IND vs ENG 1st Test Day 5 Highlights: વરસાદને લઇને નોટિંઘહામ ટેસ્ટ પરિણામ વિના સમાપ્ત વરસાદે બગાડ્યો ખેલ

| Updated on: Aug 08, 2021 | 10:38 PM

India vs England 1st Test Day 5 Highlights: ભારતીય બોલરોનો ચોથા દિવસની રમત દરમ્યાન ઇંગ્લેન્ડને સમેટી લેવામાં સફળ રહ્યુ હતુ. ભારતીય ટીમે બીજી ઇનીંગની રમત શરુ કરી હતી. ભારતે કેએલ રાહુલની વિકેટ ગુમાવી હતી.

IND vs ENG 1st Test Day 5 Highlights: વરસાદને લઇને નોટિંઘહામ ટેસ્ટ પરિણામ વિના સમાપ્ત વરસાદે બગાડ્યો ખેલ
Nottingham-Test

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે પ્રથમ ટેસ્ટ મેચનો અંતિમ અને નિર્ણાયક દિવસ છે. નોટિંગહામ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પાંચમાં દિવસની રમતની શરુઆતે મજબૂત સ્થિતી ઘરાવે છે. ભારતીય ટીમ ને ઇંગ્લેન્ડે 209 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ. ઇંગ્લેન્ડે બીજી ઇનીંગ દરમ્યાન જો રુટના શતક વડે 303 રનની ઇનીંગ રમી હતી. કેપ્ટન રુટની ઇનીંગને લઇને ઇંગ્લેન્ડ પડકાર જનક સ્થિતીમાં આવ્યુ હતુ.

ભારતીય ટીમ વતી બોલરોએ નિભાવેલી જવાબદારી બાદ હવે જીતની જવાબદારી બેટ્સમેનો પર છે. ઓપનર રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા રમતમાં છે. બંને પાંચમાં દિવસની રમતની શરુઆત ધીરજ પૂર્વક કરવી પડશે. પાંચમાં દિવસની શરુઆતે ભારતને 157 રનની જરુર જીત માટે છે.

વરસાદે પ્રથમ સેશન ધોઇ નાંખ્યુ

જોકે નોટિંગહામમાં વરસાદને લઇને પાંચમાં દિવસની રમત શરુ થઇ શકી નથી. પ્રથમ સેશન બોલ રમ્યા વિના જ સમાપ્ત થયુ છે. લંચ બ્રેક પણ નિયત સમય કરતા 30 મીનીટ વહેલા શરુ કરી દેવામાં આવ્યો હતો. બીજા સેશનનો સમય શરુ થવા છતાં પાંચમાં દિવસની રમત શરુ નહી થઇ શકી નહોતી.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 08 Aug 2021 08:35 PM (IST)

    પ્રથમ ટેસ્ટ ડ્રો

    અંતે પ્રથમ ટેસ્ટનો નિર્ણય થઇ ચુક્યો છે. વરસાદને કારણે અંતિમ દિવસે ટેસ્ટનો નિર્ણય થઇ ચુક્યો છે. નિરાશા સાથે વરસાદને લઇને મેચના અંતિમ દિવસની રમતને રદ ઘોષિત કરી દેવામાં આવી છે. આ સાથે જ પાંચ મેચોની સિરીઝ ને ડ્રો પર સમાપ્ત કરી દેવામાં આવી છે. હવે બંને ટીમો 12 ઓગષ્ટથી લોર્ડઝના મેદાન પર ટક્કર જામશે.

  • 08 Aug 2021 08:17 PM (IST)

    પ્રથમ બંને સેશન ધોવાઇ ચુક્યા

    વરસાદ ને લઇને પ્રથમ બંને સેશન ધોવાઇ ચુક્યા છે. ટી બ્રેક સુધીનો સમય દિવસનો પુરુ થઇ ચુક્યુ છે.

