IND vs SL 2nd ODI Highlights: શ્રીલંકા અને ભારત વચ્ચેની બીજી વન ડે ભારતે જીતી લીધી, દિપક ચાહર અને ભૂવનેશ્વર કુમારે રોમાંચક જીત અપાવી

Avnish Goswami
| Edited By: | Updated on: Jul 21, 2021 | 12:20 AM

India vs Sri Lanka Second ODI Highlights શ્રીલંકા સામેની 3 વન ડે મેચની સિરીઝમાં ભારત 1-0થી આગળ છે. ભારતે શ્રીલંકા સામેની પ્રથમ વન ડે મેચ 7 વિકેટે જીતી લીધી હતી. 

IND vs SL 2nd ODI Highlights: શ્રીલંકા અને ભારત વચ્ચેની બીજી વન ડે ભારતે જીતી લીધી, દિપક ચાહર અને ભૂવનેશ્વર કુમારે રોમાંચક જીત અપાવી
Deepak Chahar-Bhuvneshwar Kumar

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે બીજી વન ડે કોલંબોના પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. શ્રીલંકન ઓપનરો આવિષ્કા ફર્નાન્ડો (Avishka Fernando) અને મિનોદ ભાનુકાએ સારી શરુઆત કરી હતી. ટીમ ઈન્ડીયાએ બીજી વન ડેને રોમાંચક સ્થિતી વચ્ચે ભારતે જીતી લીધી હતી. શિખર ધવન, પૃથ્વી શો અને ઈશાન કિશનની વિકેટો ઝડપથી ગુમાવતા મુશ્કેલ સ્થિતી સર્જાઈ હતી.

ભારતીય ટીમ એક સમયે મુશ્કેલ સ્થિતીમાં આવી ચુકી હતી. શ્રીલંકને ડ્રેસીંગ રુમમાં વિજયી ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. પંરતુ દિપક ચાહર અને ભૂવનેશ્વર કુમારે બાજી પલ્ટીને ફરીથી ભારતને રોમાંચક રીતે મેચમાં પરત લાવી દીધુ હતુ. દિપક ચાહર અને વાઈસ કેપ્ટન ભૂવનેશ્વર કુમારે શાનદાર રમત રમી હતી.

ભારતીય ટીમની બેટીંગ ઈનીંગ

ભારતીય ટીમ 276 રનના પડકારનો પીછો કરવાની શરુઆતથી જ મુશ્કેલ સ્થિતીમાં રહી હતી. ભારતે પ્રથમ વિકેટ 28 રનના સ્કોર પર ગુમાવી હતી. પૃથ્વી શોના રુપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. તેણે 13 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઈશાન કિશનની વિકેટ ભારતે 39 રને પાંચમી ઓવરમાં ગુમાવી હતી. ઈશાન 1 જ રન નોંધાવી શક્યો હતો. કેપ્ટન શિખર ધવન 29 રન કરીને પેવિલિયન પરત ફર્યો હતો.

મનિષ પાંડે સેટ થયા બાદ કમનસીબે રન આઉટનો ભોગ બન્યો હતો. તેણે 31 બોલમાં 37 રન કર્યા હતા. સૂર્યકુમારે 44 બોલમાં 53 રન કર્યા હતા. આ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફીફટી હતી. હાર્દિક પંડ્યા શૂન્ય રને જ વિકેટ ગુમાવી બેઠો હતો. જ્યારે કૃણાલ પંડ્યાએ 35 રનની ઈનીંગ રમી હતી. તેની પર જીતનો ભરોસો માનવામાં આવતો હતો. જોકે દિપક ચાહરે મુશ્કેલ સ્થિતીની જવાબદારી પોતાના ખભે સ્વિકારી હતી. તેણે અણનમ 69 રન બનાવ્યા હતા. જ્યારે ભૂવનેશ્વરે 19 રન બનાવ્યા હતા.

