IND vs SA: વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા માટે સ્વર્ગ છે જોહાનિસબર્ગ! શાનદાર બેટીંગ રેકોર્ડ સાથે યાદગાર પ્રદર્શન નોંધાવી ચુક્યા છે

ભારતીય ટીમ (Team India) ટેસ્ટ સિરીઝ પર કબ્જો કરવાના ઇરાદા સાથે બીજી ટેસ્ટમાં ઉતરશે. આ મેદાન પર હકારાત્મક પાસુ એ છે કે અહી ભારતીય ટીમ ક્યારેય ટેસ્ટ મેચ હાર્યુ નથી.

IND vs SA: વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા માટે સ્વર્ગ છે જોહાનિસબર્ગ! શાનદાર બેટીંગ રેકોર્ડ સાથે યાદગાર પ્રદર્શન નોંધાવી ચુક્યા છે
Virat Kohli-Cheteshwar Pujara
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 12:13 PM

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે આવતીકાલે સોમવારથી ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમાનારી છે. જોહાનિસબર્ગ (Johannesburg Test) માં રમાનારી આ મેચમાં ભારતીય ટીમ (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) નો રેકોર્ડ સારો છે. તો વળી આ ઉપરાંત નબળા ફોર્મમાં ચાલી રહેલા ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) અને અજિંક્ય રહાણે (Ajinkya Rahane) નો પણ રેકોર્જ સારો રહ્યો છે. પુજારા અને કોહલી આ મેદાન પર અગાઉ શતક નોંધાવી ચુક્યા છે. આમ ફરી એકવાર આ ત્રીપુટીનુ પ્રદર્શન શાનદાર રહેશે તો ભારતીય ટીમ સિરીઝ જીતવાના સપનાને સાકાર કરી શકે છે.

ટીમ ઇન્ડિયા એ ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચ્યુરિયનમાં 113 રને જીતી લીધી હતી. આમ ભારત સિરીઝમાં 1-0ની સરસાઇ સાથે આગળ છે. આમ જો જોહાનિસબર્ગમાં પણ જીત મેળવે તો સિરીઝમાં ભારત અજેય બની શકે છે. સાથે જ અત્યાર સુધી એક પણ ટેસ્ટ સિરીઝ નહી જીતવાના ડાઘને પણ ભૂંસી શકે છે.

જોહાનિસબર્ગમાં વિરાટ કોહલીના નામે 310 રન નોંધાયેલા છે. જે કોઇ પણ ભારતીય બેટ્સમેન તરફ થી સૌથી વધુ છે. કોહલીએ અહી અગાઉ 2 ટેસ્ટ મેચ રમી છે અને જેમાં 4 ઇનીંગ રમીને તેણે આ રન નોંધાવ્યા છે. જેમાં તેણે એક શતક અને 2 અર્ધશતક નોંધાવ્યા હતા. આમ તેણે 77 ની સરેરાશ સાથે રન કર્યા છે. તેણે અહીના મેદાનમાં તે 4 ઇનીંગ દરમિયાન 42 ચોગ્ગા પણ ફટકાર્યા છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

પુજારા અને રહાણેનો પણ શાનદાર રેકોર્ડ

કેપ્ટન બાદ પુજારા અને રહાણે પણ અહી પોતાનો શાનદાર રેકોર્ડ ધરાવે છે. ચેતેશ્વર પુજારાએ જોહાનિસબર્ગમાં 229 રન નોંધાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને એક અર્ધશતક નોંધાવ્યુ છે. તેણે 153 રનની શાનદાર ઇનીંગ અહી રમી હતી. પુજારાએ અહી 2 ટેસ્ટ મેચમાં 4 ઇનીંગ રમી છે. જેમાં તેણે 58 રનની સરેરાશ થી રન નોંધાવ્યા છે. તે આ મેદાનમાં 31 ચોગ્ગા ફટકારી ચુક્યો છે.

અજિંક્ય હાણે આ મેદાનમાં આ પહેલા રમી ચુક્યો છે. જ્યાં તે 2 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે અને અહી તે બે વાર અર્ધશતકના આરે પહોંચીને આઉટ થયો છે. જોકે તેણે આ મેદાન પર 119 રન નોંધાવ્યા છે.

આ પણ વાંચોઃ IND vs SA: ટીમ ઇન્ડિયા માટે હવે સાવધાનીનુ સિગ્નલ ! ટેસ્ટ સિરીઝનો અસલી ખેલ હવે શરુ થશે

આ પણ વાંચોઃ Harbhajan Singh: હરભજન સિંહે હવે BCCI ના અધિકારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યુ ‘કરિયરમાં ઘણા બધા વિલન રહ્યા’

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">