લગ્નના 3 દિવસ બાદ તુરત જ ફિટ રહેવામાં વ્યસ્ત થઈ ગયો કેએલ રાહુલ, કહ્યુ-જમ્પ સ્ટાર્ટ, Video

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી કેએલ રાહુલે હાલમાં જ લગ્ન કર્યા છે. બોલિવુડ એક્શન હિરો સુનિલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. રાહુલ લગ્નના તુરત બાદ ફિટ રહેવાના પ્રયાસ સાથે હવે નિયમિત થવા લાગ્યો છે.

લગ્નના 3 દિવસ બાદ તુરત જ ફિટ રહેવામાં વ્યસ્ત થઈ ગયો કેએલ રાહુલ, કહ્યુ-જમ્પ સ્ટાર્ટ, Video
KL Rahul Starts training ahead of IND vs AUS Test Series
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2023 | 10:37 AM

ભારતીય ટીમના સ્ટાર ખેલાડી કેએલ રાહુલના લગ્ન તાજેતરમાં જ સંપન્ન થયા છે. બોલિવુડના એક્શન હિરો સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી સાથે ગત 23 જાન્યુઆરીએ લગ્નના ફેરા ફર્યા છે. હવે લગ્નના ત્રણ દિવસ બાદ તુરત જ તે હવે વ્યસ્ત બની ગયો છે. કેએલ રાહુલ હાલમાં ન્યુઝીલેન્ડ સામેની વ્હાઈટ બોલ સિરીઝથી લગ્ન માટે રજાઓ પર છે. હવે તે આગામી મહિને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ જશે. રાહુલે આ માટે હવે પોતાને તૈયાર રાખવો જરુરી છે, અને તે આમ જ કરતો જોવા મળી રહ્યો છે.

કેએલ રાહુલ લગ્નના ત્રણ દિવસ બાદ જ પરસેવો વહાવવા લાગી ચૂક્યો છે. તે જીમમાં ટ્રેનિંગ લેતો વિડીયો પણ પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જે મુજબ ટ્રેડ મિલ અને વેટ ટ્રેનિંગ કરતો વિડીયોમાં જોવા મળી રહ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ટેસ્ટ સિરીઝ માટે ટીમ સાથે જોડાશે

આગામી મહિને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ભારત પ્રવાસે આવી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરી થી બોર્ડર ગાવાસ્કર ટેસ્ટ સિરીઝ શરુ થઈ રહી છે. 4 મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ નાગપુરમાં રમાનારી છે. આ માટે ભારતી ટીમનો અભ્યાસ કેમ્પ નાગપુરમાં શરુ થવાનો છે. ભારતીય સ્ક્વોડના ખેલાડીઓ કેમ્પમાં જવા માટે મુંબઈમાં એકઠા થનારા છે, બાદમાં નાગપુર પહોંચશે. ચાર દિવસના કેમ્પ પહેલાથી જ ખેલાડીઓ એકઠા થઈ શકે છે. આમ કેએલ રાહુલ પણ તેમાં જોડાઈ જશે.

દશેક મહિનાના સમયગાળા બાદ ભારતમાં ઘર આંગણે ટેસ્ટ સિરીઝ યોજાઈ રહી છે. આમ ઘર આંગણે જ ખેલાડીઓને રેડ બોલ અભ્યાસ કરવાનો મોકો મળશે. આ પહેલા કેએલ રાહુલ પોતાનો આ વિડીયો શેર કર્યો છે. જેને ભારતીય ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

View this post on Instagram

A post shared by KL Rahul👑 (@klrahul)

પંતના સ્થાને રાહુલ પર મદાર

ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં રાહુલ પર જવાબદારી વધી જશે. ઋષભ પંત અકસ્માતને લઈ ટીમ ઈન્ડિયાથી દૂર છે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ભારતીય ટીમમાં કેએલ રાહુલને પંતની ગેરહાજરીમાં વધારે ભાર સહન કરવો પડશે. તેણે પંતની ખોટ ના સાલે એનુ પુરુ ધ્યાન રાખવુ પડશે., જોકે રાહુલ અંતિમ ટેસ્ટ સિરીઝમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. અંતિમ સિરીઝ બાંગ્લાદેશમા રમાઈ હતી. બે મેચોની ટેસ્ટ શ્રેણીમાં રાહુલનુ બેટ ફ્લોપ રહ્યુ હતુ.

ભારતીય ટીમને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાનો મોકો છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ આ માટે મહત્વની બની રહેશે. આવી સ્થિતીમાં રાહુલ સહિતના ખેલાડીઓએ દમદાર પ્રદર્શન બતાવવુ પડશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">