IND vs ENG 2nd Test Day 3 Highlights: ઇંગ્લેન્ડની પ્રથમ બેટીંગ સમેટાઇ, ભારત સામે 27 રનની લીડ સાથે ઇનીંગ સમાપ્ત, રુટ 180 રને અણનમ

| Updated on: Aug 14, 2021 | 11:33 PM

Excerpt: India vs England 2nd Test Day 3 Highlights: ઇંગ્લેન્ડે ત્રીજા દિવસની રમતને અંતે, ભારત સામે લીડ મેળવી હતી. આવતીકાલે ચોથા દિવસની રમતની શરુઆત ભારતીય ઇનીંગ સાથે થશે.

IND vs ENG 2nd Test Day 3 Highlights:  ઇંગ્લેન્ડની પ્રથમ બેટીંગ સમેટાઇ, ભારત સામે 27 રનની લીડ સાથે ઇનીંગ સમાપ્ત, રુટ 180 રને અણનમ
India-vs-England

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની (India vs England) પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ લોર્ડઝ (Lords Test) મેદાન પર રમાઇ રહી છે. ત્રીજા દિવસની રમત ભારત માટે મહત્વની હતી.  ત્રીજા દિવસની રમતની શરુઆત ઇંગ્લેન્ડે 3 વિકેટે 119 રનના સ્કોર સાથે કરી હતી. કેપ્ટન જો રુટ (Joe Root) ના શતક સાથે ઇંગ્લેન્ડે 391 રનની ઇનીંગ રમી હતી.

ભારત સામે ઇંગ્લેન્ડે 27 રનની લીડ મેળવી હતી. અંતિમ સેશનમાં ભારતીય બોલર શામીએ દિવસની રમતના અંતિમ બોલે વિકેટ મેળવતા ઇંગ્લેન્ડની ઇનીંગનો અંત થયો હતો. કેપ્ટન રુટ અણનમ રહ્યો હતો.

જો રુટ 75 બોલમાં 48 રન કરીને અને જોની બેયરિસ્ટો 6 રન સાથે ત્રીજા દિવસની રમત શરુ કરી હતી. રુટે 180 રનની શાનદાર અણનમ રમત રમી હતી. જોની બેયરિસ્ટો (Jonny Bairstow) સાથે મળીને 121 રનની ભાગીદારી રમત રમી હતી. બેયરિસ્ટોએ 58 રનની રમત રમી હતી.

મહંમદ સિરાજ ભારત તરફ થી સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે ઇંગ્લેન્ડની બેટીંગ ઇનીંગની પ્રથમ બંને વિકેટ સળંગ બે બોલમાં મેળવી હતી. સિરાજે ઇનીંગમાં 4 વિકેટ મેળવી હતી. જ્યારે ઇશાંત શર્માએ 3 વિકેટ મેળવી હતી. ઇશાંત પણ સિરાજની માફક બે બોલમાં બે સળંગ વિકેટ મેળવવામાં સફળ રહ્યો હતો. મહંમદ શામી એ 2 વિકેટ મેળવી હતી.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 14 Aug 2021 11:02 PM (IST)

    ઇંગ્લેન્ડની ઇનીંગ સમેટાઇ

    જેમ્સ એન્ડરનસનની વિકેટ સાથે જ ઇંગ્લેન્ડની બેટીંગ ઇનીંગ સમેટાઇ હતી. ભારતીય બોલરોએ આખરે અંતિમ સેશનની રમતના અંતિમ બોલે ઇંગ્લેન્ડની અંતિમ વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડે ભારત સામે 27 રનની લીડ મેળવી હતી.

  • 14 Aug 2021 10:54 PM (IST)

    જો રુટની બે સળંગ બાઉન્ડરી

    મહંમદ સિરાજની ઓવર દરમ્યાન જો રુટે એક બાદ એક બે ચોગ્ગા લગાવ્યા હતા. જે પ્રકારના શોટ્સ લગાવ્યા હતા રુટે જાણે કે, તે બેવડી સદી પણ અંતિમ વિકેટ ની રમત પહેલા પુરી કરી લેવાનો ચાન્સ મેળવવા ઇચ્છુક લાગી રહ્યો છે.

    ઇંગ્લેન્ડ 389-9

  • 14 Aug 2021 10:37 PM (IST)

    રુટે બાઉન્ડરી લગાવી

    જો રુટે બાઉન્ડરી સાથે પોતાના 170 રન પુરા કર્યા હતા. કેપ્ટન રુટે જબરદસ્ત ઇનીંગ રમી હતી. તેણે વિશાળ ઇનીંગ દરમ્યાન 16 મી બાઉન્ડરી લગાવી હતી.

