એ 3 વિકેટ ઝડપી હતી.

રોહીત શર્મા ( Rohit Sharma) અને કેએલ રાહુલ  (KL Rahul) બીજી ઇનીંગની શરુઆત કરવાની જવાબદારી હતી. પરંતુ  આ બંને ઓપનરો એ એક બાદ એક જલ્દી થી પેવેલિયન નો માર્ગ લીધો હતો. વિરાટ કોહલી (Virat Kohli) પણ ઝડપ થી આઉટ થતા જ ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 15 Aug 2021 10:40 PM (IST)

    ચોથા દિવસની રમતનો અંત

    ટોપ ઓર્ડર આઉટ થતા ભારત ની સ્થિતી દબાણ ભરી બની ચુકી હતી. ભારતે 55 ના સ્કોર પર જ 3 વિકેટ ગુમાવી હતી. આમ હાથમાંથી સરકતી મેચને આખરે પુજારા અને રહાણેએ મેચની સ્થીતી સંભાળી લીધી હતી. ચેતેશ્વર પુજારાએ ધીરજ પુર્વકની રમત રમી હતી. ક્રિઝ પર દિવાલની માફક અડગ ઉભો રહી રહાણેને સાથ પૂરાવ્યો હતો. પુજારાએ 45 રન 206 બોલમાં કર્યા હતા. અજીંક્ય રહાણેએ 146 બોલમાં 61 રન બનાવ્યા હતા. બંને ની જોડીએ ભારતના સ્કોર બોર્ડમાં 100 રન ઉમેરતી ભાગીદારી રમત રમી હતી.

  • 15 Aug 2021 10:35 PM (IST)

    ઝાંખા પ્રકાશને લઇને રમત અટકાવાઇ

    પ્રકાશને લઇને સમસ્યા આવતા ભારતીય બેટ્સમેનોએ અંપાયરોને રમતને રોકવા માટે માંગ કરી હતી. લાઇટો શરુ કરવામાં આવી હતી. પરંતુ આખરે ભારતીય બેટ્સમેનોની વાત ને સ્વિકારીને રમતને રોકી દેવાઇ હતી.

  • 15 Aug 2021 10:21 PM (IST)

    રવિન્દ્ર જાડેજા આઉટ

    મોઇન અલીએ જાડેજાના ક્લીન બોલ્ડ કર્યો હતો. જાડેજા થી ટીમને અપેક્ષાઓ હતી, પરંતુ એ પહેલા જ તે 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

  • 15 Aug 2021 10:10 PM (IST)

    પુજારા બાદ, રહાણેની ઇનીંગ પણ સમાપ્ત

    મોઇન અલી એ રહાણેને પોતાની જાળમાં ફસાવ્યો હતો. થોડીક વાર પહેલા પણ સહેજ માટે બોલને ચુકી ગયેલો રહાણે ફરી એકવાર તેવા જ જ બોલ ને રમવા જતા કિપર બટલરના હાથે કેચ આઉટ ઝડપાયો હતો.

  • 15 Aug 2021 09:56 PM (IST)

    પુજારા આઉટ થતા જોડી તુટી

    માર્ક વુડના બોલ પર પુજારા આઉટ થયો હતો. દિવાલની જેમ ક્રિઝ પર ઉભા રહીને તેણે રમત રમી હતી. વિકેટ બચાવવાના સમયે તેની રમત ઉપયોગી રહી હતી.

    પુજારાએ બનાવ્યા 45 રન (206 બોલ, 4×4),

    ભારત 155/4

  • 15 Aug 2021 09:30 PM (IST)

    રહાણે એ ચોગ્ગો લગાવી ફીફટી પુરી કરી

    ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અજીંક્ય રહાણેએ સેમ કરનના બોલ પર ચોગ્ગો લગાવ્ચો હતો. આ સાથે જ તેણે પોતાનુ અર્ધશતક પુરુ કર્યુ હતુ. આ માટે તે 126 બોલની રમત રમ્યો હતો. ઇનીંગમા તેણે આ 5 મો ચોગ્ગો લગાવ્યો હતો.