શ્રીલંકાની બોલીંગ ઈનીંગ

વાનીન્દુ હસારંગાએ 10 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી, જે ત્રણેય વિકેટો મોટી હતી. જેનાથી જ ભારત સતત મુશ્કેલ સ્થિતી અનુભવી રહ્યુ હતુ. લક્ષન સંદાકને 10 ઓવરમાં 71 રન આપી એક વિકેટ ઝડપી હતી. દશ્મંથા ચામિરાએ 10 ઓવર કરીને 65 રન આપ્યા હતા. આ ઝડપી બોલરને એક પણ વિકેટ મળી શકી નહોતી. દાસુન શનાકાએ 3 ઓવર કરીને 1 વિકેટ મેળવી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Jul 2021 11:24 PM (IST)

    ચાહરે બાઉન્ડરી ફટકારતા જ ભારતનો વિજય

    ભારતે 3 વિકેટે શ્રીલંકા સામે વિજય મેળવ્યો હતો. આ સાથે જ ભારતે શ્રીલંકા સામેની શ્રેણીને જીતી લીધી હતી. એક સમયે હાથમાંથી સરકી ગયેલી બાજીને દિપક ચહરે પલટી ભારત તરફી બનાવી હતી. ભૂવીએ શાનદાર સાથ પુરાવી જીતમાં યોગદાન આપ્યુ હતુ.

  • 20 Jul 2021 11:21 PM (IST)

    ભૂવનેશ્વર કુમારે લગાવી બાઉન્ડરી, અંતિમ ઓવરમાં માત્ર 3 રનની જરુર

  • 20 Jul 2021 11:18 PM (IST)

    દિપક ચાહરે લગાવ્યો ચોગ્ગો, 10 બોલમાં 10 રન જીત માટે જરુરી

  • 20 Jul 2021 11:13 PM (IST)

    અંતિમ ત્રણ ઓવર બાકી, 16 રન જીત માટે જરુરી, મેચ રોમાંચક સ્થિતીમાં

  • 20 Jul 2021 11:10 PM (IST)

    દિક ચાહર મેદાન પર અસ્વસ્થ જણાયો, ફિઝીયો મેદાનમાં

  • 20 Jul 2021 11:07 PM (IST)

    દિપક ચાહરે લગાવ્યો ચોગ્ગો

  • 20 Jul 2021 11:05 PM (IST)

    ચામિરાના બોલ પર ભૂવનેશ્વર કુમારે લગાવી બાઉન્ડરી

  • 20 Jul 2021 11:01 PM (IST)

    અંતિમ 5 ઓવરમાં જીત માટે 31 રનની જરુર

  • 20 Jul 2021 10:56 PM (IST)

    દિપક ચાહરનુ અર્ધશતક પૂર્ણ

    મુશ્કેલ પરિસ્થિતી વચ્ચે દિપક ચાહરે મહત્વની ઇનીંગ રમી દર્શાવી હતી.

  • 20 Jul 2021 10:53 PM (IST)

    દિપક ચાહરે સળંગ બીજી બાઉન્ડરી લગાવી

  • 20 Jul 2021 10:52 PM (IST)

    દિપક ચાહરને શાનદાર રમત જારી, બાઉન્ડરી લગાવી

  • 20 Jul 2021 10:47 PM (IST)

    દિપક ચાહરની શાનદાર સિક્સર

  • 20 Jul 2021 10:45 PM (IST)

    જીત માટે 50 બોલમાં 57 રનની જરુર

  • 20 Jul 2021 10:38 PM (IST)

    દિપક ચાહરે લગાવી બાઉન્ડરી

  • 20 Jul 2021 10:30 PM (IST)

    ભારતનો સ્કોર 200 ને પાર થયો

  • 20 Jul 2021 10:20 PM (IST)

    કૃણાલ પંડ્યા આઉટ, ભારતની 7 મી વિકેટ

    ભારતીય ટીમને કૃણાલ પંડ્યા ની રમત પર આશા હતી. કૃણાલ પંડ્યા પાસે એક તક હતી. પરંતુ બોલીંગમાં બદલાવ કરી શ્રીલંકા એ હસારંગાને જવાબદારી સોંપી હતી. તેણે ત્રીજી મહત્વની વિકેટ ઝડપી હતી.

