IND vs ZIM 1st Innings Match Report: સૂર્યાની જબરદસ્ત ધમાલ, રાહુલની અડધી સદી, ભારતે 186 રનનો સ્કોર ખડક્યો

T20 World Cup India vs Zimbabwe 1st Innings Match Report: ભારતીય ટીમ પહેલાથી જ સેમિફાઈનલમાં પહોંચી ચૂક્યુ છે. હવે પોઈન્ટ ટેબલમાં ટોપ રહેવા જીત મેળવશે

IND vs ZIM 1st Innings Match Report: સૂર્યાની જબરદસ્ત ધમાલ, રાહુલની અડધી સદી, ભારતે 186 રનનો સ્કોર ખડક્યો
KL Rahul એ શાનદાર અડધી સદી જમાવી હતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2022 | 3:35 PM

ટી20 વિશ્વકપ 2022 ના સુપર 12 ની અંતિમ મેચ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહી છે. ભારતીય સુકાનીએ ટોસ જીતીને પહેલા બેટીંગ પસંદ કરી હતી. ભારતીય ટીમની ઓપનીંગ જોડી ફરી એકવાર ઝડપથી તૂટી ગઈ હતી. રોહિત શર્માના રુપમાં ભારતને પ્રથમ ઝટકો લાગ્યો હતો. જ્યારે કેએલ રાહુલે શાનદાર અડધી નોંધાવી સારી શરુઆત અપાવી હતી. અંતમાં સૂર્યકુમાર યાદવે પણ દરવખતની માફક તોફાની રમત રમી હતી.

નિર્ધારિત 20 ઓવરના અંતે ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામે 186 રનનો સ્કોર 5 વિકેટના નુક્શાન પર ખડક્યો હતો. જે ઝિમ્બાબ્વે માટે આકરા પડકાર સમાન છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટીંગ કરતા મજબૂત સ્કોર ખડક્યો હતો. રોહિત શર્માના રુપમાં ભારતે પ્રથમ વિકેટ 27 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. રોહિતે 13 બોલમાં 15 રન નોંધાવ્યા હતા. આમ વધુ એકવાર રોહિત સસ્તામાં જ પરત ફર્યો હતો, જોકે કેએલ રાહુલે જબરદસ્ત ઈનીંગ રમતા અડધી સદી ફટકારી હતી. 35 બોલમાં રાહુલે 51 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 છગ્ગા અને 3 ચોગ્ગા નોંધાવ્યા હતા. રાહુલ ત્રીજી વિકેટના રુપમાં આઉટ થયો હતો.

સૂર્યાની જબરદસ્ત ધમાલ

વધુ એક અડધી સદી સૂર્યકુમાર યાદવે ફટકારી છે. સૂર્યાએ ધમાલ મચાવતા 23 બોલમાં જ 50 રન પૂરા કરી લીધા હતા. સૂર્યાએ 4 છગ્ગા અને 6 ચોગ્ગા વડે આ અડધી સદી નોંધાવી હતી. સૂર્યાએ બેટને જબરદસ્ત ઘૂમાવતા બોલને ચારેકોર મેદાનમાં મોકલતો રહ્યો હતો અને રન નિકાળતો રહ્યો હતો. ઈનીંગના અંતિમ બોલ પર પણ તેણે શાનદાર છગ્ગો જમાવી દીધો હતો. અંતિમ ઓવરમાં સૂર્યાએ 2 છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો હતો.

સૂર્યાએ અણનમ 61 રન 25 બોલમાં નોંધાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 244.00 નો રહ્યો હતો. સૂર્યાની તોફાની રમતે જ ભારતીય ટીમના સ્કોર બોર્ડને મજબૂત બનાવી દીધુ હતુ.

પંત-પંડ્યા ઝડપથી પરત ફર્યા

રાહુલ પહેલા વિરાટ કોહલીએ વિકેટ ગુમાવી હતી. રાહુલ 87 રનના ટીમ સ્કોર પર આઉટ થયો હતો. કોહલીએ 25 બોલમાં 26 રન નોંધાવ્યા હતા. તે સિન વિલિયમ્સનો શિકાર થયો હતો. ઋષભ પંત પોતાને મળેલા મોકાનો ઉપયોગ કરી શક્યો નહોતો. તે માત્ર 3 રન નોંધાવીને પરત ફર્યો હતો. તે પણ વિલિયમ્સનો શિકાર થયો હતો. હાર્દિક પંડ્યા પણ ફરી એકવાર સસ્તામાં પરત ફર્યો હતો. તે આ વખતે ટૂર્નામેન્ટમાં અપેક્ષા મુજબ દેખાવ કરી શક્યો નથી. તેણે 18 બોલમાં 18 રન નોંધાવ્યા હતા. અક્ષર પટેલ શૂન્ય રને અણનમ રહ્યો હતો.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">