સમગ્ર વિશ્વની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચે (India vs Pakistan) ની મેચ પર ટકેલી છે. ચાહકો પણ હાઈ વોલ્ટેજ સ્પર્ધા માટે આતુર છે. ફરી એકવાર બંને ટીમો સામસામે ટકરાશે. ભારત અને પાકિસ્તાન ની ટીમોએ પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. વિમેન્સ એશિયા કપ (Women’s Asia Cup 2022) ની સેમીફાઈનલમાં બંને ટીમો ગુરુવારે મેદાનમાં ઉતરશે. જ્યાં તે ટાઈટલ મેચમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરશે. ભારતે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવીને સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યારે પાકિસ્તાનની ટીમ બીજા સ્થાને રહી હતી.
ફાઇનલમાં સ્થાન મેળવવા માટે, ભારતીય ટીમને થાઇલેન્ડના પડકારનો સામનો કરવો પડશે, જે 6 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. બીજી તરફ પાકિસ્તાનનો સામનો ત્રીજા સ્થાને રહેલી શ્રીલંકાની ટીમ સાથે થશે.
ભારત અને પાકિસ્તાન બંનેના 10-10 પોઈન્ટ છે, પરંતુ નેટ રન રેટની દૃષ્ટિએ ભારત પાકિસ્તાન કરતાં વધુ સારું હતું. ભારતે 6માંથી 5 મેચ જીતી અને એક મેચ હારી. ભારતને પાકિસ્તાનના હાથે હાર મળી હતી. આ સાથે જ પાકિસ્તાને 6માંથી 5 મેચ જીતી અને એક મેચ હારી. થાઈલેન્ડની ટીમે પાકિસ્તાન સામે હારનો સ્વાદ ચાખ્યો હતો.
23 ઓક્ટોબર પહેલા ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર જોવા દરેક લોકો આતુર છે. વાસ્તવમાં, 23 ઓક્ટોબરે પુરુષોના T20 વર્લ્ડ કપમાં બંને ટીમો મેલબોર્નના મેદાન પર આમને-સામને થશે, પરંતુ તે પહેલા ભારત અને પાકિસ્તાન મહિલા એશિયા કપમાં આમને-સામને આવી શકે છે. બંને ફાઇનલમાં જગ્યા બનાવવાથી માત્ર એક જ જીત દૂર છે.
ભારત 13 ઓક્ટોબર, ગુરુવારે સેમીફાઈનલમાં થાઈલેન્ડ સામે અને પાકિસ્તાન શ્રીલંકા સામે રમશે.
ભારતની સેમિફાઇનલ મેચ સવારે 8.30 કલાકે રમાશે. જ્યારે પાકિસ્તાનની ટીમ બપોરે 1 વાગ્યે મેદાનમાં ઉતરશે.
Star Sports નેટવર્ક પર ભારત અને પાકિસ્તાન બંનેની સેમી ફાઈનલ મેચોનું પ્રસારણ કરવામાં આવશે.
વિમેન્સ એશિયા કપ 2022 ની બંને સેમિફાઇનલ મેચ Hotstar પર લાઇવ સ્ટ્રીમિંગ થશે.