    ભારત 139-3

  • 15 Aug 2021 09:19 PM (IST)

    રહાણે ની બાઉન્ડરી

    મોઇન અલી ના બોલ પર અજીંક્ય રહાણે એ બાઉન્ડરી લગાવી હતી. આ સાથે જ ભારતની લીડ 100 ને પાર થઇ હતી.

    ભારત 131-3

  • 15 Aug 2021 09:02 PM (IST)

    રહાણે ની મોઇન અલીના બોલ પર બાઉન્ડરી

    આ ઇનિંગમાં પ્રથમ વખત રહાણેએ આક્રમક શૈલી બતાવી છે. છેલ્લા સત્રમાં મોઈન અલીએ તેને કેટલાક વખત પરેશાન કર્યો હતો. પરંતુ આ વખતે રહાણેએ તેની સ્પિનની કમીને સમજીને તેની ફુટવર્કનો ઉપયોગ કર્યો. બોલને 4 રન માટે એક્સ્ટ્રા કવર પર મોકલ્યો હતો. રહાણે તરફથી ત્રીજી બાઉન્ડ્રી.

  • 15 Aug 2021 08:43 PM (IST)

    ત્રીજા સેશનની રમત શરુ

    દિવસનું અંતિમ સત્ર શરૂ થઈ ગયું છે અને ઈંગ્લેન્ડે મોઈન અલી સાથે બોલિંગની શરૂઆત કરી હતી. જેને અજિંક્ય રહાણેએ સરળતાથી પસાર કરી લીધી હતી. બીજી બાજુ, ઇંગ્લેન્ડે તેના શ્રેષ્ઠ બોલર જેમ્સ એન્ડરસનને બોલીંગમાં રાખ્યો છે, જે ખરેખર ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

  • 15 Aug 2021 08:14 PM (IST)

    ટી બ્રેક સુધી ભારત-105-3

  • 15 Aug 2021 08:10 PM (IST)

    રહાણે-પુજારાની 50 રનની ભાગીદારી

    178 બોલનો સામનો કરીને જોડીએ 50 રનની રમત બીજા સેશનનમાં રમી હતી.

  • 15 Aug 2021 08:05 PM (IST)

    ટીમ ઇન્ડીયા 100 રનને પાર

    પુજારા એ ચોગ્ગો લગાવતા જ ભારતીય ટીમ નો સ્કોર 100 રનને પાર થયો હતો.

  • 15 Aug 2021 07:41 PM (IST)

    ઉદિત નારાયણ અલકા યાજ્ઞિકને કર્યું ફ્લર્ટ

    ઉદિત નારાયણ પુત્ર આદિત્ય સાથે સ્ટેજ પર આવે છે અને તેની સામે કહે છે કે જ્યારેથી તે અલકા યાજ્ઞિકને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ તે બનતું નથી. પછી તે કહે છે કે આજે હું અલકાને આઈ લવ યુ કહીને રહીશ.

  • 15 Aug 2021 07:38 PM (IST)

    પુજારાના બેટ થી પ્રથમ બાઉન્ડરી

    ચેતેશ્વર પુજારાએ 117 બોલનો સામનો કર્યા બાદ પોતાના બેટ થી પ્રથમ ચોગ્ગો લગાવ્યો હતો. માર્ક વુડના બોલ પર ચોગ્ગો લગાવ્યો હતો.

  • 15 Aug 2021 07:17 PM (IST)

    મોઇન અલી બોલીંગ લઇ આવ્યા

    ડ્રીન્ક બાદ ફરી થી રમતની શરુઆત થઇ છે. બંને બેટ્સમેનો રહાણે અને પુજારા વિકેટ સાચવતી રમત રમી રહ્યા છે.

  • 15 Aug 2021 07:13 PM (IST)

    ડ્રીંક્સ બ્રેક્સ

    ભારત 75-3

  • 15 Aug 2021 07:13 PM (IST)

    ભૂતપૂર્વ સ્પર્ધકોએ અનુ મલિક સાથે પરફોર્મ કર્યું

    આ શોના પૂર્વ સ્પર્ધકોએ એક પછી એક પરફોર્મન્સ આપ્યા. અનુ મલિક સાથે બધાએ પરફોર્મ કર્યું. જ્યારે બધા ગાતા હતા, અનુ મલિક પિયાનો વગાડતા હતા.

