IND vs AUS: ચેન્નાઈમાં જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમોને મળ્યુ રોમાંચક પરિણામ, ટેસ્ટ ઈતિહાસમાં માત્ર બીજી વાર બન્યો સંજોગ

ભારત અને ઓસ્ટ્રેલિયા (India Vs Australia) વચ્ચે 1986માં ચેન્નાઈમાં રમાયેલી ટેસ્ટ મેચ ટાઈ રહી હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ બીજી ટાઈ મેચ હતી.

IND vs AUS: ચેન્નાઈમાં જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમોને મળ્યુ રોમાંચક પરિણામ, ટેસ્ટ ઈતિહાસમાં માત્ર બીજી વાર બન્યો સંજોગ
Team India એ બીજા દાવમાં જબરદસ્ત બેટીંગ કરી હતી (Photo-Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2022 | 9:49 AM

હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (India Vs Australia) વચ્ચે વ્હાઈટ બોલ સિરીઝ રમાઈ રહી છે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ (Australin Cricket Team) ભારતના પ્રવાસે છે. ક્રિકેટના શોર્ટ ફોર્મેટની આ સિરીઝ પર દુનિયાભરની નજર ટી20 વિશ્વકપની તૈયારીઓને લઈ છે. જોકે ક્રિકેટની વાત કરવામાં આવે તો તેની શરુઆત ટેસ્ટ ફોર્મેટથી થઈ હતી. 145 વર્ષ દુનિયામાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી અને આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3 ફોર્મેટ ઉપલબ્ધ છે. જોકે ટેસ્ટ ક્રિકેટમાં એવુ મોટે ભાગે જોવા નથી મળતુ જે શોર્ટ ફોર્મેટની મેચોમાં જોવા મળે છે. ખાસ કરીને મેચ ટાઈમાં પરીણમવી. ભારતીય ટીમ (Indian Cricket Team) ના બેટ્સમેનોએ બીજા દાવમાં જબરદસ્ત બેટીંગ વડે ટીમ ને જીતની ઉંબરે લાવી દીધી હતી.

પરંતુ આવુ ટેસ્ટ ક્રિકેટમાં બન્યુ હતુ, એ પણ ભારતમાં જ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નાઈમાં ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. વર્ષ 1986 નુ હતુ અને તારીખ આજના દિવસની એટલે કે 22 સપ્ટેમ્બર હતી. તે દિવસે ટેસ્ટ મેચ થઈ હતી. આ પરિણામને લઈ ક્રિકેટના ચાહકો અને ક્રિકેટની દુનિયા પણ આશ્ચર્યમાં હતી. કારણ કે આવુ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં માત્ર બીજી વાર બન્યુ હતુ અને તેને નિહાળનારા ચેન્નાઈના સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકો ઐતિહાસિક પળના સાક્ષી બન્યા હતા.

ચેન્નઈમાં રમાઈ હતી ટેસ્ટ ક્રિકેટની બીજી ટાઈ મેચ

ઓસ્ટ્રેલિયાની ટીમ 1986માં ભારતના પ્રવાસે આવી હતી. આ પ્રવાસમાં ચેન્નાઈમાં બંને વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ ટાઈ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટે 574 રન બનાવી પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. ટીમ તરફ પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા ઓપનર ડેવિડ બૂન અને એલન બોર્ડરે સદી ફટકારી હતી. જ્યારે ડીન જોન્સે બેવડી સદી ફટકારી હતી. ભારતીય ટીમ માટે કપિલ દેવે 119 રનની ઇનિંગ રમી હતી, જે બાદ ભારતે પ્રથમ ઇનિંગમાં 397 રન બનાવ્યા હતા. ભારત પ્રથમ દાવ બાદ 177 રનથી પાછળ હતું. તે સમયે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે ભારત મેચ જીતવાની નજીક પહોંચી શકશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

177 રન પાછળ રહીને પણ ભારત જીતની નજીક પહોંચ્યુ

ઓસ્ટ્રેલિયન ટીમનો બીજો દાવ આવ્યો ત્યારે તેણે પાંચ વિકેટના નુકસાને 170 રન પર આ દાવ ડિકલેર કર્યો હતો. આ વખતે સૌથી વધુ સ્કોર 49 રનનો હતો જે ડેવિડ બૂને બનાવ્યો હતો. ભારતને જીતવા માટે 348 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ટીમ તરફથી સુનીલ ગાવસ્કરે 90 અને મોહિન્દર અમરનાથે 51 રન બનાવ્યા હતા. તે જ સમયે, રવિ શાસ્ત્રીએ અણનમ 42 રન બનાવ્યા અને કોઈક રીતે ટીમ ઈન્ડિયાને જીતની નજીક પહોંચાડી દીધી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">