Ind vs Ban Asia cup 2023 : ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો, બાંગ્લાદેશ સામે મળી હાર

Ind vs Ban Live Score Asia cup 2023 Updates in Gujarati : ભારતીય ટીમ પહેલાથી જ ફાઈનલમાં પહોંચી ગઈ છે અને આ મેચમાં ટીમ ઈન્ડિયા તેની બેન્ચ સ્ટ્રેન્થને ચકાસવાનો પ્રયાસ કરશે. સાથે જ, ટીમ ઈન્ડિયા ફાઈનલ પહેલા પોતાની ગતિ જાળવી રાખવા માંગે છે અને તેથી તે કોઈપણ કિંમતે આ મેચ જીતવા માંગે છે.

Ind vs Ban Asia cup 2023 : ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો, બાંગ્લાદેશ સામે મળી હાર
| Edited By: | Updated on: Sep 15, 2023 | 11:15 PM

ભારતીય ટીમ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે. ભારત પહેલાથી જ ફાઈનલમાં પહોંચી ગયું છે અને બાંગ્લાદેશની ટીમ બહાર થઈ ગઈ છે.પરંતુ ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે તેની બેન્ચ સ્ટ્રેન્થ ટેસ્ટ કરી શકે છે. ટીમના બોલિંગ કોચ પારસ મહામ્બ્રેએ ગઈકાલે જ સંકેત આપ્યા હતા કે પ્લેઈંગ-11માં ફેરફાર થઈ શકે છે. પરંતુ ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશને હળવાશથી લેવાની કોશિશ નહીં કરે કારણ કે આ મેચમાં હાર ટીમ ઈન્ડિયાની જીતનો સિલસિલો બગાડી શકે છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Sep 2023 11:14 PM (IST)

    Ind vs Ban match live score : ટૂર્નામેન્ટમાં ભારતની પ્રથમ હાર

    Ind vs Ban match live score : એશિયા કપ 2023ની ફાઈનલ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત હારનો સામનો કરવો પડ્યો છે. સુપર-4ની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશના હાથે 6 રને હારી ગઈ હતી. શમી રન આઉટ થતાં ભારતની અંતિમ વિકેટ પડી હતી અને બાંગ્લાદેશ મેચ જીતી ગયું હતું.

  • 15 Sep 2023 11:02 PM (IST)

    IND vs BAN Live Score : અક્ષર પટેલ 42 રન બનાવી આઉટ

    IND vs BAN Live Score : સારી બેટિંગ કરી રહેલ અક્ષર પટેલ 42 રન બનાવી આઉટ થયો હતો. ભારતને અંતિમ ઓવરમાં મેચ જીતવા 12 રનની જરૂર છે.


  • 15 Sep 2023 10:55 PM (IST)

    BAN vs IND Super 4 Live Score : શાર્દુલ ઠાકુર આઉટ

    BAN vs IND Super 4 Live Score : ભારતને આઠમો ઝટકો લાગ્યો હતો, શાર્દુલ ઠાકુર 11 રન બનાવી આઉટ થયો હતો. ભારતને જીત માટે 11 બોલમાં 17 રનની જરૂર છે

  • 15 Sep 2023 10:47 PM (IST)

    IND vs Ban Super 4 Live Score : જીત માટે 18 બોલમાં 31 રનની જરૂર

    IND vs Ban Super 4 Live Score : ભારતને મેચ જીતવા 18 બોલમાં 31 રનની જરૂર છે. અક્ષર પટેલ અને શાર્દુલ  ઠાકુર ક્રિઝ પર હાજર છે.

  • 15 Sep 2023 10:28 PM (IST)

    India vs Bangladesh cricket live score : શુભમન ગિલ 121 રન બનાવી આઉટ

    India vs Bangladesh cricket live score : શુભમન ગિલ લડાયક સદી ફટકાર્યા બાદ આઉટ થયો હતો. ગિલે 133 બોલમાં પાંચ છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી 121 રન બનાવી આઉટ થયો હતો. મહેદી હસને શુભમનને કેચ આઉટ કર્યો હતો. 

  • 15 Sep 2023 10:01 PM (IST)

    India vs Bangladesh match live score : શુભમન ગિલની દમદાર સેન્ચુરી

    India vs Bangladesh match live score : ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલે શાનદાર ફોર્મ ચાલુ રાખતા બાંગ્લાદેશ સામે દમદાર સદી ફટકારી હતી. ગિલે વનડે કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી.

  • 15 Sep 2023 09:58 PM (IST)

    India vs Bangladesh live score : જાડેજા સાત રન બનાવી આઉટ

    India vs Bangladesh live score : મુસ્તફિઝુર રહેમાને ભારતને વધુ એક ઝટકો આપ્યો હતો. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા માત્ર 7 રન બનાવી આઉટ થયો હતો. શુભમન ગિલ સદીની નજીક પહોંચી ગયો છે.

