IND vs SA: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, ટીમ ઈન્ડિયામાં બે ફેરફાર

સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાને હવે કોઈપણ ભોગે બીજી મેચ જીતવી જરૂરી છે. ભારતે આ મેચમાં બે ફેરફાર કર્યા છે. રવીન્દ્ર જાડેજા અને મુકેશ કુમારને પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું છે.

IND vs SA: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, ટીમ ઈન્ડિયામાં બે ફેરફાર
IND vs SA
| Updated on: Jan 03, 2024 | 2:23 PM

ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસની છેલ્લી અને વર્ષ 2024ની પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટોસ હારી ગયો હતો. કેપટાઉનમાં રમાનાર ટેસ્ટમાં ભારત સામે આફ્રિકાએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ આજની મેચ જીતવા માટે ટીમમાં બે ફેરફાર કર્યા છે.

અશ્વિન-શાર્દૂલ ટીમમાંથી બહાર

ભારત માટે કેપટાઉન ટેસ્ટ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે આ મેચ હારી જશે તો તે શ્રેણી ગુમાવશે અને આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ મોટું નુકસાન થશે. જેને લઈ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 માં બે મોટા ફેરફાર જોવા મળ્યા છે. અનુભવી રવિચંદ્રન અશ્વિન અને ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરને બહાર કરવામાં આવ્યા છે.

જાડેજા-મુકેશ કુમાર ટીમમાં સામેલ

વિચંદ્રન અશ્વિન અને શાર્દૂલ ઠાકુરના સ્થાને વીન્દ્ર જાડેજા અને મુકેશ કુમારને પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું છે. અશ્વિન અને શાર્દૂલ પહેલી ટેસ્ટમાં બેટિંગ અને બોલિંગ બંનેમાં ફ્લોપ રહ્યા હતા અને ભારતને પહેલી મેચમાં હારનો સામનો કરવા પડ્યો હતો. હવે સિરીઝ ડ્રો કરવા ભારતે આ ટેસ્ટ જીતવી જ પડશે, એવામાં કેપ્ટન રોહિત શર્માએ ટીમમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો.

ડીન એલ્ગરની અંતિમ ટેસ્ટ

આફ્રિકાનો રેગ્યુલર કેપ્ટન ટેમ્પા બાવુમા પહેલી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થતા ટીમની કમાન અનુભવી અને અંતિમ ટેસ્ટ સિરીઝ રમી રહેલ ડીન એલ્ગરને સોંપવામાં આવી હતી અને પહેલી મેચમાં આફ્રિકાએ ભારતને આસાનીથી હરાવી દીધું હતું. આજની મેચ ડીન એલ્ગરની કારકિર્દીની અંતિમ મેચ છે અને તે અંતિમ ટેસ્ટમાં આફ્રિકન ટીમની કપ્તાની કરી રહ્યો છે. તે અંતિમ ટોસ જીત્યો હતો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

બંને ટીમની પ્લેઈંગ 11

દક્ષિણ આફ્રિકા :

ડીન એલ્ગર (કેપ્ટન), એઈડન માર્કરામ, ટોની ડી જોર્ઝી, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરેન (વિકેટ કીપર), માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, નાન્દ્રે બર્ગર, લુંગી એનગીડી.


ટીમ ઈન્ડિયા:

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, મુકેશ કુમાર.

આ પણ વાંચો : 19 જાન્યુઆરીથી સાઉથ આફ્રિકામાં યોજાશે અન્ડર 19 વર્લ્ડ કપ, જાણો કોણ-કોણ લેશે ભાગ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 1:40 pm, Wed, 3 January 24