ભારતીય ક્રિકેટ ટીમ મહિલા એશિયા કપની (Women’s Asia Cup) તેમની પાંચમી લીગ મેચમાં આજે યજમાન બાંગ્લાદેશ સામે મેચ રમશે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. છેલ્લી મેચમાં પાકિસ્તાન (pakistan) સામે હાર્યા બાદ ભારતીય ટીમનો નંબર વનનો સ્થાન ખતરામાં છે. પાકિસ્તાને ભારતને 13 રને પરાજય આપીને તેના વિજય અભિયાનને રોકી દીધું હતું. આ જીત સાથે પાકિસ્તાનની ટીમ સાત ટીમના પોઈન્ટ ટેબલમાં ભારતની નજીક પહોંચી ગઈ છે. હરમનપ્રીત કૌર એન્ડ કંપનીની ટીમને બાંગ્લાદેશ સામે જીતની જરૂર છે. જો બાંગ્લાદેશની ટીમ આ મેચમાં વિજય નોંધાવવામાં સફળ રહે છે તો પાકિસ્તાન અથવા યજમાન ટીમ ભારત પાસેથી નંબર વનની ખુરશી છીનવી શકે છે.
Toss Update 🚨#TeamIndia have won the toss and elect to bat first against Bangladesh.
Follow the match ➡️ https://t.co/YrBDw2RKTJ#INDvBAN | #AsiaCup2022 pic.twitter.com/zZMlfqbHNh
— BCCI Women (@BCCIWomen) October 8, 2022
ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ચારમાંથી 3 મેચ જીતીને છ પોઈન્ટ સાથે નંબર વન પર છે જ્યારે પાકિસ્તાનના પણ એટલી જ મેચમાં 6 પોઈન્ટ છે. એટલા જ પોઈન્ટ્સ હોવા છતાં પાકિસ્તાનની ટીમ નેટ રન રેટના આધારે ભારત કરતા પાછળ છે. ભારતનો નેટ રનરેટ +2.480 છે જ્યારે પાકિસ્તાન +1.684 નેટ રનરેટ સાથે બીજા ક્રમે છે. ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ચારમાંથી 3 મેચ જીતીને છ પોઈન્ટ સાથે નંબર વન પર છે જ્યારે પાકિસ્તાનના પણ એટલી જ મેચમાં 6 પોઈન્ટ છે. એટલા જ પોઈન્ટ્સ હોવા છતાં પાકિસ્તાનની ટીમ નેટ રન રેટના આધારે ભારત કરતા પાછળ છે. ભારતનો નેટ રનરેટ +2.480 છે જ્યારે પાકિસ્તાન +1.684 નેટ રનરેટ સાથે બીજા ક્રમે છે.
યજમાન બાંગ્લાદેશ અત્યાર સુધીમાં 3 મેચ રમ્યું છે જેમાંથી તેણે બેમાં જીત મેળવી છે. બાંગ્લાદેશની ટીમ ચાર પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. બાંગ્લાદેશનો નેટ રેટ +1.829 છે અને તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. બાંગ્લાદેશ એ જ ટીમ છે જેણે ગત એશિયા કપમાં ભારતને હરાવીને પ્રથમ વખત ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. આ સિવાય ગ્રુપ સ્ટેજમાં પણ બાંગ્લાદેશે ભારતને હરાવ્યું હતું.
ભારત અને બાંગ્લાદેશની ટીમો અત્યાર સુધી T20 મેચમાં 12 વખત મેચ રમયા છે. આ દરમિયાન ભારતે 10 મેચ જીતી છે જ્યારે બાંગ્લાદેશે બે મેચ જીતી છે. બાંગ્લાદેશમાં રમાયેલી 4 મેચમાંથી તમામમાં ભારતે જીત મેળવી છે. તે જ સમયે, એશિયામાં રમાયેલી 11 મેચોમાંથી, ભારતે 9 જીતી છે જ્યારે બાંગ્લાદેશ બે જીત્યું છે.