IND vs SL: રવિન્દ્ર જાડેજાની ઇનીંગ 175 રન પર અણનમ રહેવા પર દાવ ડીક્લેર કરવાને લઇ ઉઠવા લાગ્યા સવાલ

IND vs SL 1st test: રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ ભારત માટે પોતાની કારકિર્દીની સર્વોચ્ચ ઇનિંગ્સ રમી અને 175 રન બનાવી અણનમ રહ્યા.

IND vs SL: રવિન્દ્ર જાડેજાની ઇનીંગ 175 રન પર અણનમ રહેવા પર દાવ ડીક્લેર કરવાને લઇ ઉઠવા લાગ્યા સવાલ
Ravindra Jadeja શાનદાર ઇનીંગ રમી હતી.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 5:11 PM

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ના અણનમ 175 રનના કારણે ભારતે મોહાલી ટેસ્ટ (Mohali Test) માં શ્રીલંકા સામે આઠ વિકેટે 574 રન પર પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. જાડેજાએ પોતાની ટેસ્ટ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી. તે બેવડી સદી તરફ આગળ વધી રહ્યો હતો. પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ઇનિંગ્સ ડિકલેર કરી દીધી હતી. આ પછી બીજા દિવસની રમત માટે ચાનો સમય હતો. જો કે ઈનિંગ્સ ડિકલેર કરવાની જાહેરાત પર પણ સવાલો ઉભા થયા હતા. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ કહ્યું કે રવિન્દ્ર જાડેજાને બેવડી સદી ફટકારવાની તક આપવી જોઈતી હતી. આ દરમિયાન સચિન તેંડુલકરને પણ યાદ આવ્યો અને જાડેજાની ઇનિંગ્સની સરખામણી 2004માં તેના અણનમ 194 રન સાથે કરવામાં આવી.

બીજા દિવસે પણ ભારતીય બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી અને શ્રીલંકાને વિકેટ માટે ઝંખવ્યું. રવિચંદ્રન અશ્વિને 61 રનની ઇનિંગ રમી હતી જ્યારે મોહમ્મદ શમી 20 રન બનાવીને અણનમ રહ્યો હતો. શ્રીલંકા તરફથી સુરંગા લકમલ, વિશ્વા ફર્નાન્ડો અને લસિથ એમ્બુલડેનિયાને 2-2 વિકેટ મળી હતી.

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

મેચના બીજા દિવસે જાડેજાએ અશ્વિન સાથે 103 રન, મોહમ્મદ શમી સાથે 130 રનની સદીની ભાગીદારી કરી હતી. જાડેજાએ આ સમયગાળા દરમિયાન પોતાની ટેસ્ટ કારકિર્દીની બીજી સદી પૂરી કરી હતી. તેણે પોતાની ઇનિંગમાં 228 બોલનો સામનો કર્યો અને 17 ફોર અને ત્રણ સિક્સર ફટકારી. આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર પણ બનાવ્યો.

ઇનીંગ ડિક્લેર કરવાને લઇ ઉઠ્યા સવાલો

રાહુલ દ્રવિડ રહ્યા કોમન

જાડેજા તેની પ્રથમ ટેસ્ટ બેવડી સદીના માર્ગે હતો. તેણે રન બનાવવાની ગતિ પણ વધારી. પરંતુ ભારતીય ઇનિંગ્સની 130મી ઓવર બાદ રોહિત શર્માએ ઇનિંગ ડિકલેર કરી હતી. ત્યારે જાડેજા બેવડી સદીથી માત્ર 25 રન દૂર હતો. ઘણા લોકોએ આ નિર્ણયને 2004માં મુલતાન ટેસ્ટમાં સચિન તેંડુલકરના અણનમ 194 રન સાથે જોડ્યો હતો અને રાહુલ દ્રવિડના એંગલને ગણાવ્યો હતો. ત્યારે રાહુલ દ્રવિડ ભારતીય ટીમનો કેપ્ટન હતો. અત્યારે તે ભારતના મુખ્ય કોચ છે.

આ પણ વાંચોઃ Shane Warne Death: પોર્ન સ્ટાર સાથે કરી હતી મારપીટ, બુકી સાથે ઝડપાયા, જાણો શેન વોર્નના 6 મોટા વિવાદ

આ પણ વાંચોઃ Sabarkantha: 1.40 કરોડની ચોરી કરનાર 5 આરોપી ઝડપાઇ ગયા હવે ફરીયાદી નથી મળતો! સંબધ બાંધી યુવકે રુપિયાનો પોટલુ સેરવ્યુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">