  • 08 Aug 2021 07:02 PM (IST)

    ફરીથી ઝરમર વરસાદ, ગ્રાઉન્ડ નિરીક્ષણ મોડુ થશે

    પિચ ફરી કવર કરવામાં આવી, વાદળો ઘેરાયેલા હોઇ રમતને પર હજુ પણ સંકટ. વરસાદી માહોલને લઇને ફરી એક વાર નિરીક્ષણ મોડુ કરવામાં આવી શકે છે.

  • 08 Aug 2021 06:51 PM (IST)

    મેદાન પર થી કવર દૂર કરવાની શરુઆત થઇ

    રમત શરુ થઇ શકે તેવા સંકેત ગ્રાઉન્ડ દ્રશ્યો પર થી મળી રહ્યા છે. મેદાનમાં પિચ પરના કવર દુર કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. સાથે જ ગ્રાઉન્ડને પણ યોગ્ય કરવાની કામગીરી શરુ કરવામાં આવી રહી છે. જોકે અંપાયરોના ગ્રાઉન્ડ નિરીક્ષણ બાદ તેમના નિર્ણયની રાહ જોવાઇ રહી છે.

  • 08 Aug 2021 06:44 PM (IST)

    વરસાદ રોકાયો, અંપાયર કરશે ગ્રાઉન્ડ નિરીક્ષણ

    નોટિંગહામ તરફથી સારા સમાચાર.

    હાલમાં વરસાદ રોકાઇ ચુક્યો છે અને હવે અમ્પાયર ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગે ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરશે.

  • 08 Aug 2021 05:45 PM (IST)

    પ્રથમ સેશન સમાપ્ત, લંચ સમય શરુ

    નોટિંગહામમાં છેલ્લા દિવસની રમતનું પ્રથમ સત્ર સંપૂર્ણપણે ધોવાઇ ગયું છે. નિર્ધારિત સમયના અડધા કલાક પહેલા લંચ બ્રેક લેવામાં આવ્યો છે. અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે. આશા છે કે આગામી અડધા કલાકમાં વરસાદ રોકાઇ જાય તો, મેદાનને યોગ્ય કરાઇ શકાય. લંચ સમય પણ નિયત સમય કરતા 30 મીનીટ વહેલા શરુ કરી દેવામાં આવ્યો હતો.

  • 08 Aug 2021 04:46 PM (IST)

    વરસાદ વરસવો જારી, પ્રથમ સેશન ધોવાઇ જવાનુ નિશ્વિત

    હાલમાં કોઇ જ સારા સમાચાર નથી. ઉલ્ટાના ખરાબ સમાચાર એ છે કે, વરસાદ તીવ્ર બન્યો છે. પ્રથમ સત્ર સંપૂર્ણપણે ધોવાઇ જવાની ખાતરી છે. ટ્રેન્ટ બ્રિજ ઉપર વાદળ ઘેરાયેલા છે, જે હજુ પણ સારો સંકેત નથી.

  • 08 Aug 2021 04:13 PM (IST)

    વરસાદને લઇ મુશ્કેલી

    નોટિંગહામ વરસાદને લઇ હાલમાં રમત શરૂ થાય તેવા કોઈ સંકેત નથી. ટીમ ઈન્ડિયાની પીઆર ટીમના સભ્ય મલ્લિનએ ટ્વિટ કર્યું છે કે હજુ વરસાદ પડી રહ્યો છે.

  • 08 Aug 2021 03:32 PM (IST)

    વરસાદને લઇને મેચ શરુ થવામાં વિઘ્ન

    આજે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચનો અંતિમ દિવસ છે. જેમ વરસાદે બીજા અને ત્રીજા દિવસને વિક્ષેપિત કર્યો હતો. તેવી જ રીતે વરસાદ આજે પણ વરસાદ વરસવા લાગ્યો છે. હાલ તો મેચ શરુ થવાને લઇ સંકટ છે. હાલ તો મેચ ફરી શરુ થવા માટે રાહ જોવી પડે એમ છે.

Published On - Aug 08,2021 8:35 PM

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">