IND vs SL: વાર્ષિક વેતનની બબાલને લઈને ભારત સામે સિરીઝ પહેલા શ્રીલંકન ક્રિકેટ બોર્ડમાં વિવાદ

ટીમ ઈન્ડીયા મર્યાદિત ઓવરના ફોર્મેટની બે શ્રેણીઓ રમનાર છે. જોકે આ પહેલા જ શ્રીલંકન ખેલાડીઓ (Sri Lankan players) અને તેમના બોર્ડ વચ્ચે વિવાદ સર્જાયો છે.

IND vs SL: વાર્ષિક વેતનની બબાલને લઈને ભારત સામે સિરીઝ પહેલા શ્રીલંકન ક્રિકેટ બોર્ડમાં વિવાદ
Angelo Mathews and Dinesh Chandimal
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 22, 2021 | 12:06 AM

ટીમ ઈન્ડીયા (Team India) આગામી જૂલાઈ માસ દરમ્યાન શ્રીલંકાના પ્રવાસે (Sri Lanka tour) જનાર છે. જ્યાં ટીમ ઈન્ડીયા મર્યાદિત ઓવરના ફોર્મેટની બે શ્રેણીઓ રમનાર છે. જોકે આ પહેલા જ શ્રીલંકન ખેલાડીઓ (Sri Lankan players) અને તેમના બોર્ડ વચ્ચે વિવાદ સર્જાયો છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

શ્રીલંકાના મહત્વના ખેલાડીઓએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (Sri Lanka Cricket Board) દ્વારા રજૂ કરવામાં આવેલા વાર્ષિક કોન્ટ્રાક્ટ પર સાઈન કરવાથી ઈન્કાર કરી દીધો છે. ખેલાડીઓનું માનવુ છે કે, તેમને મળનારી રકમ અન્ય દેશના ખેલાડીઓના પ્રમાણમાં ખૂબ જ ઓછી છે.

જોકે આ વિવાદ જેમનો તેમ રહ્યો અને તેનો ઉકેલ નહીં આવે તો તેની સીધી અસર ભારત શ્રીલંકા શ્રેણી પર પડી શકે છે. હાલમાં શ્રીલંકન ક્રિકેટ બોર્ડ આર્થિક તંગી સામે લડી રહ્યુ છે, તેને આશા છે કે, ભારત સામે સિરીઝ રમવાને લઈને તેનાથી કેટલાંક અંશે સારી કમાણી કરી શકાશે. ટેસ્ટ ટીમના કેપ્ટન દિમુથ કરુણારત્ને (Dimuth Karunaratne)ની આગેવાની હેઠળ દિનેશ ચાંદિમલ અને એંજેલો મેથ્યુઝ સહિતના ખેલાડીઓએ કોન્ટ્રાકટ સાઈન કરવાથી ઈન્કાર કર્યો છે.

કરુણારત્ને, મેથ્યુઝ અને ચાંદિમલ સહિતના મુખ્ય ખેલાડીઓના વકીલે નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યું હતુ, ફેડરેશન ઓફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એસોસિએશનના એક રિપોર્ટનુસાર અન્ય દેશોની તુલનામાં ખેલાડીઓને અપાનારુ વેતન એક તૃત્યાંશ જેટલુ છે. SLCએ આ સપ્તાહે કહ્યુ હતુ, 24 મુખ્ય ખેલાડીઓને 4 શ્રેણી માટે કોન્ટ્રાક્ટ રજૂ કરવામાં આવ્યો છે. તેમની પાસે આ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાની સમય મર્યાદા 3 જૂન સુધી છે.

નવી વેતન શ્રેણી મુજબ એ વર્ગમાં માત્ર 6 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમને 70 હજાર અમેરિકન ડોલરથી એક લાખ અમેરિકન ડોલરની રકમ ચુકવણી કરવામાં આવશે. એટલે કે લગભગ 51થી 73 લાખ રુપિયાની રકમ ચુકવાશે.

બેટ્સમેન ધનંજય ડી સિલ્વાને સૌથી વધારે 73 લાખ રુપિયા મળશે. તે સિવાયના ખેલાડીઓને 70થી 80 હજાર ડોલરની ચુકવણી કરાશે. એટલે કે 51થી 58 લાખ રુપિયાની રકમ ચુકવાશે. ભારતીય ક્રિકેટરોના સૌથી નીચલા ગૃપ સીના ખેલાડીઓને વર્ષે 1 કરોડ એટલે કે 1.37 લાખ ડોલર વેતન અપાય છે.

શ્રીલંકન ખેલાડીઓએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યુ છે કે, ખેલાડીઓના વેતન ચુકવણીનું વિવરણ સાર્વજનિક થવાથી SLCના નિર્ણયથી આશ્વર્ય અને નિરાશ છે. તેમને લાગે છે તે સાર્વજનિક કરવા બાદથી તેમના મનને પ્રભાવિત કર્યા છે. એસએલસીની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)ના અધ્યક્ષ અરવિંદ ડી સિલ્વાએ મીડિયાને કહ્યું હતુ કે તેમણે ખેલાડીઓના પાછળના પ્રદર્શનના આધારે કઠોર નિર્ણય લેવા માટે મજબૂર થવુ પડ્યુ છે.

આ પણ વાંચો: Cricket: યુરોપમાં આ બેટ્સમેને કર્યુ ધમાકેદાર પરાક્રમ, એક ઓવરમાં ફટકારી 6 સિક્સર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">