  • 15 Aug 2021 07:08 PM (IST)

    રહાણે ની ડીપ સ્ક્વેયર લેગ પર બાઉન્ડરી

    સેમ કરનના બોલ પર અજીંક્ય રહાણેએ ડીપ સ્કવેયર લેગ પર ચોગ્ગો લગાવ્યો હતો. બાઉન્ડરીને લઇને મેદાનમાં રહેલા ભારતીય દર્શકો પણ ખુશી થી ઝુમવા લાગ્યા હતા.

  • 15 Aug 2021 06:55 PM (IST)

    રહાણે ની બાઉન્ડરી ..

    રોબીન્સનના શોર્ટ બોલ પર બેક ફુટ પર જઇ રહાણેએ બાઉન્ડરી લગાવી હતી.

  • 15 Aug 2021 06:38 PM (IST)

    પુજારા-રહાણેની સાવચેતી ભરી રમત

    જેમ્સ એન્ડરસન અને માર્ક વુડે લંચ બાદ બોલિંગનો હવાલો સંભાળ્યો છે. બંનેએ ટાઇટ લાઇન પર બોલિંગ કરી છે. રહાણે અને પૂજારા પણ સાવધાનીપૂર્વક રમી રહ્યા છે અને બહાર જતા બોલને છેડવાનો પ્રયાસ કરી રહ્યા નથી. બંને બેટ્સમેન પ્રથમ દાવમાં સમાન બોલ પર આઉટ થયા હતા.

  • 15 Aug 2021 06:30 PM (IST)

    સુખવિંદર ફરી દાનિશ સાથે પરફોર્મ કરવા આવ્યો

    સુખવિંદર સિંહ ફરી દાનિશ સાથે પરફોર્મ કરવા આવ્યો. બંનેએ લગના લાગી ગીત ગાયું. આ દરમિયાન, દાનિશે સુખવિંદરની એનર્જીને ટક્કર આપી હતી.

  • 15 Aug 2021 06:13 PM (IST)

    બીજા સેશનની શરુઆત, લંચ બ્રેક સમાપ્ત

    લંચ બ્રેક બાદ બીજા સેશનની શરુઆત થઇ હતી, માર્ક વુડ બીજા સેશનની પ્રથમ ઓવર લઇ આવ્યો હતો. જેનો સામનો ચેતેશ્વર પુજારાએ કર્યો હતો.

  • 15 Aug 2021 05:35 PM (IST)

    લંચ બ્રેક, ભારત 56-3

    પ્રથમ સેશન ઇંગ્લેન્ડના નામે રહ્યુ હતુ. ભારતની એક બાદ એક ત્રણ મોટી વિકેટ ઝડપ થી પેવેલિયન મોકલવામાં ઇંગ્લીશ બોલરોને સફળતા મળી હતી. આમ ભારતીય ટીમ પર દબાણ સર્જવામાં ઇંગ્લીશ ટીમ સફળ રહી હતી.

  • 15 Aug 2021 05:32 PM (IST)

    અંતાક્ષરી સમાપ્ત, અનુ મલિકની ટીમ જીતી

    અનુ મલિકની ટીમે આ સ્પર્ધા જીતી હતી. તેમની ટીમને જીત પર ખાસ ભેટ મળી.

  • 15 Aug 2021 05:23 PM (IST)

    વિરાટ કોહલી ના રુપમાં મોટો ઝટકો

    વિરાટ કોહલી ના આઉટ થતા જ ભારતને મોટો ઝટકો લાગ્યો છે. હવે ભારતીય ટીમ મુશ્કેલ ભરી સ્થિતીમાં મુકાઇ ચુક્યુ છે. રોહિત, રાહુલ અને વિરાટ એમ ત્રણ મોટી વિકેટ ભારતીય ટીમે ગુમાવી દીધી છે. સેમ કરને કોહલીની વિકેટ ઝડપી હતી. તેના બોલ પર કોહલી કિપર બટલરને કેચ આપી બેઠો હતો.