  • 20 Jul 2021 10:13 PM (IST)

    જીત માટે 100 બોલમાં 86 રન જરુરી

  • 20 Jul 2021 10:12 PM (IST)

    કૃણાલ પંડ્યાનુ અંત સુધી ક્રિઝ પર રહેવુ જરુરી

    ભારતીય ટીમે જીત મેળવવી હોય તો જરુરી છે કે, કૃણાલ પંડ્યાએ અંત સુધી રમવુ પડશે. તેના પછી એવો કોઇ બેટ્સમેન નથી કે જે ભારતને મેચમાં જીત અપાવી શકે. કૃણાલ વન ડેમાં અગાઉ અર્ધશતક બનાવી ચુક્યો છે. તેનામાં કાબેલિયત પણ છે કે, તે મેચ ફિનીશ કરી શકે.

  • 20 Jul 2021 09:41 PM (IST)

    સૂર્યકુમાર યાદવ LBW આઉટ, ભારતે છઠ્ઠી વિકેટ ગુમાવી

    સુર્યકુમાર શાનદાર રમત રમી રહ્યો હતો. શાનદાર ફીફટી ફટકારી હતી. આ દરમ્યાન જ તે એલબીડબલ્યુ આઉટ થયો હતો. સૂર્યા એ અમ્પાયરના નિર્ણય સામે ડીઆરએસ નો ઉપયોગ કર્યો હતો.

  • 20 Jul 2021 09:39 PM (IST)

    કૃણાલ પંડ્યાએ એ લગાવ્યો ચોગ્યો

  • 20 Jul 2021 09:38 PM (IST)

    સૂર્યકુમાર યાદવે કરીયરની પ્રથમ વન ડે ફીફટી પુરી કરી

    સૂર્યકુમાર યાદવે શાનદાર રમત રમી હતી. મુશ્કેલ સમયમાં ટીમને સંભાળવાની જવાબદારી નિભાવી આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ ફીફટી બાઉન્ડરી લગાવી પુરી કરી હતી.

  • 20 Jul 2021 09:25 PM (IST)

    કૃણાલ પંડ્યા એ લગાવ્યો ચોગ્ગો

    24 મી ઓવરમાં કરુણારત્નેના બોલ પર કૃણાલ પંડ્યાએ બાઉન્ડરી લગાવી હતી. ભારતીય ટીમે 24 ઓવરના અંતે 142 રન કર્યા હતા.

  • 20 Jul 2021 09:06 PM (IST)

    કૃણાલ પંડ્યા એ બોલ હવામાં ઉછાળતા આઉટ થતા માંડ માંડ બચ્યો

  • 20 Jul 2021 09:00 PM (IST)

    હાર્દિક પંડ્યા શૂન્ય પર આઉટ

    ભારતીય ટીમ મુશ્કેલ સ્થિતીમાં મુકાઇ ગયુ છે. સેટ થયેલા મનિષ પાંડેની વિકેટ ગુમાવ્યા બાદ હાર્દિક પંડ્યા કેચ આઉટ થતા 18 ઓવરમાં ભારતે 116 રનના સ્કોર પર પાંચમી વિકેટ ગુમાવી હતી.

  • 20 Jul 2021 08:57 PM (IST)

    હાર્દિક પંડ્યા ક્રિઝ પર

  • 20 Jul 2021 08:54 PM (IST)

    મનિષ પાંડે રન આઉટ, ભારતની ચોથી વિકેટ

    ભારતીય ટીમે રન આઉટના રુપમાં મનિષ પાંડેની વિકેટ ગુમાવી છે. 18મી ઓવરના બીજા બોલે મનિષ પાંડે રન આઉટ જાહેર થયોહતો.

  • 20 Jul 2021 08:45 PM (IST)

    સૂર્યકુમાર યાદવની શાનદાર બાઉન્ડરી

  • 20 Jul 2021 08:41 PM (IST)

    15 ઓવરના અંતે 95/3 નો સ્કોર

    મનિષ પાંડે અને સૂર્યકુમાર યાદવ હાલ ક્રિઝ પર છે. શિખર ધવનની વિકેટ ગુમાવ્યા બાદ ધૈર્ય પૂર્ણ રમત આગળ વધારી રહ્યા છે. જીત માટે 181 રન જરુર છે.

  • 20 Jul 2021 08:35 PM (IST)

    સૂર્યાકુમારે ફટકાર્યો ચોગ્ગો

    સૂર્યાકુમારે હસારંગાના બોલ પર બાઉન્ડરી લગાવી હતી.