  • 15 Sep 2023 09:39 PM (IST)

    Ind vs Ban cricket live score : સૂર્યકુમાર યાદવ 26 રન બનાવી આઉટ

    Ind vs Ban cricket live score : શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ વચ્ચે 46 રનની ભાગીદારીનો આખરે અંત આવ્યો હતો. મક્કમ રીતે બેટિંગ કરી રહેલ સૂર્યકુમાર યાદવને બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને આઉટ કર્યો હતો. ભારતની અડધી ટીમ પોવેલિયન ભેગી થઈ ગઈ છે.

  • 15 Sep 2023 09:22 PM (IST)

    Ind vs Ban match live score : સૂર્યા-શુભમને સંભાડી બાજી

    Ind vs Ban match live score : ટોપ ઓર્ડરના ફ્લોપ શો બાદ સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલે ટીમ ઈન્ડિયાની ઇનિંગને સંભાડી છે. શુભમન ફિફ્ટી ફટકારી ચૂક્યો છે, જ્યારે સૂર્યા મક્કમ બેટિંગ કરી રહ્યો છે. ભારતને મેચ જીતવા 20 ઓવરમાં વધુ 140 રનનો જરૂર છે.

  • 15 Sep 2023 08:54 PM (IST)

    Ind vs Ban live score today : ઈશાન કિશન 5 રન બનાવી આઉટ

    Ind vs Ban live score today : બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાનો ટોપમ ઓર્ડર ફ્લોપ સાબિત થયો હતો. રોહિત શર્મા, તિલક વર્મા, કેએલ રાહુલ બાદ ઇશાન કિશન પણ સસ્તામાં આઉટ થયો હતો. શુભમન ગિલ હજી ક્રિઝ પર હાજર  છે.

  • 15 Sep 2023 08:32 PM (IST)

    IND vs BAN Live Score : કેએલ રાહુલ આઉટ

    IND vs BAN Live Score : શુભમન ગિલ સાથે સારી ભાગીદારી બાદ સેટ કેએલ રાહુલ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો અને 19 રન બનાવી આઉટ થયો હતો. રાહુલના આઉટ થયા બાદ વધુ એક વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન ક્રિઝ પર પહોંચ્યો છે.

  • 15 Sep 2023 08:24 PM (IST)

    BAN vs IND Super 4 Live Score : રાહુલ-ગિલની મક્કમ બેટિંગ

    BAN vs IND Super 4 Live Score : બાંગ્લાદેશ સામે પહેલી જ ઓવરમાં કેપ્ટન રોહિત શર્મા અને બાદમાં તિલક વર્માની જલ્દી વિકેટ ગુમાવ્યા બાદ અનુભવી બેટ્સમેન કેએલ રાહુલ અને ઓપનર શુભમન ગિલે મક્કમતાથી ટીમની ઇનિંગને સંભાડી હતી. બંનેએ 74 બોલમાં 54 રનની મજબૂત ભાગીદારી કરી છે. કેએલ 17 અને શુભમન 41 રન બનાવી ક્રિઝ પર હાજર છે.

  • 15 Sep 2023 07:29 PM (IST)

    IND vs Ban Super 4 Live Score : તિલક વર્મા 5 રન બનાવી આઉટ

    IND vs Ban Super 4 Live Score : રોહિત શર્માની વિકેટ પડ્યા બાદ ક્રિઝ પર આવેલ તિલક વર્મા પણ કોઈ ખાસ કમાલ કરી શક્યો નહીં અને માત્ર 5 રન બનાવી આઉટ થઈ ગયો હતો. પોતાની ડેબ્યૂ વનડે મેચમાં તિલક ફ્લોપ સાબિત થયો હતો. તેને વિરાટની જગ્યાએ ટીમમાં સામેલ કરવાં આવ્યો હતો. તનઝીમ હસન સાકિબે તિલકને બોલ્ડ કર્યો હતો

  • 15 Sep 2023 07:20 PM (IST)

    India vs Bangladesh cricket live score : રોહિત 0 પર આઉટ

    India vs Bangladesh cricket live score : બાંગ્લાદેશ સામે 266 રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલ ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ભારતે પહેલી ઓવરના બીજા જ બોલ પર કેપ્ટન રોહિત શર્માની વિકેટ ગુમાવી હતી. રોહિત 0 પર આઉટ થયો હતો. તનઝીમ હસન સાકિબે રોહિતને કેચ આઉટ કર્યો હતો. 

  • 15 Sep 2023 06:51 PM (IST)

    India vs Bangladesh match live score : ભારતને 266 રનનો ટાર્ગેટ

    India vs Bangladesh match live score : બાંગ્લાદેશે મેચમાં વાપસી કરી છે અને 50 ઓવરમાં 265 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાને હવે મેચ જીતવા માટે 266 રન બનાવવા પડશે. બાંગ્લાદેશ તરફથી આ મેચમાં શાકિબ અલ હસને સૌથી વધુ 80 રન બનાવ્યા છે.

