U19 World Cup: ભારતનો સતત બીજો વિજય, આયર્લેન્ડને 174 રને મોટી હાર આપી, હરનૂર સિંહની ધમાકેદાર રમત

ભારત આયર્લેન્ડ સામે તેના નિયમિત કેપ્ટન અને જાણકાર બેટ્સમેન યશ ઢૂલ વિના રમી રહ્યું હતું. આમ છતાં તેણે પોતાનો વિજય માર્ગ છોડ્યો નહીં.

U19 World Cup: ભારતનો સતત બીજો વિજય, આયર્લેન્ડને 174 રને મોટી હાર આપી, હરનૂર સિંહની ધમાકેદાર રમત
ભારતીય ટીમના 6 ખેલાડીઓ આઇસોલેશનમાં હોઇ મુશ્કેલી થી મેચમાં ટીમ ઉતરી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 9:30 AM

અંડર 19 વર્લ્ડ કપ (U19 World Cup) માં ભારત (India U19) નું વિજેતા અભિયાન ચાલી રહ્યું છે. તેઓએ બુધવારે આયર્લેન્ડ (Ireland U19) ને હરાવીને ટુર્નામેન્ટમાં સતત બીજી જીત નોંધાવી. આ જીત સાથે ક્વાર્ટર ફાઇનલમાં તેની પહોંચ પણ લગભગ નિશ્ચિત બની ગઈ છે. અગાઉ, ભારતે ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી, જેમાં તેણે 45 રને જીત મેળવી હતી. ભારત આયર્લેન્ડ સામે તેના નિયમિત કેપ્ટન અને જાણકાર બેટ્સમેન યશ ઢૂલ વિના રમી રહ્યું હતું. આમ છતાં તેણે પોતાનો વિજય છોડ્યો નહીં. બીજી મેચમાં યશ ધૂલની જગ્યાએ ભારતની કેપ્ટનશીપ નિશાંત સિંધુએ સંભાળી હતી.

આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 307 રન બનાવ્યા હતા. જવાબમાં 308 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આયર્લેન્ડની ટીમ માત્ર 133 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. અને મેચ 174 રનથી હારી ગઈ હતી. ભારતીય બોલરોએ આયરલેન્ડને 133 રનમાં સમાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતે મેચમાં 8 બોલરોને અજમાવ્યા હતા, જેમાંથી તેઓ 6 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.

જબરદસ્ત ઓપનિંગ વડે મોટો સ્કોર બનાવ્યો

આ પહેલા બંને ઓપનર હરનૂર સિંહ અને અંગક્રિશ રઘુવંશીએ આયર્લેન્ડ સામે ભારતના 307 રનના વિશાળ સ્કોર બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આ બંને ઓપનર સાઉથ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં ફ્લોપ રહ્યા હતા. પરંતુ, આયર્લેન્ડ સામેની જીતની કહાની લખવામાં આનાથી મોટી ભૂમિકા કોઈની નથી. અંગક્રિશ રઘુવંશીએ 79 બોલમાં 79 રન બનાવ્યા જેમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. તો હરનૂર સિંહે 88 રન બનાવ્યા હતા. બંને વચ્ચે શરૂઆતી વિકેટ માટે 164 રનની ભાગીદારી થઈ હતી.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

ઓપનિંગ જોડી સિવાય ટીમના મિડલ ઓર્ડરે પણ યશ ઢૂલની ગેરહાજરી છતાં સારી તાકાત દર્શાવી હતી. રાજ બાવાએ 42 રન, કેપ્ટન નિશાંત સિંધુએ 36 રન જ્યારે રાજવર્ધન હંગરગેકરે 17 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા. આયર્લેન્ડ માટે મુઝામિલ સૌથી સફળ બોલર રહ્યો, તેણે 3 વિકેટ લીધી.

12 બોલમાં 48 રન બનાવનાર હરનૂર બન્યો હીરો!

101 બોલમાં 88 રન બનાવનાર હરનૂર સિંહને હીરો ઓફ ધ મેચ એટલે કે પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેની ઇનિંગમાં 12 ચોગ્ગા સામેલ હતા. એટલે કે તેણે માત્ર 12 બોલમાં બાઉન્ડ્રી દ્વારા 48 રન બનાવ્યા. હરનૂર અદ્ભુત સ્વરૂપમાં છે. દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં તે બેશક સસ્તામાં આઉટ થયો હતો. પરંતુ, તે પહેલા તેણે વોર્મ-અપ મેચમાં સદી ફટકારી છે.

આયર્લેન્ડની ટીમ 133 રનમાં આઉટ થઈ ગઈ હતી

ભારતના 307 રનના જવાબમાં આયર્લેન્ડનો દાવ 133 રનમાં સમેટાઈ ગયો હતો. તેનો કોઈપણ બેટ્સમેન અડધી સદીની સીમાને સ્પર્શી શક્યો નહોતો. ટૂર્નામેન્ટમાં આયરલેન્ડની આ પ્રથમ મેચ હતી. દરમિયાન, પ્રથમ બે મેચ જીત્યા પછી, ભારતે હવે ગ્રુપ સ્ટેજ પર અંતિમ મેચ યુગાન્ડા સામે રમવાની છે.

આ પણ વાંચોઃ IND vs SA: વિરાટ કોહલીએ તોડ્યો સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ, માસ્ટર બ્લાસ્ટર કરતા 42 ઇનીંગ પહેલા વિદેશમાં કર્યો આ કમાલ

આ પણ વાંચોઃ IND VS SA: કેપ્ટનશીપ થી હટ્યા બાદ પણ નથી બદલાયો વિરાટ કોહલી, મેદાનમાં ‘બાખ઼ડી’ પડ્યો, જુઓ Video

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">