  • 20 Jul 2021 08:23 PM (IST)

    શિખર ધવનના રુપમાં મોટો ઝટકો, ત્રીજી વિકેટ ગુમાવી

  • 20 Jul 2021 08:14 PM (IST)

    10 ઓવરના અંતે ભારત 60/2

  • 20 Jul 2021 08:13 PM (IST)

    શિખર ધવનની બાઉન્ડરી

  • 20 Jul 2021 08:02 PM (IST)

    મનિષ પાંડે એ લગાવી બાઉન્ડરી

    મનિષ પાંડે એ ચામિરા સામે બેટીંગ કરતા શાનદાર બાઉન્ડરી લગાવી હતી.

  • 20 Jul 2021 08:01 PM (IST)

    7 મી ઓવરમાં માત્ર 1 રન

    કાસુન રંજીથા એ મનિષ પાંડે અને શિખર ધવન સામે બોલીંગ કસીને કરી હતી. જેને લઇ 7મી ઓવરમાં તેણે માત્ર એક જ રન આપ્યો હતો.

  • 20 Jul 2021 07:49 PM (IST)

    ઇશાન કિશન આઉટ, ભારત 5 ઓવરના અંતે 39/2

    રજીંથાની ઓવર માં ઇશાન કિશન ક્લીન બોલ્ડ થતા વિકેટ ગુમાવી

  • 20 Jul 2021 07:48 PM (IST)

    ઇશાન કિશન ને પેટમાં બોલ વાગ્યો

  • 20 Jul 2021 07:41 PM (IST)

    પૃથ્વી શો આઉટ

  • 20 Jul 2021 07:37 PM (IST)

    શિખર ધવનની બે બાઉન્ડરી

  • 20 Jul 2021 06:52 PM (IST)

    શ્રીલંકા ની બેટીંગ ઇનીંગ 9 વિકેટે 275 રને સમાપ્ત

    ભારત સામે 276 રનનુ લક્ષ્ય શ્રીલંકાએ આપ્યુ છે. શ્રીલંકાએ 9 વિકેટ ગુમાવીને 275 રન કર્યા હતા. ભારતીય ટીમ વન ડે શ્રેણીમાં 1-0 થી આગળ છે. શ્રીલંકાએ શ્રેણીને બરાબર કરવા માટે બોલીંગ કમર કસતી કરવી પડશે.

  • 20 Jul 2021 06:50 PM (IST)

    કરુણારત્ને ઇનીંગના અંતિમ બંને બોલ પર બાઉન્ડરી લગાવી

  • 20 Jul 2021 06:48 PM (IST)

    શ્રીલંકાએ 9 મી વિકેટ રન આઉટના રુપમાં ગુમાવી

    શ્રીલંકન ટીમના સંદાકને અંતિમ ઓવર દરમ્યાન રન આઉટ દ્વારા વિકેટ ગુમાવી હતી. વિકેટકીપર ઇશાન કીશને રન આઉટ કર્યો હતો.

  • 20 Jul 2021 06:46 PM (IST)

    શ્રીલંકાએ 264 રને 8 મી વિકેટ ગુમાવી, ભૂવનેશ્વરની ત્રીજી વિકેટ

  • 20 Jul 2021 06:44 PM (IST)

    કરુણારત્ને સળંગ 2 બાઉન્ડરી લગાવી

    દિપક ચાહરના બોલ પર આગળ આવીને પ્રથમ બાઉન્ડરી કરુણારત્ને લગાવી હતી. તેના આગળના બોલે બીજી બાઉન્ડરી લગાવી હતી.

  • 20 Jul 2021 06:39 PM (IST)

    શ્રીલંકાએ 250 નો સ્કોર પાર કર્યો

    7 વિકેટ ગુમાવીને શ્રીલંકન ટીમે 250 રનના આંકને પાર કર્યો હતો. આ દરમ્યાન કરુણારત્ને 25 રને અને ચામીરા 1 રન સાથે ક્રિઝ પર છે.