  • 14 Aug 2021 10:34 PM (IST)

    ઇંગ્લેન્ડની 9 મી વિકેટ, રન આઉટ

    માર્ક વુડના રુપમાં નવમી વિકેટ ઇંગ્લેન્ડે ગુમાવી હતી. રવિન્દ્ર જાડેજાએ ઝડપ થી બોલને વિકેટકીપર પાસે મોકલી આપ્યો હતો. પંતે રન આઉટનુ કામ પુરુ કર્યુ હતુ.

  • 14 Aug 2021 10:23 PM (IST)

    રુટની બાઉન્ડરી સાથે ઇંગ્લેન્ડે લીડ મેળવી

  • 14 Aug 2021 09:57 PM (IST)

    ઇંગ્લેન્ડની 8 મી વિકેટ ... ઓલી આઉટ

    ઓલી રોબિન્સનને LBW ના રુપમાં સિરાજે વિકેટ ઝડપી હતી. સિરાજની આ ચોથી વિકેટ ઇનીંગ દરમ્યાન હતી.

    ઇંગ્લેન્ડ 357-8

  • 14 Aug 2021 09:47 PM (IST)

    જો રુટની બાઉન્ડરી

  • 14 Aug 2021 09:30 PM (IST)

    ઇશાંત શર્માનો કમાલ.. સળંગ બીજી વિકેટ

    ઇશાંત શર્મા એ સેમ કરન ને ગોલ્ડ ડક પર આઉટ કર્યો હતો

    ઇશાંત શર્માએ શાનદાર રીતે એક બાદ એક સળંગ બે વિકેટ ઝડપી હતી. પહેલા મોઇન અલી અને ત્યાર બાદ સેમ કરનને ગોલ્ડ ડક આઉટ કરી બીજો શિકાર ઝડપ્યો હતો. આજે બીજી વાર આવી ઘટના નોંધાઇ હતી, જેમાં સળંગ બે બોલમાં બે વિકેટ બોલરે ઝડપી હોય. ઇશાંત ની પહેલા સિરાજે આ કમાલ કર્યો હતો.

    ઇંગ્લેન્ડ 342-7

  • 14 Aug 2021 09:26 PM (IST)

    આખરે વધુ એક સફળતા .. મોઇન અલી આઉટ

    ઇશાંત શર્મા એ આખરે સફળતા અપાવી હતી. મોઇન અલી 27 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

    ઇગ્લેન્ડ 341-6

  • 14 Aug 2021 09:11 PM (IST)

    જો રુટના 150 રન ચોગ્ગો લગાવી પુરા કર્યા

    જો રુટે ચોગ્ગા વડે 150 રનના વ્યક્તિગત રન પુરા કર્યા છે. જો રુટ 150 રન પુરા કરવા દરમ્યાન સહેજ માટે બચ્યો હતો. ઇશાંત શર્માની ઓવરમાં બોલ સીધો જ રોહિત શર્મા પાસે પહોંચ્યો હતો. જે બોલ રોહિતના પાસે કેચની તક હતી .પરંતુ તે તક રોહિત થી છુટી ગઇ હતી.

  • 14 Aug 2021 08:48 PM (IST)

    ત્રીજા સેશનની રમત જારી

    જો રુટ મેચની સ્થિતીને પોતાના તરફ કરવા માટે નો પ્રયાસ  કરી રહ્યો છે. તેણે રમતને શતક સાથે શાનદાર બનાવી દીધી છે.

  • 14 Aug 2021 08:16 PM (IST)

    ટી બ્રેક, ઇંગ્લેન્ડ 314/5

  • 14 Aug 2021 08:07 PM (IST)

    મોઇન અલી ની બાઉન્ડરી

  • 14 Aug 2021 08:06 PM (IST)

    ઇંગ્લેન્ડનો સ્કોર 300 ને પાર

    જો રુટ શતક બાદ રમતમાં છે, તેની સાથે મોઇન અલી પણ રમતમાં છે. ઇંગ્લેન્ડ 64 રન થી ભારત કરતા પાછળ છે.

  • 14 Aug 2021 07:42 PM (IST)

    રુટની બાઉન્ડરી

    જો રુટ ક્રિઝ પર રહીને ટીમની સ્થિતીને જાળવી રહ્યો છે. તેણે શામીના બોલ પર બાઉન્ડરી મેળવી હતી.

