IND vs AUS: સ્ટ્રાઈક રેટના સવાલ પર થતા જ કેએલ રાહુલે આપ્યો જવાબ, કહ્યુ દુનિયામાં કોઈ પરફેક્ટ નથી

જ્યારથી કેએલ રાહુલ (KL Rahul) ઈજામાંથી પાછો ફર્યો છે, ત્યારથી તે તેના જૂના ફોર્મમાં જોવા મળ્યો નથી અને ન તો તેનો સ્ટ્રાઈક રેટ સમાન દેખાઈ રહ્યો છે. જેના કારણે તે ટીકાકારોના નિશાના પર રહ્યો છે.

IND vs AUS: સ્ટ્રાઈક રેટના સવાલ પર થતા જ કેએલ રાહુલે આપ્યો જવાબ, કહ્યુ દુનિયામાં કોઈ પરફેક્ટ નથી
KL Rahul ને પ્રેસકોન્ફરન્સમાં સ્ટ્રાઈક રેટનો સવાલ કરાયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2022 | 8:51 PM

ભારતીય ટીમ (Indian Cricket Team) ના બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) ને તેની બેટિંગને કારણે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેના બેટમાંથી રન નથી નીકળી રહ્યા, પરંતુ આ સિવાય તે પોતાની સ્ટ્રાઈક રેટના કારણે ટીકાકારોના નિશાના પર છે. જો જાન્યુઆરી 2021થી તેનો T20 સ્ટ્રાઈક રેટ જોવામાં આવે તો તે 127.96 રહ્યો છે. મંગળવારે ઓસ્ટ્રેલિયા (India Vs Australia) સામેની મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં રાહુલને સ્ટ્રાઈક રેટ વિશે પૂછવામાં આવ્યું, જેના જવાબમાં રાહુલે કહ્યું કે તે તેના પર કામ કરી રહ્યો છે.

ભારતીય વાઇસ કેપ્ટન રાહુલે સોમવારે કહ્યું કે તે તેની રમતના ઘણા પાસાઓ પર કામ કરી રહ્યો છે અને સ્ટ્રાઇક રેટ તેમાંથી એક છે. એશિયા કપમાં પણ રાહુલ બહુ સફળ રહ્યો ન હતો. અફઘાનિસ્તાન સામે તેના બેટમાંથી કેટલાક રન ચોક્કસ હતા, પરંતુ તે પહેલા તે ઝિમ્બાબ્વે પ્રવાસ પર એશિયા કપની મેચોમાં વધુ રન બનાવી શક્યો ન હતો.

કોઈ પરફેક્ટ નથી-રાહુલ

પોતાની બેટિંગના સવાલ અંગે રાહુલે કહ્યું કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી. તેણે કહ્યું, “કોઈ પણ સંપૂર્ણ નથી. ડ્રેસિંગ રૂમમાં કોઈ પરફેક્ટ નથી હોતું. દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે કંઈક હાંસલ કરવા માટે કામ કરે છે. દરેક વ્યક્તિની ચોક્કસ ભૂમિકા હોય છે. દેખીતી રીતે, સ્ટ્રાઇક રેટની ગણતરી કરવામાં આવે છે. તમે ક્યારેય જોશો નહીં કે બેટ્સમેને કયા સ્ટ્રાઈક રેટ પર રન બનાવ્યા, શું તેના માટે 200ના સ્ટ્રાઈક રેટથી રન બનાવવું જરૂરી હતું કે પછી જો તે 100-120ના સ્ટ્રાઈક રેટથી રન બનાવે તો પણ તે જીતી ગયો હોત. દરેક જણ આવી વસ્તુઓનું વિશ્લેષણ કરતું નથી.”

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

‘આપણે આપણી જાતની ટીકા કરીએ છીએ’

ભારતીય ટીમ ઘણી વખત મલ્ટી-ટીમ ટૂર્નામેન્ટમાં નિષ્ફળ જતી જોવા મળી છે. તાજેતરમાં એશિયા કપ-2022માં પણ ટીમ ફાઇનલમાં પહોંચી શકી નહોતી. આ માટે ટીમની ઘણી ટીકા થઈ રહી છે. રાહુલે કહ્યું કે ટીમ બીજા કોઈ કરતાં પોતાની ટીકા વધારે કરે છે. તેણે કહ્યું, “દર વખતે ટીકા થાય છે. તમે ટીકા કરો છો તેના કરતાં અમે અમારી વધુ ટીકા કરીએ છીએ. અમે જીતવાના સપના જોતા હોઈએ છીએ. અમે અમારા દેશનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. અમે વર્લ્ડ કપ જીતવા માંગીએ છીએ અને તે જ અમારા મગજમાં છે. જ્યારે અમે સારું નથી કરતા, ત્યારે અમે અમારા પર જ વધુ નાખુશ હોઈએ છીએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">