  • 20 Jul 2021 06:37 PM (IST)

    કરુણારત્ને એ લગાવી બાઉન્ડરી

  • 20 Jul 2021 06:34 PM (IST)

    શ્રીલંકાની 7 મી વિકેટ ભૂવનેશ્વર કુમારે ઝડપી

    ભૂવનેશ્વર કુમારને શ્રીલંકા સામે બીજી વિકેટ મેળવવામાં સફળતા મળી હતી. તેણે અસલંકાની વિકેટ ઝડપી હતી. અસલંકાએ 65 રનની ઇનીંગ રમી હતી.

  • 20 Jul 2021 06:24 PM (IST)

    45 ઓવરના અંતે શ્રીલંકા નો સ્કોર 6 વિકેટે 229 રન

  • 20 Jul 2021 06:21 PM (IST)

    અસાલંકાએ બાઉન્ડરી સાથે અર્ધશતક પુરુ કર્યુ

    કુલદીપ યાદવના  બોલ દરમ્યાન અસાલંકાએ તેનુ પ્રથમ વન ડે અર્ધશતક લગાવ્યુ હતુ.

  • 20 Jul 2021 06:06 PM (IST)

    અસાલંકા એ કૃણાલ પંડ્યાના બોલ પર લગાવી બાઉન્ડરી

  • 20 Jul 2021 05:58 PM (IST)

    શ્રીલંકા ની છઠ્ઠી વિકેટ , દિપક ચહરે ઝડપી વિકેટ

    હસરંગાએ 8 રન કરીને વિકેટ ગુમાવી હતી. દિપક ચહરે હસરંગાને ક્લીન બોલ્ડ કર્યો હતો.  આ સાથે જ 196 રન ના સ્કોર પર છઠ્ઠી વિકેટ ગુમાવી હતી.

  • 20 Jul 2021 05:52 PM (IST)

    કૃણાલ પંડ્યાના બોલ પર હંસારંગાની બાઉન્ડરી

  • 20 Jul 2021 05:48 PM (IST)

    હંસારંગાએ લગાવી બાઉન્ડરી, શ્રીલંકા નો સ્કોર 37 ઓવરના અંતે 185/5

    હંસારંગા એ ભૂવનેશ્વર કુમારના  બોલ પર બાઉન્ડરી લગાવી હતી. શ્રીલંકાએ 5 વિકેટ ગુમાવીને 37 ઓવરના અંતે 185 રનનો સ્કોર કર્યો હતો.

  • 20 Jul 2021 05:43 PM (IST)

    અસલંકા એ લગાવ્યો ચોગ્ગો

    અસલંકા એ યુઝવેન્દ્ર ચહલના બોલ પર બાઉન્ડરી ગેપમાં થી નિકાળી હતી.

  • 20 Jul 2021 05:41 PM (IST)

    યુઝવેન્દ્ર ચહલે ત્રીજી વિકેટ ઝડપી, શ્રીલંકા એ 5 મી વિકેટ ગુમાવી

    ચહલે શ્રીલંકાના કેપ્ટન શનાકાની વિકેટ ઝડપી હતી. આ સાથે જ મેચમાં યુઝવેન્દ્ર ચહલે ત્રીજી વિકેટ ઝડપી હતી.

  • 20 Jul 2021 05:19 PM (IST)

    અસલંકાએ લગાવ્યો ચોગ્ગો

    અસલંકાએ ગેપમાંથી ચોગ્ગો લગાવ્યો. કુલદીપ યાદવની બોલીંગ દરમ્યાન 31 મી ઓવરમાં ચોગ્ગો લગાવ્યો હતો.

  • 20 Jul 2021 05:03 PM (IST)

    શ્રીલંકાની 4થી વિકેટ, ધનંજય ડી સિલ્વા આઉટ

    દિપક ચાહરના બોલ ને ઉંચો ફકારવાના પ્રયાસમાં ધનંજય ડી સિલ્વા એ વિકેટ ગુમાવી હતી. આ સાથે જ શ્રીલંકાએ 134 રનના સ્કોર  પર ચોથી વિકેટ ગુમાવી  હતી.

