IND vs SL, 2nd Test, Day 1, Highlights : પહેલા દિવસની રમત પુરી, શ્રીલંકાએ ગુમાવી 6 વિકેટ, હજુ ભારતથી 166 રન પાછળ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 9:23 PM

IND vs SL, 2nd Test, Day 1 Highlights : ટીમ ઇન્ડિયા પહેલી ઇનિંગમાં 252 રનમાં ઓલઆઉટ થયું હતું.

IND vs SL, 2nd Test, Day 1, Highlights : પહેલા દિવસની રમત પુરી, શ્રીલંકાએ ગુમાવી 6 વિકેટ, હજુ ભારતથી 166 રન પાછળ
આજથી બેંગલુરુમાં બીજી ટેસ્ટ મેચ શરુ થઇ રહી છે.

ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે બીજી ટેસ્ટ બેંગલુરુ (Bengaluru Test) ના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં છે. ભારત 2 ટેસ્ટની શ્રેણીમાં 1-0થી આગળ છે. આવી સ્થિતિમાં આ મેચ જીતવાનો તેનો પ્રયાસ શ્રીલંકાનો ક્લીન સ્વીપ હશે. બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ ડે-નાઈટ એટલે કે પિંક બોલથી રમાઈ રહી છે. ભારતીય ટીમની આ ચોથી પિંક બોલ ટેસ્ટ છે. રોહિત શર્મા (Rohit Sharma) આ મેચ દ્વારા બેંગ્લોરમાં તેની પ્રથમ પિંક બોલ ટેસ્ટ રમશે.

ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, હનુમા વિહારી, શ્રેયસ અય્યર, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ

શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન: દિમુથ કરુણારત્ને, લાહિરુ થિરિમાને, કુસલ મેન્ડિસ, ચરિત અસલંકા, એન્જેલો મેથ્યુસ, ધનંજય ડી સિલ્વા, નિરોશન ડિકવેલા, સુરંગા લકમલ, વિશ્વા ફર્નાન્ડો, લસિથ એમ્બુલ્ડેનિયા અને પી. જયવિક્રમા

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 Mar 2022 09:21 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 1, LIVE Score: પહેલી દિવસની રમત પુરી, શ્રીલંકાનો સ્કોર 86/6

    પહેલી દિવસની રમત પુરી થઇ ગઇ. શ્રીલંકા પહેલા દિવસના અંતે 6 વિકેટના ભોગે 86 રન બનાવ્યા છે. તે હજુ પણ ભારતથી 166 રન પાછળ છે. દિવસ પુરો થતા નિરોશન ડિકવેલા 13 રન અને એમ્બુલડેનિયા હજુ ખાતુ ખોલાવ્યા વગર રમી રહ્યા છે.

  • 12 Mar 2022 09:10 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 1, LIVE Score: મેથ્યુઝ આઉટ થયો

    ભારતને એંજેલો મેથ્યુસની વિકેટ ઝડપી લીધી. જસપ્રીત બુમરાહે તેની વિકેટ ઝડપી. તેની સાથે જ શ્રીલંકાએ પોતાની છટ્ઠી વિકેટ ગુમાવી દીધી હતી. મેથ્યુસે 85 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 43 રનની ઇનિંગ રમી હતી.

  • 12 Mar 2022 08:24 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 1, LIVE Score: મેથ્યુસે છગ્ગો ફટકાર્યો

    એંજેલો મેથ્યુસે 16મી ઓવરમાં ત્રીજા બોલ પર દમદાર છગ્ગો ફટકાર્યો. અક્ષર પટેલેની ઓવરમાં ફટકાર્યો હતો છગ્ગો.

  • 12 Mar 2022 07:51 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: અંતરીયાળ વિસ્તાર માંથી પણ ખેલાડીઓ મેદાનમાં આવી રહ્યા છે

    PM Narendra Modi Gujarat Visit Live: ખેલની સાથે સાથે કોચને પણ પ્રોત્સાહન મળી રહ્યુ છે આના માટે દેશ પ્રોફેશનલ સંસ્થા ખોલી રહ્યુ છે.

  • 12 Mar 2022 07:32 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 1, LIVE Score: બુમરાહે બીજી વિકેટ ઝડપી

    જસપ્રીત બુમરાહે લાહિરૂ થિરિમાનેને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી.

