IND vs SL: ભાવનગરના ચેતન સાકરિયાને મળી વન ડે કેપ, 5 ખેલાડીઓએ કર્યુ ડેબ્યૂ

India vs Sri Lanka: ભારતીય ક્રિકેટ (Indian Cricekt)ના ઈતિહાસમાં આ બીજી વાર છે કે એક સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5 ખેલાડીઓએ ડેબ્યૂ કર્યુ હોય. આ પહેલા 1980-81માં 5 કે તેથી વધુ ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 7:40 PM

શ્રીલંકા સામેની શ્રેણીની અંતિમ વન ડેમાં ભારતીય ટીમ (Team India) તરફથી પાંચ નવા ચહેરા મેદાનમાં જોવા મળ્યા છે. કોલંબોના પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાયેલી વન ડે શ્રેણીને પહેલાથી જ ભારતે 2-0થી જીતી લીધી હતી.

1 / 8
ભારતીય ટીમમાં સંજૂ સેમસન, ચેતન સાકરિયા, કૃષ્ણપ્પા ગૌતમ, નિતીશ રાણા અને રાહુલ ચાહરને સ્થાન આપવામાં આવ્યુ છે. નવા ચહેરાઓને વન ડે કેપ અપાઈ છે. ભારતીય ક્રિકેટમાં આવુ બીજી વખત થયુ છે કે આંતરરાષ્ટ્રીય વન ડેમાં પાંચ કે તેનાથી વધારે ખેલાડીઓએ એક સાથે ડેબ્યૂ કર્યુ હોય આ પહેલા 1980-81માં પાંચ ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યુ હતુ.

2 / 8
IPLમાં કલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી રમનારા તોફાની બેટ્સમેન નિતીશ રાણા (Nitish Rana)ને પણ મોકો અપાયો છે. IPLની 2020ની સિઝનમાં રાણાએ 14 મેચમાં 352 રન કર્યા હતા તો આ વર્ષે રમાયેલ IPLમાં તે 201 રન નોંધાવી ચુક્યો છે.

3 / 8
વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને (Sanju Samson) પણ વનડેમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. સંજૂ સેમસન આંતરરાષ્ટ્રીય T20 મેચમાં ડેબ્યૂ કરી ચુક્યો છે. જોકે તેમાં તે ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. સંજૂ સેમસને 7 T20 મેચમાં લગભગ 11.8ની સરેરાશથી 83 રન બનાવ્યા છે. IPLમાં આ વર્ષે સંજૂનો દેખાવ સારો રહ્યો છે.

4 / 8
ડાબા હાથનો ઝડપી બોલર ચેતન સાકરિયાએ (Chetan Sakariya) IPL 2021ની શરુઆતમાં જ તરખાટ મચાવ્યો હતો. ત્યારબાદ રાજસ્થાન રોયલ્સની તે ઓળખ બની ગયો હતો. તેણે આ સિઝનમાં જ પોતાનું IPL ડેબ્યૂ કર્યુ હતુ. હવે તેના માથા પર ભારતીય ટીમની કેપ પણ સજી ચુકી છે. સૌરાષ્ટ્રના આ બોલરનું પ્રદર્શન અત્યાર સુધી ખૂબ સારુ રહ્યું છે. તે 23 T20 મેચમાં 35 વિકેટ ઝડપી ચુક્યો છે.

5 / 8
આ વર્ષે IPL ઓક્શનમાં જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) 9.25 કરોડની રકમમાં કૃષ્ણપ્પા ગૌતમ (Krishnappa Gowtham)ને ખરીદ્યો તો લોકો આશ્વર્યમાં હતા. જોકે તેને હજુ સુધી ખાસ મોકો IPLમાં મળ્યો નથી. પરંતુ તેનુ ઘરેલુ પ્રદર્શન શાનદાર રહ્યું છે. 47 લીસ્ટ એ મેચમાં 70 વિકેટ સાથે 558 રન બનાવ્યા છે તો 62 T20 મેચોમાં 41 વિકેટ સાથે 594 રન બેટથી નીકળ્યા છે.

6 / 8
રાહુલ ચાહર ( Rahul Chahar)ને વન ડેમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. IPLમાં પોતાની ફિરકી વડે તે સૌને પ્રભાવિત કરી ચુક્યો છે. ચાહર મુંબઈ ઈન્ડીયન્સ વતી IPLનો હિસ્સો છે. રાહુલ ચાહર ટીમ ઈન્ડીયાના માટે ત્રણ T20 મેચ રમી ચુક્યો છે.

7 / 8
ભારતીય ટીમ વતી ઈશાન કિશન (Ishan Kishan) અને સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)ને ડેબ્યૂની તક શ્રીલંકામાં મળી હતી. શ્રીલંકા સામેની વન ડે શ્રેણીની શરુઆતમાં બંનેને વન ડે કેપ મળી હતી. ઈશાને શરુઆતની બંને મેચ રમીને 60 રન કર્યા છે. આ પહેલા ઈશાન કિશન 2 T20 મેચ રમી ચુક્યો છે. જેમાં પણ તેણે 60 રન નોંધાવ્યા છે.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">