  • 15 Sep 2023 06:27 PM (IST)

    India vs Bangladesh live score : પ્રસિદ્ધ કૃષ્ણાને મળી પહેલી સફળતા

    India vs Bangladesh live score : બાંગ્લાદેશ તરફથી મજબૂત બેટિંગ કરી રહેલા નસુમ અહેમદ ને પ્રસિદ્ધ કૃષ્ણાએ 44 રન પર આઉટ કર્યો હતો. છ રન માટે તે પોતાની ફિફ્ટી ચૂકી ગયો હતો.

  • 15 Sep 2023 06:24 PM (IST)

    Ind vs Ban cricket live score : નસુમ અહેમદની દમદાર બેટિંગ

    Ind vs Ban cricket live score : ભારત સામે બાંગ્લાદેશે સારી બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. કેપ્ટન શાકિબ અલ હસન બાદ તૌહીદ હૃદયે 54 રનની દમદાર ઇનિંગ રમી હતી. હાલ ક્રિઝ પર નસુમ અહેમદ મજબૂત બેટિંગ કરી રહ્યો છે અને 44 રન પર નોટ આઉટ છે. 

  • 15 Sep 2023 06:00 PM (IST)

    Ind vs Ban match live score : મહોમ્મદ શમીએ લીધી બીજી વિકેટ

    Ind vs Ban match live score : બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાએ મજબૂત બોલિંગ કરી છે. મહોમ્મદ શમીએ ભારતને સાતમી સફળતા અપાવી હતી. શમીએ તૌહીદ હૃદયને આઉટ કર્યો હતો. 

  • 15 Sep 2023 05:29 PM (IST)

    Ind vs Ban live score today : શાર્દુલ ઠાકુરે ભારતને પાંચમી સફળતા અપાવી

    Ind vs Ban live score today : શાર્દુલ ઠાકુરે ભારતને પાંચમી સફળતા અપાવી હતી. શાર્દુલ ઠાકુરે બાંગ્લાદેશને મોટો ઝટકો આપતા કેપ્ટન શાકિબ અલ હસનને 80 રન પર આઉટ કર્યો હતો અને એક મજઈબૂત પાર્ટનરશિપ તોડી હતી.

  • 15 Sep 2023 05:12 PM (IST)

    IND vs BAN Live Score : શાકિબ અલ હસનની મક્કમ બેટિંગ

    IND vs BAN Live Score : એશિયા કપ 2023ની સુપર-4 મેચમાં ભારત સામે બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરતાં 30 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 157 રન બનાવી ળઇધ છે. કેપ્ટન શાકિબ અલ હસન ફિફ્ટી ફટકારી ચૂક્યો છે અને ક્રિઝ પર હાજર છે. જ્યારે તોહીદ હ્રિદોય બીજા છેડે શાકિબને સાથ આપી રહ્યો છે.

  • 15 Sep 2023 04:59 PM (IST)

    IND vs BAN Live Score: બાંગ્લાદેશનો સ્કોર 125/4

    27 ઓવર બાદ બાંગ્લાદેશનો સ્કોર 125/4

  • 15 Sep 2023 04:58 PM (IST)

    IND vs BAN Live: શાકિબની ODIમાં આ 55મી અડધી સદી

    બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ફિફ્ટી ફટકારીને ટીમ માટે શાનદાર વાપસી કરી છે. શાકિબે છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. શાકિબની ODIમાં આ 55મી અડધી સદી છે.

  • 15 Sep 2023 04:57 PM (IST)

    Ind vs Ban Live Score Asia cup 2023 : બાંગ્લાદેશનો સ્કોર 100 રનને પાર

    બાંગ્લાદેશે 26 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 124 રન બનાવ્યા છે. હાલમાં તૌહિદ 25 રન અને કેપ્ટન શાકિબ અલ હસન 60 રન સાથે ક્રિઝ પર છે. હસન અને અનામુલ હકને શાર્દુલ ઠાકુરે આઉટ કર્યા હતા. લિટન દાસને શમીએ બોલ્ડ કર્યો હતો. મિરાજને અક્ષર પટેલે પેવેલિયન મોકલ્યો હતો.

  • 15 Sep 2023 04:55 PM (IST)

    Ind vs Ban Live Score Asia cup 2023 : તૈહિદે સિક્સ ફટકારી

    તૈહિદે 26મી ઓવરના અક્ષર પટેલની ચોથા બોલ પર તેમજ શાકિબે છેલ્લા બોલ પર સિકસ ફટકારી

  • 15 Sep 2023 04:49 PM (IST)

    IND vs BAN Live Score:બાંગ્લાદેશનો સ્કોર 101 /4

    24 ઓવર પછી બાંગ્લાદેશનો સ્કોર ચાર વિકેટે 101 રન છે. શાકિબ અલ હસન 37 અને તૌફિક હૃદયોય 25 રને રમી રહ્યા છે.