  • 12 Mar 2022 07:26 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 1, LIVE Score: થિરિમાનેએ 2 ચોગ્ગો ફટકાર્યા

    મેંડિસની જગ્યાએ બેટિંગ કરવા આવનાર લાહિરૂ થિરિમાનેએ ત્રીજી જ ઓવરમાં ત્રીજા અને ચોથા બોલ પર સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 12 Mar 2022 07:25 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 1, LIVE Score: ભારતને મળી પહેલી સફળતા

    શ્રીલંકાએ પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી છે. ત્રીજી જ ઓવરમાં પહેલા બોલ પર જસપ્રીત બુમરાહે કુસલ મેંડિસને આઉટ કરી દીધો હતો.

  • 12 Mar 2022 07:19 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 1, LIVE Score: બીજ જ ઓવર સ્પિનરની

    રોહિત શર્માએ બીજી જ ઓવર રવિચંદ્રન અશ્વિન પાસેથી કરાવી હતી. આ પિચ સ્પિનરોને મદદગાર રહી છે. અશ્વિન શ્રીલંકા માટે તકલીફ ઉભી કરી શકે છે.

  • 12 Mar 2022 07:17 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 1, LIVE Score: શ્રીલંકાની ઇનિંગ શરૂ

    શ્રીલંકાની ઇનિંગ શરૂ થઇ. કુસલ મેંડિસ અને દિમુથ કરૂણારત્નેની જોડી મેદાન પર ઉતરી. ભારતે પહેલી ઇનિંગમાં 252 રન કર્યા હતા. આ પિચ સ્પિનરોને મદદ મળશે. ભારત પાસે ત્રણ સ્પિનરો છે.

  • 12 Mar 2022 07:05 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સભાનું સંબોધન

    PM Narendra Modi Gujarat Visit Live: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ  સભાને સંબોધતા જણાવ્યુ કે 'ગુજરાત ખાવા-પીવામાં મોજીલુ છે, તેનાથી રમત ગમતમાં ભાગ લેવો એ તેનું  ગજુ નહીં આ મેણું ભાંગવા શરૂ કરાયો ખેલ મહાકુંભ', 55 લાખથી વધુ ખેલાડીઓએ કરાવ્યુ છે રજીસ્ટ્રેશન

  • 12 Mar 2022 06:36 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 1, LIVE Score: અય્યર સદી ચુક્યો

    શ્રેયસ અય્યર પોતાની સદી પુરી કરી ન શક્યો. 60મી ઓવરમાં પહેલા બોલ પર તે આઉટ થઇ ગયો. આ સાથે જ ભારતીય ટીમની પહેલી ઇનિંગ પુરી થઇ ગઇ હતી. ભારત 252 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. શ્રેયસ અય્યર 92 રનના સ્કોર પર આઉટ થયો હતો.

  • 12 Mar 2022 06:03 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 1, LIVE Score: અય્યરનો ચોગ્ગો

    51 મી ઓવરમાં પહેલી બોલ પર શ્રેયસ અય્યરે ચોગ્ગો ફટકાર્યો છે. એમ્બુલડેનિયાની ઓવરમાં સ્વીપ શોટ રમીને ચોગ્ગો ફટકાર્યો.

  • 12 Mar 2022 05:57 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 1, LIVE Score: અક્ષર પટેલ આઉટ

    અક્ષર પટેલ આઉટ થઇ ગયો છે. આ સાથે જ ભારતની આઠમી વિકેટ પડી ગઇ હતી. સુરંગા લકમલે તેને આઉટ કર્યો હતો.

  • 12 Mar 2022 05:38 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 1, LIVE Score: અશ્વિન આઉટ

    રવિચંદ્રન અશ્વિન આઉટ થયો. આ સાથે ભારતની સાતમી વિકેટ પડી. ભારત માટે કપરા ચઢાણ...