  • 20 Jul 2021 04:54 PM (IST)

    25 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 124/3

  • 20 Jul 2021 04:50 PM (IST)

    આવિષ્કા ફર્નાન્ડો આઉટ

    આવિષ્કા ફર્નાન્ડોની વિકેટ ભૂવનેશ્વર કુમારે ઝડપી લીધી હતી. ફર્નાન્ડોએ 50 રન પૂરા કર્યા બાદ તુરત જ મોટો શોટ રમવાના પ્રયાસમાં વિકેટ ગુમાવી હતી. આ સાથે જ  શ્રીલંકાએ 124 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી.

  • 20 Jul 2021 04:48 PM (IST)

    આવિષ્કા ફર્નાન્ડો ની ફીફટી

    ઓપનર આવિષ્કા ફર્નાન્ડો એ  ફીફટી પૂરી કરી હતી. 70 બોલમાં તેણે 50 રન કર્યા હતા. ભારત સામે તેણે પ્રથમ અર્ધશતક નોંધાવ્યુ હતુ.

  • 20 Jul 2021 04:47 PM (IST)

    ફર્નાન્ડોએ લગાવી બાઉન્ડરી

    આવિષ્કા ફર્નાન્ડોએ બાઉન્ડરી લગાવી હતી. કૃણાલ પડ્યાની ઓવરમાં તેણે બાઉન્ડરી લગાવી હતી. ભારતીય બોલરોએ બાઉન્ડરી પર છેલ્લા કેટલાક બોલ થી અંકુશ મેળવ્યો હતો.

  • 20 Jul 2021 04:46 PM (IST)

    ભૂવનેશ્વર કુમાર બોલીંગમાં પરત

    નવા બોલ થી ત્રણ ઓવર નાંખવા બાદ, કેપ્ટન ધવને ઝડપી બોલર ભૂવનેશ્વર કુમારને ફરી લઇ આવ્યા છે. જોકે આ થોડો આશ્વર્યભર્યો નિર્ણય છે. કારણ કે, ભારતીય સ્પિનરોએ શ્રીલંકન બેટસમેનો પર અંકુશ લાગ્યો હતો. આવામાં ફરી એકવાર વચ્ચે ધવન એક ઝડપી બોલરને લઇ આવ્યા છે.

  • 20 Jul 2021 04:35 PM (IST)

    અંતિમ 5 ઓવરમાં ફક્ત 18 રન

    બે વિકેટો પડવા બાદ શ્રીલંકાની રમત ધીમી પડી ચુકી છે. પાછળની પાંચ ઓવરમાં તેમના બેટ્સમેન ફક્ત 18 રન જ બનાવી શક્યા છે. બંને બેટ્સમેનોની વિકેટ બચાવીને ઇનીંગને આગળ વધારતા જોવા મળી રહ્યા છે.

  • 20 Jul 2021 04:33 PM (IST)

    20 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 98/2

  • 20 Jul 2021 04:24 PM (IST)

    કૃણાલ પંડ્યા 18મી ઓવર લઇ આવ્યો

  • 20 Jul 2021 04:17 PM (IST)

    15 ઓવરના અંતે શ્રીલંકા 2 વિકેટે 83 રન

    શ્રીલંકાએ સારી શરુઆત કરી ઓપનીંગ જોડીએ 77 રનની ભાગીદારી રમત રમી હતી. શ્રીલંકાએ 2 વિકેટ ગુમાવીને 15 ઓવરના અંતે 83 રન નો સ્કોર કર્યો હતો.

  • 20 Jul 2021 04:08 PM (IST)

    ચહલે શ્રીલંકાને આપ્યો બીજો ઝટકો, શ્રીલંકાની બીજી વિકેટ

    ભાનુકા રાજપક્ષે ક્રિઝ પર આવતા જ પેવેલિયન પરત ફર્યો છે. યુઝવેન્દ્ર ચહલે પહેલા મિનોદ ભાનુકાની વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ રાજપક્ષે પિચ પર આવ્યો હતો. જેને તેના પ્રથમ બોલે જ ચહલે શિકાર બનાવ્યો હતો. આમ સળંગ બે વિકેટ 77 રનના સ્કોર પર શ્રીલંકાએ ગુમાવી હતી.