  • 15 Sep 2023 04:47 PM (IST)

    Ind vs Ban Live Score Asia cup 2023 : તૈહિદે ચોગ્ગો ફટકાર્યો

    તૈહિદે આગળની ઓવરમાં 2 સિક્સ ફટકાર્યા બાદ, 24મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 15 Sep 2023 04:46 PM (IST)

    IND vs BAN Live Score: બાંગ્લાદેશનો સ્કોર 100ને નજીક

    23 ઓવર પછી બાંગ્લાદેશનો સ્કોર ચાર વિકેટે 97 રન છે. બાંગ્લાદેશનો સ્કોર 100 રનને નજીક પહોંચી ગયો છે. અત્યારે કેપ્ટન શાકિબ અલ હસન અને તૌહિદ ક્રિઝ પર છે. આ ઓવરમાં તૈહિદે 2 સિક્સ ફટકારી હતી.

  • 15 Sep 2023 04:43 PM (IST)

    Ind vs Ban Live Score Asia cup 2023 : તૌહિદે સિક્સ ફટકારી

    તૌહિદે 23મી ઓવરના તિલક વર્માના બીજા બોલ પર સિક્સ ફટકારી છે. ત્યારબાદ ચોથા બોલ પર ફરી એક સિક્સ ફટકારી હતી.

  • 15 Sep 2023 04:42 PM (IST)

    IND vs BAN Live Score: બાંગ્લાદેશનો સ્કોર 83/ 4

    બાંગ્લાદેશે 18 ઓવર પછી ચાર વિકેટે 71 રન બનાવ્યા છે. હાલમાં, શાકિબ અલ હસન 28 રન બનાવીને ક્રીઝ પર છે અને તૌહિદ હૃદયે ચાર રન બનાવ્યા છે. આ પહેલા અક્ષર પટેલે મેહદી હસન મિરાજને રોહિતના હાથે કેચ કરાવ્યો હતો. તે 13 રન બનાવી શક્યો હતો.

  • 15 Sep 2023 04:39 PM (IST)

    Ind vs Ban Live Score Asia cup 2023 : બાંગ્લાદેશનો સ્કોર 100ને નજીક

    બાંગ્લાદેશે 22 ઓવર પછી ચાર વિકેટે 82 રન બનાવ્યા છે.

  • 15 Sep 2023 04:35 PM (IST)

    Ind vs Ban Live Score Asia cup 2023 : શાકિબ અલ હસને ચોગ્ગો ફટકાર્યો

    બાંગ્લાદેશે 20 ઓવર પછી ચાર વિકેટે 78 રન બનાવ્યા છે. હાલમાં, શાકિબ અલ હસન 34 રન બનાવીને ક્રીઝ પર છે અને તૌહિદ 6 રન બનાવ્યા છે. આ પહેલા અક્ષર પટેલે મેહદી હસન મિરાજને રોહિતના હાથે કેચ કરાવ્યો હતો. તે 13 રન બનાવી શક્યો હતો.

  • 15 Sep 2023 04:32 PM (IST)

    IND vs BAN Live Score: ભારત એશિયા કપ 2023માં એક પણ મેચ હારી નથી

    ભારત અને શ્રીલંકાની ટીમ એશિયા કપની ફાઇનલમાં પહોંચી ગઇ છે. ભારત એશિયા કપ 2023 માં એક પણ મેચ હારી નથી. સુપર ફોરમાં ભારતની ટીમે શ્રીલંકાને માત આપી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચે રવિવારની ફાઇનલ એશિયા કપના ઇતિહાસમાં બંને ટીમ વચ્ચે 8મી ખિતાબી ટક્કર હશે. ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધી 7 ફાઇનલ રમાઇ છે જેમાં ભારત ચાર અને શ્રીલંકા ત્રણ મેચમાં વિજયી રહી છે.

  • 15 Sep 2023 04:30 PM (IST)

    IND vs BAN Live Score: વિરાટ કોહલીની મેદાન પર કોમેડી

  • 15 Sep 2023 04:26 PM (IST)

    IND vs BAN Live Score: શાકિબ અલ હસન અને તૌહીદ ક્રિઝ પર

    17 ઓવર બાદ બાંગ્લાદેશનો સ્કોર 68 રન છે. આ ઓવરમાં માત્ર 3 રન બાગ્લાદેશના ખાતામાં આવ્યા છે.

  • 15 Sep 2023 04:23 PM (IST)

    IND vs BAN Live Score: બાંગ્લાદેશની હાલત ખરાબ

    16 ઓવર પછી બાંગ્લાદેશનો સ્કોર ચાર વિકેટે 65 રન છે. અત્યારે કેપ્ટન શાકિબ અલ હસન 24 રન બનાવીને ક્રિઝ પર છે. સાથે તૌહિદ ક્રિઝ પર પહોંચી ગયો છે.

  • 15 Sep 2023 04:20 PM (IST)

    Ind vs Ban Live Score Asia cup 2023 : બાંગ્લાદેશનો સ્કોર 62/4

    15 ઓવર પછી બાંગ્લાદેશે 4 વિકેટ ગુમાવીને 62 રન બનાવી લીધા છે.