  • 12 Mar 2022 05:26 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 1, LIVE Score: અશ્વિનનો ચોગ્ગો

    44મી ઓવર કરી રહેલ જયાવિક્રમાએ પહેલા જ બોલમાં ફુલટોસ ફેક્યો અને અશ્વિને ઓન ડ્રાઇવ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 12 Mar 2022 05:08 PM (IST)

    PM Narendra Modi Gujarat Visit Live: PM મોદીનો ત્રીજો રોડ શો

    PM Narendra Modi Gujarat Visit Live: PM મોદીનો ત્રીજો રોડ શો, ઇન્દિરા બ્રિજથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી રોડ શો

  • 12 Mar 2022 04:59 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 1, LIVE Score: રવિન્દ્ર જાડેજા આઉટ

    ભારતને છઠ્ઠો ઝટકો લાગ્યો છે. રવિન્દ્ર જાડેજા આઉટ થઇ ગયો છે. 37મી ઓવર કરવા આવેલ એમ્બુલડેનિયાએ ચોથા બોલ પર જાડેજા આઉટ થયો. જાડેજાએ 14 બોલમાં 4 રન બનાવ્યા હતા.

  • 12 Mar 2022 04:49 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 1, LIVE Score: જાડેજાએ ચોગ્ગો ફટકારી ખાતુ ખોલ્યું

    શાનદાર ફોર્મમાં ચાલી રહેલ રવિન્દ્ર જાડેજાએ ચોગ્ગો ફટકારીને પોતાનું ખાતુ ખોલ્યું હતું. તેમે 33મી ઓવરમાં અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 12 Mar 2022 04:47 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 1, LIVE Score: ભારતને પાંચમો ઝટકો લાગ્યો

    એમ્બુલડેનિયાએ ભારતને પાંચમો ઝટકો આપ્યો છે. તેણે રિષભ પંતને આઉટ કર્યો હતો. 33મી ઓવરમાં એમ્બુલડેનિયાએ રિષભ પંતને આઉટ કર્યો હતો. તેણે 26 બોલમાં 39 રન બનાવ્યા હતા.

  • 12 Mar 2022 04:05 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 1, LIVE Score: વિરાટ કોહલી આઉટ

    28મી ઓવરમાં વિરાટ કોહલી ડિ સિલ્વાની ઓવરમાં એલબીડબ્લ્યુ થયો હતો. ફરી એકવાર સદીની રાહ જોઇ રહેલ ચાહકોનું દિલ તુટી ગયું. વિરાટ કોહલીએ 48 બોલમાં 23 રન કર્યા હતા.

  • 12 Mar 2022 03:48 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 1, LIVE Score: હનુમા વિહારીને મળ્યું જીવનદાન

    20મી ઓવર શ્રીલંકાના એમબુલડેનિયાએ કરી. ઓવરની બીજી જ બોલમાં વિહારી આઉટ થતા રહી ગયો હતો. બેકફુટ પર જઇને બોલને રમવાનો પ્રયાસ કર્યો. ત્યારે શ્રીલંકાના ખેલાડીઓએ એલબીડબલ્યુની અપીલ કરી પણ બોલ બેટના કિનારાને અડીને જતો રહ્યો અને હનુમા વિહારીને જીવનદાન મળ્યું.

  • 12 Mar 2022 03:21 PM (IST)

    IND vs SL, 2nd Test, Day 1, LIVE Score: ભારતનો સ્કોર 50 રનને પાર

    15 મી ઓવરમાં બીજા જ બોલ પર હનુમા વિહારીએ એક્સ્ટ્રા કવર પર ચોગ્ગો ફટકાર્યો. આ ઓવરમાં 6 રન આવ્યા, ત્યારબાદ ભારતનો સ્કોર 50 રનના પાર પહોંચ્યો. શરૂઆતની 2 વિકેટ જલ્દી ગુમાવ્યા બાદ કોહલી-વિહારીએ ભારતની બાજી સંભાળી છે.

  • 12 Mar 2022 02:51 PM (IST)

    રોહિત શર્માએ ગૂમાવી વિકેટ

    લસિથ એમ્બુલ્ડેનિયાના બોલ પર રોહિત શર્માએ વિકેટ ગુમાવી દીધી હતી. રોહિતે ડી સિલ્વાના હાથમાં કેચ આપી દીધો હતો. આમ મયંક અગ્રવાલ અને રોહિત શર્મા બંને 29 રનના સ્કોર પર જ પેવેલિયન પરત ફરી ગયા હતા.

