IND vs WI: ટીમ ઈન્ડિયાની જીત છતાં આ દિગ્ગજે વ્યક્ત કરી નારાજગી, કોચ પર સાધ્યુ નિશાન, કહ્યુ-રાહુલ દ્રવિડની વિચારસરણી નથી જરુર

ભારતે (Indian Cricket Team) પ્રથમ T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું, પરંતુ આ પછી પણ ટીમના પૂર્વ કેપ્ટન ખુશ નથી. ભારતીય ટીમે પ્રથમ ટી20 માં 190 રનનો સ્કોર ખડક્યો હતો અને 68 રને જીત મેળવી હતી.

IND vs WI: ટીમ ઈન્ડિયાની જીત છતાં આ દિગ્ગજે વ્યક્ત કરી નારાજગી, કોચ પર સાધ્યુ નિશાન, કહ્યુ-રાહુલ દ્રવિડની વિચારસરણી નથી જરુર
Krishnamachari Srikkanth એ સવાલ ઉઠાવ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 11:28 AM

ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) શુક્રવારે રાત્રે રમાયેલી પ્રથમ T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 68 રનથી હરાવ્યું હતું. ટીમ ભલે આ મેચ જીતી ગઈ હોય, પરંતુ ભારતના ભૂતપૂર્વ સિલેક્ટર અને કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંત (Krishnamachari Srikkanth) આ જીત બાદ પણ ખુશ નથી અને તેણે ટીમ સિલેક્શન પર સવાલ ઉઠાવ્યા છે. પ્લેઈંગ-11 પર સવાલ ઉઠાવતા શ્રીકાંતે ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પર પણ નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે તે રાહુલ દ્રવિડ (Rahul Dravid) ની વિચારસરણી ઈચ્છતો નથી. ભારતે 6 વિકેટ ગુમાવીને 190 રનનો સ્કોર વેસ્ટ ઈન્ડિઝ સામે ખડક્યો હતો. રોહિત શર્માએ શાનદાર અડધી સદી નોંધાવી હતી અને દિનેશ કાર્તિકે અંતમાં આક્રમક રમત રમી હતી.

પ્રથમ બેટિંગ કરતા ભારતે આઠ વિકેટે 190 રન બનાવ્યા હતા. તેના માટે કેપ્ટન રોહિત શર્માએ 64 રનની ભાગીદારી કરી હતી. દિનેશ કાર્તિક 41 રન બનાવીને અણનમ રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ લક્ષ્યાંક હાંસલ કરી શકી ન હતી અને 20 ઓવર રમ્યા બાદ આઠ વિકેટના નુકસાને 122 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે ભારતે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

હુડ્ડાને તક મળવી જોઈતી હતી

શ્રીકાંતનું કહેવું છે કે દીપક હુડાને પ્રથમ મેચમાં શ્રેયસ અય્યરની જગ્યાએ પ્લેઈંગ-11માં સ્થાન મળવું જોઈએ કારણ કે તે એક શાનદાર ઓલરાઉન્ડર છે અને ટીમને આવા ખેલાડીઓની સખત જરૂર છે. ફેન કોડ પર બોલતા શ્રીકાંતે કહ્યું, “હુડ્ડા ક્યાં છે? તેણે ટી20માં સારું પ્રદર્શન કર્યું હતું. તેણે વનડેમાં પણ સારો દેખાવ કર્યો હતો. તેણે ટીમમાં હોવું જોઈતું હતું. T20 માં તમારે સમજવું પડશે કે તમને ઓલરાઉન્ડર, બેટિંગ ઓલરાઉન્ડર, બોલિંગ ઓલરાઉન્ડરની જરૂર છે, તેથી તમારી પાસે જેટલા વધુ ઓલરાઉન્ડર હશે તેટલા સારા.”

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

રાહુલે વિચારવું ન જોઈએ

શ્રીકાંતની સાથે ભારતના ભૂતપૂર્વ સ્પિનર ​​પ્રજ્ઞાન ઓઝા હતા અને તેમણે રાહુલ દ્રવિડનો બચાવ કર્યો હતો. પ્રજ્ઞાને કહ્યું, “રાહુલ ભાઈ માને છે કે જો કોઈ ખેલાડીએ ભૂતકાળમાં તમારા માટે સારું પ્રદર્શન કર્યું હોય તો તમારે તેને સપોર્ટ કરવો જોઈએ. તે પછી તમારે અન્ય વિકલ્પો પર વિચાર કરવો જોઈએ.”

પ્રજ્ઞાને આ વાત કહેતાં જ શ્રીકાંતે તરત જ તેને અટકાવ્યો અને જવાબ આપ્યો, “અમે રાહુલ દ્રવિડની વિચારસરણી નથી ઈચ્છતા. તમારા વિચારની જરૂર છે, હવે આપો. આના પર પ્રજ્ઞાને કહ્યું, “હુડ્ડા હોવો જોઈએ. દેખીતી રીતે.” શ્રીકાંતે કહ્યું, બસ તો વાત ખતમ.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">