  • 15 Sep 2023 04:11 PM (IST)

    Ind vs Ban Live Score Asia cup 2023 : બાંગ્લાદેશને વધુ ઝટકો

    અક્ષર પટેલે મેહદી હસન મિરાજને રોહિત શર્માના હાથે કેચ કરાવીને બાંગ્લાદેશને ચોથો ઝટકો આપ્યો હતો. અક્ષરે 14મી ઓવરના છેલ્લા બોલ પર મેહદીને પેવેલિયન મોકલ્યો હતો. મહેદીએ 28 બોલમાં 13 રન બનાવ્યા હતા.

  • 15 Sep 2023 04:07 PM (IST)

    Ind vs Ban Live Score Asia cup 2023 : મેહદી હસન મિરાજે ચોગ્ગો ફટકાર્યો

    હસન મિરાજે 13મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો,13 ઓવરના અંતે બાંગ્લાદેશનો સ્કોર ત્રણ વિકેટે 58 રન છે

  • 15 Sep 2023 04:05 PM (IST)

    IND vs BAN Live Score: રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે ખિતાબ માટે જંગ

    એશિયા કપ 2023 માં ફાઇનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ અને શ્રીલંકાની ક્રિકેટ ટીમ વચ્ચે ટક્કર થશે. આ પણ વાંચો : Asia Cup 2023: રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે ખિતાબ માટે જંગ, જાણો બંને ટીમનો ફાઇનલમાં હેડ-ટુ-હેડ રેકોર્ડ

  • 15 Sep 2023 04:03 PM (IST)

    Ind vs Ban Live Score Asia cup 2023 : સૂર્ય અને તિલકે કેચ છોડ્યા

    હાલમાં મેહદી હસન મિરાજ સાત રન બનાવીને ક્રીઝ પર છે અને શાકિબ અલ હસને 17 રન બનાવ્યા છે. તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવે 10મી ઓવરમાં બે કેચ છોડ્યા હતા. શાર્દુલની આ ઓવરના ત્રીજા બોલ પર મિડ-વિકેટ પર ઊભેલા તિલક મેહદી હસન મિરાજનો આસાન કેચ ચૂકી ગયો હતો. આ પછી સૂર્યકુમાર યાદવે પણ છેલ્લા બોલ પર મેહદીનો કેચ છોડ્યો હતો.

  • 15 Sep 2023 04:01 PM (IST)

    IND vs BAN Live Score: બાંગ્લાદેશનો સ્કોર 50 રનને પાર

    શાકિબ અલ હસન અને મેહદી હસન મિરાજની જોડી ક્રિઝ પર છે.12 ઓવરના અંતે બાંગ્લાદેશનો સ્કોર ત્રણ વિકેટે 50 રન છે. શાકિબ અલ હસન 18 અને મેહદી હસન મિરાજ 7 રને રમી રહ્યા છે.

  • 15 Sep 2023 03:57 PM (IST)

    Ind vs Ban Live Score Asia cup 2023 : ક્રિઝ પર બાંગ્લાદેશનો કેપ્ટન

    11 ઓવર પછી બાંગ્લાદેશે ત્રણ વિકેટ ગુમાવીને 49 રન બનાવી લીધા છે. હાલમાં મેહદી હસન મિરાજ 7 રન બનાવીને ક્રીઝ પર છે અને શાકિબ અલ હસને 17 રન બનાવ્યા છે. અત્યાર સુધી શાર્દુલ ઠાકુરે બે અને મોહમ્મદ શમીએ એક વિકેટ ઝડપી છે. આ ઓવરમાં કુલ 5 રન આવ્યા છે

  • 15 Sep 2023 03:53 PM (IST)

    IND vs BAN Live Score: બાંગ્લાદેશનો સ્કોર 42 / 3

    10 ઓવર બાદ બાંગ્લાદેશનો સ્કોર 42 / 3 છે. આ ઓવરમાં બાંગ્લાદેશના ખાતામાં કુલ 8 રન આવ્યા છે.. શાકિબ અલ હસન 18 બોલમાં 14 રન અને મિરાજ 17 બોલમાં 7 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે.

  • 15 Sep 2023 03:47 PM (IST)

    Ind vs Ban Live Score Asia cup 2023 : બાંગ્લાદેશને 3 ઝટકા લાગ્યા, સ્કોર 36/3

    બાંગ્લાદેશે 3 વિકેટ ગુમાવી દીધી છે.9 ઓવર બાદ સ્કોર 36 / 3

  • 15 Sep 2023 03:43 PM (IST)

    IND vs BAN Live Score: બાંગ્લાદેશનો સ્કોર 34/3

    8ઓવર બાદ બાંગ્લાદેશનો સ્કોર 34/3 છે. શાકિબ અલ હસન 14 બોલમાં 13 રન અને હસન મિરાજ 7 બોલમાં 1 રન બનાવી રમી રહ્યા છે.

  • 15 Sep 2023 03:42 PM (IST)

    IND vs BAN Live Score: કેપ્ટન શાકિબ અલ હસને ચોગ્ગો ફટકાર્યો

    8મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો

  • 15 Sep 2023 03:38 PM (IST)

    IND vs BAN Live: શાકિબ અલ હસન અને હસન મિરાજ ક્રિઝ પર

    7 ઓવર પછી બાંગ્લાદેશનો સ્કોર ત્રણ વિકેટે 29 રન છે. હાલમાં કેપ્ટન શાકિબ અલ હસન અને મેહદી હસન મિરાજ ક્રિઝ પર છે. 7મી ઓવર મોહમ્મદ શમી લઈને આવ્યો હતો.

