ભારતીય ટીમેના સુકાની કેએલ રાહુલે ચટગાંવ ટેસ્ટ માં ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારત સામે બાંગ્લાદેશના બોલરોએ શરુઆતમાં આક્રમણ કરી મુશ્કેલી સર્જી દીધી હતી. ભારતે 48 રનના સ્કોર પર જ ત્રણ મહત્વની ટોચની વિકેટો ગુમાવી દીધી હતી. પરંતુ બાદમાં ચેતેશ્વર પુજારા દિવાલ બનીને પિચ પર ઉભો રહ્યો હતો. પુજારા અને શ્રેયસ અય્યરની રમતને લઈ ભારતની સ્થિતી પ્રથમ દિવસને અંતે મજબૂત બની હતી. ભારતે 6 વિકેટના નુક્સા પર 278 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
શરુઆતમાં સુકાની કેએલ રાહુલ અને શુભમન ગિલની વિકેટ 45 રનના સ્કોર પર જ ભારતે ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી પણ માત્ર 1 જ રન નોંધાવી પેવેલિયન પરત ફર્યો હતો. પુજારા અને ઋષભ પંતે જોકે, બાંગ્લાદેશે 85મી અને 90મી ઓવરમાં બે વિકેટ લઈને ભારતને ફરીથી દબાણમાં લાવી દીધું હતું. જોકે અય્યર રમતમાં હોવાને લઈ ભારતીય ટીમનો સ્કોર હજુ વધુ મજબૂત થવાની આશા છે. અય્યરને પોતાની ઈનીંગને બીજા દીવસની શરુઆતે સદીમાં ફેરવવાની તક છે.
પ્રથમ દિવસની રમના અંતે ભારતીય ટીમે 278 રનના સ્કોર નોંધાવ્યો હતો. ભારત તરફથી ચેતેશ્વર પુજારા અને શ્રેયસ અય્યરે અડધી સદી નોંધાવી છે. અય્યર પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં 82 રનના સ્કોર સાથે રમતમાં છે. તેની રમતને લઈ ભારતીય ટીમ સારો સ્કોર નોંધાવી શકે છે. આ પહેલા ચેતેશ્વર પુજારાએ આ પહેલા 90 રનની શાનદાર ઈનીંગ રમી હતી. ઋષભ પંતે 46 રનની ઈનીંગ રમ્યો હતો, તે અડધી સદીની નજીક પહોંચીને વિકેટ ગુમાવી બેઠો હતો.
પુજારા અને અય્યર બંનેની 112 રનની ભાગીદારી રમત રમી હતી. તેમની આ રમતને પગલે ભારતીય ટીમ મુશ્કેલીને ટાળી શક્યુ હતુ. બંનેની રમતને પગલે ભારતીય ટીમ 261 રનનો સ્કોર પર પહોંચ્યો હતો. પુજારા તૈઝુલના બોલ પર બોલ્ડ થઈ ને પરત ફર્યો હતો. તે સદીની નજીક પહોંચીને પેવેલિયન પરત ફર્યો હતો. 2019 થી તે સદીથી દુર છે. ટેસ્ટ ક્રિકેટમાં પુજારાએ 18 સદી નોંધાવી છે.
બાંગ્લાદેશ તરફથી તૈઝુલે ત્રણ વિકેટ ઝડપી હતી. મિરાજને વિકેટ મળી હતી જ્યારે અહેમદ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. ઇબાદત હુસૈન, કેપ્ટન શાકિબ અલ હસન અને યાસિર અલીને એક પણ વિકેટ મળી ન હતી.