Asian Games, IND W vs MAL W: ઐતિહાસિક મેચમાં શેફાલી વર્માએ ફટકારી ફિફટી, સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે આપ્યો આ સ્કોર
હરમનપ્રીત કૌરને ટીમની કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવી છે પરંતુ તે પ્રથમ બે મેચ નહીં રમે કારણ કે ICCએ તેને બે મેચ માટે સસ્પેન્ડ કરી દીધી છે. હરમનપ્રીત કૌરે બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન અમ્પાયરના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી અને તેના બેટથી સ્ટમ્પને ફટકાર્યો હતો. આ કારણોસર તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

Hangzhu : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે એશિયન ગેમ્સમાં પોતાની પહેલી મેચ રમી રહી છે. ચીનના હોંગઝાઉમાં આયોજિત એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમ (Team India) પહેલીવાર ભાગ લઈ રહી છે. મલેશિયાની મહિલા ક્રિકેટ ટીમ સામે પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા. મલેશિયાની ટીમને 174 રનનો ટાર્ગેટ મળ્યો છે. શેફાલી વર્મા એશિયન ગેમ્સમાં ફિફટી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની છે.
શેફાલી વર્માએ ભારતીય ટીમ માટે સૌથી વધારે 67 રન બનાવ્યા હતા. જ્યારે Jemimah Rodrigues ફિફટી ફટકારતા ચૂકી ગઈ હતી. તેણે 29 બોલમાં 47 રન ફટકાર્યા હતા. ભારતીય ટીમે કુલ 18 ચોગ્ગા અને 6 સિક્સર ફટકારી હતી.
આ ઐતિહાસિક મેચમાં ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર નથી રમી રહી. તેના સ્થાને સ્મૃતિ મંધાના ટીમની કેપ્ટનશીપ કરી રહી છે. ટીમ ઈન્ડિયા આ ગેમ્સમાં સીધી ક્વાર્ટર ફાઈનલ રમી રહી છે. આ પ્રથમ ક્વાર્ટર ફાઈનલ છે જેમાં મલેશિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.નવ વર્ષ બાદ એશિયન ગેમ્સમાં ક્રિકેટની વાપસી થઈ રહી છે. ક્રિકેટ છેલ્લે 2014માં એશિયન ગેમ્સમાં રમાઈ હતી પરંતુ ભારતે પોતાની ટીમ મોકલી ન હતી.
બંને ટીમોની પ્લેઇંગ-11
UPDATE : 19th Asian Games Hangzhou 2022 – #TeamIndia (Men’s and Women’s) Squad Updates. #AsianGames
All The Details ⬇️ https://t.co/iHimyKMa83
— BCCI (@BCCI) September 16, 2023
ભારત: સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, કનિકા આહુજા, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, મિનુ મણિ, રાજેશ્વર ગાયકવાડ
મલેશિયા: વિનફ્રેડ દુરાઈસિંગમ (કેપ્ટન), અના હમીઝાહ, માસ અલિસા, વાન જુલિયા (વિકેટકીપર), માહિરાહ ઈજાતી, અના નજવા, વાન નૂર ઝુલાઈકા, નૂર અરિયાના નટસ્યા, એલિસા ઈલિસા, નૂર દાનિયા સુહાદા, નિક નૂર અટિલા
હરમનપ્રીત કૌરને ટીમની કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવી છે પરંતુ તે પ્રથમ બે મેચ નહીં રમે કારણ કે ICCએ તેને બે મેચ માટે સસ્પેન્ડ કરી દીધી છે. હરમનપ્રીત કૌરે બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન અમ્પાયરના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી અને તેના બેટથી સ્ટમ્પને ફટકાર્યો હતો. આ કારણોસર તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.