  • 15 Sep 2023 03:31 PM (IST)

    IND vs BAN Live Score: બાંગ્લાદેશને ત્રીજો ઝટકો

    શાર્દુલ ઠાકુરે અનામુલ હકને પેવેલિયનમાં મોકલ્યો છે. બાંગ્લાદેશની હાલત ખરાબ થઈ ગઈ છે. બાંગ્લાદેશનો સ્કોર 5.4 ઓવર પછી ત્રણ વિકેટે 28 રન છે. શાકિબ અલ હસન 9 રને અને હસન મિરાજ 0 રને અણનમ છે.

     

     

  • 15 Sep 2023 03:29 PM (IST)

    IND vs BAN Live Score: અનામુલ હકે ચોગ્ગો ફટકાર્યો

    છઠ્ઠી ઓવરના બીજા બોલ પર અનામુલે ચોગ્ગો ફટકાર્યો

  • 15 Sep 2023 03:28 PM (IST)

    IND vs BAN Live : બાંગ્લાદેશનો સ્કોર 24/2

    બાંગ્લાદેશે 15ના કુલ સ્કોર પર તેના બંને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી. લિટન દાસને શમીએ પેવેલિયનમાં મોકલ્યો હતો જ્યારે તંજીદ હસનને શાર્દુલ ઠાકુરે પેવેલિયનમાં મોકલ્યો હતો.

  • 15 Sep 2023 03:26 PM (IST)

    IND vs BAN Live: શાકિબ અલ હસને ચોગ્ગો ફટકાર્યો

  • 15 Sep 2023 03:24 PM (IST)

    IND vs BAN Live: બાંગ્લાદેશનો સ્કોર 20/2

    ચાર ઓવર બાદ બાંગ્લાદેશે બે વિકેટ ગુમાવીને 20 રન બનાવ્યા છે.

  • 15 Sep 2023 03:22 PM (IST)

    IND vs BAN Live: 15ના સ્કોર પર બાંગ્લાદેશને બીજો ફટકો

    15ના સ્કોર પર બાંગ્લાદેશને બીજો ફટકો, શમી-શાર્દુલને એક-એક સફળતા મળી.બાંગ્લાદેશને ચોથી ઓવરમાં 15ના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. શાર્દુલ ઠાકુરે તાનજીદ હસનને ક્લીન બોલ્ડ કર્યો હતો. તે 12 બોલમાં 13 રન બનાવી શક્યો હતો. શાર્દુલને ચોથી ઓવરના પહેલા જ બોલ પર સફળતા મળી હતી. આ પહેલા શમીએ લિટન દાસને ત્રીજી ઓવરમાં બોલ્ડ કર્યો હતો. લિટન ખાતું પણ ખોલાવી શક્યો નહોતો.

     

     

  • 15 Sep 2023 03:11 PM (IST)

    Ind vs Ban Live Score Asia cup 2023 : બાંગ્લાદેશને પ્રથમ ઝટકો

    બાંગ્લાદેશને પહેલો ફટકો, શમીએ લિટન દાસને ક્લીન બોલ્ડ કર્યો

  • 15 Sep 2023 03:11 PM (IST)

    Ind vs Ban Live Score Asia cup 2023 : બીજી ઓવરમાં કુલ8 રન આવ્યા

  • 15 Sep 2023 03:08 PM (IST)

    Ind vs Ban Live Score Asia cup 2023 :, તન્ઝીદ હસન ચોગ્ગો ફટકાર્યો

    તન્ઝીદ હસને બીજી ઓવરના  ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, ત્યારબાદ ચોથા બોલ પર ફરી એક ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 15 Sep 2023 03:06 PM (IST)

    IND vs BAN Live Score: બાંગ્લાદેશનો સ્કોર 5/0

    પ્રથમ ઓવર બાદ બાંગ્લાદેશનો સ્કોર 5/0 છે. તન્ઝીદ હસન 5 બોલમાં 5 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યો છે.લિટન દાસ 1 રન પર રમી રહ્યો છે.

     

  • 15 Sep 2023 03:05 PM (IST)

    Ind vs Ban Live Score Asia cup 2023 : પહેલી ઓવર મોહમ્મદ શમી લઈને આવ્યો

    ભારતની પહેલી ઓવર મોહમ્મદ શમી લઈને આવ્યો હતો. બાંગ્લાદેશના લિટેન દાસ અને તન્ઝીદ હસને ઈનિગ્સની શરુઆત કરી છે.

