પાકિસ્તાન સામે મળેલી ચોંકાવનારી હારે ભારતીય ટીમને એટલી હચમચાવી દીધી કે 24 કલાકમાં જ ટીમ ઈન્ડિયાએ બધો ગુસ્સો બાંગ્લાદેશ પર કાઢીને શાનદાર જીત નોંધાવી. મહિલાઓના એશિયા કપ 2022 (Asia Cup 2022)ની તેમની પાંચમી મેચમાં શનિવારે 8 ઓક્ટોબરે, ભારતે 59 રને વિશાળ વિજય નોંધાવ્યો હતો. સુકાની હરમનપ્રીત કૌરની ગેરહાજરીને કારણે ટીમનું નેતૃત્વ કરી રહેલી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની સારી ઈનિંગ્સ બાદ ભારતીય બોલરોના જોરદાર પ્રદર્શનના દમ પર આસાનીથી જીત મેળવી હતી.
A clinical bowling performance from #TeamIndia as we beat Bangladesh by 5⃣9⃣ runs. 👏👏
Scorecard ➡️ https://t.co/YrBDw2RKTJ#INDvBAN | #AsiaCup2022 pic.twitter.com/uF7n1eiYFX
— BCCI Women (@BCCIWomen) October 8, 2022
શનિવારે સિલ્હટમાં રમાયેલી આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરી અને આ મેચ માટે શેફાલી વર્માની ટીમમાં વાપસી થઈ. તે પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં રમી ન હતી. શેફાલી અને સ્મૃતિએ ટીમને સારી અને ઝડપી શરૂઆત અપાવી હતી. બંનેએ બાંગ્લાદેશી બોલરોને તોડી પાડ્યા અને માત્ર 12 ઓવરમાં 96 રનની ઝડપી ભાગીદારી કરી. જોકે, અહીં શેફાલીની ભૂલને કારણે કેપ્ટન મંધાના રનઆઉટ થઈ ગઈ હતી. શેફાલી વર્મા પણ પોતાની અડધી સદી પૂરી કર્યાના થોડા જ સમયમાં આઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન ભારતે રિચા ઘોષ અને કિરણ નવગીરેની વિકેટ પણ ગુમાવી હતી અને આવી સ્થિતિમાં રન રેટ પણ ઘણી નીચે આવી હતી.જો કે, જેમિમા રોડ્રિગ્ઝે પાકિસ્તાન સામે વહેલા આઉટ થવાની કસર આ મેચમાં કાઢી હતી અને છેલ્લી ઓવરમાં કેટલાક ઝડપી રન લઈને ભારતને 159 રન સુધી પહોંચાડ્યું.
જવાબમાં, યજમાન બાંગ્લાદેશના બેટ્સમેનો ક્યારેય ઝડપી રન બનાવી શક્યા ન હતા અને ભારતીય બોલરોએ મોટા શોટ રમવાની તેમની નિષ્ફળતાનો ફાયદો ઉઠાવ્યો હતો અને સિંગલ્સ અને ડબલ્સ પર પણ નિયંત્રણ રાખ્યો હતો. જેના કારણે બાંગ્લાદેશની ઈનિંગ ગતિ પકડી શકી ન હતી.14મી ઓવર સુધી બાંગ્લાદેશના 70 રન પણ પૂરા થયા ન હતા. ટીમ માટે માત્ર કેપ્ટન નિગાર સુલતાના કેટલાક ઝડપી રન બનાવી શકી અને તેણે 124ના સ્ટ્રાઈક રેટથી 36 રન બનાવ્યા. નિગાર સુલતાનાને 19મી ઓવરમાં શેફાલી વર્મા દ્વારા આઉટ કરવામાં આવ્યું હતું. શેફાલી બેટ સાથે સારી ઈનિંગ બાદ બોલિંગમાં કમાલ દર્શાવી ઓલરાઉન્ડર તરીકે ટીમ માટે એક સારો વિકલ્પ બનીને ઉભરી આવી હતી. શેફાલીએ પોતાની ઓફબ્રેક બોલિંગના જોરે 4 ઓવરમાં માત્ર 10 રન આપ્યા અને 2 વિકેટ લીધી. બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 100 રન જ બનાવી શકી હતી.