  • 12 Mar 2022 02:37 PM (IST)

    રોહિત શર્માએ લગાવ્યો વિશાળ છગ્ગો

    રોહિત શર્માએ વિશ્વા ફર્નાન્ડો લઇને આવેલ છઠ્ઠી ઓવરના અંતિમ બોલ પર ડીપ મીડ વિકેટ પર શાનદાર વિશાળ છગ્ગો ફટકાર્યો હતો.

  • 12 Mar 2022 02:14 PM (IST)

    ભારતને પ્રથમ ઝટકો

    વિશ્વા ફર્નાન્ડો બીજી ઓવર લઇ આવ્યો હતો. આ ઓવરમાં મયંક અગ્રવાલ રનઆઉટ થયો હતો. ઓવરનો ચોથો બોલ મયંકના પેડ પર વાગ્યો પરંતુ અમ્પાયરે એલડીડબ્લ્યુ ન આપ્યો. મયંક રન લેવા દોડે છે પરંતુ રોહિત તેને પાછો મોકલી દે છે. દરમિયાન જયવિકર્માએ તેને પોઈન્ટ પરથી થ્રો કરી રન આઉટ કર્યો. શ્રીલંકાએ રિવ્યુ લીધો. જેમાં જાણવા મળ્યું કે બોલ નો બોલ હતો, પરંતુ રનઆઉટ થવાને કારણે મયંકને પરત ફરવું પડ્યું હતું.

  • 12 Mar 2022 02:13 PM (IST)

    રોહિત શર્માની બાઉન્ડરી

    વિશ્વા ફર્નાન્ડો બીજી ઓવર લઇને આવ્યો હતો. જેના પર રોહિત શર્માએ બાઉન્ડરી મેળવી હતી.

  • 12 Mar 2022 02:09 PM (IST)

    ભારતની બેટીંગ ઇનીંગ શરુ

    ભારતીય ટીમનો પ્રથમ દાવ શરુ થઇ ચુક્યો છે. મયંક અગ્રવાલ અને રોહિત શર્માએ શરુઆત કરી છે. શ્રીલંકા તરફથી બોલીંગની શરુઆત સુરંગા લકમલે કરી હતી. અગ્રવાલે પ્રથમ ઓવરના ચોથા બોલ પર બાઉન્ડરી ફટકારી ભારતનુ ખાતુ ખોલાવ્યુ હતુ.

  • 12 Mar 2022 01:44 PM (IST)

    શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન

    શ્રીલંકાન ટીમઃ દિમુથ કરુણારત્ને, લાહિરુ થિરિમાને, કુસલ મેન્ડિસ, ચરિત અસલંકા, એન્જેલો મેથ્યુસ, ધનંજય ડી સિલ્વા, નિરોશન ડિકવેલા, સુરંગા લકમલ, વિશ્વા ફર્નાન્ડો, લસિથ એમ્બુલ્ડેનિયા અને પી. જયવિક્રમા

  • 12 Mar 2022 01:42 PM (IST)

    ભારતની પ્લેઈંગ ઈલેવન

    ભારતીય ટીમઃ રોહિત શર્મા, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, હનુમા વિહારી, શ્રેયસ અય્યર, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ

  • 12 Mar 2022 01:36 PM (IST)

    ભારતે ટોસ જીત્યો, ટીમમાં એક ફેરફાર

    પિંક બોલ ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાની ટીમ જોકે પહેલા બોલિંગ કરીને ખુશ છે. ભારતીય ટીમે આ મેચમાં એક ફેરફાર કર્યો છે જ્યારે શ્રીલંકાના કેમ્પમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતે જયંત યાદવની જગ્યાએ અક્ષર પટેલને સ્થાન આપ્યુ છે.

  • 12 Mar 2022 01:35 PM (IST)

    પિંક બોલ ટેસ્ટમાં ભારતનો રેકોર્ડ

    ભારત તેની ચોથી પિંક બોલ ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યું છે. આ પહેલા તેણે 3 પિંક બોલ ટેસ્ટ રમી હતી, જેમાં તેણે 2માં જીત મેળવી હતી અને 1માં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

Published On - Mar 12,2022 1:34 PM

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">