  • 14 Aug 2021 07:38 PM (IST)

    જોસ બટલર ક્લીન બોલ્ડ

    જોસ બટલર લયમાં હતો એ દરમ્યાન જ ઇશાંત શર્માએ તેની વિકેટ ઝડપી લીધી હતી. આ સાથે જ ભારતને હવે રાહત પહોંચી છે. પહેલા બેયરિસ્ટો અને બાદમાં બટલરની વિકેટ થી ભારતીય કેમ્પમાં હળવાશ થઇ હતી.

    ઇંગ્લેન્ડ 283-05

  • 14 Aug 2021 07:33 PM (IST)

    બટલર ના બે સળંગ ચોગ્ગા

    જસપ્રીત બુમરાહની ઓવરમાં બટલરે બે ચોગ્ગા લગાવ્યા હતા. જેમાં એક ચોગ્ગો નો બોલ પર લગાવ્યો હતો. બુમરાહે આ એક જ ઓવરમાં બે નો બોલ નાંખ્યા હતા.

  • 14 Aug 2021 07:06 PM (IST)

    બુમરાહના બોલ પર રુટની બાઉન્ડરી

    જો રુટે તેની રમતને આગળ વઘારી છે. તેણે શતક બાદ ઇંગ્લેન્ડના સ્કોર બોર્ડને ફરતુ રાખીને ભારતના સ્કોરની નજીક ઝડપ થી પહોંચવાના પ્રયાસ ભરી રમત રમી છે.

    જો રુટ ના 9 હજાર રન આ સાથે પુરા ...

    ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટે આ ચોગ્ગો લગાવવા સાથે ટેસ્ટ ક્રિકેટમાં 9 હજાર રન પુરા કર્યા છે. રુટે લોર્ડઝ મેદાન પર  એક બાદ એક ઉપલબ્ધીઓ હાંસલ કરી છે.

  • 14 Aug 2021 06:47 PM (IST)

    જો રુટ નુ શતક

    જો રુટે શાનદાર શતક લગાવ્યુ છે. તેણે 22 મુુ શતક નોંધાવ્યુ છે, જ્યારે ભારત સામે 7 મુ શતક લગાવ્યુ હતુ. રુટની રમતે ઇંગ્લેન્ડની સ્થિતીને ભારત સામે મજબૂતાઇ ભરી આગળ વધારી છે.

  • 14 Aug 2021 06:33 PM (IST)

    બેયરિસ્ટો આઉટ, સિરાજને સફળતા

    121 રનની ભાગીદારી રમતનો અંત સિરાજે આણ્યો હતો. રુટ અને બેયરિસ્ટો બંને એ ઇંગ્લેન્ડના સ્કોરને આગળ વધારતા મજબૂત ભાગીદારી રમત રમી હતી.

  • 14 Aug 2021 06:25 PM (IST)

    બેયરિસ્ટોનો ફાઇન લેગ પર ચોગ્ગો

    જોની બેયરિસ્ટો અર્ધશતક ફટકારી ચુક્યો છે. ટીમનો સ્કોર પણ યોજના પ્રમાણે આગળ વધી રહ્યો છે. આ દરમ્યાન તેણે સિરાજના બોલ પર ફાઇન લેગ પર બાઉન્ડરી લગાવી હતી.

  • 14 Aug 2021 06:15 PM (IST)

    લંચ બ્રેક સમાપ્ત, જાડેજા ની બોલીંગ

  • 14 Aug 2021 05:37 PM (IST)

    લંચ બ્રેક, ઇંગ્લેન્ડ 216-3

    પ્રથમ સેશન ઇંગ્લેન્ડના નામે રહ્યુ છે. જો રુટ અને બેયરિસ્ટોએ 108 રનની ભાગીદારી રમત રમી છે. જો રુટ પણ હવે તેના શતકની નજીક પહોંચી ચુક્યો છે.

  • 14 Aug 2021 05:33 PM (IST)

    જો રુટની બાઉન્ડરી

    જો રુટ હવે તેના શતક તરફ આગળ વધવા લાગ્યો છે. તે શતકની નજીક છે. સિરીઝમાં તેનુ બીજુ શતક નોંધાવવાની રુટને તક છે. શામીના બોલ પર તેણે ચોગ્ગો લગાવ્યો હતો. ઇનીંગનો તેણે 9મો ચોગ્ગો લગાવ્યો હતો.

