IND vs ENG: હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ટીમ ઈન્ડિયા આયર્લેન્ડથી પહોંચશે ઇંગ્લેન્ડ, જીત મેળવનાર ખેલાડીઓ પ્રથમ T20 રમશે

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમાવાની છે, જેના માટે ભારતીય ટીમ (Indian Cricket Team) ની જાહેરાત કરવામાં આવી નથી.

IND vs ENG: હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ટીમ ઈન્ડિયા આયર્લેન્ડથી પહોંચશે ઇંગ્લેન્ડ, જીત મેળવનાર ખેલાડીઓ પ્રથમ T20 રમશે
Hardik Pandya ની આગેવાનીમાં આયર્લેન્ડમાં 2-0 થી જીત મેળવી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 12:06 AM

હાર્દિક પંડ્યા (Hardik pandya) ની કપ્તાનીમાં રહેલી ટીમ ઈન્ડિયા આયરલેન્ડને બે મેચની T20 શ્રેણીમાં હરાવીને ઈંગ્લેન્ડ જઈ શકે છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ (England Cricket Team) સામે એકમાત્ર ટેસ્ટ મેચ બાદ બંને ટીમો વચ્ચે ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમાવાની છે. આ સિરીઝ માટેની ભારતીય ટીમ (Indian Cricket Team) હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જો કે, સૂત્રોનું કહેવું છે કે આ શ્રેણીની પ્રથમ મેચમાં એજ ટીમ રમશે આયર્લેન્ડ સામે રમી હતી. એટલે કે આરયર્લેન્ડને બંને ટી20 મેચમાં હરાવનારા ખેલાડીઓને મોકો મળી શકે છે.

આયર્લેન્ડ થી ઈંગ્લેન્ડ જવા ભારતીય ટીમ રવાના થશે

હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ, યુવાઓથી ભરેલી ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડ સામે બે T20 મેચ રમી હતી, જેમાં તેણે 2-0થી જીત મેળવી હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટીમ ઈંગ્લેન્ડ જવા રવાના થશે. આ ટીમ ઈંગ્લેન્ડ સામે ત્રણ ટી-20 મેચોની શ્રેણીની પ્રથમ મેચ રમશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ 5 જુલાઈએ સમાપ્ત થશે અને T20 શ્રેણી બરાબર બે દિવસ પછી 7 જુલાઈથી શરૂ થશે, તેથી BCCI ઈચ્છે છે કે ખેલાડીઓને સંપૂર્ણ આરામ મળે.

સૂત્રએ કહ્યું, ‘આયર્લેન્ડમાં ટી20 રમનારી ટીમ જ ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટી20માં રમશે. બીજી મેચમાં રોહિત, કોહલી, બુમરાહ, પંત અને જાડેજા વાપસી કરશે. એકવાર આ તમામ ખેલાડીઓને આરામ મળશે, ત્યારબાદ તેઓ પરત ફરશે. જો કે આયર્લેન્ડ જનાર ટીમના ખેલાડીઓ સિરીઝના અંત સુધી ઈંગ્લેન્ડમાં જ રહેશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ભારતીય ક્રિકેટ ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસનુ શેડ્યુલ

1 જુલાઈઃ ટીમ ઈન્ડિયા એજબેસ્ટન ટેસ્ટ ઈંગ્લેન્ડ સામે રમશે. આ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ગત વર્ષે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ છે. જે કોરોનાને લઈ સ્થગિત કરી દેવામાં આવી હતી.

1 જુલાઈઃ ડર્બિશાયર સામે ભારતીય ટીમ પ્રથમ ટી20 વોર્મ અપ મેચ રમશે.

03 જુલાઈઃ નોર્થમ્પ્ટનશાયર સામે ભારતીય ટીમ બીજી ટી20 વોર્મ અપ મેચ રમશે.

ટી20 સિરીઝનો કાર્યક્રમ

07 જુલાઈઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી20 મેચ સાઉથમ્પ્ટનમાં રમાશે. 09 જુલાઈઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટી20 મેચ બર્મિઘહામમાં રમાશે. 10 જુલાઈઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી અને શ્રેણીની અંતિમ ટી20 મેચ નોટિંગહામમાં રમાશે.

વન ડે સિરીઝનો કાર્યક્રમ

12 જુલાઈઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન ડે મેચ મેચ લંડનમાં રમાશે. 14 જુલાઈઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી વન ડે મેચ મેચ લોર્ડઝ મેદાનમાં લંડન ખાતે રમાશે. 17 જુલાઈઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વન ડે મેચ મેચ માંચેસ્ટરમાં રમાશે. જે પ્રવાસની અંતિમ મેચ હશે

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">