  • 15 Sep 2023 03:02 PM (IST)

    Ind vs Ban Live Score Asia cup 2023 :, તન્ઝીદ હસન ચોગ્ગો ફટકાર્યો

    બાંગ્લાદેશના ખેલાડી તન્ઝીદ હસને ક્રિઝ પર આવતાની સાથે જ ચોગ્ગો ફટકાર્યો

  • 15 Sep 2023 02:59 PM (IST)

    IND vs BAN Live Score: અય્યર હજુ પણ ફિટ નથી

    બાંગ્લાદેશ સામે પણ શ્રેયસ અય્યરને તક મળી નથી. તેનો અર્થ એ કે તેઓ હજુ પણ સંપૂર્ણ રીતે ફિટ નથી. સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણ એશિયા કપ 2023માં પ્રથમ વખત પ્રવેશ કરી રહ્યા છે.

  • 15 Sep 2023 02:45 PM (IST)

    IND vs BAN Live Score: બંને ટીમની પ્લેઇંગ-11

    ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, તિલક વર્મા, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, પ્રસિદ્ધ કૃષ્ણ, મોહમ્મદ શમી.

    બાંગ્લાદેશ: તનજીદ હસન તમીમ, લિટન દાસ (વિકેટમાં), અનામુલ હક, શાકિબ અલ હસન (કેપ્ટન), તૌહીદ હ્રિદોય, શમીમ હુસૈન, મેહદી હસન મિરાજ, મેહદી હસન, નસુમ અહેમદ, તન્ઝીદ હસન શાકિબ, મુસ્તફિઝુર રહેમાન.

  • 15 Sep 2023 02:42 PM (IST)

    IND vs BAN Live Score:ટીમ ઈન્ડિયાએ પાંચ ફેરફાર કર્યા

    ટીમ ઈન્ડિયાએ પાંચ ફેરફાર કર્યા છે. તિલક વર્મા ડેબ્યુ કરી રહ્યા છે. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ બહાર છે. તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણ, શાર્દુલ ઠાકુરને તક મળી.

  • 15 Sep 2023 02:32 PM (IST)

    IND vs BAN Live Score:ભારતે જીત્યો ટોસ

    ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બાંગ્લાદેશ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્લેઇંગ-11માં 5 ફેરફાર કરવામાં આવ્યા છે. વિરાટ કોહલીથી લઈને હાર્દિક પંડ્યા આ મેચ નથી રમી રહ્યા.

  • 15 Sep 2023 02:32 PM (IST)

    IND vs BAN Live Score: તિલક વર્મા વનડે ડેબ્યૂ કરશે

    યુવા બેટ્સમેન તિલક વર્માને બાંગ્લાદેશ સામેની સુપર-4 મેચમાં ટીમમાં સ્થાન મળ્યું છે. તે વનડેમાં પદાર્પણ કરવા જઈ રહ્યો છે. તાજેતરમાં જ તેણે વેસ્ટ ઈન્ડિઝ સિરીઝમાં ટી20માં ડેબ્યૂ કર્યું હતું. તિલક આઈપીએલમાં છેલ્લી 2 સિઝનથી સારું પ્રદર્શન કરી રહ્યો છે.

  • 15 Sep 2023 02:30 PM (IST)

    IND vs BAN Live Score: બાંગ્લાદેશ જીતથી વિદાય ઈચ્છશે

    બાંગ્લાદેશ માટે આ ટૂર્નામેન્ટની આ છેલ્લી મેચ છે. તેણે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું નથી. જો કે, તે ભારત સામેની આ મેચ જીતીને વિજયી વિદાય લેવા માંગશે.

  • 15 Sep 2023 02:28 PM (IST)

    IND vs BAN Live Score:ભારત અને બાંગ્લાદેશ ટૂંક સમયમાં ટકરાશે, તિલક વર્મા વનડે ડેબ્યૂ કરશે

  • 15 Sep 2023 02:28 PM (IST)

    Ind vs Ban Live Score Asia cup 2023 : એશિયા કપની ફાઈનલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મુકાબલો

    વર્તમાન વિજેતા શ્રીલંકાએ એશિયા કપ-2023ની ફાઇનલમાં પાકિસ્તાનને એક શ્વાસ થંભાવી દેનારી મેચમાં હરાવીને જગ્યા બનાવી લીધી છે. ફાઇનલમાં શ્રીલંકાનો મુકાબલો ભારત સામે થશે જે પહેલાથી જ ટાઇટલ મેચમાં પહોંચી ચૂક્યું છે. બંને ટીમો રવિવારે ફાઈનલ રમશે.

  • 15 Sep 2023 02:27 PM (IST)

    IND vs BAN Live Score: બાંગ્લાદેશ જીતથી વિદાય ઈચ્છશે

    બાંગ્લાદેશ માટે આ ટૂર્નામેન્ટની આ છેલ્લી મેચ છે. તેણે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું નથી. જો કે, તે ભારત સામેની આ મેચ જીતીને વિજયી વિદાય લેવા માંગશે.

  • 15 Sep 2023 02:25 PM (IST)

    IND vs BAN Live Score: શું મેચ રમાશે?

    કોલંબોમાં સતત વરસાદ પડી રહ્યો છે. આજે પણ વરસાદની સંભાવના છે. Accuweather ના અહેવાલ મુજબ આજે ચાર કલાક સુધી વરસાદની સંભાવના છે.

