IND vs SL: શ્રીલંકા પ્રવાસને શિખર ધવને આ ગણતરીઓથી ખાસ ગણાવ્યો, યુવા ખેલાડીઓ માટે કહી મહત્વની વાત

IND vs SL : ટીમ ઇન્ડીયા માટે આંતરરાષ્ટ્રીય T20 શ્રેણીની દૃષ્ટીએ શ્રીલંકા પ્રવાસ મહત્વનો છે. ખેલાડીઓને પોતાની પ્રદર્શન T20 વિશ્વકપ પહેલા દેખાડવાનો આ અંતિમ મોકો માનવામાં આવી રહ્યો છે. જેથી યુવાઓ એ જ નહી સિનીયરોને માટે પણ કસોટી રુપ પ્રવાસ બની રહેશે.

IND vs SL: શ્રીલંકા પ્રવાસને શિખર ધવને આ ગણતરીઓથી ખાસ ગણાવ્યો, યુવા ખેલાડીઓ માટે કહી મહત્વની વાત
Shikhar Dhawan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2021 | 8:45 AM

વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપ ધરાવતી ટીમ ઇન્ડીયા હાલમાં ઇંગ્લેન્ડમાં રજાઓ ગાળી રહી છે. આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) માં ભારતીય ટીમ 8 વિકેટે હારી હતી. ત્યાર બાદ હવે ટીમનો આગળનો પડાવ ઓગષ્ટ માસથી શરુ થશે. આ દરમ્યાન ભારતીય ફેન્સની નજર બીજી ટીમ પર હશે. જે શ્રીલંકામાં વન ડે અને T20 સિરીઝમાં દમ બતાવી રહી હશે. શિખર ધવન (Shikhar Dhawan) ની કેપ્ટનશીપ હેઠળ ટીમ, શ્રીલંકા પ્રવાસ (Sri Lanka Tour) ખેડી રહી છે.

ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ દરમ્યાન 3 વન ડે અને 3 T20 મેચ રમશે. જેની શરુઆત 13 જૂલાઇ થી થશે, જે પ્રવાસ માટે 20 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી હતી. 14 જૂન થી ટીમના સભ્યો મુંબઇમાં ક્વોરન્ટાઇન હેઠળ હતા.

હવે ટીમનુ ક્વોરન્ટાઇન આજે સોમવારથી સમાપ્ત થઇ રહ્યુ છે. ત્યાર બાદ ટીમ BCCI ના બાયોબબલથી શ્રીલંકન બોર્ડના બાયોબબલમાં શીફ્ટ થશે. ચારેક સપ્તાહના પ્રવાસની શરુઆત પહેલા શિખર ધવન અને હેડ કોચ રાહુલ દ્રાવિડે મીડિયા સાથે વાતચીત કરી હતી.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

કૌશલ્ય દર્શાવવાનો શાનદાર મોકો-ધવન

ધવને ટીમને લઇને કહ્યુ હતુ કે, આ એક નવો અને અલગ જ પ્રકારનો પડકાર છે. ટીમનો દરેક સભ્ય આ પ્રવાસ દરમ્યાન પોતાનુ કૌશલ્ય દર્શાવવા માટે ઉત્સાહિત છે. વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ મારફતે ધવને કહ્યુ, આ એક ખૂબ સારી ટીમ છે. અમારી ટીમમાં હકારાત્મકતા છે, વિશ્વાસ છે અને દરેકને સારા પ્રદર્શનનો ભરોસો છે. ખેલાડીઓ ખૂબ જ ઉત્સાહિત છે. આ એક નવો જ પડકાર છે. એ સાથે જ અમારા બધા માટે કૌશલ્ય દર્શાવવાનો એક શાનદાર મોકો છે. જેની સૌ કોઇ રાહ જોઇ રહ્યુ હતુ.

નવા ચહેરા અગાઉ પોતાને સાબિત કરી ચુક્યા છે

ધવને કહ્યુ હતુ કે, બે સપ્તાહ ક્વોરન્ટાઇન હેઠળ વિતાવવા બાદ ખેલાડીઓ હવે મેદાને ઉતરવા માટે બેતાબ છે. શ્રીલંકા પહોંચવા બાદ ટીમની પાસે દશ થી બાર દિવસનો સમય છે. નવા ખેલાડીઓએ પણ અલગ અલગ સ્તર પર પોતાની કાબેલિયત દર્શાવી છે. ધવને આગળ કહ્યુ, ખેલાડીઓ તૈયાર છે અને તે આ શ્રેણીઓમાં રમવા માટે ઉત્સાહીત છે. આ ખેલાડીઓ આઇપીએલ અને અન્ય ટૂર્નામેન્ટમાં પહેલા પોતાને સાબિત કર્યા છે અને અનુભવનુ સારુ મિશ્રણ છે.

આ ખેલાડીઓ માટે મહત્વનો પ્રવાસ

ભારતીય ટીમમાં મોટાભાગે એવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે, જેઓને આગામી T20 વિશ્વકપમાં મોકો મળી શકે છે. તો વળી પહેલા થી જ ટીમનો હિસ્સો રહેલા, અનેક ખેલાડીઓ પાસે પોતાની દાવેદારી પાક્કી કરવા અને વિશ્વાસ જીતવા માટે આખરી મોકો છે. કુલદિપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ ની જોડી છેલ્લા કેટલાક સમય થી ખરાબ ફોર્મમાં ચાલી રહી છે. જ્યારે મનિષ પાંડે નિરંતર રન નથી બનાવી રહ્યો.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">