IND vs SL: કોચ રાહુલ દ્રવિડે કોલંબોમાં ખેલાડીઓનું ટ્રેનીંગ સેશન શરુ કર્યુ, BCCIએ શેર કરી તસ્વીરો

રાહુલ દ્રવિડ (Rahul Dravid)ની કોચ તરીકેને ભૂમિકા શરુ થઈ ચુકી છે. ટીમના યુવા ચહેરાઓ પણ તકને ઝડપી લેવા ઉત્સાહમાં છે.

IND vs SL: કોચ રાહુલ દ્રવિડે કોલંબોમાં ખેલાડીઓનું ટ્રેનીંગ સેશન શરુ કર્યુ, BCCIએ શેર કરી તસ્વીરો
Rahul Dravid
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2021 | 8:27 PM

ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) હાલમાં ઈંગ્લેંન્ડ પ્રવાસે છે. આ દરમ્યાન ભારતીય ક્રિકેટની બીજી ટીમ શ્રીલંકા પ્રવાસ ખેડી રહી છે. શ્રીલંકા પ્રવાસ (Sri Lanka Tour) દરમ્યાન રાહુલ દ્રવિડ કોચ અને શિખર ધવન (Shikhar Dhawan) કેપ્ટન તરીકેની ભૂમિકામાં છે. કોચ રાહુલ દ્રવિડે (Rahul Dravid) મેદાનમાં ખેલાડીઓના ટ્રેનિંગ સેશનની શરુઆત કરી દીધી છે. જેની તસ્વીરો BCCI શેર કરી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આગામી ઓગસ્ટ માસથી ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમ 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમનાર છે. જેને લઈને ભારતીય ક્રિકેટના સિનિયર ખેલાડીઓ ઈંગ્લેન્ડ પ્રવાસે છે. જ્યારે મર્યાદિત બોલની મેચો માટેના અનુભવી ખેલાડીઓ અને યુવા ચહેરાઓ સાથેની ટીમ હાલ શ્રીલંકા છે. જ્યાં શ્રીલંકા સામે 3 વન ડે અને 3 T20 મેચોની સિરીઝ બંને દેશો વચ્ચે રમાનાર છે.

આગામી 13 જૂલાઈથી ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે પ્રથમ વન ડે રમાનાર છે. આ પહેલા ભારતીય ટીમ હવે મેદાનમાં ટ્રેનિંગ સેશન કરી રહી છે. રાહુલ દ્રવિડ કોચ તરીકેની તેની ભૂમિકા નિભાવવાની ખરી શરુઆત શરુ કરી દીધી છે. દોડથી લઈ સ્ટ્રેચીંગ ખેલાડીઓએ મેદાનમાં કર્યુ હતુ. શ્રેણી પહેલા ખેલાડીઓને તૈયાર કરવા માટે દ્રવિડે ખેલાડીઓને પરેસેવે રેબઝેબ કરી દીધા હતા.

T20 વિશ્વકપ પહેલા મહત્વની શ્રેણી

T20 વિશ્વકપ પહેલા ભારતીય ટીમ (Team India) માટે આખરી T20 શ્રેણી હશે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સીધી જ વિશ્વકપમાં મેદાનમાં ઉતરશે. તે પહેલા પૃથ્વી શો, ઈશાન કિશન, સંજૂ સેમસન અને સૂર્યકુમાર યાદવ માટે શ્રીલંકા સામેની બંને શ્રેણી મહત્વની છે. જે શ્રેણી તેમને વિશ્વકપ માટે સ્થાન મેળવવા મહત્વની છે. જોકે તે પહેલા ભારતીય ખેલાડી IPLની આગળની મેચોમાં રમશે. IPL અને T20 વિશ્વકપમાં ભાગ લેવા માટે ક્રિકેટરો UAE પહોંચશે.

ટીમ ઈન્ડીયામાં છ ખેલાડીઓ અનકેપ્ડ છે. જેઓ IPL અને ઘરેલુ ક્રિકેટમાં પોતાનો દમ દેખાડવાને લઈને શ્રીલંકા સામેની શ્રેણી માટે પસંદ પામ્યા છે. જેમાં ચેતન સાકરીયા, ઋતુરાજ ગાયકવાડ, કૃષ્ણપ્પા ગૈૌતમ, દેવદત્ત પડીક્કલ, વરુણ ચક્રવર્તી અને નિતીશ રાણાનો સમાવેશ કરાયો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">