  • 15 Sep 2023 02:15 PM (IST)

    Ind vs Ban Live Score Asia cup 2023 : ભારત-બાંગ્લાદેશ મેચનો પીચ રિપોર્ટ

    આર પ્રેમદાસા સ્ટેડિયમની પીચ સ્પિનરો માટે વધુ મદદરૂપ છે. અહીં પ્રથમ બેટિંગ કરનારી ટીમ સફળ રહે છે. આ પિચનો રેકોર્ડ રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં આ જોવા મળ્યું હતું. ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં પણ આવું બન્યું હતું. આવી સ્થિતિમાં બંને ટીમો વધુ સ્પિનરો સાથે મેચમાં ઉતરી શકે છે.

  • 15 Sep 2023 01:59 PM (IST)

    Ind vs Ban Live Score Asia cup 2023 : એશિયા કપ દરમિયાન ટીમ ઈન્ડિયાને ફાયદો થયો

    એશિયા કપમાં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચ પહેલા ICC ODI રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાને ફાયદો થયો છે. ICC ODI રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા બીજા સ્થાને પહોંચી ગઈ છે.

  • 15 Sep 2023 01:50 PM (IST)

    Ind vs Ban Live Score Asia cup 2023 : ભારતના પ્લેઈંગ 11માં ફેરફાર થઈ શકે છે

    ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી મેચમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. ટીમ ઈન્ડિયા છેલ્લી મેચમાં જ ફાઈનલ મેચ માટે ક્વોલિફાઈ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં, તે ટીમના તમામ ખેલાડીઓને તક આપવા માટે તેના પ્લેઇંગ 11માં ફેરફાર કરી શકે છે.

  • 15 Sep 2023 01:40 PM (IST)

    IND vs BAN Live Score: મેચમાં વરસાદની શક્યતા

    કોલંબોમાં યોજાનારી આ મેચમાં પણ વરસાદની શક્યતા છે. આર પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાનારી આ મેચના દિવસે બપોરે 2.30 થી 4 વાગ્યા સુધી ભારે વરસાદ પડી શકે છે. હવામાન અહેવાલ મુજબ દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાનની વાત કરીએ તો તે 32 ડિગ્રીની આસપાસ રહી શકે છે. રાત્રે તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે.

  • 15 Sep 2023 01:35 PM (IST)

    IND vs BAN Live Score:ફાઈનલ પહેલા ભારત સામે બાંગ્લાદેશનો પડકાર

    ટીમ ઈન્ડિયા પહેલા જ ફાઈનલમાં પહોંચી ગઈ છે જ્યાં તેનો મુકાબલો શ્રીલંકા સાથે થશે. હવે સુપર-4ની છેલ્લી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે, જેનું કોઈ મહત્વ નથી, કારણ કે બાંગ્લાદેશ પહેલેથી જ ટૂર્નામેન્ટમાંથી બહાર છે.

  • 15 Sep 2023 01:25 PM (IST)

    Ind vs Ban Live Score Asia cup 2023 : શું બેન્ચ સ્ટ્રેન્થને તક મળશે?

    આ મેચ ભારત માટે તેની બેન્ચ સ્ટ્રેન્થ ચકાસવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેની પાસે તેના ખેલાડીઓને તક આપવા અને મેચ માટે પૂરતો સમય આપવાની તક પણ છે. આવી સ્થિતિમાં શ્રેયસ અય્યર અને મોહમ્મદ શમીને આ મેચમાં તક મળી શકે છે.

  • 15 Sep 2023 01:15 PM (IST)

    IND vs BAN Live Score:એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં શ્રીલંકાએ પાકિસ્તાનને બે વિકેટે હરાવ્યું

    આ સાથે શ્રીલંકાની ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. વરસાદના કારણે વિક્ષેપિત મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 42 ઓવરમાં 252 રન બનાવ્યા હતા. ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ, શ્રીલંકાને 252 રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને શ્રીલંકાએ આઠ વિકેટ ગુમાવીને છેલ્લા બોલે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
    મેચ પર પણ વરસાદનું સંકટ

  • 15 Sep 2023 12:58 PM (IST)

    IND vs BAN Live Score: ભારત અને બાંગ્લાદેશ આમને સામને

    ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે એશિયા કપની સુપર 4 મેચ રમાશે. બંન્ને ટીમ કોલંબોની આર પ્રેમાદાસ સ્ટેડિયમમાં ટક્કર થશે. મેચ ભારતીય સમયઅનુસાર બપોરના 3 કલાકે શરુ થશે.

  • 15 Sep 2023 01:10 AM (IST)

    Ind vs Ban Live Score Asia cup 2023 : સુપર-4ની આજે છેલ્લી મેચ

    એશિયા કપ 2023 સુપર-4ની છેલ્લી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. આ મેચ કોલંબોના આર. પ્રેમદાસા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

Published On - 12:57 pm, Fri, 15 September 23