    ભારત 55-3

  • 15 Aug 2021 05:19 PM (IST)

    ઇંગ્લેન્ડે વધુ એક રિવ્યૂ ગુમાવ્યુ, કોહલીને રાહત

    વિરાટ કોહલી માટે એલબીડબલ્યુ ની અપીલ થઇ હતી. પરંતુ ફીલ્ડ અંપાયરે તેમને નોટ આઉટ માની કોઇ અપીલને નકારી હતી. ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટે રિવ્યૂ લીધુ હતુ. જેમાં પણ વિરાટ કોહલી નોટ આઉટ જણાયો હતો. આણ ઇંગ્લેન્ડે બીજી વાર રીવ્યૂ ગુમાવ્યુ હતુ.

    ભારત 53-2

  • 15 Aug 2021 05:12 PM (IST)

    ફરી થી બાઉન્ડરી

    વિરાટ કોહલીએ રોબિન્સનની ઓવરમાં વધુ એક બાઉન્ડરી મેળવી હતી. આ સાથે જ ભારતીય ટીમનો સ્કોર 50 ને પાર થયો હતો.

  • 15 Aug 2021 05:10 PM (IST)

    કોહલીએ બાઉન્ડરી લગાવી

    રોબિનસનના બોલ પર વિરાટ કોહલીએ બાઉન્ડરી મેળવવામાં સફળ રહ્યો હતો.

  • 15 Aug 2021 05:08 PM (IST)

    પૂજારાનુ ખુલ્યુ ખાતુ, 35માં બોલે પ્રથમ રન

    ચેતેશ્વર પુજારા ક્રિઝ પર આવીને ખૂબ સમય વિતાવ્યો છે. આ દરમ્યાન તે પોતાનુ ખાતુ ખોલવા માટે યોગ્ય બોલની રાહ જોઇ રહ્યો હતો. તેણે 35 બોલે પોતાનુ ખાતુ ખોલ્યુ હતુ. સેમ કરનની ઓવર દરમ્યાન તેણે પોતાના બેટ થી એક રન બનાવ્યો હતો. આમ ખાસ્સી વાર પછી પુજારા પોતાનો પ્રથમ રન કરવામાં સફળ રહ્યો હતો. તો પ્રેક્ષકો પણ તેના પ્રથમ રન થી ચીચીયારીઓ કરવા લાગ્યા હતા.

  • 15 Aug 2021 04:52 PM (IST)

    કોહલી ની કવર ડ્રાઇવ બાઉન્ડ્રી

    કોહલીએ કવર ડ્રાઇવ પર બાઉન્ડરી એન્ડરસનના બોલ પર લગાવી હતી. ભારતીય ટીમ મુશ્કેલ સમયમાં છે એવા સમયે હવે કોહલી સ્થિતીને સંભાળવા માટે પ્રયાસ કરી રહ્યો છે. તેની સાથે ચેતેશ્વર પુજારા ક્રિઝ પર છે.

  • 15 Aug 2021 04:39 PM (IST)

    વિરાટ કોહલી એ બાઉન્ડરી લગાવી

    ભારતીય ટીમ હાલમાં મુશ્કેલ સ્થિતીમાં છે. એવા સમયે કેપ્ટન વિરાટ કોહલીએ ચોગ્ગો લગાવ્યો છે. આમ ભારતનો સ્કોર હવે 4 થી આગળ થઇ શક્યો છે. કોહલી અને પુજારાની જોડી હાલમાં રમતમાં છે. જેમની પર હવે મોટી જવાબદારી રહી છે.

  • 15 Aug 2021 04:30 PM (IST)

    રોહિત શર્મા આઉટ

    રોહિત શર્માએ ડીપ બેકવર્ડ સ્ક્વેયર પર શોટ લગાવતા મોઇન અલીએ તેનો કેચ ઝડપ્યો હતો. રોહિત શર્માના રુપમાં ભારતે બીજી વિકેટ ગુમાવી હતી

  • 15 Aug 2021 04:26 PM (IST)

    સિક્સ.. સાથે જ ભારતે સ્કોર બરાબર કર્યો

    રોહિત શર્મા એ  માર્ક વુડ ના બોલ પર સિક્સર લગાવી હતી.