  • 14 Aug 2021 05:27 PM (IST)

    બેયરિસ્ટોનુ અર્ધશતક

    જો રુટ બાદ હવે જોની બેયરિસ્ટોએ પણ અર્ધશતક ઝડ્યુ છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાનુ 22 મુ અર્ધશતક લગાવ્યુ હતુ.

  • 14 Aug 2021 05:25 PM (IST)

    રુટ અને બેયરિસ્ટોએ 100 રનની ભાગીદારી રમત રમી

    4 થી વિકેટની ભાગીદારી રમત 100 રનની થઇ ચુકી છે. કેપ્ટન જો રુટ અને બેયરિસ્ટોએ ભાગીદારી રમત રમીને ઇંગ્લેન્ડની સ્થિતીને હવે મેચમાં મજબૂત બનાવવા પ્રયાસ કર્યો છે.

  • 14 Aug 2021 05:20 PM (IST)

    ઇંગ્લેન્ડે 200 રનનો સ્કોર પાર કર્યો

  • 14 Aug 2021 04:55 PM (IST)

    રુટ અને બેયરિસ્ટોની જોડી એ મુશ્કેલી વધારી

    જો રુટ અને જોની બેયરિસ્ટો બંને ક્રિઝ પર જામવા લાગ્યા છે. બંનેએ ભારતીય ટીમની મુશ્કેલીઓને હવે વધારવી શરુ કરી છે. ભારતીય ટીમને વિકેટની સફળતા મળી રહી નથી. તો બીજી તરફ ઇંગ્લીશ જોડી સ્કોર બોર્ડને આગળ વધારી રહ્યા છે.

  • 14 Aug 2021 04:41 PM (IST)

    ડ્રીંક્સ બાદ રમત ફરી શરુ- બુમરાહ બોલીંગ પર

  • 14 Aug 2021 04:34 PM (IST)

    ડ્રીન્કસ બ્રેક - ઇંગ્લેન્ડ 173-3

    ઇંગલેન્ડના કેપ્ટન રુટ અને બેયરિસ્ટો રમતને જમાવી રહ્યા છે. બંનેએ શરુઆત સ્કોર બોર્ડને ફેરવતી કરી છે. બંને ડ્રીક્સ બ્રેક સુધીમાં 65 રનની ભાગીદારી કરી ચુક્યા છે. જે તોડી હવે મજબૂતાઇ થી આગળ વધવા લાગી છે.

  • 14 Aug 2021 04:16 PM (IST)

    બુમરાહ અને જાડેજાની જોડી બોલીંગમાં

    બુમરાહ અને રવિન્દ્ર જાડેજા બંનેએ બોલીંગની શરુઆત કરી છે. જાડેજાએ તેની ઓવરમાં માત્ર 1 રન આપ્યો હતો. આ પહેલા સિરાજ અને શામીની જોડીએ બોલીંગ કરી હતી. જેમાં રુટ અને બેયરિસ્ટોએ ઝડપ થી સ્કોર બોર્ડ આગળ વધાર્યુ હતુ.

  • 14 Aug 2021 04:11 PM (IST)

    રુટ અને બેયરિસ્ટોની 50 રનની પાર્ટનરશીપ

  • 14 Aug 2021 03:43 PM (IST)

    બેયરિસ્ટોએ લગાવ્યા બે ચોગ્ગા

    શામીની ઓવરમાં એક બાદ એક એમ બે ચોગ્ગા બેયરિસ્ટોએ લગાવ્યા હતા.

    ઇંગ્લેન્ડ 132-03

  • 14 Aug 2021 03:42 PM (IST)

    જો રુટનુ અર્ધશતક

    બાઉન્ડરી લગાવીને જો રુટે અર્ધશતક લગાવ્યુ હતુ. જો રુટ સિરીઝ દરમ્યાન ફોર્મમાં છે.

  • 14 Aug 2021 03:41 PM (IST)

    રુટે લગાવી બાઉન્ડરી

    સિરાજની ઓવર દરમ્યાન જો રુટે ચોગ્ગો લગાવ્યો હતો.

  • 14 Aug 2021 03:36 PM (IST)

    શામી સાથે સિરાજ બોલીંગ પર

  • 14 Aug 2021 03:31 PM (IST)

    ત્રીજા દિવસની રમત શરુ

    મંહમદ શામી દિવસની પ્રથમ ઓવર લઇને આવ્યો છે. જેનો સામનો જો રુટે કર્યો હતો, જોની બેયરિસ્ટો અને રુટ બંને ક્રિઝ પર છે.

Published On - Aug 14,2021 3:25 PM

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">