  • 20 Jul 2021 04:05 PM (IST)

    મિનોદ ભાનુકે આઉટ, 77 રનના સ્કોર પર શ્રીલંકાની પ્રથમ વિકેટ

    યુઝવેન્દ્ર ચહલ શ્રીલંકાની ઓપનર જોડીને તોડવામાં સફળ રહ્યો છે. ચહલે મિનોદ ભાનુકાને વિકેટ ઝડપી હતી. ભાનુકા એ 42 બોલમાં 36 રન કર્યા હતા.

  • 20 Jul 2021 04:02 PM (IST)

    કુલદીપ યાદવની બોલીંગની શરુઆત

  • 20 Jul 2021 03:56 PM (IST)

    પાવર પ્લે દરમ્યાન શ્રીલંકાનો સારો સ્કોર

    શ્રીલંકન ઓપનરોએ રમતની સારી શરુઆત કરી છે. બંને મક્કમ રમત વડે પાવર પ્લે દરમ્યાન 59 રન ટીમ માટે જોડ્યા છે.

  • 20 Jul 2021 03:38 PM (IST)

    ચહલની એન્ટ્રી, 8મી ઓવરમાં 9 રન આપ્યા

  • 20 Jul 2021 03:33 PM (IST)

    હાર્દિક પંડ્યા એ ઓવરમાં 7 રન આપ્યા

  • 20 Jul 2021 03:31 PM (IST)

    ફ્રી હિટ પર ફર્નાન્ડોની ફોર

  • 20 Jul 2021 03:29 PM (IST)

    હાર્દિક પંડ્યાનો એ નો બોલ ફેંકતા ફ્રી હિટ

  • 20 Jul 2021 03:28 PM (IST)

    હાર્દિક પંડ્યા 7 મી ઓવર કરવા બોલીંગ લઇ આવ્ચો

  • 20 Jul 2021 03:25 PM (IST)

    મિનોદ ભાનુકા એ સળંગ બીજો ચોગ્ગો લગાવ્યો

    મિનોદ ભાનુકાએ દિપક ચાહરની ઓવરમાં સળંગ બે ચોગ્ગા લગાવ્યા હતા. છઠ્ઠી ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર બે ચોગ્ગા લગાવ્યા હતા. 6 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 36 રન વિના વિકેટે રહ્યો હતો.

  • 20 Jul 2021 03:17 PM (IST)

    ત્રીજી ઓવરમાં માત્ર એક જ રન

    શ્રીલંકાની બેટીગની ત્રીજી ઓવરમાં એક રન કર્યો છે. ત્રીજી ઓવર ભૂવનેશ્વરે નાખીને માત્ર એક જ રન આપ્યો છે. ત્રણ ઓવર બાદ શ્રીલંકાનો સ્કોર વિના વિકેટે સાત રન થયા છે.

  • 20 Jul 2021 03:15 PM (IST)

    શ્રીલંકાએ ટોસ જીત્યો, પહેલા બેટીગનો કર્યો નિર્ણય

    • શ્રીલંકાએ ટોસ જીત્યો

      કોલબોના પ્રેમદાસા સ્ટેડીયમમાં રમાઈ રહેલ બીજી વન ડે મેચમાં,શ્રીલંકાએ ટોસ જીતીને, પહેલા બેટીગ કરવાનો નિર્ણય કર્યો છે.  યજમાન ટીમ બદલાવ સાથે મેદાનમાં ઉતરી રહી છે. જ્યારે ભારતે કોઈ જ બદલાવ કર્યો નથી.

  • 20 Jul 2021 02:48 PM (IST)

    મેચ ઉપર વરસાદની કેટલી થશે અસર ?

    જો વરસાદ વરસે તો મેચમા શુ થાય ? આ મુદે આપને જણાવી દઈએ કે, આશા કરીએ કે આજે પૂરેપૂરી ઓવરની મેચ રમાય. જો મેચ દરમિયાન વરસાદનુ વિધ્ન આવે તો, બીજી ઈનિગ્સમાં બેટીગ કરવી સહેલી નહી હોય. આવી સ્થિતિમાં ટોસ બહુ જ મહત્વની ભૂમિકા ભજવશે. કોલબોમાં જે ટીમ ટોસ જીતશે તે ટીમ, પહેલા બેટીગ કરવા માગશે.

Published On - Jul 20,2021 11:25 PM

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">