સાઉથ આફ્રિકા (South Africa Cricket Team) એ ભારત સામેની 3 વનડે સીરીઝમાં 3 વખત પોતાના કેપ્ટન બદલ્યા, જે બાદ ટીમ હવે ભારે ટ્રોલ થઈ રહી છે. પ્રથમ મેચમાં ટેમ્બા બાવુમા (Temba Bawuma) એ ટીમનું નેતૃત્વ કર્યું હતું. બીજી મેચમાં કેશવ મહારાજ કેપ્ટન હતા જ્યારે ત્રીજી મેચમાં ટીમની કમાન ડેવિડ મિલરે (David Miller) સંભાળી હતી. ત્રણેય મેચમાં સાઉથ આફ્રિકા મેનેજમેન્ટે કેપ્ટન બદલવાનો નિર્ણય લીધો હતો, જેના પર પૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે (Wasim Jaffer) મજા લઈ લીધી હતી. જાફરે એક વીડિયો શેર કર્યો છે જેમાં 3 લોકો એક્ટર વિજય રાજ સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.
આ વીડિયો શેર કરવાની સાથે વસીમ જાફરે લખ્યું કે શિખર ધવન દરેક મેચમાં ટોસ સમયે દક્ષિણ આફ્રિકાના અલગ-અલગ કેપ્ટન સાથે. વાસ્તવમાં ત્રીજી મેચમાં કેપ્ટન બદલવા પાછળનું કારણ કેશવ મહારાજની ફિટનેસ છે. તેઓ બીમાર છે. આ કારણથી તે ત્રીજી મેચ રમવા માટે પણ મેદાનમાં આવ્યો ન હતો.
Shikhar Dhawan at the toss with a different SA captain every game 😄 #INDvSA pic.twitter.com/28iE883xSW
— Wasim Jaffer (@WasimJaffer14) October 11, 2022
ODI શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાના ત્રણ કેપ્ટનની વાત કરીએ તો આ પ્રવાસમાં ટેમ્બા બાવુમાનું બેટ ચાલી શક્યું નથી. મેનેજમેન્ટનું કહેવું છે કે તે બીમાર પણ છે, પરંતુ એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે તેના ખરાબ ફોર્મના કારણે તેને બહાર કરવામાં આવ્યો છે.
🚨 Toss Update 🚨#TeamIndia have elected to bowl against South Africa in the third & final #INDvSA ODI of the series.
Follow the match 👉 https://t.co/XyFdjVrL7K @mastercardindia pic.twitter.com/LVAgNsKEG8
— BCCI (@BCCI) October 11, 2022
બાવુમાએ ભારતના પ્રવાસમાં માત્ર 11 રન બનાવ્યા હતા. બાવુમા પ્રથમ વનડે મેચમાં માત્ર 8 રન જ બનાવી શક્યો હતો. જે બાદ કેશવ મહારાજે બીજી વનડેમાં કેપ્ટનશીપ કરી અને તે પણ ફ્લોપ રહ્યો. તેણે રાંચીમાં 5 રન બનાવ્યા હતા. દિલ્હીમાં રમાયેલી ત્રીજી મેચમાં ટીમની કમાન મિલરને સોંપવામાં આવી હતી અને અન્ય બે કેપ્ટનની જેમ તે પણ ફ્લોપ રહ્યો હતો. ત્રીજી મેચમાં મિલર માત્ર 7 રન બનાવી શક્યો હતો. એટલે કે ત્રણેય કેપ્ટન બે આંકડાને પણ પાર કરી શક્યા નથી. ત્રીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 99 રને સમેટાઈ ગઈ હતી.