  • 15 Aug 2021 04:19 PM (IST)

    મીકા સિંહે તમામ સ્પર્ધકો સાથે ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું

    સિંગર મીકા સિંઘ ફાઇનલે પહોંચ્યો અને તેણે પહેલા તમામ મહિલા સ્પર્ધકો સાથે, પછી પુરુષ સ્પર્ધકો સાથે અને છેલ્લે તેણે દરેક સાથે રોકિંગ પરફોર્મન્સ આપ્યું.

  • 15 Aug 2021 04:19 PM (IST)

    આદિત્યએ કહ્યું- હું ઇચ્છું છું કે માત્ર એક મહિલા સ્પર્ધક વિજેતા બને

    આદિત્ય નારાયણે સન્મુખપ્રિયા સાથે શાનદાર પરફોર્મન્સ આપ્યું અને તે પહેલા તેણે કહ્યું કે તે ઇચ્છે છે કે માત્ર મહિલા સ્પર્ધક શો વિજેતા બને.

  • 15 Aug 2021 04:15 PM (IST)

    ભારતને પ્રથમ ઝટકો

    27 રનની લીડ ને પાર કરવા પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો માર્ક વુડે આપ્યો છે. માર્ક વુડે કેએલ રાહુલની વિકેટ ઝડપતા ભારતની ઓપનીંગ જોડી ઝડપ થી તુટી ગઇ હતી.

  • 15 Aug 2021 04:08 PM (IST)

    દાનિશે આદિત્ય નારાયણની નોકરી છીનવી લીધી

    આદિત્ય નારાયણે મંચ પર દાનિશને બોલાવ્યો અને કહ્યું કે મેં તમને વચન આપ્યું હતું, તેથી આજથી તમે મારી જગ્યાએ હોસ્ટ કરો. પછી ડેનિશ કહે છે આદિત્યનો આભાર અને ડેનિશ આદિત્યને ખૂબ રમૂજી રીતે સ્ટેજ પર બોલાવે છે. આ દરમિયાન આદિત્ય કહે છે કે આ શો મારો પરિવાર છે. હું ઈચ્છું છું કે આ શોની વિજેતા છોકરી હોય.

  • 15 Aug 2021 04:03 PM (IST)

    રાહુલ રિવ્યૂ બાદ સલામત

    કેએલ રાહુલ સામે રિવ્યૂ લેવામાં આવ્યુ હતુ. જેમ્સ એન્ડરસનનો બોલ રાહુલના પગે અથડાયો હતો. જેની પર રિવ્યૂ  લેવામાં આવ્યુ હતુ જે ઇંગ્લેન્ડના પક્ષમાં નહી આવતા ગુમામવુ પડ્યુ હતુ.

  • 15 Aug 2021 03:55 PM (IST)

    રોહિત શર્માની બીજી બાઉન્ડરી

    માર્ક વુડના બોલ પર મીડ ઓનમાં ચોગ્ગો લગાવ્યો હતો. આમ ભારતનો સ્કોર 15 પર પહોંચ્યો હતો.

  • 15 Aug 2021 03:52 PM (IST)

    5 ઓવરના અંતે ભારત 9-0

  • 15 Aug 2021 03:47 PM (IST)

    પ્રથમ ચોગ્ગો ..

    બીજા દાવનો ભારતનો પ્રથમ ચોગ્ગો રોહિત શર્મા ના બેટ થી આવ્યો હતો. રોહિત શર્માએ લોન્ગ ઓફ પર રોબિન્સનના બોલ પર બાઉન્ડરી મેળવી હતી.

  • 15 Aug 2021 03:36 PM (IST)

    રોહિત શર્મા અને કેએલ રાહુલે શરુ કરી રમત

    રોહિત શર્મા અને કેએલ રાહુલે બીજી દાવની રમતની શરુ કરે છે. પ્રથમ ઓવર એન્ડરસન લઇને આવ્યો છે, જેને પિચ પર ઉછાળ મળી રહ્યો છે.

Published On - Aug 15,2021 3:32 PM

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">