IND vs SL : શ્રીલંકામાં 150 બોલ પછી શું થશે? ફાસ્ટ બોલરો માટે છે કેમ છે સૌથી મોટો પડકાર

શ્રીલંકા સામે ગાલે ટેસ્ટ પહેલા બોલિંગ કોચ મોર્ને મોર્કેલે એક મોટો ખુલાસો કરીને ફાસ્ટ બોલરોને સાવચેત કર્યા છે. 150 બોલ પૂરા થતાં જ ગાલેના મેદાન પર એવું શું બદલાશે જે ભારતનો ખેલ બગાડી શકે છે? અને બીજા ફાસ્ટ બોલર તરીકે પ્લેઇંગ-11માં કયો 'સરપ્રાઇઝ' ખેલાડી ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે? જાણો આ ખાસ રિપોર્ટમાં.

IND vs SL : શ્રીલંકામાં 150 બોલ પછી શું થશે? ફાસ્ટ બોલરો માટે છે કેમ છે સૌથી મોટો પડકાર
team india
Image Credit source: X/ANI
| Updated on: Aug 13, 2026 | 8:38 PM

શ્રીલંકા સામે ગાલે ટેસ્ટ પહેલા બોલિંગ કોચ મોર્ને મોર્કેલે એક મોટો ખુલાસો કરીને ફાસ્ટ બોલરોને સાવચેત કર્યા છે. 150 બોલ પૂરા થતાં જ ગાલેના મેદાન પર એવું શું બદલાશે જે ભારતનો ખેલ બગાડી શકે છે? અને બીજા ફાસ્ટ બોલર તરીકે પ્લેઇંગ-11માં કયો ‘સરપ્રાઇઝ’ ખેલાડી ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે? જાણો આ ખાસ રિપોર્ટમાં.

ગેલમાં આ સૌથી મોટો પડકાર

ગાલેમાં રમાનારી પ્રથમ ટેસ્ટ પહેલા, ભારતીય બોલિંગ કોચ મોર્ને મોર્કેલે તેના ઝડપી બોલરોને એક ચેતવણી આપી છે. મોર્કેલે જણાવ્યું છે કે શ્રીલંકામાં વપરાતો બોલ 25-30 ઓવર પછી નરમ પડી જશે, જે ફાસ્ટ બોલરોને નુકસાન પહોંચાડી શકે છે. મોર્કેલના મતે, ગાલે ટેસ્ટમાં ઝડપી બોલરો પાસે પ્રભાવ પાડવા માટે વધુ સમય નહીં હોય, કારણ કે 150 થી 200 બોલ પછી બોલ નરમ પડી જશે, જેના કારણે ઝડપી બોલરો માટે વિકેટ લેવી મુશ્કેલ બનશે.

શ્રીલંકામાં વપરાતો બોલ ભારત કરતા અલગ

શ્રીલંકા કૂકાબુરા બોલનો ઉપયોગ કરે છે જેમાં સીમ અંદરની તરફ દબાયેલી હોય છે. જ્યારે ભારત ટેસ્ટમાં SG બોલનો ઉપયોગ કરે છે, જેમાં સીમ ઉપરની તરફ હોય છે જે લાંબા સમય સુધી મજબૂત રહે છે. મોર્ને મોર્કેલે કહ્યું, “અમારી પાસે સ્કિલ અને પ્લાનિંગ છે, પરંતુ શ્રીલંકામાં સૌથી મોટો પડકાર હવામાન, ભેજ અને કૂકાબુરા બોલ છે. કૂકાબુરા બોલ ઝડપથી નરમ પડી જાય છે, તેથી ઝડપી બોલરોએ ટૂંકા સ્પેલમાં યોગ્ય જગ્યાએ સંપૂર્ણ તાકાતથી બોલિંગ કરવી પડશે.”

બીજો ફાસ્ટ બોલર કોણ હશે?

ટીમ ઈન્ડિયા ગેલ ટેસ્ટમાં બે ફાસ્ટ બોલરોને મેદાનમાં ઉતારી શકે છે. મોહમ્મદ સિરાજ રમશે તે લગભગ નક્કી છે, પરંતુ બીજા ફાસ્ટ બોલરના સ્થાન માટે પ્રસિદ્ધ કૃષ્ણા અને ગુરનુર બ્રાર વચ્ચે સીધી સ્પર્ધા છે. હવે જોવાનું એ છે કે ટીમ મેનેજમેન્ટ કોને તક આપે છે. અહેવાલો સૂચવે છે કે ટીમ ઈન્ડિયા ગુરનુર બ્રારને તક મળી શકે છે.

ગુરનુર બ્રાર શ્રીલંકા માટે ખતરો બની શકે

ગુરનુર બ્રારે વોર્મ-અપ મેચમાં સારી બોલિંગ કરી હતી. તે શ્રીલંકા A સામે ઈન્ડિયા A માટે પણ રમ્યો હતો, કુલ 10 વિકેટ લીધી હતી. તેની સ્પીડ અને બાઉન્સથી તે શ્રીલંકાના બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. ઘણા ભૂતપૂર્વ શ્રીલંકન ક્રિકેટરો પહેલાથી જ ગુરનુર બ્રારને એક મોટો ખતરો ગણાવી ચૂક્યા છે.

IND vs SL: શ્રીલંકામાં જીતવું એ ‘ડાબા હાથની’ રમત છે, ગાલેમાં જીતનો આ છે મંત્ર, જાણો કેવી રીતે

Published On - 8:37 pm, Thu, 13 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.